કર્મોનો હિસાબ - (ભાગ ૧૭) સ્પર્શ... દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

  • જીવનની ખાલી જગ્યાઓ કોણ પુરશે ?

    આધ્યા અને એના મમ્મી લગભગ પંદર મિનિટથી મારી સામે બેઠેલા હતાં,...

  • ક્રોધ

    क्रोधो मूलमनर्थानां  क्रोधः संसारबन्धनम्। धर्मक्षयकरः क्रोधः...

શ્રેણી
શેયર કરો

કર્મોનો હિસાબ - (ભાગ ૧૭)

કર્મોનો હિસાબ ( ભાગ :- ૧૭ )


બહું બધા વિચારો, સપના પુરા થવાની લાગણી, મન માં જોયેલો પ્રેમ, મન પર મુકેલો અઢળક વિશ્વાસ આ બધુંજ અનન્યા વિચારી રહી હતી. બસ મનમાં ખોવાઇ એના થઈ જવું હતું. આ બધા વિચારોમાં હતી ત્યાજ તંદ્રા તોડતો ઘરનો ડોરબેલ વાગ્યો. અનન્યા સફાળી જાગી અને દરવાજા તરફ ભાગી.


દરવાજો ખોલી મન ને ફ્લેટ માં બોલાવી લીધો અને અપલક જોવા લાગી. જે વ્યક્તિ સાથે લગ્ન કરવાના શમણાં જોયા એ આજે પૂરા થઈ રહ્યા હતા.


મન આજે અનન્યા ની પસંદના ઓક્સફોર્ડ બ્લૂ કલર નો શર્ટ અને ગોલ્ડન યલો કલરના પેન્ટ માં અનન્યા ના મનને મોહી રહ્યો હતો. અનન્યા એ ક્યારેક કહ્યું હતું કે આ કોમ્બિનેશન મને ગમે છે ને આજે મન એના દિવસને ખાસ બનાવવા આ જ પહેરી લાવ્યો હતો.


બસ અનન્યા જોતી જ રહી અને વિચારતી રહી કે મન કેટલું બધું વિચારે છે ને મને પ્રેમ કરે છે. આ વિચારતાં જ એક આંસુ આંખમાંથી સરી અનન્યાના ગાલ ને સ્પર્શી ગયું. મને પળભરની રાહ ના જોતા એ આંસુને જીભના સ્પર્શથી પોતાનામાં સમાવી લીધું. કદાચ આ બધુંજ મન અનન્યા નો વિશ્વાસ જીતવો કરી રહ્યો હતો.


મન પણ અનન્યા ને અપલક જોઈ રહ્યો. ચમકદાર સાટીનનો લહેંગો ચોલી પહેર્યા હતા. પાર્લરમા જઈને આવી હતી એટલે સ્કિન પણ ગ્લો કરી રહી હતી. ફૂલ લેયર કટ કપાયેલા વાળ એની શોભામાં ચાર ચાંદ લગાવી રહ્યા હતા. મનને થઈ આવ્યું વાહ મારા માટે એ પણ આટલી તૈયારી!


મન બસ જોતો જ રહ્યો... આખરે એકદમ આવેગીત થઈ મને અનન્યા ને બાહુપાશમાં જકડી લીધી. અનન્યા પણ બસ આ પળમાં મનની થઈ ગઈ.


અનન્યા એ તૈયારીઓ કરી રાખી હતી. ટેબલ ઉપર કેન્ડલ સળગાવી. મન સાથે પોતાની ઈચ્છા હતી એ જ મુજબ એકબીજાને હાર પહેરાવી ફેરા ફર્યા. અનન્યા ને ઈચ્છા હતી કે મન પોતાને જ્યારે પણ જોવે એક પત્નીની લાગણીઓ સાથે જોવે.


બસ આટલું પૂરતું હતું અનન્યા માટે કે એને એક ખાસ દરજ્જો મળે મનના જીવનમાં. મનના હાથે અનન્યા એ પોતાના સેંથામાં સિંદુર પણ પુરાવ્યું. આટલું થતાંજ અનન્યા મન પર ઢળી પડી. પોતાનો બંધ મન પર તૂટી પડ્યો. મન અનન્યા ને સંભાળી રહ્યો હતો અનન્યા ઢળેલી રહી બસ એક બાળકની જેમ.


મન અનન્યા ને ઉઠાવી બેડ માં લઈ ગયો. અનન્યા થોડી શાંત થઈ હતી. બહું દિવસે કોઈએ આટલું મહત્વ આપ્યું હતું, આટલી સંભાળી હતી. પોતે પોતાની જાતને હવે સમેટવા માંગતી જ નહોંતી. કેટલીએ વાર સુધી અનન્યા મનના ખોળામાં માથું ઢાળી સુતી રહી. કદાચ પતિના ગયા પછી એને આવો વિશ્વાસ, સાથ કોઈએ આપ્યો જ નહોંતો.


મન અહીંયા ક્રિશ્વી સાથેનો પ્રેમ, શાલીની પ્રત્યેનું આકર્ષણ બધું જ છુપાવી અનન્યા સાથેની આ પળો માણવા આતુર હતો. બસ આ જ હતું એના મનમાં. મન આ જ કરતો આવ્યો હતો. સંબંધોને છેતરવા, સંબંધોમાં આગળ વધવું, જેટલું પણ મળે એ મેળવી લેવું અને આગળ વધી જવું. મન માટે લાગણીઓ, પ્રેમ બધુંજ એક રમત હતું. બસ એને ફાવી ગયું હતું આ રમત આમજ રમતાં.


ફરીથી મન પોતાની રમતમાં આગળ વધતાં અનન્યા ના માથે હાથ ફેરવી અનન્યા ને પોતે સાથે છે અને પોતાના માટે ખાસ છે એ જતાવી રહ્યો હતો. ધીરે ધીરે મન અનન્યા ના આખા શરીર પર હાથ ફેરવતો ગયો. કપાળ પર, ગાલ પર, હોઠ પર હળવા ચુંબન કરતો ગયો.


અનન્યા ઉભી થઇ અને મનને પોતાની બાહુપાશમાં જકડી લીધો. મન પણ આ જ પળની રાહમાં હતો કે એવી એક પળ આવે જ્યાં અનન્યા સવાલ જવાબ વિના એની હોય. મને અનન્યા ને બેડમાં પટકી અને પોતાની આગવી અદામાં અનન્યા ને આલિંગનમાં જકડી બહું બધી કિસ કરવા લાગ્યો.


મન અને અનન્યા ના શરીર પરના બધા આવરણો એકપછી એક દૂર થવા લાગ્યા. મન અનન્યા ના દરેકે દરેક અંગ ઉપાંગને પોતાની આગવી અદામાં માણી રહ્યો હતો. પત્ની, પ્રેમિકા બધુંજ ભૂલી આજે મન અનન્યા ને ભરપૂર માણી રહ્યો હતો. અનન્યા પણ પતિના ગયા પછી બહુ વર્ષે આ સ્થિતિમાં કોઈ પુરુષની આગોશમાં હતી.


એકબીજાને તૃપ્ત કર્યા પછી એ જ સ્થિતિમાં શરીર પર કોઈપણ આવરણ વિના મન અને અનન્યા કલાકો સુધી એકબીજાના થઈ પડ્યા રહ્યા. મને મન ભરીને આજે અનન્યા ને માણી હતી. થાક પણ ત્યાંજ ઉતાર્યો હતો.


આખરે સાંજ પડતા મન અને અનન્યા એકબીજાથી છૂટા પડ્યા. અનન્યા નુ હ્રદય ભારે હતું. કંઇક છૂટી રહ્યું હતું જ્યારે મન ખુશ હતો એને જે અને જેવું જોઈતું હતું એ મળ્યું હતું. હવે માત્ર ઝંખના એક શાલીની ની બચી હતી પણ મનને વિશ્વાસ હતો કે શાલીની ને પણ એ આટલી જ સહજતાથી પામી લેશે.


રાત્રે મન જમીને ફરી આજના આ દિવસની યાદમાં સરી પડ્યો. આ તરફ બહુ બધા મેસેજ આવી ગયા હતા જેનો જવાબ મને આપ્યો નહોતો. ક્રિશ્વી, શાલીની બંને આજે યાદ કરી રહ્યા હતા અને મન પોતાની મોજમાં હતો. અનન્યા પણ મેસેજ પર મેસેજ કરી મનને પોતે શું પામ્યું એ કહી રહી હતી.

*****


અનન્યા પ્રત્યે હવે મનનું વર્તન કેવું હશે?
શાલીની નું આકર્ષણ મન ને કેમ થયું?
ક્રિશ્વી નો પ્રેમ જીતશે કે મન ના ક્ષડયંત્રો?
પ્રેમ અને શારીરિક સંબંધ શું જીતશે?
આ જાણવા વાંચતા રહો કર્મોનો હિસાબ.


*****


તમને કેવી લાગી વાર્તા, કેવો રહ્યો અનુભવ એ માટે તમે પ્રતિભાવ, સૂચન આપી શકો છો. Email :- feelingsacademy@gmail.com અને https://www.instagram.com/feelings.academy/ આવી જ વાર્તાઓ વાંચવા જોડાયેલા રહો. મારી બીજી પ્રકાશિત વાર્તાઓ પણ વાંચી પ્રતિભાવ આપી શકો છો.


જય ભોળાનાથ...

Feelings Academy...