એક પૂનમની રાત - પ્રકરણ - 116 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 41

    મેં ખૂબ જ હરખાતા મારા રૂમમાંથી સીધી બહારના ગેટ તરફ દોટ મૂકી...

  • મારા જીવનના અનુભવો - 2

    જય માતાજી હું કંઈક જાણી ગયો છું હું કંઈક જ્ઞાની પુરુષ છું બધ...

  • ખુશી

    “વિહાભાઈ ખુશીની ઉંમર તો નાની કહેવાય. તેની આગળ તો હજુ આખી જિં...

  • હમસફર - (અંતિમ ભાગ)

    બીજી તરફરુચી : ના.... બેસ્ટ ફ્રેન્ડ ક્યારેય ન લડે બંને ની ડ્...

  • ખજાનો - 43

    આપણે જોયું કે ચારેય મિત્રો રાજા સાથે કોટડીમાંથી બહાર નીકળવાન...

શ્રેણી
શેયર કરો

એક પૂનમની રાત - પ્રકરણ - 116

એક પૂનમની રાત

પ્રકરણ-116

       નાનાજી અહી હવનયજ્ઞ પાસે બધાંજ બેઠેલાં છે એમની સાક્ષીમાં કહે છે એક અધોરણ જીવ ક્યારનો અહીં વિધીની રાહ જોઇ બેઠો છે અને સિધ્ધાર્થે એની ઝંખનાને ઉલ્લેખ થતાંજ એલર્ટ થાય છે એ ટટાર બેસી નાનાજી તરફ જુએ છે.

       ત્યાં અટારીમાં દેવાંશ અને વ્યોમા મૂર્છા થઈને ભાનમાં આવે છે જાગ્રત થાય છે. વ્યોમા દેવાંશને જોઇ એની તરફ જઇને એને વળગી જાય છે દેવાંશ આપણને શું થયું હતું આપણે નીચેથી ઉપર ક્યારે આવ્યાં ? અહીં શું થયેલું ? દેવ મને શરીર મન જીવનમાં અત્યારે કોઇ શોક-પીડા કે બીજી ભાવના નથી બસ આનંદ અને છૂટકારાનો ભાવ છે દેવ શું થયેલું ?

       દેવાંશે વ્યોમાને ચૂમતાં કહ્યું મને ખબર નથી પણ એક એહસાસ ચોક્કસ છે કે કોઇનાથી મુક્ત થયાનો આનંદ છે નીચે નાનાજી પાસે જઇએ એમને ચોક્કસ ખબર હશે. બંન્ને જણાં ત્યાંથી નીચે જવા નીકળે છે અને દાદરથી નીચે ઉતરતાંજ હવનયજ્ઞનાં શ્લોકો સાથે તાળીઓનો અવાજ સંભળાય છે બધાં એમને આનંદથી વધાવી રહ્યાં છે અને નાનાજીએ કહ્યું ખૂબ સુખી રહો. આનંદમાં રહો અને સદાય સુરક્ષિત રહો તમારાં જીવનનાં અંતરાય દૂર થઇ ગયાં છે હવે તમને કોઇ નકારાત્મક અગોચર શક્તિઓ પજવશે નહીં દૂભવશે નહીં અને વ્યોમા દેવાંશ.. નાનાજી, દેવદત્તને કમલજીત અને પોતાનાં માતા પિતા વડીલોને પગે લાગી આશીર્વાદ લે છે.

       મીલીંદની માતાએ આંખમાં આંસુ સાથે કહ્યું દેવાંશ દીકરા સદાય ખુશ રહો સુખી રહો આજે મારો મીલીંદ આમજ મારી સામે ઉભો હોત પણ તું મારો દીકરોજ છે. તને મારાં આશીર્વાદ છે.

       નાનાજીએ કહ્યું તમને હમણાં તમારાં દીકરો પણ મળશે પછી જેની સદગતિ થશે થોડીક ધીરજ રાખો દેવાંશ પણ તમારો દીકરો છે અને દીકરાની જેમજ બધી ફરજ બજાવશેજ પણ મનઓછું ના લાવશો.

       તરુબહેને દેવાંશ અને વ્યોમાને ગળે વળગાવી આશીર્વાદ આપ્યાં. વિક્રમસિહ અને વિનોદભાઇએ પણ એકબીજાને વધાઇ આપી. બધાં પ્રેમભાવે વ્યોમા અને દેવાંશને જોઇ રહ્યાં. પછી નાનાજીએ કહ્યું હવે દેવાંશ વ્યોમાં અને સિધ્ધાર્થ બધાંજ યજ્ઞમાં અર્ધ્ય આપવા અહીં નજીક આવી જાવ.

       સિધ્ધાર્થ નાનાજીની બરાબર બાજુમાં બેઠો બલ્કે નાનાજીએજ એમ બેસવા માટે કહ્યું સિધ્ધાર્થે મનમાં અત્યારે કોઇ બીજા વિચાર નહોતો માત્ર ઝંખનાનોજ એહેસાસ હતો. એ ક્યારનો વિધી ચાલુ હતી ત્યારે પણ બધા તૈલચીત્રોમાં ઝંખનાને જોઇ રહેલો ક્યારેક ઝંખના એને હસતી દેખાતી માથામાં વેણી નાંખી દોડી આવતી દેખાતી ક્યારેક એનાં હાથમાં ફૂલ જોતો આનંદીત દેખાતી. ક્યારેક હાથમાં કાંટા લઇને ઉભેલી દેખાતી ત્યારે ઉદાસ અને રડતી દેખાતી એ સતત ઝંખનામાંજ ખોવાયેલો રહેલો...

       નાનાજીની બાજુમાં સિધ્ધાર્થ બેઠો પછી નાનાજીએ સિધ્ધાર્થે તરફ જોયું પછી આંખો બંધ કરીને ધ્યાનમુદ્રામાં ચાલ્યાં ગયાં થોડો સમય સમગ્ર મ્હેલમાં ચૂપકીદી છવાઇ ગઇ એક ટાંકણી પડે તોય અવાજ આવે એટલી શાંતિ થઇ ગઇ એમાં માત્ર સિધ્ધાર્થેનાં શ્વાસોશ્વાસમાં અવાજ સંભળાવા લાગ્યાં. સિધ્ધાર્થની આંખો બંધ થઇ ગઇ એનાં શ્વાસ ઊંચે ને ઊંચે જવા લાગ્યા એણે પોતાની છાતી ઉપર હાથ મૂકી દીધો અને જાણે એ ધ્યાન સમાધીમાં જતો રહ્યો હોય એવું અનુભવ્યું નાનાજી સિધ્ધાર્થને સતત નિરિક્ષણ કરી રહેલાં એમને જેવો આભાસ થયો કે સિધ્ધાર્થ સમાધીમાં સરી ગયો છે એમણે અને દેવજીતએ શ્લોકો મોટે મોટેથી બોલવા ચાલુ કર્યા અને અર્ધ્ય આપીને એમાંથી હવનયજ્ઞમાંથી થોડીક ભસ્મ ચપટીમાં લઇને સિધ્ધાર્થનાં કપાળે લાગાવી અને માથા પર છાંટી દીધી. શ્લોકો ઋચાઓનો ધ્વની આખા મહેલમાં પ્રસરી રહેલો. આખો માહોલ ખૂબજ પવિત્ર થઇ રહેલો.

       નાનાજીએ પછી કપુર કાચલી, સર્પગંધા, સોપારી, કમળકાકડી, અને ગૂળળનો સંયુક્ત અર્ધ્ય આપ્યો અને શ્લોક ઉચ્ચ સ્વરે બોલવા ચાલુ કર્યા અને સિધ્ધાર્થે ધૂણવાનું ચાલુ કર્યું.

            બાંધીની નજર સિદ્ધાર્થ તફ ખેંચાઇ સિદ્ધાર્થ ધૂણતો ધૂણતો બોલ્યો... હે ઝંખના બોલ તારે શું કહેવુ છે તું કેટલાય સમયથી આ અગમ્ય અગોચર સૂક્ષ્મ દુનિયામાં એકલી જીવી રહી છે. હું તને પ્રેમ કરુ છું પણ તું મારાં જીવનમાં આટલી મોડી કેમ એવી ? એ પણ પ્રેત સ્વરૂપે ? તારી અપાર સિધ્ધિઓ મળી તને એ પછી પણ તું વિવશ કેમ ? મારી ઝંખના મારે બધુજ જાણવું છે મને જણાવ મને તારી બધીજ આપવીતી અને સિદ્ધીની વાતો કર મને જણાવ.

       સિધ્ધાર્થ બધુ બોલી રહેલો એનું બોલેલું બીજા કોઇ સાંભળી નહોતાં શકતાં માત્ર નાનાજી અને દેવદત્તજી બેજ સાંભળી રહેલાં. સિધ્ધાર્થનાં બોલ્યાં પછી અવકાશી ગેબી અવાજ આવ્યો.

       મારાં સિધ્ધાર્થ મારાં સિધ્ધુ. તું આજે કેટલાય સમય પછી આવું જીવતર જીવાઇ જાય પછી તું મારાં સર્પકમાં આવ્યો. જીવનની એક એક પળ એક જીવતર ગણુ છું એક પળનો સાથ અને જુદારો પ્રેમ આનંદ અને વિરહની પીડા આપે છે. સિદ્ધાર્થ મારે તને ગતજન્મ એ લઇ જવો પડશે. હું ક્યારની અહીં હાજર છું આપણું આહવાન થાય એની રાહ જોતી હતી અહીં આવીને પણ તને મળવા તપડતી હતી વચ્ચે એક આખો દિવસ આપણે વિરહમાં કાઢ્યો. મારાં સિધ્ધાર્થ હું પ્રેતયોનીનો જીવ છું પણ મારી સિધ્ધીઓ શક્તિઓ, અચળ અને દીર્ઘાયુ છે એનો નાશ ના થઇ શકે એ શરીર નથી કે એનો નાશ થાય શરીર તો નશ્વર છે સમય સાથે નાશ પામે છે....

       મારાં સિદ્ધાર્થ હું દેવાંશની બહેન હોવાં છતાં એનાં માટે કશું ના કરી શકી એનાં જીવનમાં કે મૃત્યુ પછી પણ એ સમયે પણ મારું નામ ઝંખનાજ હતું સિધ્ધાર્થ તું મારાં પિતાનાં લશ્કરનો સેનાપતિ અને એમનો ખૂબજ પ્રિય હતો. તું ખૂબ બહાદુર અને વિશ્વાસુ હતો તારી વફાદારી માટે લોકો પ્રણ લેતાં શરતો મારતાં. તારી વીરતા અને તારાં દેખાવ ઉપર હું મરતી હતી હું રાજકુંવરી હતી પણ તને પ્રેમ કરતી હતી.

       હું ભાઇ દેવેન્દ્રથી નાની હતી. હું બધાની લાડકી હતી વ્હાલી હતી. સિદ્ધાર્થ આજ તારું નામ હતું એ સમયે પણ તું એટલો બહાદુર અને વફાદાર હતો તે મારાં પિતાનાં તારાં ઉપર ચાર હાથ હતાં. ભાઇનાં જીવનમાં એ સમયે જે વિકટ પરીસ્થિતિ આવી અને બધાનાં મન બદલાઇ ગયાં.

       સિધ્ધાર્થે કહ્યું ઝંખના એવું તો શું થયું ? મને કહે મને કશું યાદ નથી. ઝંખનાએ કહ્યું દેવેન્દ્રનાં ધક્કાથી કે અક્સમાતે હેમાલીનુ મૃત્યુ થયેલું એનો વિરાજ સાથે વિવાહ નક્કી થયેલાં. એ સમયે દિવાન પ્રાણશંકરજીએ બાજુમાં રાજયનો રાજા સાથે કાવતરું કરી આપણાં રાજ્ય પર હુમલો કરાવેલો એમને હેમાલીનાં મૃત્યુનો બદલો લેવો હતો પણ એ સમયે તું સેનાપતિ હતો તેં ખૂબ બહાદુરી પૂર્વક લડાઇ કરીને જીત મેળવી લીધી હતી.. આપણી કહાની એ પછી શરૃ થઇ. હું તને ખૂબ ચાહતી હતી મેં પિતાજીને તારી સાથે લગ્નની વાત પણ કરી હતી પણ ખબર નહીં આપણાં રાજ્યમાં દશેરાનાં ઉત્સવનાં દિવસે તું તારાં માનીતા ઘોડા સાથેજ રહસ્ય રીતે ગૂમ થઇ ગયેલો. રાજ્યમાં રાજા અને અનેક જણને દિવાન પરજ શંકા થયેલી કે તને ગૂમ કરવા પાછળ દિવાનજીનોજ હાથ છે. તું ગૂમ થયો હું હોંશ ખોઇ બેઠી રડી રડીને મેં મારું અન્નજળ બધુ ત્યાંગી દીધેલું અને ત્યારે પિતાજીએ રાજજ્યોતિષને બોલાવ્યાં હતાં.

       રાજજ્યોતિષે કહ્યું કે ગૂમ થયેલ સેનાપતિ કોઇ મઠમાં છે અને તાંત્રિકનાં તાબામાં છે એ નજરકેદ કરેલો છે અને તે તાંત્રિક ખૂબ બળવાન અને ઘાતકી છે એનાં તંત્રમાંથી છોડાવવા કોઇ મોટાં અઘોરીનો સંપર્ક કરવો જરૂરી છે.

       પિતાજી વિચારમાં પડી ગયેલાં એમણે કહ્યું કે હે રાજજ્યોતિષજી તમેજ જણાવો એવાં પ્રખર ઘોર અઘોરી કોણ છે ? તેઓ માંગે એટલી દક્ષિણા આપીશું પણ એ અમારાં સેનાપતિને છોડાવી લાવે.

       રાજજ્યોતિષીએ કહેલું એક અઘોરી છે પ્રખર તાંત્રિક પણ છે પણ એકજ દુવિધા છે કે એમને....

વધુ આવતા અંકે - પ્રકરણ - 117