Premi pankhida - 10 books and stories free download online pdf in Gujarati

પ્રેમીપંખીડા - ભાગ 10

પ્રકરણ 9 માં આપણે જોયું કે માનવી મન અને રિયાની મિત્રતા ને લઈને મનથી ગુસ્સે થઈ જાય છે અને તે નક્કી કરે છે કે હવે તે મન સાથે વાત નહીં કરે હવે આગળ.........

_______________________________________

બીજા દિવસે મન કોલેજમાં દરરોજની જેમ વહેલો આવી જાય છે અને તે માનવીના આવવાની રાહ જુએ છે એટલામાં જ રિયા પણ કોલેજમાં આવે છે અને તે મન સાથે વાતો કરવા લાગે છે. ત્યાં માનવી પણ ક્લાસરૂમની અંદર પ્રવેશ કરે છે તે મન અને રિયા ને એક સાથે વાતો કરતાં જુએ છે. માનવી પહેલેથી જ ગુસ્સે હોય છે અને મન અને રિયા ને સાથે જોઈને વધારે ગુસ્સે થઈ જાય છે.

મન આ બધું જોઈ રહ્યો હોય છે પરંતુ તે માનવી સાથે કોઈપણ પ્રકારની વાત કરતો નથી કારણ કે તેના મિત્ર એ તેને કંઈ પણ કહેવા માટે કે માનવી ને મનાવવા માટે ના કહ્યું હોય છે . તેથી મન શાંતિથી બેસી રહે છે અને માનવી પણ આ બધું જોયા કરે છે. એટલામાં બધાને ખબર પડે છે કે આજે પહેલું લેક્ચર ફ્રી છે તેથી બધા ખૂબ જ ખુશ થઇ જાય છે.

રિયા મનને કહે છે કે, ચાલ આપણે કેન્ટીનમા જઈએ . મનને જવું નથી હોતું પરંતુ મનના મિત્રએ તેને રિયા સાથે સમય વિતાવવા માટે કહ્યું હતું , તેથી મન રિયાને હા પાડે છે અને તેની સાથે કેન્ટીનમાં જાય છે . તે માનવીને પૂછતો પણ નથી કે તારે કેન્ટીન માં આવવું છે કે નહીં . તે એમનેમ જતો રહે છે અને માનવી વિચાર કરે છે કે હું કાલની ગુસ્સે છું એના જોડે વાત પણ નથી કરી છતાં પણ તેણે મારી જોડે કોઈ વાત પણ નહીં કરી અને મને મનાવવાની કોશિશ પણ નથી કરી અને હાલ કેન્ટીનમાં પણ મને પૂછ્યા વગર જતો રહ્યો કેવો મિત્ર છે.

મનને આ બધું કરવું નહોતું ગમતું પરંતુ તેને જાણવું હતું કે માનવી તેને પ્રેમ કરે છે કે નહીં . તેથી તે તેના મિત્રની બધી વાતો માનતો હતો . માનવી પણ કેન્ટીનમાં મનની પાછળ પાછળ જાય છે અને જોવે છે કે મને શું કરે છે . મન અને રીયા કેન્ટીનમાં સમોસા ખાતા હોય છે . માનવી પણ તેની બેસ્ટ ફ્રેન્ડ રોશની સાથે ત્યાં આવે છે માનવી અને તેની મિત્ર મન અને રિયાના ટેબલથી થોડું દૂર બેસે છે. મનનુ બધું જ ધ્યાન માનવી ઉપર જ હોય છે અને માનવીનું પણ બધું ધ્યાન મન ઉપર હોય છે પરંતુ મન માનવીને એવી ખબર નથી પડવા દેતો કે તે માનવી ને પ્રેમ કરે છે.

મન અને રીયા બંને હસી હસીને એકબીજા સાથે વાતો કરતા હોય છે . આ બધું માનવી જોઈ રહી હોય છે . તેને હવે આ સહન થતું નથી અને તે ટેબલ પછાડીને ત્યાંથી જતી રહે છે. રિયા બધું જોતી હતી માનવીની મિત્ર રોશની પણ તેની પાછળ પાછળ જતી​ રહે છે . રિયા આ બધું જોઇને મનને પૂછે છે કે, શું માનવી તને પ્રેમ કરે છે ? આ રીતે ગુસ્સે થઈ જતી રહી કેમ કે આપણે બંને સાથે બેઠા હતાં.
​મન રિયા ને કહે છે કે, રિયા હું તને કોઈ પણ પ્રકારનું ખોટું કહેવા માગતો નથી તેથી તને હું બધું સાચું સાચું કહું છું . હું માનવીને ખૂબ જ પ્રેમ કરું છું અને અમે બે વર્ષથી ખૂબ જ સારા મિત્રો પણ છીએ. હું તેને પ્રેમ કરું છું તે હું તેને કહી શકતો નથી કારણ કે મને બીક છે કે મારી આ વાતને લીધે માનવી અને મારી મિત્રતા તૂટી ના જાય . જ્યારે તું કોલેજમાં આવી ત્યારે મારા મિત્રએ કહ્યું કે, તારી સાથે મિત્રતા કરું અને જો માનવી તેનાથી ખુશ ના થાય તો મને ખબર પડશે કે તે મને પ્રેમ કરે છે કે નહીં . તેથી મેં તારી સાથે મિત્રતા કરી પરંતુ એને કંઈ ખોટું ના સમજતી . મેં તને ખરેખર મિત્ર માની છે પરંતુ હું માનવી ને જ પ્રેમ કરું છું , તેથી તને કંઈ પણ ખોટું કહેવા માંગતો નથી.
​રિયા કહે છે કે માનવીનું વર્તન જોઈને લાગે છે કે એ પણ તને પસંદ કરે છે. તેથી તો એ તને મારી સાથે જોઈને ગુસ્સે થઈ ગઈ.
​મન એ કહ્યું કે એ બધું મને ખબર નથી પરંતુ મને લાગે છે કે એ ખૂબ જ ગુસ્સે થઈ ગઈ છે તેથી મારે એને મનાવવી પડશે.
રિયા કહે છે કે જો તું આવી રીતે આટલી સરળતાથી માનવીને મનાવવા જતો રહીશ તો તને ખબર કઈ રીતે પડશે એના મનમાં શું છે ? એ ખરેખર તને પ્રેમ કરે છે કે તને મિત્ર માને છે .
​મન કહે છે કે, મારે કશું જ જાણવું નથી હું માનવીને આ રીતે દુઃખી ન કરી શકું . આટલું કહીને મન માનવીને મનાવવા તેની પાછળ જાય છે . માનવી એકલી ગ્રાઉન્ડમાં બેઠી હોય છે . મન તેની પાસે જાય છે અને માનવીને કહે છે સોરી માનવી . તને મારા કારણે દુઃખ થયું . હું તને દુઃખી નથી કરવા માગતો . મને માફ કરી દે
​ માનવી મનથી ગુસ્સે હોય છે તેથી તે મન સાથે કોઈ પણ વાત કરતી નથી ચૂપચાપ બેસી રહે છે.
મન માનવીને કહે છે કે, વાત તો કર વાત કેમ નથી કરતી.
​માનવી મનને કહે છે કે, જા તારી નવી મિત્ર પાસે અહીં કેમ આવ્યો છે ? મારે તારી જોડે કોઈ વાત નથી કરવી. તું તારી નવી મિત્ર પાસે જા અને તેની જોડે જ વાત કર . માનવી કહે છે કે તું મને તારી બેસ્ટ ફ્રેન્ડ માનતો જ નથી . તને ખબર છે કે આપણે કોલેજ પછી વાત કરીને પછી જ ઘરે જઈએ છીએ છતાં પણ હું તારી સાથે વાત કર્યા વગર આવી ગઈ તોપણ તે મને કંઈ પૂછ્યું પણ નહીં . મને મેસેજ પણ ના કર્યો અને આજે પણ તું તારી નવી મિત્ર સાથે વ્યસ્ત છે. તે મારી સાથે વાત પણ નથી કરી મારે પણ તારી સાથે વાત ​નથી કરવી . તું તારી નવી મિત્ર સાથે વાત કર.
​માનવી મોઢું ફુલાવીને બેસી જાય છે અને મન પણ વિચાર કરે છે કે હવે આને કેવી રીતે મનાવુ આ તો ખૂબ જ ગુસ્સે થઈ ગઈ છે સરખી વાત નથી કરતી.
મન માનવી ને કહે છે કે, હું તને બેસ્ટ ફ્રેન્ડ માનું છું . મારો તને દુઃખી કરવાનો કોઈ ઈરાદો નહોતો હવે મને માફ કરી દે હું તને પ્રોમિસ કરું છું કે હવે તને પૂછ્યા વગર ક્યાંય નહીં જઉ તું જ મારી બેસ્ટ ફ્રેન્ડ છે . હવે મને માફ કરી દે . હું તારા માટે તારી ફેવરેટ dairy milk ચોકલેટ પણ લાવીશ. ચાલ હવે મને માફ કરી દે.
માનવી મનને કહે છે, પાક્કુ ને ? હવે પૂછ્યા વગર નઈ જઈશ ને ? અને મારી ચોકલેટ એ પણ આજે જ આપીશ ને?
મન હસીને માનવીને કહે છે કે હા આજે જ તને ચોકલેટ આપીશ . હવે ચાલ બીજું લેક્ચર શરૂ થશે તને કોલેજ પછી ચોકલેટ લઈ આપીશ.
​મન અને માનવી કોલેજના બધા લેક્ચર ભરે છે અને કોલેજ પછી મન માનવી ને તેની ફેવરિટ ચોકલેટ લઈ આપે છે માનવી પણ ખુશ થઈ જાય છે અને મનને માફ કરી દે છે.
મન અને માનવીની મિત્રતા પાછી પહેલા જેવી થઈ જાય છે હવે આગળ શું થશે તે આપણે ભાગ 11 મા જોઈશું.
​આભાર
​_Dhanvanti jumani(Dhanni)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED