પ્રેમીપંખીડા - ભાગ -4 Dhanvanti Jumani _ Dhanni દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમીપંખીડા - ભાગ -4


આપણે પ્રકરણ 3 મા જોયું કે માનવીના જન્મ દિવસ મા માત્ર એક જ દિવસ બાકી હોય છે અને મન પોતાના દિલની વાત માનવીને જણાવશે તેવું નક્કી કરે છે. હવે આગળ,
________________________________________

જેવા જ રાત ના 12 વાગે છે મન માનવીને ફોન કરીને જન્મ -દિવસ ની શુભેચ્છા આપે છે અને માનવી પણ ખુશ થઈ જાય છે પછી બંને સૂઈ જાય છે . બીજા દિવસે મન કોલેજ વહેલો આવી જાય છે અને બધી તૈયારી ઓ કરવા લાગે છે .આજે મન માનવીના જન્મ દિવસની તૈયારીઓમાં વ્યસ્ત હોય છે તેથી તે આજે એકપણ લેક્ચરમા આવતો નથી. તેથી માનવીને લાગે છે કે મન આજે કોલેજ આવ્યો જ નથી.

કોલેજ નો સમય પૂરો થયા પછી મન માનવીને ફોન કરીને કોલેજની કેન્ટીનમા જલ્દી આવવા કહે છે. માનવી ઝડપથી કેન્ટીનમા જાય છે.

જેવી માનવી કેન્ટીનમા પ્રવેશ કરે છે તેવો જ સૌથી પહેલા મન માનવીને જોરથી happy birthday એમ કહે છે અને માનવી પણ ખુશ થઈ જાય છે . માનવી આખું કેન્ટીન જોઈ ખુશ થઈ જાય છે . આખું કેન્ટીન સુંદર રીતે મન એ સજાવ્યું હોય છે અને માનવી માટે સરસ કેક પણ લાવ્યો હોય છે. માનવી કેક કાપે છે અને મનને પણ ખવડાવે છે. બંને ખૂબ જ ખુશ હોય છે.

હવે સમય હતો કે મન પોતાના દિલ ની વાત માનવી સમક્ષ રજૂ કરે. મન એ જ વિચાર કરતો હતો કે માનવીને કહું કે હુ તેને પ્રેમ કરું છું કે ના કહુ . કહીશ તો તે મારા વિશે શું વિચારશે . મનના મિત્રો એ પણ મનને કહ્યુ કહી દે જા, આજે મોકો પણ છે.

મન માનવી પાસે આવે છે અને બે મિનિટ માનવી સામે જ જોઈ રહે છે . માનવી કહે છે, શું થયું મન??? મન એકાએક બોલે છે કંઈ જ ના . કંઈક કહેવું છે કહુ?? તને ખોટું તો નહી લાગે?

બધા મિત્રો ઉત્સુકતા પૂવૅક મન સામે જોઈ રહ્યા . બધાને હતું કે મન હમણાં માનવીને પ્રપોઝ કરી દેશે.

એટલામા માનવી બોલી જે કહેવું કહી દે મન . તારી વાતનું શું ખોટું . આપણે તો પાક્કા મિત્રો છીએ.

મન એ માનવીને કહ્યુ તું ખૂબ જ સુંદર લાગે છે આજ . શું મારી સાથે ડાન્સ કરીશ?

માનવી હસી ને કીધું આમા શું ખોટું લાગવા જેવું .કેમ નહી. ચાલ ડાન્સ કરીએ . બંને પહેલી વાર આ રીતે ડાન્સ કરે છે પરંતુ મન માનવીને પોતાના દિલની વાત કહી નથી શકતો અને છેલ્લે છૂટા પડતી વખતે મન માનવીને એક ગિફ્ટ આપેછે. માનવી ખોલી જોવે છે તો અંદર સરસ ઘડિયાળ હોય છે. માનવી ખૂબ જ ખુશ થઈ જાય છે . આ રીતે બંને નો દિવસ પૂણૅ થાય છે.

માનવીના ગયા બાદ મન ના એક મિત્ર એ તેને કીધું તે માનવીને કહ્યું કેમ નહીં કે તું તેને પ્રેમ કરે છે . તો મન એ કહ્યું મને લાગે છે કે આ યોગ્ય સમય નથી આ કહેવા, હજી તો માત્ર એક વર્ષ જ થયું છે અમારી મિત્રતાને અને હું નથી ઈચ્છતો કે અમારી મિત્રતા આ પ્રેમના લીધે તૂટી જાય તેથી મે તેને કંઈ ન કહ્યું. ને બંનેની મિત્રતા એમ ને એમ રહે તેથી મન માનવી ને કંઈ પણ કહેતો નથી.

મન હવે માનવી ને ખૂબ જ પ્રેમ કરતો હોય છે, પરંતુ બંને ની મિત્રતા ને વરસ થયું હોવા છતા તે માનવી ને પોતાના દિલની વાત નથી કહી શકતો તેને એક જ ડર હોય છે કે આ જાણી માનવી મિત્રતા તો નહી તોડી દે ને ! તેથી તે કહી ન હતો શકતો ને બીજી બાજુ માનવીના માટે મન માત્ર સારો મિત્ર હતો.

આમ ને આમ કોલેજ ને દોઢ વર્ષ થવા આવે છે, મન નો પ્રેમ માનવી માટે ખૂબ જ વધી ગયો હોય છે. આ કોલેજના દોઢ વર્ષમાં મન ને તો જાણે માનવીની આદત જ થઈ ગઈ હોય તેમ હતું. માનવી ને પણ મન સારો છોકરો લાગતો હતો,પણ માનવી એ મનને માત્ર એક સારો મિત્ર માન્યો હતો.

હવે એકબાજું છે પ્રેમ ને બીજી બાજુ મિત્રતા. મન નો પ્રેમ જીતી જશે કે નહીં એ પ્રકરણ 5 માં જોઈશું.

આભાર.
_Dhanvanti jumani (Dhanni)