વાત એક રાતની - ભાગ ૪ અંશતઃ. ગોસાઇ ભરતવન દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

શ્રેણી
શેયર કરો

વાત એક રાતની - ભાગ ૪

એ છોકરી નિહારિકા પાછી પોતાની સીટ ઉપર જઈને બેસી ગઈ. લોવર સીટમાં એકદમ કિનારા પાસે પેસેજની એકદમ નજીક કે જ્યાંથી લોકોની અવરજવર હોય. ત્યાં બેસી અને મારા તરફ એકીટસે જોઈ રહી હતી. હું પેસેજની બીજી તરફ એટલે કે એક સીટ છોડી અને લોવર સીટ ઉપર હતો. અમે બંનેના ચેહરા સામસામે હતા. એમને આપેલો કાગળનો ટુકડો હજુ પણ મારા હાથમાં જ હતો. મારા હાથમાં વળેલા પરસેવાના કારણે એ થોડો મૂરઝાયેલ થઈ ગયો હતો. પરંતુ એમાં લખાયેલ ત્રણ અંગ્રેજી અક્ષરો "પ્લીઝ હેલ્પ મી" મારા મનમાં અગણિત બેચેની પેદા કરી રહી હતી. મેં પહેલી વાર નજર ભરીને એમની સામે જોયું, એમની આંખોમાં એક ઊંડી ઉદાસી ચમકી રહી હતી. મેં એમની સામે કાગળનો ટુકડો બતાવી ને પૂછ્યું." શું છે આ બધું?"તો એમણે આજુબાજુ નજર ફેરવી અને મને ઈશારો ઈશારો થી કંઈક સમજાવવાનું પ્રયત્ન કર્યો. પરંતુ તે શું કહેવા માંગતી હતી એ મને કશું જ સમજમાં નહોતું આવતું. કમ્પાર્ટમેન્ટમાં લગભગ બધા જ સુઈ ગયા હતા, એટલે એકદમ ગુપ્ત ખામોશી હતી. એ મરુન સાડી વાળી છોકરી એ આજુબાજુ જોયું તો એ બોડી બિલ્ડર જેવો લાગતો છોકરો હવે સુઈ ગયો હતો. તો ફરીવાર ઈશારો કર્યો અને કશુક સમજાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ ઈશારો હજુ પણ સમજણમાં આવે એવો નહોતો. તે ક્યારે ઉપર હાથ રાખતી તો ક્યારેક એક ઘરડા વડીલ અને એમની સાથે આવેલી મહિલા અને પોતાના પતિ તરફ ઈશારો કરી અને બંને હાથ જોડી લેતી. એ કદાચ એવું કહેવા માંગતી હતી કે આ લોકોથી મને બચાવી લો. હા કદાચ નહીં!

મારુ મન એમને જોઈ અને બેચેની થવા લાગ્યું હતું. આવી સિચ્યુએશન તો મેં મારી જિંદગીમાં થ્રિલર પિક્ચરો માં પણ નહોતી જોઈ. એમની મોટી મોટી આંખો મીણબત્તીના મીણની માફક પીગળતી હોય કેવી લાગી રહી હતી. તેમની આંખોની ઉદાસી જોઈને પણ નજર અંદાજ ના કરી શકાય એવી હતી. એમની આંખોમાં દર્દ હતું, બહુ બધી તકલીફો અને થોડાઘણાં આશાના કિરણો પણ...!

"પણ, વાત શું છે..?" મેં પૂછ્યું તો છોકરીએ ત્રણેય સાથીદારો સામે જોઈ ઈશારો કર્યો અને પોતાની ગરદન ઉપર આંગળી રાખી ગળુ કાપવાનો ઈશારો કર્યો. એટલે એટલે કે.....
આ ત્રણેય લોકો....... એમને જાનથી મારી નાંખવાના હતા????

એ મને ઇશારાઓ થી સમજાવવાની કોશિશ કરી રહી હતી ત્યાં એક ખરડાયેલા અવાજે એમને ડરાવી દીધી.
"ઊંઘ નથી આવતી તને?" અવાજ ઉપરના બર્થ ઉપરથી આવતો હતી. એ મજબૂત કદ નો છોકરો ગુસ્સાથી બોલ્યો તો નિહારિકા હળબડાઇ ગઈ અને સાથે સાથે હું પણ ગભરાઈ ગયો. હું બારીની બહાર જોવા લાગ્યો. નિહારિકા ઉઠી અને સામેવાળી મિડલ સીટ ઉપર જઈને સુઈ ગઈ. હવે હું એમને જોઈ નહોતો શકતો. પરંતુ હા એમને ઓઢેલા કમબલમાંથી અડધા ઉઘાડા પગ હું જોઈ શકતો હતો. શ્રવણકુમાર એક્સપ્રેસ હવે ખૂબ જ ઝડપથી આગળ વધી રહી હતી. દરવાજાની બહાર કોઈ થાંભલો ઝટકા સાથે પસાર થતો તો ટ્રેનની ગતિનો ખ્યાલ આવતો. હું એક કાગળના ટુકડાને હાથમાં લઇ હૃદયમાં એક ખોફ સાથે બેઠો હતો. મને સારું એ નહોતું સમજાતું કે મામલો શું છે...? અને શું મદદ જોઈતી હશેને મારાથી.? ખબર નહીં એ હવે કઈ મુસીબતમાં હશે..? મને એવું થયું કે કદાચ રેલવે પોલીસ પાસેથી મદદ લઈ શકાય મેં જોયું હતું કે, એમના જવાનો હમણાં જ એક ભારે ભરખમ કુતરા સાથે આ કમ્પાર્ટમેન્ટ માંથી પસાર થયા હતા. પરંતુ એ વિચારી અને હું થંભી ગયો કે જો પોલીસની જ મદદથી તેમને જોઈતી હોત તો તે ખુદ પણ માંગી શકતી હોત...! તેને મારા સુધી આવવાની શી જરૂર પડી? ક્યાંક હું એમની મુસીબત ન નાખી દવ. હું એ ગડમથલમાં હતો ત્યારે મને તમામ જાસૂસી કોમિક યાદ આવી રહ્યા હતા, જે હું બચપણમાં વાંચતો હતો.

મેં એમની સીટ તરફ જોયું તો નિહારિકાના પગ હલી રહ્યા હતા. તે કદાચ પગ હલાવી મને કંઈ મેસેજ આપવા માંગતી હશે. એ કહેવા માંગતી હતી કે તે હજુ સુતી નથી. પણ મારે કરવાનું શું હતું.?? એ મને હજુ સુધી કંઈ ખબર પડી રહી નહોતી. અને એ પણ નથી ખબર પડી રહી કે એનો પ્રોબ્લેમ શું છે..?

ત્યાં મારો ફોન વાગ્યો મેં હડબડીમાં ફોન ઉપાડ્યો.."હલ્લો.."
આંચલ હતી.

"હા, આંચલ બસ સુતો છું... નહીં, નહીં ખાવાનું કશું મન નથી ... હા, બેગ માં થોડો નાસ્તો છે ખાઈ લઈશ...હા...બાય.... શું?... ના, ના જલદીમાં નથી.. અવાજ.... અવાજ બરાબર નથી આવી રહી એટલે કીધું..."

આંચલ મારા અવાજથી મારી બેચેનીનો અંદાજ આવી ચૂક્યો હતો. એટલા નજીકથી જાણતી હતી મને કે ના ફક્ત મારા શબ્દ પરંતુ મારા હાવભાવ પણ તે જાણતી હતી. એવો એક પણ દિવસ નહોતો જતો કે કમ સે કમ અમારી ત્રણ કલાક વાતચીત ના થાય. હા, પરંતુ અઢી કલાક એજ બોલતી..... આંચલ ને ચાહતો તો હું પણ બહુ હતો, પણ અમારા ફ્યુચર ને લઈને જેટલી શ્યોર તે હતી એટલો શ્યોર હું નોહતો. કદાચ એટલા માટે જ કે મેં બહુ બધી અમીર છોકરીઓ કે જે કાચના મહેલોમાં મોટી થઈ હતી, તે ઘરવાળાઓ સામે બગાવત કરતા તૂટી ગઈ હોય એવું જોયેલું. આચલના પપ્પા અમારા સંબંધને એટલો આસાનીથી સ્વીકાર કરે એવું મને લાગતું નહોતું. ખરેખર તો આવા સંબંધો બહુ બધી કુરબાની માંગતા હોય છે. આંચલ ઉપર મને વિશ્વાસ તો હતો પરંતુ તકલીફોમાં તે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે એવી મને ખાત્રી નહોતી.

આ શક મારા વાસ્તવિકતામાં ત્યારે જ બદલાયો જ્યારે હું અને મારો મિત્ર બપોરના સમયે કેન્ટીનમાં નાસ્તો કરી રહ્યા હતા ત્યારે મને એમને કીધું..

" આચલ તારા કામની વસ્તુ નથી... આ પ્રેમ બ્રેમ બધું છે ને એક ફેન્ટસી છે.. જો તું એના બાપ સાથે વાત કરવા જઈશ તો, બીજી તરફ તેનું જીવવાનું હરામ કરી દેશે... પણ જો છોકરી તારી સાથે ઊભી રહી તો તું સિંહ બની જઈશ.. તારું કોઈ કશું જ નહી ઉખાડી લે.. પરંતુ જો મુશ્કેલ સમયમાં એ તૂટી ગઈ તો બેટા તારી જિંદગી ધૂળધાણી થઈ જશે... તું ક્યાંયનો નહીં રે... સીધો જેલ ભેગો થઈશ અને એ પણ કિડનેપિંગ ના કેસ માં.. પછી ત્યાં ચક્કી પીસિંગ પિસિંગ.."

એમની આ વાત મારા મગજમાં હંમેશા રહેતી. આમ ની અસર એટલી ગેહરી હતી કે હું બધી જ અમીર છોકરીઓ માટે એકસરખી રાઈ બનાવી બેઠો હતો.