પ્રેમીપંખીડા - ભાગ 19 Dhanvanti Jumani _ Dhanni દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમીપંખીડા - ભાગ 19



પ્રકરણ 18 માં આપણે જોયું કે હવે મન અને માનવીની સગાઈમાં માત્ર એક મહિનો બાકી હોય છે બંનેના માતા-પિતા સગાઈના તૈયારીઓમાં વ્યસ્ત છે હવે આગળ............
______________________________________

મન અને માનવી એ જાણીને ખુશ હતા કે હવે એમની સગાઈમાં એક મહિનો બાકી છે. માનવી તો અત્યારથી તે સગાઈમાં શું પહેરશે એ નક્કી કરીને બેઠી હતી. આજે માનવીની સગાઈના કપડાની ખરીદી કરવા માટે જવાનું હતું અને તેના કોલેજના અને જુના સ્કૂલના મિત્રો ને સગાઈ માટે ઈન્વીટેશન કાર્ડ
આપવાનું હતું.

મન આજે તેના કામ થી સમય કાઢીને માનવી ને ઘરે આવે છે. આવીને માનવી સાથે વાત કરે છે. તેના માતા-પિતાને પ્રણામ કરે છે . માનવીની મમ્મી તેને નાસ્તો આપે છે અને બધા સાથે બેસીને વાતો કરતા હોય છે.

માનવીના પપ્પા કહે છે કે, હવે તમારી સગાઈ માં માત્ર એક જ મહિનો બાકી છે.અમે વિચાર્યું છે કે તમારા બંનેની સગાઇ અમે ધૂમધામથી કરશું . અમે તો અમારી રીતે અમારા કુટુંબીજનોને આ સગાઈ માટે આમંત્રણ આપી દીધું છે . તુ અને માનવી પણ તમારા જે મિત્રો ને બોલાવવું હોય તે બધાને આજે તેમના ઘરે જઈને તેમને ઇન્વિટેશન આપી આવો . હવે આપણા પાસે તૈયારી માટે ખૂબ જ ઓછો સમય છેઅને કામ પણ ઘણા છે અને આવતીકાલે અમારે તમારા બંને માટે રીંગ લેવાની છે તો કાલે તમે તમારા પરિવાર સહિત અમારા ઘરે આવી જજો. આપણે બધા સાથે રીંગ ની ખરીદી માટે જઈશું માનવીના પપ્પા આટલી વાત કરીને પોતાના કામે જાય છે.

મન અને માનવી પણ પોતાના મિત્રોને ત્યાં સગાઈ માટેનું આમંત્રણ આપવા માટે જાય છે મન અને માનવી સૌથી પહેલા માનવીની બેસ્ટ ફ્રેન્ડ રોશની ના ઘરે જાય છે . રોશની તેમની ઘરની અંદર બોલાવે છે અને બધા બેસીને વાતો કરે છે.ઘણા દિવસ પછી આમ માનવી અને રોશની મળ્યા હોય છે, તેથી બંને વાતો કરવા બેસી જાય છે.

મન તેને કહે છે કે આપણે બીજા મિત્રોને પણ આમંત્રણ આપવાનું છે એમ કરીને હસે છે માનવી પણ રોશની કઈ છે કે ચાલ હવે હું જઉ હવે આપણે મહિનાની અંદર મળવાનું જ છે એમ કહી મન અને માનવી રોશની ના ઘરે થી નીકળે છે.

મન અને માનવી રોશનીના ઘરથી નીકળીને હવે રીયાના ઘરે જાય છે. રિયા ના ઘરે જઈને બેસે છે.રિયાને ઈન્વીટેશન કાર્ડ આપે છે. રિયા પણ ઇન્વિટેશન કાર્ડ જોઈને મન અને માનવી માટે ખુશ થાય છે.

મન રિયા ને કહે છે કે તારી સગાઈમાં આવવાનું જ છે રીયા પણ કહે છે કે હું જરૂર થી આવીશ આમ મને માનવી કહ્યું છે કે હવે આપણે સગાઈના દિવસે જ મળીએ. અમારે બીજા મિત્રોને પર ઇન્વિટેશન આપવાનું છે તેથી અમે હવે નીકળીએ. રિયા ને ઇન્વિ -ટેશન આપી અને તેની સાથે વાત કરીને મન અને માનવી હવે બીજા બધા જ મિત્રોને આમંત્રણ આપવા જાય છે. આમને આમ આમંત્રણ આપવામાં બપોર થઇ જાય છે.
માનવી મનને કહે છે કે મન મને ભૂખ લાગી છે. મન કહે છે કે ભૂખ તો મને પણ લાગી છે . ચાલ આપણે બંને કંઈક સારી હોટલમાં જમી લઈએ અને ત્યારબાદ જ જે હવે થોડા ઈન્વીટેશન કાર્ડ આપવાના બાકી છે તે આપી આવીશું . મન માનવી ને તેની મનગમતી હોટલમાં જમવા લઈ જાય છે અને ત્યાં માનવીનું ફેવરિટ જમવાનું પંજાબી ભોજન માટે ઓર્ડર આપે છે.

જ્યાં સુધી ઓર્ડર આવે છે ત્યાં સુધી મન અને માનવી વાતો કરતા હોય છે.

માનવી મનને કહે છે કે, મેં વિચાર્યું પણ નહતું કે, આપણા બંનેની મિત્રતા થશે અને મિત્રતા થયા પછી મને તારી સાથે પ્રેમ થશે. આજે તો જો હવે આપણી સગાઈમાં એક મહિનો જ છે. કેવી નવાઈની વાત છે નહીં મન!!

મન કહે છે કે મારા મનમાં તો આવા પ્રશ્નો છે નહીં,કે કારણકે તું તો મને પહેલી નજરમાં જ ગમી ગઈ હતી. હું તો આપણી સગાઇ થી ખૂબ જ ખુશ છું. મને તો લાગ્યું હતું કે, તું તો મારી સાથે મિત્રતા પણ નહીં કરે. અને પ્રેમ તો શું કહું ....પરંતુ મને ખૂબ જ આનંદ છે કે ,હવે આપણી સગાઈમાં માત્ર એક જ મહિનો છે, ત્યાર પછી તો આપણે હાફ હસબન્ડ વાઈફ બની જઈશું. આમ બંને હસીને વાતો કરે છે અને તેમનું જમવાનું આ -વી જાય છે માનવી અને મનને તો ખૂબ જ ભૂખ લાગી હોય છે તે બંને શાંતિથી જમી લે છે અને પછી તેમના મિત્રોના ઘરે ઇન્વિટેશન આપવા જાય છે.

બધાંને ઇન્વિટેશન આપવામાં જ સાંજ થઈ જાય છે .મન અને માનવી તેમના બધાં મિત્રોને ઇન્વિટેશન આપી આવે છે. મન અને માનવી બંને સાંજે થાકીને ઘરે આવે છે. મન માનવીને તેના ઘરે મૂકીને પોતાના ઘરે જાય છે.

માનવી પણ એ વિચારી ખૂબ જ ખુશ હોય છે કે હવે બંનેની સગાઇ થવામાં માત્ર એક જ મહિનો બાકી છે. માનવી રાત્રીનું ભોજન જમે છે અને પછી મન ને ફોન કરે છે.

માનવી મન ને ફોન પર કહે છે કે , શું કરે છે તું મન?? મન કહે છે કે, હાલ જમીને બિઝનેસ નું થોડું કામ જોતો હતો. આજે દુકાનનું કંઈ પણ કામ થયું નથી એટલે.

માનવી કહે છે કે, તું કામ કરતો હતો?? મેં તમને ડિસ્ટર્બ તો નથી કર્યું ને??

મન કહે છે કે, ના એવું નથી તું મને ક્યારે પણ ડિસ્ટર્બ કરતી નથી. તારા માટે તો મારી પાસે સમય જ સમય છે. તમે ઈચ્છા થાય ત્યારે તું મને ફોન કરી શકે છે. તો મારી ફયુચર વાઈફ છે.

માનવી આ સાંભળીને હસે છે અને કહે છે કે અત્યાર થી મસ્કા મારવાના શરૂ એમ!!

મન કહે છે કે, તું પણ શું તું પણ. હું તને મસ્કા નથી મારતો.સાચી વાત જ કહું છું તને ગમે ત્યારે તું વાત કરવા ફોન કરી શકે છે.

માનવી મને કહે છે કે, આજે મારે સગાઈ માટે સરસ લેંઘો લેવાનો હતો એ પણ તારી પસંદનો . પણ આજે ઇન્વિટેશન આપવામાં જ સમય જતો રહ્યો તો આપણે કાલે મારા માટે લેંઘો લેવા જઈશું??
મન કહે છે કે હા કેમ નહિ ! હું પણ તારી જોડે કાલે આવીશ હું પણ તારી પસંદ નું જ શૂટ સગાઈ માટે લઈશ. બંને આ વાત કરીને ફોન મૂકી છે
આમ તો દરવખત મન માનવીના ઘરે તેને બાઈક ઉપર ખરીદી કરવા માટે કે બીજા કોઈ કામ માટે લેવા આવતો,પરંતુ આજે માનવી વહેલા ઊઠીને મનના ઘરે એકટીવા લઈને પહોંચી જાય છે.માનવી મન ના ઘરે જાય છે.બધા તેને જોઈને સરપ્રાઈઝ થઈ જાય છે કારણ કે માનવી તો કહ્યા વગર જ પહોંચી જાય છે. મનની મમ્મી પણ ખુશ થઈ જાય છે માનવી માટે તેની ફેવરિટ કોફી બનાવે છે. મન અને માનવી બંને બેસીને કોફી પીવે છે . દરરોજ મન માનવીના મમ્મી પપ્પાને પૂછ તો કે હું માનવીને બહાર લઈ જવું પણ આજે માનવી મનના મમ્મી પપ્પાને પૂછ્યું કે,મારે મનના પસંદ નો લેંઘો સગાઈ માટે લેવો છે. તો હું મનને મારી સાથે લઈ જવું.માનવીનું આવું રૂપ જોઈને મનના મમ્મી પપ્પા હસી પડે છે અને કહે છે કે હા જરૂર થી લઈ જા હવે આમ પણ તારો જ છે .

માનવી અને મન બંને ખરીદી કરવા માટે જાય છે. મન અને માનવી ઘરની બહાર આવે છે,ત્યારે મન બાઈક લેવા જાય છે, ત્યારે માનવી અને કહે છે કે શું કરે છે??

મન કહે છે કે, બાઈક લેવા જાઉં છું . માનવી કહે છે કે, આજે હું તને લેવા આવી છું, તો તારે મારી એક્ટીવા પર બેસવાનું છે અને એ પણ એકટીવા ની પાછળ!! એટલે આજે activa હુંહું ચલાવીશ.

મન કહે છે કે, ઓકે મેડમ તમે જેમ કહો. માનવી હસે છે, અને એક્ટીવા ચાલુ કરે છે. મન તેની પાછળ બેસી જાય છે. માનવી એકટીવા ચલાવતી હોય છે. મન પાછળ બેઠો છે, અને મન ઓચિંતુ માનવી ની કમર પર હાથ મૂકે છે. માલવી થોડી શરમાઈ જાય છે ,અને માનવીની શરમાતું મોઢું મન મિરરમાં જોઈને ખુશ થાય છે. અને બંને એક શો રૂમમાં આવે છે.

મન અને માનવી શૉ રૂમમાં પ્રવેશ કરે છે. ત્યાં દુકાન તેમને કહે છે કે શું બતાવું તમને??

મન કહે છે કે મેડમ માટે સુંદર લહેંઘો બતાવો.

દુકાનદાર માનવીને અલગ-અલગ સુંદર સુંદર લેંઘા બતાવે છે. મન અને માનવી બંને લહેંઘાજુએ છે. ત્યાં દુકાનદાર એક સુંદર આસમાની કલર નો લહેંઘો બતાવે છે. એ લેંઘો મન ને ખૂબ ગમે છે.

મન માનવીની કહે છે કે, આ કલર તારા ઉપર ખૂબ જ સારું લાગશે તેથી તું આ લઈલે.

માનવી દુકાનદાર ને કહે છે કે,આ લેંઘો પેક કરી દો. ત્યારબાદ માનવી કહે છે કે તું પણ તારા માટે આસમાની કલર નું શૂટ લેજે. દુકાનદાર તેમને શૂટ બતાવે છે , અને મન પણ માનવી ના પસંદનો જ આસમાની રંગનો શૂટ લે છે. બંને ખરીદી કરીને દુકાનની બહાર આવે છે.

શો રૂમની બહાર પાણીપુરીની લારી ઊભી હોય છે. માનવી પાણીપુરીની લારી જોઈને કહે છે કે ચાલ મન પાણીપુરી ખાઈએ.

મને આ રીતે લારી પર ઊભા રહીને ખાવું ઓછું ગમતું હોય છે. તે માનવીને કહે છે કે, ચાલ હું તને આનાથી પણ સારી જગ્યાએ પાણીપુરી ખવડાવું.

માનવીને લારી પર ઉભા ઉભા પાણી પુરી ખાવાનું ગમતું.તેથી મનની વાત સાંભળીને માનવી થોડી ઉદાસ થઈ જાય છે.

માનવીનું ઉતરેલું મોઢું જોઈને મન કહે છે કે, સારું અહીંથી જ ખાઇ લઈએ. માનવી ખુશ થઈ જાય છે. બંને પાણીપુરી ખાય છે અને ત્યાંથી પોતાના ઘરે જાય છે.

હવે મને માનવીની સગાઈ કેવી રીતે થશે અને આગળ થશે તે બધું આપણે પ્રકરણ 20 મા જોઈશું .

આભાર.