નિર્દોષ ખૂની Anjali Gohil દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નિર્દોષ ખૂની

બપોર ઢળવા આવી હતી, હું વિચારતી હતી કે 'આજે કંઈ કામ નથી તો ઘરની સાફ-સફાઈ કરી લઉં?, કે સાંજના ભોજનની તૈયારી કરી લઉં? ' એવા વિચારો સાથે મેં બારી બહાર જોયું.
બહાર કંપાઉન્ડ મા સિક્યોરિટી વાળા સદાશિવ કાકા રોજ ની જેમ જ પોતાનો રેડિયો સાંભળી રહ્યાં હતાં.
અને કંઈક ગીત ગણગણી રહ્યા હતા ,સદાશિવ કાકાનો હમેશા હસતો ચહેરો મને મારા પિતાની યાદ અપાવી જતો, એમની ઉંમર લગભગ પંચાવન-છપ્પન વર્ષ હશે,તેઓ રોજ સમયસર ફરજ પર હાજર હોય, અને દરરોજ સોસાયટીના બાળકો માટે ચોકલેટ તો લાવે જ.
ત્યાં જ અચાનક ડોરબેલ વાગી, મે દરવાજો ખોલ્યો, સામે રાધિકા અને ગૌતમ ઊભા હતા.
ગૌતમ અને રાધિકા મારા પડોશી છે, ઉપરાંત અમે સારા મિત્રો પણ છીએ .
તેઓ મને બહાર જમવા જવા માટે બોલાવવા આવ્યા હતા, પણ મારી ઈચ્છા ન હોવાથી મે ના પાડી, પણ તેઓ જીદ કરવા લાગ્યા.
મારી આનાકાની સામે તેઓ જીતી ગયા, અને દરવાજો બંધ કરી અમે કંપાઉન્ડ મા આવ્યા, મે ઘડિયાળ મા જોયું તો છ: અને ચાલીસ થઈ રહ્યા હતા, અને અમે રાધિકા ની કાર મા બેઠા અને રવાના થયા.
લગભગ બે કલાક પછી અમે જમી ને પરત ફરી રહ્યા હતા, પણ ત્યાં જ સોસાયટી થી પચાસ મીટર ના અંતરે ગાડી અચાનક ઊભી રહી ગઈ.
'' શું થયું'' મે પૂછયું
''ખબર નઈં, શાયદ એન્જિન ની કંઈક ખામી લાગે છે'' રાધિકા એ કહ્યું
"યાર, તુ આને બદલી દે ને, એમેય ખટારો થઈ ગઈ છે" મજાક કરતા ગૌતમે કહ્યું
"હા વિચાર તો એવો જ છે, લાવ પૈસા હમણા જ બદલી દઈએ " રાધિકા એ ઊલટો જવાબ આપ્યો
"તમે બંને વાતો બંધ કરો અને રાધિકા તુ મેકેનિક ને ફોન કર" મેં કહ્યું
"સારું છે કે સોસાયટીથી થોડે દૂર જ બગડી " ગૌતમ બોલ્યો
"હવે? " રાધિકાએ પૂછયું
"હવે શું, ચાલો, ચાલીને જ પહોંચી જઈશું" મે કહ્યું
થોડી વાર પછી મેકેનિક આવ્યો, રાધિકા એ ચાવી અને સરનામું આપ્યું અને અમે ચાલતા થયા.
ચાલતા ચાલતા અમે સોસાયટી ના દરવાજે પહોચ્યાં ત્યાં અધૂરામાં પૂરું લાઈટ જતી રહી.
થોડું થોડું અજવાળું હતું,અે પણ સદાશિવ કાકાના તાપણાં ના કારણે.
અમે એમને એકલા બેઠેલા જોયા, એટલે એમની તરફ વળ્યા, તેઓ અમને આવતા જોઈ ને ક્વાર્ટર રૂમમાંથી ત્રણ ખુરશી લઈ આવ્યા.
અમે બેઠાં, વાતો કરી ,થોડી એમના જીવન ની તો થોડી અમારા જીવન ની.
"કાકા તમે ગુજરાતી નથી, તો પણ સારું એવું ગુજરાતી બોલી શકો છો" ગૌતમ બોલ્યો
"ગુજરાતી નથી, એટલે? " રાધિકા એ પૂછયું
"એટલે કે બેટા, હું ગુજરાતી નથી, હું બિહાર થી છું મૂળ ,પણ આ તો પચ્ચીસ-ત્રીસ વર્ષ થઈ ગયા ગુજરાત મા રહ્યે એટલે ' જેવો દેશ તેવો વેશ" સદાશિવ કાકા એ કહ્યું
"તો કાકા તમે કયારેય જતા નથી, અને તમારા પરિવાર મા કોણ કોણ છે" રાધિકા એ પૂછયું
ત્યાં અચાનક બે-ત્રણ તોફાની બાળકો મસ્તી કરતા કરતા પાછળ થી અચાનક આવી ને ગૌતમ ને ડરાવ્યો, થોડી વાર તો ગૌતમ ડરી ગયો પણ ગુસ્સે થઈ ગયો અને બાળકો પર ખિજાવા જતો હતો ત્યાં રાધિકાએ રોકયો
"શું નાના છોકરાઓ પર ખિજાય છે, જવા દે ને નાના છે બિચારા" રાધિકા બોલી
"શું નાના,? એક નમ્બરના શેતાન છે" ગૌતમે ફરી ગુસ્સે થઈ કહ્યું
"જવા દે, બાળક ભગવાન નુ રૂપ હોય, આવું ન કરાય " મેં ગૌતમ ને સમજાવતા કહ્યું
"જુઓ મસ્તી કરશો તો, તમારા માં-બાપ ને કહી દઈશ હો, અને હવે પછી ચોકલેટ પણ નહિં લાવું" સદાશિવ કાકા એ બાળકો ને ધમકાવતા કહ્યું, અને બાળકો ચુપચાપ ચાલતા થઈ ગયાં.
"અમૂક આવા નાના શેતાનો ચોકલેટ થી સમજી જાય હો" ગૌતમ હસતાં હસતાં બોલ્યો
"તું ફરી બોલ્યો? " રાધિકા એ ખિજાઈ ને ગૌતમ ને કહ્યું
"બાળકો હમેશાં નિર્દોષ અને રમતિયાળ હોય શકે છે,તુ પણ હોઈશ નાનપણ મા" ગૌતમ પર ખિજાતા કહ્યું
"ના હો હુ એટલો બધો ન હતો" ગૌતમે કહ્યુ
"જો કે, હોય છે અમૂક એવા , જેની તમે કલ્પના પણ ન કરી શકો" સદાશિવ કાકા થોડા ગંભીર બની ને કહ્યું
"કાકા તમે પણ? " રાધિકા બોલી
"મારા કેહવાનો મતલબ એવો ન હતો .....પણ ટુકમાં શેતાન ની કોઈ ઉંમર હોતી નથી " સદાશિવ કાકા એ સ્પષ્ટ કરતાં કહ્યું
"પણ આટલી નાની ઉંમરનો " મેં મજાક કરતાં કહ્યું
"હા, હોઈ શકે, તમારી પાસે સમય હોય તો કહું એના વિશે ? " સદાશિવ કાકા એ પૂછયું
"કોના વિશે ?શેતાન કે બાળક? "ગૌતમ મજાક કરતા બોલ્યો
"તમે સાંભળો પછી કહેજો "સદાશિવ કાકાએ ઉત્તર આપ્યો
"હા !" હું તરત જ બોલી
"જો કે ગૌતમ અને રાધિકા ના મોઢા પર નામી દેખાઈ રહી હતી પણ મારી સાંભળવાની ઈચ્છા ના કારણે બંને રોકાયા
મેં કહ્યું "પણ તમારી ફરજ નો સમય પૂરો થવા આવ્યો હશે ને? "
"અરે આજે અમર ના પિતાજી ને કઈક કામ છે, પૉસ્ટ મા એનું, એટલે એ મોડો આવશે ત્યાં સુધી તો છું" સદાશિવ કાકાએ કહ્યું
અમરજીત અમારી સોસાયટીનો નાઈટ ડયુટી સેક્રેટરી છે
"તો કહો, એમ પણ અમે ફ્રી જ છીએ" મેં કહ્યું
અને એમણે વાત ચાલું કરી
'આ વાત છે, સન્ ૧૯૬૮ ની બેગુસરાય ના મારા મુસહરિ ગામમાં એક પરિવાર રહેતો હતો, પરિવાર મા કનૈયાલાલ સદા, તેની પત્ની ગૌરી અને બે બાળકો મોહન જે આઠ માંડ વર્ષનો હશે, અને નાની બેન ગુડિયા જે ત્રણ વર્ષ ની હતી
બાજુમાં કનૈયાલાલ ના ભાઈનો પરિવાર રહેતો હતો, પરિવાર મા કિશોરલાલ અને તેની પત્ની અને તેની છ વર્ષ ની દિકરી હતી જેનું નામ શાંતા.
એક દિવસ ની વાત છે, બધા બાળકો સાંજે રમીને પોતપોતાના ઘરે પાછા ફરે છે, પરંતુ કિશોરલાલની દિકરી ઘરે પાછી ફરતી નથી, આસપાસ શોધખોળ ચાલે છે છતાં કોઇ પત્તો મળતો નથી, દિકરી ના આમ રહસ્યમય રીતે ગાયબ થઈ જવાથી પહેલા તો પરિવાર ખૂબ ચિંતામાં હોય છે, પણ તેઓ ન તો પોલીસ ને જાણ કરે છે , ન તો ગામમાં.
પણ ગામમાં ખબર ફેલાતા વાર નથી લાગતી કારણ કે ગામમાં સૌ એકબીજા ને ઓળખતા હોય, બધા બાળકો સાથે રમતાં હોય અને તેમની સાથે જ રમતી એક છોકરી અચાનક ગાયબ થઈ જાય તો પ્રશ્ન તો ઉઠે છે,
પણ આખરે એ વાત દિવસો જતાં ભૂસાઈ જાય છે,
"પણ દિકરીના ગાયબ થઈ જવાની જાણ પરિવારે ગામને કાં તો પોલીસને તો કરવી જોઈએ ને" ગૌતમ વચ્ચે બોલ્યો
"હા, પણ પહેલાં ની વાતો તો તને ખબર જ હશે, એક તો દિકરી ને એટલું મહત્વ અપાતું નઈ, અને ઉપરથી પોલીસવાળા એફ-આઈ-આર ના બદલે કમિશન ખાવા ટેવાયેલા, એટલે આ બધી મગજમારીથી છૂટવા વાત ને જતી કરવાનુ પરિવારે વિચાર્યુ હશે" સદાશિવ કાકાએ જવાબ આપ્યો
"પછી? " મેં પૂછયું
અને સદાશિવ કાકાએ વાત આગળ વધારી
'પછી થોડા મહિના બાદ, કનૈયાલાલ ની દિકરી કે જે ત્રણ વર્ષ ની હતી તે પણ રહસ્યમય રીતે ગાયબ થઈ ગઈ,
"હવે તો પોલીસ મા ફરિયાદ નોંધાવી હશે ને? " મેં પૂછયું
"ના, એ જમાનામાં પોલીસને ફરિયાદ કરવી પોતાના જ પગ પર કુહાડી મારવી એમ લોકો માનતા જો કે એ વખતે રાજકીય સત્તામાં થોડો સુધાર આવ્યો હતો છતાં લોકો વિશ્વાસ કરી શકતા ન હતા " સદાશિવ કાકા સ્પષ્ટ કરતાં બોલ્યા
"તો પછી ન કરી ફરિયાદ? " રાધિકાએ પૂછયું
'ના અને પહેલા ની જેમ જ આ ઘટનાને પણ અવગણી, અને ફરી સામાન્ય ઘટનાની જેમ જ બધા ભૂલી ગયા,
છ: મહિનામાં જ બે બાળકીઓના ગાયબ થવાની ઘટનાથી આખાં ગામમાં દહેશત ફેલાયેલી હતી
ત્યારબાદ બે મહિના થયાં હશે, ને એક સામાન્ય દિવસે ગામની એક મહિલા જેનું નામ હતું રજનીદેવી, અને તે પ્રાથમિક શાળા મા સાફસફાઈ નું કામ કરે.
તેનું બે વર્ષનું બાળક પણ હતું , સવારે તેને ઘરમાં જ સુવડાવી તે શાળાએ સાફસફાઈ કરવા આવતી અને બપોર થતાં તે એને શાળાએ જ લઈ આવતી અને ત્યાં જ ખવડાવી - સુવડાવી બાકીનું કામ પૂરું કર્યા બાદ તેને લઈને ઘરે જતી
એક દિવસ બપોરનાં સમયે રજનીદેવી પોતાના દીકરાને ખવરાવી રહી હતી, અને અચાનક ઘરનું કંઈક કામ યાદ આવતા તે તેને શાળામાં જ સુવડાવી ઘરે ગઈ.
થોડી વારે તે કામ પતાવીને પાછી ફરી અને પોતાના દીકરાને ત્યાં ન જોતાં ખૂબ ગભરાઇ ગઈ, તેણે આસપાસ બધાને પૂછપરછ કરી, આખા ગામમાં શોધખોળ કરી પણ કોઈ ફાયદો ન થયો
આખરે હારીને તેણે નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, પોલીસે ફરિયાદ નોંધી અને તપાસ માટે ગામમાં ફરી પૂછપરછ કરી પણ કોઈ પૂરતા સબૂત મળ્યા નહીં.
ગામમાં પૂછપરછ ચાલતી હતી તે દરમિયાન એક કોન્સ્ટેબલ ની નજર દૂર રમી રહેલ કેટલાક બાળકો પર પડે છે, 'કદાચ કોઈ સબૂત મળી જાય ' એમ વિચારી કોન્સ્ટેબલ તેમની પાસે જઈને પૂછપરછ કરે છે કે' શું તેમણે ગાયબ થનાર બાળક ને ક્યાંય જોયું છે? બાળકો જવાબમા ના પાડે છે પરંતુ તેમાનો એક છોકરો મોહન કોન્સ્ટેબલ સામે જોઈ બસ હસ્યા કરે છે, કોન્સ્ટેબલ તેને તેની પાસે બોલાવીને ફરી એ જ સવાલ પૂછે છે પરંતુ તે બસ હસ્યા જ કરે છે, મોહન ના આ વર્તન થી કોન્સ્ટેબલ ગુસ્સે થઈ જાય છે અને તેની સાથે સખતાઇથી કરે છે, ત્યાં ઈન્સપેકટર તથા બીજા હવાલદાર પણ ત્યાં આવે છે અને પૂરો મામલો જાણ્યા બાદ તે કોન્સ્ટેબલ ને ઠપકો આપી કહે છે કે ' સબૂત ન મળવાનો ગુસ્સે આ બાળક પર ના ઉતારવો જોઈએ, એને ક્યાથી ખબર હોય કે કોણ બાળક ને ઉપાડી ગયું'
આ બધી વાતચીત દરમિયાન પણ મોહન બધા પોલીસવાળા સામે જોઈને બસ હસ્યા જ કરે છે, અને ત્યાંથી બધાં જવા જ કરતાં હોય છે ત્યાં જ મોહન બોલે છે કે તેને ખબર છે કે' રજનીદેવી નો એ છોકરો કયાં છે, આ વાત સાંભળી બધા પોલીસ કર્મચારી ઊભા રહી જાય છે અને ફરી તેને પૂછપરછ કરે છે કે કદાચ તેણે અપહરણ કરનાર ને જોયો હોય, તો કોઈ સબૂત મળી શકે
પણ મોહન કઈ કહેતો નથી વધુ પૂછવા પર તે કહે છે કે 'મને બિસ્કીટ આપો તો કહું કે એ બાળક ક્યાં છે' કોઈ સબૂત મળવાની આશા તો નથી પણ કોન્સ્ટેબલ તેને નજીક ની એક દુકાનમાંથી બિસ્કીટ નુ પેકેટ લાવી ને આપે છે, બિસ્કીટ નુ પેકેટ તોડી મોહન બે બિસ્કીટ ખાય છે, બધા ની નજર તેના પર મંડાયેલી હતી
અને મોહન બોલ્યો કે 'એ બહુ રડતો હતો તેથી તેણે એને ઈંટ મારીને સુવડાવી દીધો છે'
આ સાંભળી પોલીસ અવાચક થઈ ગઈ,
અને આગળ પૂછયુ કે તેણે એ બાળક ને ક્યાં સુવડાવી દીધુ છે
જવાબ મા મોહન એમને તેની પાછળ આવવાનુ કહે છે અને તેઓ ગામથી થોડે દુર પહોંચે છે ,મોહને એક ઝાડી તરફ આંગળી
ચીંધી ,પોલીસ નજીક જઈ ને તપાસ કરે છે તો ત્યા એક ઘાસ અને પાંદડા થી ઢંકાયેલ ખાડો હોય છે ,ઘાસ હટાવીને જોયુ તો અંદર રજનીદેવીના બાળક ની લાશ મળી આવી ,
પોલીસ આ જોતા દંગ રહી ગઈ
ત્યારબાદ પોલીસે તરત જ તપાસ હાથ ધરી અને ખબર પડી કે તેનુ મોત સૌ પ્રથમ ગળું દબાવી ત્યારબાદ ઈંટ મારીને થયેલ છે
આ ઘટના થી આશ્ચર્ય મા ડૂબી ગયું અને પોલીસે વધુ તપાસ માટે આઠ વર્ષના મોહનની ધરપકડ કરી
પોલીસના માન્યા માં આ વાત આવતી ન હતી કે, આ આઠ વર્ષ નો બાળક જે બોલે ઓછુ ને હસે વધારે છે ,અને જેને ખાલી પૂછપરછ માટે જ સવાલ પૂછવા મા આવ્યા હતા અંતે એ જ ગુનેગાર નીકળશે ,
આગળ તેને પોલીસ સ્ટેશન લઈ જવામા આવ્યો અને પૂછપરછ કરવામા આવી
તેને તેની જ ભાષા મા પૂછવામા આવ્યુ કે તેણે કઈ રીતે તે બાળક ને સુવડાવ્યુ, તો જવાબ મા એને કહ્યુ કે પહેલા તો એણે શાળામાંથી રજનીદેવીના બાળકને ઉપાડી એક સુમસામ ખેતરે લઈ ગયો ,ત્યા તેનુ ગળું દબાવીને ખેતરમાંથી જ એક ઈંટ ઉઠાવીને મારી દીધી , અને ત્યાંથી થોડે દુર ઝાડીઓમા એક ખાડો ખોદી ત્યા જ દાટી દીધુ
પોલીસે સવાલ પૂછ્યો કે તેણે આવા કેટલા બાળકોને સુવડાવ્યા છે ,જવાબ મા મોહન હસે છે અને કહે છે કે એને હજુ વધારે બિસ્કીટ મળશે તો તે કહેશે .
ત્યારબાદ પોલીસ તેને બિસ્કીટ આપે છે ,અને ખુલાસો થાય છે કે મોહને તેની પોતાની બહેન અને કાકાની દીકરીની પણ હત્યા કરી હતી
આ સાંભળી પોલીસ ના પગ નીચેથી જમીન સરકી ગઇ, કારણ કે એમની સામે દેશનો સૌથી નાનો ,એક આઠ વર્ષ નો સિરિયલ કિલર હતો જેણે ત્રણ-ત્રણ ખૂન કર્યા છે,
આ બાબત ની વધારે તપાસ કરતાં મોહન ના પરિવાર ને પોલીસ ની નિગરાની મા લેવામાં આવ્યો અને પૂછપરછ કરી
મોહન ના પરિવાર નુ કહેવું હતુ કે તેઓને આ બધી વસ્તુની જાણ છે
સૌ પ્રથમ મોહને પોતાના કાકાની દીકરીની હત્યા કરી અને થોડા સમય બાદ પોતાની જ બહેન ની એવી જ રીતે હત્યા કરી જેવી રીતે રજનીદેવીના બાળક ની હત્યા કરી હતી ,અને આ વાત એણે એના પરિવાર ને ખુદ કરી હતી ત્યારબાદ મોહન ને મારી-ધમકાવીને ફરી વાર આવુ ન કરવા સમજાવ્યું અને જો કે મારવા વાળુ અને મરવા વાળું પોતાના જ પરિવાર માથી છે તો આ મામલો પારિવારિક ગણી ત્યા જ દબાવી દેવાનું વિચાર્યુ
પરંતુ પછી થોડા સમય બાદ રજનીદેવી ના દીકરા નુ આમ ગાયબ થઈ જવાની પાછળ પણ મોહન નો હાથ હશે એમણે વિચાર્યુ પણ ન હતુ
મોહન ના પરિવાર ની જુબાની બાદ પોલીસે મોહન ને ફરી એની જ ભાષા મા પૂછયુ કે આખરે તેણે આ બાળકોની હત્યા કેમ કરી
જવાબ સાંભળી પોલીસ દંગ રહી ગઈ, જવાબ મા મોહને કહ્યું કે તેને એવુ કરવામા મજા આવે છે તે જ્યારે કોઈ બાળક ને દર્દ અથવા પીડા મા જોવે છે ત્યારે તેને આનંદ આવે છે .
મોહન ની વાત સાંભળી ને પોલીસને ખબર પડી ગઈ કે આ કોઈ સાધારણ બાળક નથી અને તેનુ માનસિક સ્વાસ્થ્ય ઠીક નથી તો તેને મનો-ચિકિત્સક પાસે મોકલવામા આવ્યો
ડૉક્ટરોએ તેના પર અભ્યાસ કર્યા બાદ રિપોર્ટ આપ્યા , કેટલાક ડૉક્ટરે 'કન્ડક્ટ ડિસઓડૅર ' નુ તારણ આપ્યુ ,કારણ કે તે સામાન્ય સામાજીક બાબતોથી બહુ દુર હતો અને તેની સમજણ શક્તિ સામાન્ય કરતા બહું ઓછી હતી
કેટલાક ડૉક્ટરોએ તેને 'સેડિસ્ટ' નામની બિમારી છે તેમ કહ્યુ ,જેમા તેને બીજા નુ દુઃખ - તકલીફ જોઈને ખુશી થાય છે તથા તે આવુ નુકસાન કરતા જરાય ખચકાતો નથી અને તેને આવુ કરવાનો કોઈ ડર નથી હોતો કારણ કે તેની નજર મા એ ગુનો નથી
અને એટલે જ તે પોલીસ ને જોઈને ગભરાયો નહીં.
ત્યારબાદ મોહન ને અદાલત મા રજૂ કરાયો અને એ નાબાલિક હતો અને જેલ મા હાડૅકોર ગુનેગારો સાથે ન રાખી શકાય તેથી તેને બાળ સુધાર ગૃહ મા મોકલાયો
પણ ભારતીય કાયદા પ્રમાણે તેને બાદ સુધાર ગૃહ મા ફક્ત ત્રણ જ વર્ષ રાખી શકાય તો ત્યારબાદ તેને અઢાર વર્ષ સુધી ત્યાં જ ડોક્ટરોની નજર હેઠળ રાખવામાં આવ્યો પછી તેને મૂગેર જિલ્લાના બાળ સુધાર ગૃહમાં મોકલવામાં આવ્યો.
અને તે નાબાલિક હોવાના કારણે તેની આ ઘટનાને પોલીસે જાહેર ન કરી ,
અને ત્યારબાદ ડૉક્ટરો દ્વારા ઈલાજ થયા બાદ સન્ ૧૯૯૧ મા તેને આઝાદ કરાયો .
"તો એ હવે ક્યા છે" ગૌતમે પૂછયુ
" ઓય! ૧૯૬૮ ની વાત છે ,હમણા ની નઈ "રાધિકાએ કહ્યુ
"પણ ૧૯૯૧ મા તો એને આઝાદ કરાયો હતો ,બરાબર બાવીસ વર્ષ ની ઉંમરે" મેં કહ્યુ
"૧૯૯૧ વર્ષમા બાવીસ વર્ષ તો હાલમા લગભગ તેની બાવન- ત્રેપ્પન વર્ષ હશે "ગૌતમે ગણતરી કરી કહ્યુ
"મતલબ તમારા જેટલી ઉંમર નો,સદાશિવ કાકા! " રાધિકા બોલી
" હા બરાબર! તમે જ તો નથી ને કાકા !" ગૌતમ ખડખડાટ હસી મજાક કરતા બોલ્યો
"શુ તુ પણ ,જે ને તે બકે છે "રાધિકાએ ગૌતમને ખિજાઈ ને કહ્યુ
"હોઈ પણ શકે, મારી પાસે ક્યા 'નૉન ક્રિમિ લૅયર સર્ટિફિકેટ ' છે?" સદાશિવ કાકા એ પણ મજાક મા જવાબ આપ્યો
"કયુ ફ્લૅવર? રાધિકાએ સવાલ કર્યો
"બુદ્ધુ! 'નૉન ક્રિમિ લૅયર સર્ટિફિકેટ ' એ નથી મેળવી શકતા જેનુ પોલીસ ના ચોપડે નામ નોંધાઈ ગયુ હોય ," મેં તેને સમજાવતા કહ્યુ
"બરાબર ! સમજી ગઈ " રાધિકા બોલી
"મને નથી મળવાનુ એ 'સર્ટિફિકેટ ' એમ લાગે" ગૌતમે કહ્યુ
"હા !,એ તો અમને પેલા જ ખબર છે" રાધિકાએ એને મજાક મા કહ્યુ
અને ત્યા જ લાઈટ પણ આવી ગઈ
"જો તમે મોહન ની જગ્યાએ હોત તો તમે પોતાના ગુના પ્રત્યે દિલગીર હોત કે નઈ ?" સદાશિવ કાકાએ અમને સવાલ કર્યો
"હાસ્તો ! પોતાની બહેનો તથા બીજા નુ ખૂન, ભલે અજાણતા,સમજણ આવે ત્યાર પછી પણ પસ્તાવો તો થાય ને " રાધિકાએ જવાબ આપ્યો
"તમે હોત તો શુ તમને પસ્તાવો થાત કે નઈ?" મેં સદાશિવ કાકાને સવાલ કર્યૉ
"ના" તેમણે જવાબ આપ્યો
"કેમ?" ગૌતમે સદાશિવ કાકાને પ્રશ્ન પૂછ્યો
"કારણ કે મોહને જે કર્યુ તે તેની માનસિક સ્થિતિ ના કારણે કર્યુ, ગુનો શબ્દ એ વખતે એની જીંદગી મા હતો જ નહીં " સદાશિવ કાકાએ કહ્યુ
"એ પણ છે , એ બધુ એનુ નસીબ કહેવાય બીજુ શુ!" રાધિકાએ ઉમેરતા કહ્યુ
"સારા! પણ અત્યારે લાઈટ આવી ગઈ છે અને અસાઈનમેન્ટ બાકી છે" ગૌતમ ઉતાવળ કરતા બોલ્યો, અમે સદાશિવ કાકાને 'મળીએ' કહીને રવાના થતા હતા ત્યા જ અમરજીત આવ્યો ,તેના હાથમાં એક પરબિડીયુ હતુ .
"ક્યા હતો ભાઈ ?,મોડુ કર્યુ આજે " સદાશિવ કાકાએ તેને પૂછ્યુ
"અરે , આજે પપ્પા ને કંઈક વધારે કામ હતુ એટલે મારે રોકાવુ પડ્યુ ,અને હા , આ લો ... તમારી ચિઠ્ઠી છે વતન થી , હું આવતો હતો તો લેતો આવ્યો " તેણે ચિઠ્ઠી સદાશિવ કાકાને આપતા જવાબ આપ્યો
અમે જઈ રહ્યા હતા , સદાશિવ કાકાએ ચિઠ્ઠી ખોલી .
જતાં જતાં મારી નજર ચિઠ્ઠી પરના પહેલા અક્ષરો પર પડી ,અને એમા હિન્દી મા લખેલુ હતુ , 'પ્રિય મોહન '
મારુ મન અનેક સવાલો થી ઘેરાઈ ગયુ છતાં પણ કંઈ પૂછ્યા વગર હુ મારા અપાર્ટમેન્ટમાં આવી ,રાધિકા અને ગૌતમ પણ પોતાનુ કામ હોવાથી ઝડપથી જતાં રહ્યાં.
મારા મનમા વારંવાર ચિઠ્ઠી પરના પેલા શબ્દો જ આવતા હતા,
પણ કદાચ મારાથી જોવામા કંઈક ભૂલ થઈ હશે એમ માની લીધું.
હું વિચારી રહી હતી કે ,'જો હું ઈન્સપેકટર હોત તો આ કેસ ને શુ નામ આપત? , 'શાયદ નિર્દોષ ખૂની '


- અંજલિ ગોહિલ
___________________________