Piyar books and stories free download online pdf in Gujarati

પિયર

_*"દરેક પરિવારે વાચવા જેવું અને અમલ કરવા જેવું..."*_

“મમ્મી આ પિયર શું હોય? ”
– સામેની બર્થ પર એક નાની માંજરી આંખોવાળી ઢીંગલી પૂછી રહી એની મમ્મીને..

“બેટા.. પિયર એટલે.... મમ્મીના પપ્પાનું ઘર!” –

પોતાની લાડલીની ચોટી સરખી કરતા મમ્મીએ સરળ શબ્દોમાં જવાબ આપ્યો.

“પણ મમ્મી, નાનાજી તો ભગવાનદાદા પાસે જતા રહ્યા છે..
તો તારું પિયર ભગવાનદાદાનું ઘર એટલે કે ટેમ્પલ કેહવાય?”

- આંખો પટ-પટાવતા સંપૂર્ણ નિર્દોષતાથી એ ઢીંગલી પૂછી રહી.

“નાં બેટા, તારા મામાનું ઘર છે ને, એ પહેલા નાનાજીનું ઘર હતું - એટલે એ મમ્મીનું પિયર કહેવાય.”

- ફરી શક્ય એટલા ઓછા શબ્દોમાં મમ્મીએ જવાબ આપ્યો,
જવાબમાં જેટલા વધુ શબ્દો એટલા જ વધુ પ્રશ્નો -એ સમઝીને જ તો!

“મમ્મી, આપણે દર વેકેશનમાં મામાનાં ઘેર જઈએ ત્યારે તું કેટલી જુદી હોય.
સવારે નિરાંતે ઉઠે.
બધું કામ કરતા-કરતા મસ્ત મઝાના ગીતો ગાતી જાય,
બપોરે મામા પાસે પિક્ચરની સીડી મંગાવીને પિક્ચર જુવે,
સાંજે કામ કરતા કરતા અમને કેટલી સ્ટોરીઝ કરે.
મામાના કબાટમાંથી શોધી શોધીને બુક્સ કાઢીને રાતે જાગી જાગીને વાંચે...

મને બૌ ગમે જયારે તું આ બધું કરે.
તું એકદમ ખુશ અને બ્યુટીફૂલ લાગે મમ્મી.”

- માંડ નવ-દસ વર્ષની ટબુડી એ વાત જોઈ ગઈ જે કદાચ આપણો પુખ્ત સમાજ જોઈ કે સમઝી નથી શકતો...

“બેટા હું મામાનાં ઘેર કે દાદાના ઘેર,
બધે જ ખુશ જ હોઉં છું... ”

- દીકરીના અણધાર્યા લાગણીભીના શબ્દો મમ્મીને નિશબ્દ કરી ગયા.

“હા મમ્મી , તું આમ તો ખુશ જ હોય છે પણ...
દાદા નાં ઘેર તું ક્યાંક ખોવાઈ જાય છે.
આખો દિવસ મારા, પપ્પા કે દાદા-દાદી માટે આમ તેમ દોડ્યા જ કરે છે..
તું ખુશ હોય છે ખરી પણ એવી “જુદી ખુશ” નહિ જેવી તું મામાના ઘેર હોય છે ...
એવું કેમ હોય મમ્મી?” –

નાની ઢીંગલીના સવાલનો મમ્મી પાસે કોઈ જવાબ ન હતો..
દીકરીને છાતી સરસી ચાંપીને મમ્મી હસી રહી,
પોતે ખુશ છે એ બતાવવા...

આવો .....

આપણા કુટુંબની સ્ત્રીઓ -માત્ર વેકેશનની થોડી ક્ષણો નહિ,
આખી જીન્દગી દિલથી જીવી અને માણી શકે એવા સમાજનું ઘડતર કરીએ.....

આરામ કરવા, શ્વાસ લેવા, હળવા થવા કે પછી મન ભરીને પોતાના શોખ પુરા કરવા પિયર જવાની રાહ નાં જોવી પડે એવા “ઘર” આપીએ દરેક સ્ત્રીને!

પિતા, પતિ કે પુત્રની મરજી અને અસ્તિત્વથી અલગ પોતાનું નોખું અસ્તિત્વ વિકસાવી અને જીવી શકે એવી આબોહવા અને વાતાવરણ આપીએ..
આપણા જીવનની દરેક સ્ત્રીને!

સ્ત્રી એટલે કોણ?…

સ્ત્રીમાં એવું તે કયું તત્વ છે કે જે એને સૌથી અલગ પાડે છે??…..આવા અનેક સવાલો ઊઠે છે
અને ગૂંજે છે…તેમજ કેટ્લાય સંશોધનો થાય છે...
કેમ ?
કારણકે આ સ્ત્રીતત્વજ એવું છે. .લાગણીઓથી સભર અને સાવ સરળ માનવદેહ એટલે સ્ત્રી....
સ્ત્રી એટલે પરિપુર્ણતા અને સંપુર્ણતા, સ્ત્રી એટલે સરળતાનો ખરીજ પણ સાથે સચોટતા પણ!

balance સ્ત્રી કઠોર હોઇ શકે પણ નિષ્ઠુરતો ન જ હોય.એનાં શરીરનું બંધારણ જોઈ એને અબળા
કહી હશે પણ સ્ત્રીનું મન અને હૃદય સાવ સબળ અને મક્ક્મ-સબળશક્તિ. વધુમાં અનુકૂલન અને
વિલોપન..ધીરજ,ગંભીરતા, મમતા, મક્ક્મતાંનો સમન્વય એટલે સ્ત્રી.....

જેને સ્થિતીની સંપુર્ણ સમજદારી હોય.જે સાથોસાથ ચાલે.અને અડધી જવાબદારી પોતાનાં ખભે
ઉપાડે.એટલેજ કદાચ અર્ધાંગની પણ કહી હોય!!

જે દુધમાં ખાંડની જેમ ભળે,પોતાનું અસ્તિત્વ ગુમાવે અને સંપુર્ણતઃ મિઠાશ ફેલાવે. તે સ્ત્રી....!!!

।।વિનતી છે, એક દિવસ સ્ત્રી થઈ ગુજાર.।।

કરજે તૂ અત્યાચાર એક નહી હજાર,
પણ વિનતી છે,
એક દિવસ સ્ત્રી થઈ ગુજાર.

એક દિવસ બાળકને જન્મ આપી જો,
એક દિવસ ભીની પથારીમાં ઊંઘ,
એક દિવસ બાળોતીયાને ધોઈ જો,
એક દિવસ સગડીની વાંસળીને ફૂંક,
એક દિવસ પાણીની સગડમાં તૂ દોડ,
ચાર ચાર બેડલા માથે લઈ ચાલ,
કરજે તૂ અત્યાચાર એક નહી હજાર,
પણ વિનતી છે,
એક દિવસ સ્ત્રી થઈ ગુજાર.

એક દિવસ હાથમાં સાવરણું ઝાલ,
એક દિવસ તારી જાતે કપડા ધોવી જો,
એક દિવસ તારી જાતે રોટલી બનાવ,
એક દિવસ દીકરાનું લેશન કરી જો,
એક દિવસ નકોરડા વ્રત કરી જો,
માતા સમું છૈયાને કરી બતાવ વહાલ,
કરજે તૂ અત્યાચાર એક નહી હજાર,
પણ વિનતી છે,
એક દિવસ સ્ત્રી થઈ ગુજાર.

ધન્ય છે આ દેશ જ્યા નારી પૂજાય છે,
દુખ છે કે નારીઓ પર અત્યાચાર થાય છે.

આવો – “પારકી” શબ્દને ત્યજીને - “પોતાનાપણા”-ની સલામતી,
હુંફ અને લાગણી આપીએ આપણી "માં", "પત્ની, બહેન અને દીકરીને..!

બીજા રસપ્રદ વિકલ્પો