Definition of love books and stories free download online pdf in Gujarati

પ્રેમ ની પરિભાષા

પ્રેમ એટલે શું?

મારા માટે પ્રેમ એટલે કોઈ બે વ્યક્તિ નહીં પરંતુ માત્ર એક જ વ્યક્તિત્વ પર જોવા મળતી લાગણી નો સમૂહ...

પ્રેમ એટલે એક જ વ્યક્તિત્વ દ્વારા ઉદભવતી લાગણીનો સ્ત્રોત..

અને , કદાચ એ વાત સમજાવવા માટે જ ભગવાન શ્રીકૃષ્ણ એ રાધાજી સાથે પ્રેમ પ્રકરણ ની રચના કરી હશે...

આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન શ્રીકૃષ્ણ મને રાધાજી વચ્ચે અનહદ પ્રેમ તેમ છતાં બંને કાયમ માટે એક ન થયા બસ કદાચ આ દ્રષ્ટાંત દ્વારા મોરલી મનોહર આપણા સૌને એ સમજાવવા માંગે છે કે, પ્રેમ એટલે કોઈ બે માણસ વચ્ચેની લાગણી ,શોક, મનમેળ, વિવાદ ,સ્નેહ, પ્રેમ ,કે વાસના નહીં પરંતુ, પ્રેમ એટલે તો એક જ દિલ માંથી ઉદભવતી અનંત અને નિરંતર લાગણી.....

વધારે ઊંડાણ માં ન જઈ ને સીધી અને સરળ ભાષામાં કહું તો પ્રેમ એટલે કે મને મારા મારા પ્રિય પાત્ર (કોઈ એક વ્યક્તિ જેને તમે દિલ થી ચાહો છો) પર ખૂબ જ લાગણી છે..
હું એના માટે Loyal છુ , એને હું મારા જીવથી પણ વધારે ચાહું છું, હું હંમેશા એના સાથ ને ઝંખૂ છું , અને એની ખુશી માટે હું કંઈ પણ કરી શકું છું.

પણ આનો એ મતલબ બિલકુલ પણ નથી કે બદલામાં એ પણ મને પ્રેમ કરે કે મારા માટે એ બધું જ કરે જે હું એના માટે કરું છું

કારણ કે, કોઈના પ્રત્યે લાગણી દર્શાવી બદલામાં એની પાસેથી એ જ લાગણીની ઈચ્છા રાખવી એને તો આશા બાંધી કહેવાય
અને પ્રેમ માં કોઈ આશા અપેક્ષાઓ નથી હોતી કે હું કરું છું એટલે એ પણ કરે જ..

પ્રેમ એટલે તો નિસ્વાર્થ ભાવે વ્યક્ત થતી લાગણી..


મારો સાથ એને ગમે કે ના ગમે..
એ મને પ્રેમ કરે કે ના કરે...
એ મને સમય આપે છે ના આપે...
એ મને ખુશી આપે કે દુઃખ...
એ મારી care કરે કે ના કરે...
એ મને એના દિલમાં જગ્યા આપે કે ના આપે...
એ મારી લાગણીઓને સમજે કે ના સમજે...
એ મારા માટે Loyal રહે કે ના રહે...
એ મારી લાગણી મારા સાથ ને ઝંખે કે ના ઝંખે...
તેમ, છતાં એના માટે મારી લાગણી અનંત અને અવિરત રહે બસ એનું નામ પ્રેમ..

આજ ના આધુનિક યુગ ની જો વાત કરું તો બન્ને રોજ ઝઘડાઓ કરે દરરોજ અને, ઝગડા પણ એ હદ ના કે બંન્ને એ હવે થી એકબીજા સાથે રેહવું જ નથી આજ બધી વાત નો અંત લાવી દેવો છે છૂટા પડી જવું છે

બંન્ને માંથી કોઈ પણ એક બીજા ની વાત સંભળાવા તૈયાર નથી બન્ને ને પોતપોતાની ભૂલ ના બદલે એકબીજા ના વાંક વધારે દેખાવા લાગે બન્ને માંથી એકપણ નમતું મુકવા તૈયાર ના હોય...

કેટકેટલો ગુસ્સો બબાલ અપવાદ શંકા કુશંકા અને હું તને મારી લાઇફ માં લાવ્યો કે લાવી એજ મારી મોટા માં મોટી ભૂલ.. અહીંયા સુધી પહોંચી જતી વાત..

છતાં પણ, સવારે આંખ ખુલતા ની સાથેજ એક બીજા ને જોવા ની થતી ઈચ્છા એનું નામ પ્રેમ....

ઝગડિયા બાદ પણ ફોન કે મેસેજ કરવો મે જમી લીધું છે ભૂખ લાગે તો તું પણ જમી લેજે...
અને સામે થી reply આવવો કે હા હા મેં પણ જમી લીધું છે ફુલપેટ અને આજે તો એક રોટલી વધારે જમી..આ કટાક્ષ પાછળ છુપાયેલી લાગણી એટલે પ્રેમ...

સાથે રેહવું જ નથી આવા વિવાદ થયા બાદ પણ એક મેક ની સાથે સોનેરી ભવિષ્ય ના સપનાઓ માં ખોવાઈ જવું બસ એનું નામ પ્રેમ...

અને અંતે બસ એટલું જ કહીશ કે....,


👑"એ સ્વાહા બોલે અને હું મારું સર્વસ્વ હોમી દઉં બસ એનું નામ જ પ્રેમ "👑

બીજા રસપ્રદ વિકલ્પો