મંજુબેન ની ચિંતા Tru... દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મંજુબેન ની ચિંતા

"મંજુબેન આમ વારંવાર ગેટ આગળ આવી બહાર શું જોવો છો?,કોઈ મહેમાન આવવાનું છે કે શું?' તારા બહેને પોતાની ઓસરીમાંથી ઊભા રહી ને જ પૂછ્યું.
"ના... ના... મહેમાન તો નથી આવવાના પણ,આ આર્યા જુઓને હજુ સુધી નથી આવી.રોજ તો કૉલેજ થી મોડા માં મોડા ત્રણ વાગ્યે તો આવી જાય છે.આ પાંચ વાગ્વા આવ્યા હજુ સુધી આવી નથી."અરે મંજુબેન હવે તો મોબાઈલ ફોન આવી ગયા.અને આર્યા ને તો હમણાં જ તમે નવો ફોન અપાવ્યો છે ફોન કરો એટલે ખબર લાડો બા ક્યાં છે."તારા બહેને સલાહ આપી.મંજુબેન તરત કહ્યું,"તારાબેન, ફોન તો કર્યો પણ સ્વીચ ઓફ આવે છે,એની એકાદ બે બહેનપણીઓ ને પણ ફોન કર્યો,એમને કીધું એતો છૂટી ને ઘરે જવા નીકળી હતી.હવે તો મને ખૂબ ચિંતા થાય છે"."હા બેન,અત્યારે તો જમાનો સાવ જ ખરાબ છે. સમાજ માં કેવી કેવી ઘટનાઓ બને છે.જવાન છોકરી ની તો ચિંતા થાય જ ને." તારાબેન ચિંતા વ્યક્ત કરવા કરતાં ડરાવતા હોય એવું મંજુબેન ને લાગ્યું અને એમની આ વાત સાંભળી એક માટે તારીખે મંજુબેન અંદર થી થોડા ડરી પણ ગયા. એમની ચિંતા હવે વધવા લાગી હતી.છતાં પરાણે મ્હોં પરના ભાવ છૂપાવી બોલ્યા,ના ના એતો એની બીજી કોઈ બહેનપણીના ઘરે ગઈ હશે,બસ આવતી જ હશે. ચાલો મારે થોડું કામ છે એમ કહી મંજુબેન ઘરમાં આવતા રહ્યા.
ઘરમાં આવીને પણ મંજુબેન ની નજર વારંવાર ઘડિયાળ અને મોબાઇલ પર જ જતી હતી એમને કઈ જ સુજતું ન હતું.હવે તો 6 વાગી ગયા હતા મંજુબેને આર્યા ના પપ્પા એટલે કે મિતેશભાઈ ને ફોન કર્યો અને આર્યા વિશે કહ્યું.મિતેશભાઇ એક પ્રાઇવેટ કંપનીમાં એકાઉન્ટ સંભાળતા.તે ખૂબ જ પ્રમાણિક અને સાદા- ભોળા માણસ હતા.મંજુનો ફોન આવતા તેમણે મંજુબેન ને સાંત્વના આપી,"અરે મંજુ,આપણી આર્યા હવે કઈ નાની નથી.આવી જશે,કોઈ બહેનપણી ને ત્યાં ગઈ જશે તું ચિંતા ના કર અને હું બસ ઘરે આવવા નીકળું છું અને બહુ આડુંઅવળું ના વિચારતી એ હમણાં આવતી જ હશે.મંજુબેન ફક્ત સારું કહી ને ફોન મૂક્યો,પણ એમનું મગજ તો હવે ચકરાવે ચડતું હતું.એમનું મન ખુબજ ગભરામણ અનુભવતું હતું.
ત્યાં એમની નજર એમના ફેમિલી ફોટો પર પડી.મંજુબેન અને મિતેશભાઈ ના હાથમાં એક નાનકડી પરી.લગ્નના પાંચ વર્ષ પછી ભગવાને એક સુંદર રાજકુમારી એમના જીવનને મહેકતું કરવા મોકલી.ઘણી દવા અને બાધાઓ અને માનતાઓ પછી આ ખુશી એમના નસીબમાં આવી હતી.એટલે એ ઘરમાં ખૂબ જ લાડકી હતી.એના કહ્યા પહેલા તો એની સામે મિતેશભાઈ બધું જ હાજર કરી દેતા.મંજુબેન અને મિતેશભાઈ માટે આર્યા જ સર્વસ્વ હતી.એટલે એમને ક્યારેય બીજા સંતાન માટે વિચાર્યું જ નહિ.હા ઘણી વાર મંજુબેન ના સાસુ બીજા સંતાન એ પણ દિકરા માટે દબાણ કરતા ત્યારે મિતેશભાઈ જ એમને કહી દેતા કે મારો દીકરો તો મારી આર્યા જ છે.હવે કોઈ ની જરૂર નથી.મિતેષભાઈએ આર્યા નો ઉછેર પણ ખૂબ જ સ્વતંત્ર રીતે કર્યો હતો.તેને ક્યારેય આર્યા પર રોક ટોક કરી નહોતી.કોઈપણ વાતનું આર્યા પર ક્યારેય દબાણ નહોતું કર્યું એ પછી ભણવાની બાબત હોય કે પહેરવા ઓઢવાની.હા જરૂર લાગે ત્યાં સમજણ જરૂર આપતા.આર્યા પણ મિતેશભાઈની દરેક વાત નું માન રાખતી.એટલામાં દરવાજા ની બેલ વાગી ને મંજુબેન ની વિચારોની માળા તૂટી,જાણે બધા મોતી ખરી રહ્યા હોય એમ એમની આંખ આંસુઓ થી છલકાઈ ગઈ હતી.પાલવથી આંખો લૂછતાં તેમને દરવાજો ખોલ્યો, સામે મીતેશભાઈને જોઈ એમની આંખો ફરી થી આંસુઓ થી ઉભરાઈ ગઈ.
" હજુ આર્યા નથી આવી? ".મિતેષભાઈએ ચિંતા વ્યક્ત કરતા પૂછ્યું.મંજુબેન ને રડતાં જોઈ મિતેશભાઈ એ કહ્યું,ચિંતા ના કર હું એની કોલેજમાં જઈ આવું કોઈ એક્સ્ટ્રા લેક્ચર ના હોય,"હું પણ આવું છું."મંજુબેન સ્વસ્થ થતાં બોલ્યા.સારું ચાલ..........અને મંજુબેન અને મિતેશભાઇ એમની આર્યા ને શોધવા નીકળતા જ હતા.ત્યાં ઘર ની ડોરબેલ વાગી. મંજુબેને ઝડપ થી દરવાજો ખોલ્યો.સામે આર્યા એની મિત્ર નિશા અને એના પપ્પા ઊભા હતા.મંજુબેન થોડા સ્વસ્થ થઈ બોલ્યા...
કેમ આટલું મોડું થયું?ચિંતા થાય બેટા.એક ફોન તો કરી દેવાય ને?
"સોરી મમ્મી"કહેતી આર્યા અંદર આવી.
"અરે રાકેશભાઈ અંદર આવો ને,"મિતેશભાઈએ આવકાર આપ્યો..
"ના....ના... મિતેશભાઈ પછી ક્યારેક અત્યારે મોડું થાય છે.અને ભાભી આર્યા નો વાંક નથી.કૉલેજમાં ખૂબ મોડું થઈ ગઈ હતું અને રસ્તામાં મારી ગાડી ને પંચર પડી ગયું.અને આ બંને બહેનપણીઓ વાતો મા એટલી મશગુલ હતી ફોન કરવાનું યાદ જ નહિ આવ્યું હોય.....રાકેશભાઈ મોડું થયાનું કારણ સમજાવ્યું.
"અરે કઈ વાંધો નહિ",તમારો ખુબ ખુબ આભાર. આતો મા છે ને એટલે એને થોડી વધારે ચિંતા થાય".મિતેશભાઇ બોલ્યા.
સારું આવજો,હજુ નિશા ની મમ્મી ને પણ જવાબ દેવાનો છે.રાકેશભાઇ વાત થી વાતાવરણ થોડું હળવું થયું એને બધા ના ચહેરા પર સ્મિત આવી ગયું.
"શું મમ્મી, તું પણ એમ નાની નાની વાતમાં ટેન્શન લે છે..આર્યા બોલી.
મંજુબેન હજુ થોડા ગુસ્સામાં જ બોલ્યા,"ટેન્શન તો થાય જ ને,કેટલું મોડું થઈ ગયું હતું,ઉપર થી ફોન પણ ના કર્યો એને મારા ફોન પણ ના ઉપડ્યા.ફોન ખાલી જોવા માટે નથી આપ્યો'
અરેરે ...સોરી મમ્મી ફોન સાઇલન્ટ માં હતો. કૉલેજ થી છૂટયા પછી સાઈલન્ટ મોડ ઓફ કરવાનું જ ભૂલી ગઈ હતી સોરી..આર્યા એ જવાબ આપ્યો..
મંજુબેન અને મીતેશભાઇ પોતાના કારણે ચિંતા કરતા જોઈ આર્યને પણ દુઃખ થયું
"બસ સોરી કીધું એટલે પતી ગયું.અહી મગજ ગાંડું થઈ ગયું હતું.હૃદય અટકી ગયું હતું,શું થયું હશે?ક્યાં ગઈ હશે?કોઈ ખરાબ બનાવ તો નહિ બન્યો હોય ને....
એટલામાં તો તારાબેનને અંદર આવતા જોઈ મંજુબેન બોલતા બંધ થઈ ગયા.
"આવી ગઈ આર્યાબેટા,તારા મમ્મી તારી બહું ચિંતા કરતા હતા.અને થાય જ ને અત્યારે જમાનો કેવો ખરાબ છે અકસ્માત અને બળાત્કારની બીક તો ખરી પણ અત્યારે તો છોકરીઓ છોકરાઓ નું ભાગી જવાનું ચલણ બહુ વધી ગયું છે. માતા પિતા ભણાવે ગણાવે,બધી જીદ પૂરી કરે,સંસ્કાર આપે, સ્વતંત્રતા આપે અને આજકાલના આ છોકરાઓ ને પ્રેમ શું થઈ જાય એ બધું બાષ્પીભવન.."એમાં વળી પાછું હોશિયાર તો એટલા થઈ ગયા છે,લગ્ન પહેલા કરી લે કોર્ટમાં પછી ભાગે એટલે ઘરવાળાઓને તો બસ નીચું જોવાનું અને જેવું હોય એવું સ્વીકારી લેવાનું કઈ રસ્તો જ બાકી ના રાખે .તારા બેન બોલતા હતા.
ત્યાં વચ્ચે જ મિતેશભાઈએ કહ્યું,ભાભી એતો એની બહેનપણી જોડે હતી. હવે તમે નિરાંતે સૂઈ જાવ.-
"સારું એતો ચિંતા થઈ એટલે થયું જોઈ આવું,એમ કહેતા તારાબેન એમના ઘરે જતા રહ્યા.
ત્યાં મંજુબેન બોલ્યા,સાચું જ કહેતા હતા તારાબેન.પ્રેમ શબ્દનો આશરો લઈ ને કેટલાય સંતાનો માતા પિતાની લાગણીઓ,એમના પ્રેમ,એમના ત્યાગ,બલિદાન,એમના સંતાન પ્રત્યેના સપના, સમાજ માં માન- સન્માન,ઈજ્જત બધું જ ગુમાવી દેતા હોય છે.અંતરમાં થતું દર્દ પણ જાહેર કરવા લાયક નથી રહેતા.ભણવાને આગળ વધવાની ઉંમરે ઘણીવાર આખી જિંદગી પસ્તાવું પડે એવુંની પગલું ભરે છે.આર્યા તું તો કોઈના પ્રેમ માં નથી ને....?
"મમ્મી યાર આવું શું બોલે છે? " આર્યા એ થોડું ગુસ્સામાં કહ્યું.
આર્યા તારી મમ્મી સાચું કહે છે,તારી જિંદગીમાં કોઈ મનપસંદ માણસ આવે અને તને એમ લાગે કે હું એની સાથે જિંદગી વિતાવી છે.તો એમને કહેજે.એમને યોગ્ય લાગશે તો તમને જરૂર થી સાથ આપીશું પણ, આવું અયોગ્ય પગલું ક્યારેય નહી ભરતી. મિતેશભાઈ એ પણ થોડી શિખામણ આપી..
હવે આર્યા નો વારો હતો,એ ખૂબ પ્રેમ થી તેના મમ્મી પપ્પા નો હાથ પકડીને બોલી"
,મમ્મી પપ્પા હું સમજી ગઈ છું.હું વચન આપું છું કે થોડા સમયના પ્રેમ ના લીધે હું ક્યારેય મારા મમ્મી પપ્પા નું દિલ દુભાય એવું નહિ કરું.અને મારા જીવનમાં કોઈ આવશે તો ચોક્કસ તમને કહીશ.મને વિશ્વાસ છે યોગ્ય કારણ વગર ક્યારેય તમે મને કઈ વાત ની ના નથી પડતાં."પણ મેડમ અત્યારે તો બહુ ભૂખ લાગી છે,આપણે આગળની ચર્ચા પછી રાખીએ તો"કહેતા આર્યા હસવા લાગી.

"હા હો મેડમ, ચાલો" કહી ને મંજુબેન પણ સ્મિત સાથે ઊભા થયા.હૃદયમાંથી જાણે ભાર હળવો થયો હતો.
મમ્મી હું આવું હો ફ્રેશ થઈ ને... કહેતા આર્યા પોતાના રૂમમાં ગઈ અને તરત જ ફોન કાઢી નંબર ડાયલ કર્યો અને કહ્યું .,"તન્મય હું આજે નહિ આવું તું રાહ નહિ જોતો.આપણે એક મોટું ખોટું પગલું ભરતાં બચી ગયા.હું કાલે મળી ને વાત કરું ચલ બાય.........."કહેતા આર્યા ફોન મૂકી દીધો.ફોન મૂકતાં તેની નજર સ્ક્રીન પર રહેલા તેના મમ્મી પપ્પા ના ફોટા પર પડી અને તેેની નજર જુકી તરત જ બોલાય ગયું,.."સોરી મારી થયેલી ભૂલ માટે અને thank you મને સમજાવવા પ્રેમ કરવા માટે અને ફોટાને ચુંબન કરી ને આર્યા જમવા ચાલી ગઈ...