વાત એક રાતની - ભાગ ૫ અંશતઃ. ગોસાઇ ભરતવન દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વાત એક રાતની - ભાગ ૫

"ચાઈ..ચાઈ.. અદરક ઈલાયચી વાલી સ્પેશલ ચાઈ..."ચા વાળાના અવાજથી કંપાર્ટમેન્ટની ખામોશી તૂટી ગઈ. સામેની તરફથી એક મોટું કન્ટેનર લઈ ચા વાળો આવી રહ્યો હતો. ત્યાં અચાનક જ અવાજ ગુંજી ઉઠ્યો. "ભૈયા એક ચાય દેદો"
મેં મારું ધ્યાન એ અવાજ તરફ કર્યું તો એ અવાજ નિહારિકાના સીટ પરથી આવી રહ્યો હતો. મેં જોયું તો ચા વાળો નિહારિકાની સીટ પાસે ઉભો રહી ચા આપી અને પૈસાની લેવડદેવડ થઇ. ચા વાળાએ કન્ટેનર ઉઠાવ્યું અને મારી સીટ તરફ આગળ વધ્યો. મને ચા પીવાનું બિલકુલ મન નહોતું. મેં એની તરફ કશું જ ધ્યાન ના આપ્યું. મારી નજર એ સીટ ઉપર હતી જ્યાંથી નિહારિકાના સુંદર પગ દેખાઈ રહ્યા હતા.

"ચાઈ બોલો ચાઈ સાબ."

ચા વાળાએ બિલકુલ મારા માથે ઊભી રહી કહ્યું. મેં એની સામે જોયા વિના જ આગળ જવાનો ઇશારો કર્યો. તેમ છતાં ત્યાં જ ઊભો રહ્યો. મેં માથું ઊંચું કરીને જોયું તો એમને એક કાગળ કે જે નિહારિકાની ડાયરીમાંથી ફડેલો હતો એ મારા તરફ ધરી દીધો અને હળવેકથી ઈશારો કરીને કહ્યું જે આ કાગળ સામે બેઠેલા મેડમે આપ્યો છે. પછી તે સ્ફૂર્તિથી આગળ વધી ગયો. મેં કાગળને જલ્દીથી ઓશિકા નીચે દબાવી દીધો અને આજુબાજુ જોયું કે મને કોઈ જોઈ તો નથી રહ્યું ને?
ધીમેથી કાગળ કાઢર્યો અને પછી વાંચવાનું ચાલુ કર્યું.


" તમે કોણ છો એ હું નથી જાણતી, પણ ન જાણે કેમ મને તમારા પર ભરોસો કરવાનું મન થઇ રહયું છે. પ્લીઝ મારી મદદ કરો. આ બંને મારા સાસુ સસરા છે, અને જે ઉપરની સીટ ઉપર સૂઈ રહ્યો છે, એ મારો પતિ છે. આ લોકો મને જાનથી મારી નાખવા માંગે છે. આ લોકો મને એક એવી જગ્યાએ લઈ જાય છે, જ્યાંથી હું ક્યારેય પાછી નહીં ફરી શકું. આ લોકો મળીને મારી હત્યાને એક અકસ્માત બનાવી દેશે. પોલીસ પાસેથી મદદ માંગવી બેકાર છે. આ લોકો એટલા તાકાત અને પૈસાવાળા છે, કે બધા જ લોકોને ખરીદી દીધા છે. મારી મદદ કરો પ્લીઝ મારે આ ટ્રેન માંથી ભાગી જવું છે. પ્લીઝ મને અહીંથી નીકાળવામાં મારી મદદ કરો. જો જીવતી રહી ગઈ તો તમારું આ અહેસાન હું જીવનભર ક્યારેય નહીં ભૂલી શકું. પ્લીઝ પ્લીઝ હેલ્પ મી...."


ટ્રેન એક નાના સ્ટેશન પર ઊભી રહી. કંપાર્ટમેન્ટ ની બધી જ લાઈટો બંધ કરી દેવામાં આવી હતી. સુમસાન અંધારામાં મેં ડાયરીમાંથી ફાડેલ કાગળ હજુ પણ મારા હાથમાં પકડી રાખ્યો હતો. લડખડાયેલ શ્વાસે હું તેને લગભગ દસ વખત વાંચી ચૂક્યો હતો. હજુ સુધી કોઈપણ નિર્ણય નહોતો લઈ શકતો કે, અજનબી લાગતી એ નિહારિકાની હું કઈ રીતે મદદ કરી શકું!

ના એમ તો હું કંઈ સુપર હીરો તો નહોતો! અને અત્યાર સુધીમાં મે કોઈના પણ અંગત મામલામાં દખલઅંદાજી પણ નહોતી કરી. હંમેશા હું મારા કામથી કામ રાખતો. પણ ન જાણે કેમ આજે મને એ કથ્થાઈ રંગની આંખોમાં દેખાતી ઊંડી ઉદાસી મને મજબૂર કરતી હતી. એના ચહેરા ઉપર ઘેરાયેલા ગમના વાદળો હું જાણી ને પણ નજર અંદાજ નહોતો કરી શકતો. આખરે તેમની મદદ ન કરવાનો મતલબ તેને મરવા માટે છોડી દેવાનો હતો!

મિડલ બર્થથી દેખાતો એમનો પગ હજુ પણ હલી રહ્યો હતો. નિહારિકાને ટ્રેનમાં હજારો લોકો મળ્યા હશે! પણ તેણે મદદ ફક્ત મારી પાસેથી જ માંગી. કંઇક તો જોયું હશે ને તેને મારા ચહેરમાં? કંઈક વિચારીને જ તો ભરોસો કર્યો હશે ને? વધુ સમય ના લાગ્યો. મેં હવે નિર્ણય લઈ લીધો હતો, હવે જે પણ થાય હું કોઈપણ રીતે નિહારિકાને મદદ કરીશ. મેં ઉંડો શ્વાસ લીધો અને સીટ નીચે રાખેલા ચપ્પલ પહેરી નિહારિકાની તરફ ચાલવા લાગ્યો.


તો હવે કહાની નો હીરો નિહારિકાની મદદ કરશે.?..કરશે તો કઈ રીતે? અને સાસુ સસરા અને પોતાના પતિની હાજરીમાં નિહારિકા કઈ રીતે ભાગી શકશે???

શું આવી સ્થિતિમાં કહાની ના હીરાએ મરૂન કલરની સાડી વાળી છોકરીની મદદ કરવી જોઈએ..?
જાણવા માટે મને સબસ્ક્રાઈબ કરો..અને વાંચો આગળનો ભાગ...અને પ્રતિભાવ આપવાનું બિલકુલ ન ચૂકતા..પ્રતિભાવ લેખક માટે ફૂલહાર સમાન હોય છે.