એક પૂનમની રાત - પ્રકરણ - ૧૧૧ Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક પૂનમની રાત - પ્રકરણ - ૧૧૧

એક પૂનમની રાત -

પ્રકરણ 111

 

સિદ્ધાર્થ કુતુહલ સાથે મહેલમાં પ્રવેશે છે અને એનો વિશાળ ખંડ જોઈને આષ્ચર્ય પામી જાય છે એ દબાતે પગલે અંદરની ચીજવસ્તુઓ માહોલ જોઈ રહે છે ત્યાં એની નજર ખંડમાંથી ઊપર જતી સીડીઓ પર પડે છે ત્યાં અલંકૃત મૂર્તિઓ અને વિશાળ તૈલ ચિત્રો પર પડે છે એમાં એક ચિત્રમાં અસલ ઝંખના જ હોય એવું ચિત્ર જુએ છે એનું આષ્ચર્ય વધી જાય છે હજી એ ચિત્ર પૂરું જુએ ત્યાં દાદરનાં પગથિયાં ઉપર એક રૂપસુંદરી પુરા શણગાર સાથે ઉભેલી જુએ છે જાણે રાજકુંવરી...... એનાં શણગાર,વસ્ત્રો અને રૂપ બસ જોયાંજ કરવાનું મન થાય એવું છે એનાં પરથી સિદ્ધાર્થની નજર હટતી નથી ..... ત્યાં પેલી યુવતી બોલે છે આવો સેનાપતિ આપનું સ્વાગત છે કેટલા વર્ષો વીતી ગયાં જાણે યુગ આથમી ગયાં તમારાં પગલાં આ મહેલમાં પડ્યાં છે.

સિદ્ધાર્થ અવાજ સાંભળીને ચોંકી ગયો એણે કહ્યું ઝંખના ? આ તારું રૂપ ? આ મહેલ ? શું છે આ બધું ? અને હું સેનાપતિ ? આ તારું બોલવું મને સમજાતું નથી હું તો પોલીસ દળનો સામાન્ય અધિકારી છું.... તું ઝંખનાંજ છે ને ?

તો આમ અજાણ્યાની જેમ વાતો કરે છે ?

રૂપસુંદરીએ કહ્યું આ મારુ સાચું રૂપ છે હું અજાણ્યાની જેમ ક્યાં વાત કરું છું ? તમને કહ્યું ને આવો સેનાપતિ .....

તમને કશું યાદ નથી પણ મારાં જન્મ મૃત્યુ ..... અને એની વચ્ચેનો સમયગાળો પ્રેતયોની બધામાં ક્ષણ ક્ષણ બસ તમનેજ યાદ રાખ્યાં છે .... મારાં કમનસીબ તમને કશુંજ યાદ નથી પણ હવે બધું યાદ આવી જશે.

હમણાં મારો ભાઈ પણ અહીં આવી પહોંચશે એને પણ ક્યાં કશું યાદ છે ? મારાં માતા પિતા નથી રહ્યાં પણ એમનાં વારસદારો મારાં ભાઈનાં પણ જે મોટાભાઈ હતાં એમનાં પુત્ર અને એની સંગીની પણ અહીં આવી રહ્યાં છે આજે બધાં ઉપરથી પડદો હટી જશે બધાં રહસ્ય ખુલી જશે. વીતી ગયેલી વાતો અને ક્ષણ કાળ હું પાછા નહીં લાવી શકું પણ યાદ જરૂર કરાવીશ. અને એની સાથે ભુંસાઈ ગયેલી બધી ક્ષણો તાજી થઇ જશે બસ થોડી રાહ જોવાની છે.

સિદ્ધાર્થને કંઈ સમજાઈ નહોતું રહ્યું એનો રાજકુંવરી સાથેનો વાર્તાલાપ કાળ સિદ્ધાર્થ સાંભળી શકતો હતો એનો સ્ટાફ મહેલને જોવામાં વ્યસ્ત હતો. સિદ્ધાર્થે કહ્યું હમણાં બધાં આવી પહોંચશે અને નાનાજી અહીં આવી શેની વિધી અને શા માટે કરવાનાં છે એ બધાં રહસ્ય ખુલ્લા થઇ જશે. સાથે સાથે અમારાં જીવનમાં થઇ રહેલી બધી ઘટનાઓ સ્પષ્ટ થઇ જશે પણ ઝંખના હું તો તને ખુબ પ્રેમ કરું છું તારું આ રૂપ સ્વરૂપ મને યાદ નથી મને તો મારી ઝંખનાં જ યાદ છે. તું આવ મારી પાસે મને કંઈક અગમ્ય એહસાસ થઇ રહ્યાં છે. આમ વાર્તાલાપ ચાલતો હતો અને મહેલની બહાર બધાં વાહનો પહોંચ્યાં હોય એવો અવાજ આવે છે અને ઝંખનાનું એ રૂપ સ્વરૂપ અદ્રશ્ય થઇ જાય છે.

સિદ્ધાર્થ બેબાકળો થઇ ઝંખનાં પાછળ દોડવા જાય છે પણ ત્યાં હવે કોઈ નથી એ અવાજની દિશામાં મહેલની બહાર તરફ દોડી જાય છે અને જુએ છે તો નાનાજી વિક્રમસિંહજી સાથે બધાં આવી પહોંચ્યાં હોય છે અને પાછળ પાછળ ડો દેવદત્ત ખુરાનાજી અને કમલસર પણ આવી ગયેલાં જુએ છે.

સિદ્ધાર્થ જીપમાંથી ઉતરતાં વિક્રમસિંહજી પાસે પહોંચે છે અને બોલે છે સર.... સર.... અહીં તો .... વિક્રમસિંહ સિદ્ધાર્થ નાં ચહેરાં સામે જોઈને કહે છે સિદ્ધાર્થ શું થયું ? તારાં ચહેરાં પર આટલો ડર,

પરસેવો... શું થયું ? બધું બરાબર છે ને ? વરસો પછી આ મહેલ પર આપણે આવ્યાં છીએ અહીં બધું જોતાં લાગે છે વેરાન જગ્યાએ તું ડરી ગયેલો છે બીજા સિપાહી ક્યાં છે ?

સિદ્ધાર્થે કહ્યું સર અહીં બધું અજાયબ છે અમે આ મુખ્ય દરવાજો ઘણાં પ્રયત્ન પછી ખોલ્યો છે પણ અંદરતો બધું સારું સુથરૂં અને કોઈ રહેતું હોય એવું જણાય છે અને અંદરતો રાજકુંવરી.....

એ આગળ બોલે પહેલાં નાનાજી એની નજીક આવી ગયાં અને હસતાં હસતાં બોલ્યાં .... હું ધારતો હતો એવુંજ થયું છે પણ આષ્ચર્ય ના પામશો હું બધું સમજાવું છું ત્યાં સુધીમાં દેવાંશ, વ્યોમા,વંદના યશોદાબેન દાદી મીરાંબહેન વિનોદભાઈ મામા તરુબહેન જેટલાં આવ્યાં હતાં બધાં ત્યાં આવી જાય છે. નાનાજી બધાને કંઈક કહે ત્યાં રાજવી કુટુંબની ગાડી પણ ત્યાં આવી પહોંચે છે. નાનાજી અને વિક્રમસિંહ એમની પાસે દોડી જાય છે અને આવકાર આપે છે.

રાજવી પ્રદ્યુમનસિંહ અને રાણી રાગીણી દેવીએ નાનજીને કહ્યું અમે અમારાં મહેલ પર મહેલ પર આવ્યાં હોઈએ એવો ભાવ આવે છે આટલાં વર્ષો આ જર્જરીત મહેલ તરફ આવવાનું કદી સુજ્યું નથી પણ તમારાં આગ્રહ અને પ્રયત્નથી આવ્યા પછી લાગે છે કે અહીં આવવાનું અમારાં માટે પણ કોઈ ચોક્કસ કારણ છે.

નાનાજીએ કહ્યું પ્રદ્યુમનજી મેં અગાઉ વર્ષો પહેલાં તમને કહેલું કે તમારાં રાજવી પરિવારનો જંગલમાં મહેલ છે ત્યાં જવાનું થશે અને એની પાછળ બહું મોટી કથા છે ત્યાં જવાનું થશે અને  પણ ત્યારે તમે ધ્યાન નહોતું આપ્યું પણ આજે સમય પાકી ગયો છે હવે બધાં રહસ્ય ખુલી જશે.

તમારાં રાજવી પરિવારનાં વારસોનો જીવ અને એનાં સાથેનાં ઋણાનુંબંધ આજે ખુલ્લાં થશે તમારાં પરિવારને નડતી મુશ્કેલીઓનો પણ અંત આવી જશે આવો આપણે પહેલાં અંદર જઈએ પછી બધી વાત કરીશ. આપણે સમજીને પૂનમનાં આગલા દિવસે અહીં આવી ગયાં છીએ. આવતી કાલે જે આપણે અહીં હવનયજ્ઞ કરવાનાં છીએ એ ઘડી પણ નજીક છે અને તમારી આંખે બધું તમે જોઈ લો.

નાનાજીને બધાં આશ્ચ્રર્ય સાથે સાંભળી રહેલાં નાનાજીએ ટૂંકમાં વાત કરીને બધાંને અંદર આવવા કહ્યું વિક્રમસિંહ એમનો પરિવાર, નાનાજી પરિવાર, મિલિંદનો પરિવાર ડો દેવદત્ત અને કમલજીતજી સિદ્ધાર્થ બધાંજ મહેલની અંદર પ્રવેશ કરી રહ્યાં હતાં.

સૌથી આગળ નાનાજી અને પ્રદ્યુમનસિંહ મહેલમાં પ્રવેશ કરે છે. નાનાજીનો હાથ પકડી લઇ પ્રદ્યુમ્નસિંહ કહે આતો મોટું આશ્ચ્રર્ય છે કે આટલાં વર્ષો બંધ રહેલો મહેલ આટલો સ્વચ્છ ? અહીંનું રાજરચીલું જાણે કાલે વસાવ્યું હોય એટલું સલામત અને સ્વચ્છ છે અહો આશ્ચ્રર્યમ આ શું છે ? આ કંઈ લીલા છે ? અહીં કોણ રહે છે ?સાચવે છે ? આની પાછળ શું કારણ છે ? આ વિધિમાં સંકળાયેલાં બધાંજ જીવો જાણે અહીં હાજર હોય એવો એહસાસ થઇ રહ્યો છે.

હજી બધાં અંદર પ્રવેશ કરે છે ત્યાં મહેલની અંદરનાં દીવા અને ઝુમ્મરો પ્રકાશિત થઇ જાય છે. બધાં અવાચક થઈને જોઈ રહ્યાં છે. રાજા પ્રદ્યુમનની આંખોને વિશ્વાસ નથી આવી રહ્યો એ નાનાજી તરફ જોઈને કહે નાનાજી આપતો જ્ઞાની છો આ બધું શું છે ? આ શું સંકેત છે ? આ દીવા કેવી રીતે પ્રગટી ગયાં ? અહીં કોણ રહે છે ?

સાથે આવેલાં બધાં અચંબો પામી ગયાં ત્યાં દેવાંશ વ્યોમાનો હાથ પકડીને ખંડમાં રહેલાં તૈલ ચિત્રો બતાવે છે એક ચિત્રમાં દેવાંશનાં જેવીજ કૃતિ દેખાય છે એનાં હાથમાં તલવાર છે અને બીજા હાથમાં એક કુંવરીને બચાવી રહ્યો હોય એવું ચિત્ર છે.

વ્યોમાએ ચીસ જેવા અવાજે કહ્યું આતો દેવાંશ તારું ચિત્ર છે પણ તારી બાહોમાં આ કુંવરી કોણ છે ? ત્યાં આખા ખંડમાં ખડખડાટ હસવાનો અવાજ આવે છે બધાં એ અવાજ તરફ જુએ છે કોઈ દેખાઈ નથી રહ્યું નાનાજીએ કહ્યું બધાં અહીં શાંતિથી બેસો આજની રાત્રી આવાં પરચા અને એહસાસ માંજ ગાળવાની છે. કોઈ ડરશો નહીં હું તમને બધીજ વાત વિગતવાર સમજાવીશ.

દેવાંશ ચારેબાજુ નજર કરતો ખુબ નવાઈથી બધું જોઈ રહ્યો છે એ બોલ્યો હું અહીં પહેલાં આવી ચુક્યો છું હું આ મહેલમાં રહેલો છું અહીં શિકાર માટે આવતો ... હું .... હું એમ બોલતાં એની આંખે અંધારા આવવા લાગ્યાં અને એ બેભાન થઇને ફર્શ પર પડી ગયો. વિક્રમસિંહજી એની પાસે દોડી જાય છે અને નાનાજી કહે .... તમે લોકો એને અડશો નહીં અને .....

 

વધુ આવતા અંકે : પ્રકરણ 112