એક પૂનમની રાત - પ્રકરણ-118 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક પૂનમની રાત - પ્રકરણ-118

એક પૂનમની રાત

પ્રકરણ - 118

 

પ્રેતયોનીનાં શ્રાપમાં પણ ઝંખનાં સવિસ્તાર બધી માહીતી આપી રહી હતી. નાનાજી,મહારાજા રાણી, બધા

હાજર સહુ ધ્યાનથી અને ખુબ વિસ્મય સાથે બધું સાંભળી રહેલાં. સિદ્ધાર્થ ઝંખનાનાં મોઢેથી ગતજન્મની બધી વાતો આઘાત અને આષ્ચર્ય સાથે સાંભળી રહેલો. સિદ્ધાર્થથી અધવચ્ચેજ બોલાઈ ગયું કે ઝંખનાં તેં મારાં માટે કેટ કેટલું સહ્યું છે ? પ્રેમ અને વિશ્વાસને તે અમર કરી દીધો. અને હું ભોગ ભોગવીને બીજો જન્મ લઈને તારી યાદમાંજ જાણે બ્રહ્મચર્ય નિયમ લઇ સાવ એકલો.... પણ તારી યાત્રા તારું તપ ખુબ આકરું અને સન્માનીય છે.

ઝંખનાની આંખમાં આંસુ આવી ગયાં એણે કહ્યું મારાં દેવ મારાં સિધાર્થ આગળની વાત તને કહીશ તો કોઈનાં માન્યામાં નહીં આવે એક પ્રખર સિદ્ધ અઘોરીનાં નિયમો અને આકરી શરતો સ્વીકારીને પણ મેં મારી લાજ બચાવી સંપૂર્ણ પવિત્ર રહી એ તારો પ્રેમ અને ઈશ્વરનાં આશીર્વાદ છે.

અત્યાર સુધી શાંતિથી સાંભળી રહેલાં દેવદત્તજીએ કહ્યું મને પણ પ્રશ્ન મનમાં થઇ રહેલો કે આટલાં પ્રખર તાંત્રિક અઘોરીને ત્રિકાળજ્ઞાની છે એને તારાં મનનાં વિચારો ખબર ના પડી ગયાં ? આકરી શરતો  માનીને પણ તું કેવી રીતે પવિત્ર રહી શકી ?સંભોગી અઘોરીએ તારો ભોગ ના કર્યો ?

ઝંખનાએ કહ્યું પંડિતજી આજે એકવાત સાંભળો અને ગાંઠે બાંધી લો... પ્રેમ અને પાત્રતા તમારી અકબંધ હોય મન વચન કાયાથી તમારાં પ્રેમી પાત્ર માટે પવિત્ર હોવ કોઈ એક પળ માટે તમે માનસિક પણ વ્યભિચારી ના થયાં હોવ તો તમારી ઉપર કોઈનાં તંત્ર મંત્ર જંત્ર કે ટુચકા ના ચાલી શકે એની વાસના એની આંખમાં પ્રસરી જઈને કલ્પનાઓમાં ભોગવટો કરી લે અને તમને એ કામુક દ્રષ્ટિથી જોઈજ નહીં શકે તમારાં માટે માન સમ્માન પ્રગટ થઇ જાય છે અને સાથે સાથે તમારી સાથે પાપ આચરી શકતા નથી પંડિતજી, આપણાં સનાતન ધર્મમાં ઈશ્વરે દાખલા બેસાડેલા છે માં સતિ સીતા રાવણ હરણ કરી ગયો છતાં એને સ્પર્શ નહોતો કરી શકતો એણે મહામાયા કહી પૂજા કરી હતી. દ્રૌપદીનું વસ્ત્રહરણ દુશાસન કરી શક્યો નહોતો, ક્રુષ્ણની રાધાને કોઈ વિષય દ્રષ્ટિથી કદી જોઈ શક્યું નથી.

આપણી પાત્રતા એટલી ઊંચી અને ઉજ્વળ હોય કોઈ ગમે તેવો અઘોરી તાંત્રિક તમારો વાળ વાંકો ના કરી શકે એનું તમને વર્ણન કરીજ રહી છું સાંભળો ....

તાંત્રિક અઘોરીજીનાં કહેવાથી અમે ગુફામાં અંદર ગયાં પછી એમણે આંગળી ચીંધી એ તરફ હાંડપિંજરોનો અમે જોયું તો સામે મોટો હવનકુંડ હતો એની પાછળ જંગલ જેવું દેખાયું જે ગુફાનો અંદરનો એટલો વિશાળ ભાગ હતો ત્યાં પાછળ માનવ કંકાલ, ઢગલો હતો કેટલાક હિંસક વન્ય પ્રાણીઓનાં ડોકા કાપીને લટકાવેલાં હતાં અને હવનકુંડની સામે ગુફાનો ખુલ્લો મોટો ભાગ ત્યાં પથરનાં મોટા ઢગલાની વચ્ચે સુંદર અર્ધનારીશ્વરની મૂર્તિ હતી શંકરપાર્વતીની એટલી સુંદર મૂર્તિ કે જાણે હમણાં બોલી ઉઠશે . એ અર્ધનારેશ્વર મૂર્તિ પ્રેમ મુદ્રામાં હતી. કદાચ અઘોરીજીએ એ બતાવવાં આંગળી આંગળી ચીંધી હતી મેં એ જોઈ અને હું મૂર્તિ પાછળજ મોહાંધ થઇ ગઈ પણ એમાં મને હું અને સિદ્ધાર્થજ દેખાયાં.... મને મારાં પ્રેમ અને સિદ્ધાર્થ સિવાય કંઈ દેખાતુંજ નહોતું મારાંથી બોલી પડાયું વાહ વાહ... અઘોરીજી અહીં પણ અમારું સ્વરૂપ ? એટલું સાંભળતાં તાંત્રિક ભડક્યો એમને ખુબ ગુસ્સો આવ્યો કે તમારું સ્વરૂપ ? તને દેખાતું નથી આ મારાં સ્વામી અને એમની પત્નીની મૂર્તિ છે એ મારાં ગુરુ, ઈશ્વર મલિક છે ઉમાશિવ.....

એમનો ભયંકર ક્રોધ જોઈને હું ચૂપ થઇ ગઈ અને વિચાર્યું હું બોલી એનો અર્થ પછી એમને સમજાવીશ. અઘોરીજીએ કહ્યું અષાઢી અને શ્રાવણી પૂનમ સુધીમાં તમારે અભ્યાસ પૂરો થશે માત્ર 30 દિવસ તમે બરોબર અભ્યાસ કરજો મને પ્રસન્ન રાખજો તો હું બધી વિદ્યા શીખવી દઈશ. મારાંથી બોલાઈ ગયું સ્વામી અષાઢી પૂનમ તો કાલેજ છે.

 

અઘોરીજીએ કહ્યું એટલેજ તમે સમયસર આવ્યાં છો આ અષાઢીથી શ્રાવણી પૂનમ વચ્ચેનો ગાળો અઘોરી વિદ્યા શીખવા માટેનો ઉત્તમ સમયગાળો છે. તમે એનાં માટે તૈયાર રહો. કાલથી અભ્યાસ ચાલુ થશે આજે સ્નાનાદિ પરવારીને તૈયાર રહો હું ધ્યાનમાં બેસવાં જઉં છું. ગુફાની બહાર ફળફળાદીનાં વૃક્ષો છે ઝરણું વહે છે એમાંથી જળ મળી રહેશે થોડેક દૂર મીઠી નદી છે ત્યાં સ્નાન પરવારી પાછા આવી જાઓ આજનો દિવસ પછી વિશ્રામ કરો અને કાલે પરોઢે બ્રહ્મમહુરતમાં અઘોરી વિદ્યાનો અભ્યાસ ચાલુ થઇ જશે. પ્રાણની પરવા કર્યા વિના છોકરી તું હિંમત રાખી અભ્યાસ કરજે તો તને અઘોર સિધ્ધી મળશે.

 

*******

બીજા દિવસની પરોઢે બ્રહ્મમુહૂર્તમાં અઘોરીની સામે હું બેસી ગઈ હતી દાસીઓ આશ્રમનાં કામમાં વ્યસ્ત હતી. અઘોરીજીએ પ્રથમ અર્ધનારીશ્વર ઈશ્વરની પૂજા કરાવી મારાં જમણાં હાથે લાલ દોરો અને ડાબા હાથે કાળો દોરો મંત્ર ભણીને બાંધ્યો. પછી શ્લોક બોલાવવા ચાલુ કર્યા સવારથી બપોર સુધી.... બપોરે ફળાહાર કર્યો પછી સાંજે હવનયજ્ઞ કરાવ્યો તે મોડી રાત્રી સુધી ચાલ્યો આમ રોજ મને મંત્રો -શ્લોકો-ઋચાઓ શીખવવામાં આવતી બે પૂનમ વચ્ચેની અમાસનો દિવસ આવ્યો.... આજે તાંત્રિકે માત્ર એક દીવો જ કરાવ્યો સમગ્ર ગુફામાં અંધકાર હતો અમાસને કારણે. ફૂટ દૂરનું પણ કંઈ દેખાતું નહોતું એક માત્ર દીવાનાં અજવાળે હવનયજ્ઞ ચાલુ થયો આજે અઘોરીજીએ વનમાંથી આણેલાં સૂકા ફળોનો અર્ધ્ય આપ્યો ખુબ બુલંદ અવાજે શ્લોક ઋચાઓ બોલ્યાં. પૂર્ણાહુતિએ મને કહ્યું આજનાં હવનયજ્ઞની તું સાક્ષી છું આ અઘોરી અભ્યાસની મધ્યાન્તર વિધી છે આજની રાત અર્ધનારીશ્વરને એકાંત આપવાનું છે કાલથી નવો મહીનો બેસશે તે શ્રાવણ મહીનો .... ખુબ વરસાદ આવશે શ્રાવણી પૂનમ અભ્યાસની પૂર્ણાહુતિ તને બધીજ અઘોરી વિદ્યાની જાણકારી થઇ જશે બધી સિદ્ધિઓ તારી પાત્રતા પ્રમાણે હસ્તગત થશે. પણ આજે મારી ઘાસની પથારી તૈયાર કરી મારી પાસે સૂવા આવી જજે આજે અડધો અભ્યાસ પૂરો થયો તેં શરત માન્ય રાખી હતી.

અર્ધ્ય આપી હવનયજ્ઞ પૂરો થયો અને મેં એમની સૂચના અનુસાર મારી દાસીને તૈયાર કરી અને ઘાસની પથારીની તૈયારી કરી અઘોરી સાથે સુવા મનાવી લીધેલી. હું બંન્ને દાસીને કહીનેજ લાવી હતી મારી મનની મનશાં પણ કહી હતી કે હું જેને પ્રેમ કરું છું એને વિચાર કે સ્વપ્નમાં પણ દગો ના દઈ શકું મારો એટલો ઉચ્ચત્તમ પવિત્ર પ્રેમ છે. અઘોરી શું હું સાક્ષાત દેવને પણ કહી દઉં કે હું મારાં સિદ્ધાર્થની છું મારાં પ્રેમીની છું હુંજ રાધા સીતા ની જેમ ઝંખનાં છું.

મારી દાસી મારાં સમજાવ્યાં પ્રમાણે મારાં જ વસ્ત્રો અલંકાર પહેરી મારુ નામ ધારણકરી અઘોરીજી સાથે સુવા માટે ગઈ.... હું ઈશ્વરનું નામ જપ્તી આખી રાત જાગતી સૂતી રહી અને બધું પાર ઉતરે એની પ્રાર્થનાં કરતી રહીં. પરોઢે દાસી મારી પાસે આવીને કહ્યું બધું બરોબર છે ક્યાંય કોઈ ભૂલ નથી થઇ... એમનો પ્રેમ મૈથુન.... રાજકુમારી તમે નિશ્ચિંન્ત રહી પૂજા માટે જાવ....

 

બ્રહ્મમહુર્તમાં બીજા 15 દિવસની વિધિ અભ્યાસ ચાલુ થયો હું હવનયજ્ઞમાં હાજર હતી અઘોરીજીને કંઈ જાણ નહોતી થઇ સરસ અભ્યાસ ચાલુ થયો હતો. આમને આમ શ્રાવણી પૂનમ આવી ગઈ મેં અત્યાર સુધી બધોજ આત્મસાત કરી લીધેલો ઘણી સિદ્ધિઓનો મને અનુભવ થયેલો હું પ્રાપ્ત કરી ચુકી હતી. અને રાત્રીએ અર્ધનારીશ્વર સામે હવનયજ્ઞ ચાલુ થયો આજે વન સંપ્રતિની સામગ્રીઓ ખુબ પ્રમાણમાં હતી આજે બધોજ અર્ધ્ય મારે આપવાનો હતો. પૂજા સરસ રીતે હવનયજ્ઞ અર્ધરાત્રીએ પૂરો થયો. અઘોરીજી મારાં પર ખુબ પ્રસન્ન હતાં મેં એમનાં ચરણસ્પર્શ કરતાં કહ્યું હે પિતાતુલ્ય અઘોરીજી તમારાં હાથ નીચે હું સંપૂર્ણ તૈયાર થઇ છું. તમે મારાં પિતાની રૂએ મને સંપૂર્ણ આશીર્વાદ આપો હું બધીજ સિદ્ધ શક્તિઓનો ઉપયોગ કરી શકું.

ત્યારે તાંત્રિક અઘોરીએ પહેલાં તો મને આશીર્વાદ આપ્યાં અને સિદ્ધિઓનો કેવી રીતે ઉપયોગ કરવો બધું પ્રમાણભાન કરાવ્યું પછી ક્રોધિત આંખે કહ્યું એય છોકરી તેં મારી સાથે બનાવટ કરી છે મારાં મૈથુન માટે તેં તારી દાસી મોકલી હતી મને ખબર છે આજે પણ હવનયજ્ઞની પૂર્ણાહુતિ પછી બીજી દાસી આવશે. તેં મને પિતા કહ્યો છે એટલે હું તને બધી સિદ્ધિઓ આપું છું તારી પાત્રતા છે પણ .....

 

વધુ આવતા અંકે  - પ્રકરણ 119