Ek Poonamni Raat - 120 - Last Part books and stories free download online pdf in Gujarati

એક પૂનમની રાત - પ્રકરણ - 120 - છેલ્લો ભાગ

એક પૂનમની રાત

પ્રકરણ -120

 

નાનાજીએ માથું નીચું કરી નમસ્કાર કર્યા ત્યાં એ નાગ નાનાજીનાં માથા પર સ્પર્શ કરીને અદ્રશ્ય થઇ ગયો. નાનાજીએ માથું ઊંચું કર્યું એમની આંખોમાં આંસુ ઉભરાયાં હતાં એમણે બે હાથ જોડી દીધાં નમસ્કાર કર્યા. દસે દસ દિશાઓમાં નમસ્કાર કર્યા બધાનો ખુબ આભાર માન્યો અને બોલ્યાં તમે સહું પવિત્ર જીવોએ મને આ હવનયજ્ઞ કરવા માટે અવસર આપ્યો અહીં ડો દેવદત્તજી જેવી વિભૂતિ હાજર છે એ મારાં અહોભાગ્ય છે બધાનો હું ફરી ફરી આભાર માનું છું અને એમની આંખોમાંથી આંસુ ઉભરાવા લાગ્યા.

બધી વિધિવિધાન પૂરાં થઇ ગયાં પછી બધાંને સંબોધીત કરતાં દેવાંશે કહ્યું હું દેવેન્દ્ર સર્વ હાજર રહેનાર સર્વને કહું છું કે આ મહેલને સંપૂર્ણ દુરસ્ત કરવાની જવાબદારી હું લઉં છું અને આજ પછી હું અને મારી બહેન ઝંખનાં અમે લોકો અહીંજ રહીશું મારી સાથે મારી વ્યોમા અને મારી બહેન ઝંખનાં સાથે જીજાજી સિદ્ધાર્થ સર પણ અહીજ રહેશે. બધાએ એક સાથે તાળીઓ વગાડી દેવાંશને વધાવી લીધો.

સિદ્ધાર્થે કહ્યું દેવાંશ તારી લાગણી અને પ્રેમે મારું દિલ જીતી લીધું હું અને ઝંખના આવતા જતા રહીશું પણ ઝંખના મારી સાથે મારાં નાનકડાં ટેનામેન્ટમાં જ રહેશે જયારે મન થાય ત્યારે આવી જઈશું.

ઝંખનાએ કહ્યું બધાએ પોત પોતાનું કહી દીધું હવે મારું પણ સાંભળી લો.... હું સિદ્ધાર્થને લઈને વડોદરાનાં અમારાં રાજમહેલમાં થોડાં દિવસ રહીશું બાકીનાં સમયમાં સિદ્ધાર્થ જ્યાં કહેશે ત્યાં રહીશું.

મહારાજાએ કહ્યું તમારાં મોઢામાં ઘી સક્કર. બોલ્યાં છો તો જરૂર રહેવા આવજો તમારાં આવવાથી રાજમહેલ કૃત્ય કૃત્ય થઇ જશે.

ઝંખનાએ કહ્યું અમે માત્ર અષાઢી પૂનમથી શ્રાવણી પૂનમનાં વચ્ચેનાં સમયગાળામાંજ રહીશું માત્ર એક મહિનો આખા વરસમાં. એ સમયગાળો અમારાં પરિણય માટે ખૂબ અગત્યનો છે.

નાનાજીએ બધાંને આશીર્વાદ આપતાં કહ્યું અહીં આ ભૂમિ પર સરસ હવનયજ્ઞ બધાની હાજરીમાં થયો છે આ નિર્જન ભૂમિ હવે પવિત્ર ભૂમિ બની છે અહીં રહેનાર આવનાર ખુબ સુખી થશે. અને દેવાંશ વ્યોમા અને ઝંખનાં સિદ્ધાર્થને અમારાં આશીર્વાદ છે.

સમાપન કર્યા પછી નાનાજીનાં આદેશ પ્રમાણે હવનયજ્ઞની ભસ્મ બધાને પ્રસાદી કરીને આપી બાકીની ભસ્મ રાજમહેલની આજુબાજુની બધીજ જમીનમાં પથરાવી દીધી. થોડી ભસ્મ દેવાંશ વ્યોમા અને સિદ્ધાર્થ ઝંખનાને ખાસ કામ માટે આપી. વિક્રમસિંહજીએ બધાની જમવાની વ્યવસ્થા કરવા માટે માણસોને આદેશ આપ્યો.

નાનાજી, વિક્રમસિંહજી, ડો દેવદત્ત કમલજીત દેવાંશ સિદ્ધાર્થ બધાં બેઠાં હતાં અને કમલજીતે કહ્યું અત્યાર સુધી વડોદરામાં થયેલ ગુનાઓમાં બધાં ગુનેગારને પુરી સજા મળે એની વ્યવસ્થા કરવાની છે બીજું કે રુબી અને ભવાનસિંહને પણ સજા મળશે આપણે બધાં ડ્યુટીમાંથી મુક્ત થઈશું.

નાનાજીએ કહ્યું રુબી અને ભવાનસિંહને તો સજા મળશેજ એમનાંથી ઘણાં ગંભીર ગુના થયા છે વળી પેલો તાંત્રિક મુંબઈથી પકડી લાવ્યા છે એનો મદ ઉતારવાનો છે કબ્રસ્તાન વાળો મૌલવી બધાને દંડ મળવો જોઈએ. કમલજીતે કહ્યું મારે ત્યાં છે એ કાર્તિક અને ભેરોસિંહ બધાને એમનાં ગુના પ્રમાણે સજા મળશે બધાં જેલમાં છે હવે ચાર્જશીટ મૂકીને કોર્ટમાં હાજર કરી પુરાવાઓ રજૂ કરીને યોગ્ય સજા અપાવવી છે વિક્રમસિંહે કહ્યું સાચી વાત ગુનેગારોને એમની યોગ્ય સજા મળવી જોઈએ. વળી આ કામમાં જેણે જેણે સહયોગ આપ્યો છે તે સર્વેનો ખુબ ખુબ આભાર.

નાનાજીએ કહ્યું હવે આપણે પાછા જવાનાં છીએ એની તૈયારી કરો. વિક્રમસિંહજીએ કહ્યું હાં હું એની વ્યવસ્થા કરાવું છું પછી નીકળીએ.

દેવાંશે કહ્યું નાનાજી.... પાપા હું વ્યોમા.... ઝંખના અને સિદ્ધાર્થ બે દિવસ અહીંજ રોકાવાનાં છીએ અમે પછી આવી જઈશું.

વિક્રમસિંહજી અને નાનાજી એક સાથે બોલી પડ્યાં... ભલે એવું કરજો અમને ખબરજ હતી.

વ્યોમાનાં પાપા મમ્મી, દેવાંશનાં પાપા મમ્મી બધાં ખુબ ખુશ હતાં. રાજવી પરીવાર, ડો દેવદત્ત કમલજીત બધાને સંતોષ હતો. મીલીંદનાં માતા-દાદી, બેન-બનેવી, બધાએ આભાર માન્યો. અને બધી જવાની વ્યવસ્થા થઇ બધાં શહેરમાં પાછા જવાં નીકળ્યાં. એ પહેલાં દેવાંશ અને વ્યોમાએ બધાનાં આશીર્વાદ લીધાં. અને નાનાજી મામાજી આશીર્વાદ આપી ગાડીમાં ગોઠવાયાં.

દેવાંશ અને વ્યોમા બધાંનાં ગયાં પછી મહેલનાં ઝરૂખામાં ગયાં ત્યાં બેસીને એકમેકને ખુબ પ્રેમ કરી રહ્યાં હતાં. દેવાંશે કહ્યું વ્યોમા આપણી પાછળ કેટલી મોટી કથા કહાની હતી.... તારાં નાનાજી ના હોત તો કોઈ ખુલાસો ના થાત અને આપણે પીડામાં.... વ્યોમાએ કહ્યું હું વિરાજ હતી ત્યારેય હેમાલીથી પરેશાન હતી અને એનોય કેવો પ્રેમ પ્રેત બનીને પણ તને કરતી રહી દેવાંશે કહ્યું એનાં પ્રેમમાં પ્રેમ કરતાં વાસના વધુ હતી એટલે એનો નાશ થયો તું મારી સાથેજ રહી હું તનેજ પ્રેમ કરતો રહ્યો.

વ્યોમા દેવાંશને વળગી ગઈ હવે આપણી વચ્ચે કોઈ શક્તિ નહીં આવે ના પ્રેત, ના માનવ .... હવે બસ તું અને હું આઈ લવ યુ અને બન્નેનાં હોઠ મળી ગયાં.

*****

સિદ્ધાર્થ ઝંખનાનાં સ્વરૂપને પામવા મહેલનાં પગથિયાં ચઢતાં ચઢતાં છેક મહેલની અગાશીમાં આવી ગયો. ઝંખના સિદ્ધાર્થને તડપાવતી મહેલની ઊંચી પાળીઓ પર ચાલી રહેલી. સિદ્ધાર્થે કહ્યું મારી પાસે આવ નહીંતર હું ઉપર આવું અને ઉપર આવીને તને પ્રેમ કરું.

ઝંખના સિદ્ધાર્થની પાસે આવી ગઈ સિદ્ધાર્થને વળગી ગઈ. સિદ્ધાર્થ ઝંખનાને અવિરત ચુમતો રહ્યો એણે કહ્યું તારી સિદ્ધિથી તું મને વળગી પ્રેમ કરી શકે છે હું સંતૃપ્ત થઉં છું પણ આમ અર્ધસાક્ષાત અવસ્થા ક્યાં સુધી? ઝંખનાએ કહ્યું હું તો અઘોરણ છું મારી પાસે સિદ્ધિઓ છે તું માનવ છે હું પ્રેત છતાં પ્રેમ કરી શકીએ છીએ યોગ્ય સમય સમય આવતાંજ આપણે સદ્દગતિ સાથેજ કરી લઈશું અને પછીનાં જન્મમાં પણ એકબીજાનો સાથજ નિભાવીશું ....

સિદ્ધાર્થ ઝંખનાની આંખોમાં જોઈને કામુક થયો અને બંન્ને જણાં ખુલ્લા આકાશ નીચે મહેલની અગાશીમાં એકબીજામાં પરોવાઈ ગયાં ......

------: સમાપ્ત : -------

સર્વ વાંચક મિત્રો..

આ નવલકથા એક પૂનમની રાત... આપ સહુએ ખૂબ પસંદ કરી દિલથી વધાવી છે. આ નવલકથામાં કાલ્પનિકપાત્રો અને કલ્પનાથી સ્ફુરેલી કથા માનવ લાગણીઓ સાથે પરોવાયેલી રાખી.. પ્રસ્તુત કરી. આશા રાખું આપને ખૂબ પસંદ આવી હશે...મને જણાવતાં ખૂબ આનંદ થાય છે કે આ નવલકથાને આપના પ્રેમ અને સહકારથી 3.60 લાખ ( ત્રણ લાખ સાઈઠ હજાર ) થી વધુ ડાઉનલોડ મળી ચુક્યા છે. વળી માતૃભારતી મંચ ઉપર સૌથી વધુ ડાઉનલોડ 2.4Million મેળવનાર સૌ પ્રથમ લેખક બનાવ્યો છે. દિલથી આભાર માનું છું શબ્દો ખૂટે છે કહેવા...આ નવલકથા અંગે તમારાં કિંમતી પ્રતિભાવ, અભિપ્રાય આપવા વિનંતી..

અઠવાડિયાના આજ દિવસોમાં  “એક પૂનમની રાત...”ની જગ્યાએ નવી ખૂબ રસપ્રદ પ્રેમ સંવેદનાં પરોવાયેલી હોરર નવલકથા “ સ્ટ્રીટ નં 69 ” પ્રસ્તુત થશે જેમાં અઘોરી અને તાંત્રિક વિદ્યામાં પરોવાઈ વાર્તા નાયક શું કરશે એ વાંચવા મજા આવશે..એમાં કેવો પ્રેમ પ્રગટે એ જોવા મળશે.

આપ સહુનો ખૂબ ખૂબ આભાર...

આપનો, દક્ષેશ ઇનામદાર..”દિલ”...

“વરસે મેહ આભથી ધરતી જળતરબોળ.”

“વરસે પ્રેમ તમારો દિલ થયું હર્ષતરબોળ.”

🌷🙏🌷

 

 

 

 

 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED