અ સ્ટોરી ઓફ રાજગોર મહેશ ઠાકર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

અ સ્ટોરી ઓફ રાજગોર

રાજગોર બ્રાહ્મણ નો ઇતિહાસ

મુંબઈ રાજ્યના ઈ.સ. ૧૯૦૧ માં પ્રસિદ્ધ થયેલ ઈ.સ. ૧૮૯૧ ના વસ્તી ગણતરી મુજબ કચ્છ અને કાઠીયાવાડ સહિત બ્રહ્મનો ની કુલ સંખ્યા ૫,૬૮,૮૬૮ હતી, જે કુલ હિંદુ વસ્તી ના ૫.૭૫% જેટલી હતી. રાજગોર બ્રહ્મણ જ્ઞાતિ સેવા સંઘ નું બંધારણ અપિલ,૪,૧૯૬૦ માં અમલમાં આવ્યું. ત્યારે સૌરાષ્ટ્ર માં ૪૮૨ ગામડા માં ૨,૮૭૬ કુટુંબો હતા.

ઈ.સ. ૨૦૦૮ માં જ્ઞાતિ સર્વે મુજબ ફક્ત ગુજરાત માં જ ૧૨,૫૦૦ જેટલા કુટુંબો છે.૧૮૯૧ ના સર્વે પ્રમાણે કાઠીયાવાડી તથા કચ્છી રાજગોર ની કુલ વસ્તી ૨૩,૫૯૬ જેટલી હતી. જે પૈકી આપણી જ્ઞાતિ રાજવી કુટુંબ ના ગોર તરીકે ઓળખાય છે. કચ્છ માંથી જયારે કાઠી દરબારો કાઠીયાવાડ માં રાજ્યકર્તા તરીકે આવ્યા ત્યારે કોઈ બ્રહ્મનો અજ્ઞાતી નું ગોરપદુ સ્વીકારવા તૈયાર ન થયા.

રાજગોર જ્ઞાતિ ના પૂર્વજ શ્રી માવઋષી એ વિ.સ. ૯૫૦ માં કાઠી દરબાર નું ગોરપદુ સ્વીકારી એક ક્રાંતિકારી પગલું લીધું. માવઋષી જ્ઞાતિ ના આદિપુરુષ ગણાય છે. કાળક્રમે અન્ય પાંચ ઋષી ઓ પણ કાઠી ના ગોર તરીકે જોડાયા હોવાની સંભાવના છે. જેથી આ છ ભાઈઓ ના વંશજો કાઠીગોર રાજગોર તરીકે ઓળખાયા. જેમાં મેહતા,માઢક,શીલુ,ધાંધિયા અને તેરૈયા અટક નો સમાવેશ થાય છે. તેમનું ગોત્ર કોશીક ગણાયું. તે સિવાય રાજગોર અવતિયા કેહવાયા.

કઠિ જ્ઞાતિનું ગોરપદુ સ્વીકાર્યું,પરંતુ કાઠી લોકો આપણ ને “રાજ્યનું પૂરું હિત કરનાર” ગણેલ હોય ‘રાજ પુરોહિત‘નું બિરુદ આપેલ. કાઠી જ્ઞાતિ માં રાજગોર વિષે શું સ્થાન હતું તે શ્રી જલુભાઇ ખાચર પ્રકાશિત કરાયેલ “કાઠી સંસ્કૃતિ ભાગ–૧” ના પૃષ્ઠ ૧૪૦ થી ૧૪૨ પર નીચે મુજબ વર્ણન કરેલ છે.

‘રાજગોર‘ ‘રાજગર‘અથવા ગોરબાપા ભૂદેવ તેમજ મહારાજ અથવા જાજરમાન મન ના અધિકારી એટલે રાજગોર બ્રહ્મનો કાઠી દરબારો માં ખુમાણ,વાળા,ખાચર અને લાલુ આ બધી પ્રજા ના રાજગોર બ્રહ્મનો માઉ ઋષિ ના વંશજો થયા. રાજગોર ચતુર કોમ છે. ઘણા બધા રાજ્ગોરો ને ગરાસ મા જમીન મળેલી છે. અને દરબારી ઠાઠ થી રેહનારી આજ્ઞાથી અવર (બીજા) પાસે હાથ લાંબો નથી કરતા. માટે ઋષિ અતિ તેજસ્વી કુલ છે. કારણ કાઠી એ કશ્યપ ગોત્ર છે. જે સૂર્ય વંશ અતિ તેજસ્વી અને સમજદાર,બુદ્ધિ,ચાતુરી,ઉદારતા,સહનશીલતા,ધીરજ,શીલતા,શૂરવીરતા આવા અનેક ગુણો થી સુર્યવંશ અને તેના રાજગોર સામાન્ય ન હોય શકે. માઉ ઋષિ તેજસ્વી અને ગુણો થી સભર હોવાથી જ સૂર્યવંશી ઓએ સ્વીકારેલ. રાજગોર ની કેટલીક શાખાઓ (કાઠી સંસ્કૃતિ મુજબ)

(૧) શીલુ (૨) રવૈયા / રવિયા (૩) તૅરૈયા (૪) બોરીસાગર (૫) ચાઉ (૬) ભરાડ ૭) જોશી (૮) ધાંધિયા (૯) મહેતા (૧૦) ઝાંખરા વિગેરે. રાજગોર સમાધાન કરનારા કાઠી ના અંદરો અંદર ના ઝઘડા માટે,અભણ રાજગોર હોય તો પણ કુળગોર તરીકે માન મરતબો રાખતા. આજે તો ઘણા બધા વિદ્વાનો રાજગોર મા જોવા મળે છે. એક તો બ્રાહ્મણ અને વિદ્યા જાણે શંખ અને દૂધે નાહ્યા એટલે વિદ્વાન રાજગોર ને જોઈએ ત્યારે ગર્વ થાય,કે રાજગોર જ્ઞાતિ એ રાજ્ય માટે મોટો ભોગ આપ્યો છે. રાજગોર દાદા ને સમાધાન ની યાદી મા બન્ને પાસા તરફ થી ગરાસ મા ખેતી લાયક જમીનો આપવામાં આવતી. ડાયરા મા રાજગોરનું સ્થાન ‘દાદા‘જેવું મળતું. દાદા વગર ડાયરો અધુરો લાગે.

*ગુજરાત સમાચાર તારીખ 16/11/2014

કાઠિયાવાડમાં રાજગોર એ બ્રાહ્મણોની પવિત્ર જ્ઞાાતિ ગણાય છે. તેઓ ખાચર, ખુમાણ અને વાળા કાઠી- દરબારોના રાજગોર- પુરોહિત ગણાય છે. રાજગોર બ્રાહ્મણો ઘણા છે. તેઓની પાસે કાઠી – દરબારો ઉપરાંત રાજપુત, ગરાશિયા, દરબારો, આયર, મૈયા, મેર, વાઘેર, હાટી અને ચારણોનું ગોરપદું અને એમણે આપેલ ગરાસ પણ છે. ચારણના રાજગોરની ભાષા ચારણો જેવી અને રાજપૂતોના રાજગોરનો ઠાઠમાઠ રાજપૂતો જેવો જોવા મળે છે.

એમ કહેવાય છે કે રાજગોર મૂળે તો ઔદીચ્ય બ્રાહ્મણ જ્ઞાાતિનો એક ફાંટો જ છે. પોતાના કુળની લાજ સાચવવા ખાતર કચ્છના જામલાખિયારની કોડભરી સાત કન્યાઓ તેમને યોગ્ય વર મળતો નથી તેવા કારણસર તેમના કૂળગોર હરદાસના મોઢે વાત સાંભળીને જીવતી બળી મરી હતી. તેના પ્રાયશ્ચિત્તરૃપે હરદાસ ગોરે પણ પોતાની પત્ની સહિત સંવત ૧૨૦૭ના મહા સુદ-૫ના રોજ અગ્નિસ્નાન કર્યું. રાજ્યની પરંપરા પ્રમાણે તેમનું યજમાનપદું (યજમાનવૃત્તિ) ભાયાતોને મળવું જોઇએ તેના બદલે તેમના જમાઈઓને આપાનું નકકી થતાં ઔદીચ્ય બ્રાહ્મણોએ તેમનો બહિષ્કાર કર્યો તેના પરથી રાજ્યગોર જ્ઞાાતિ અસ્તિત્વમાં આવી અને તેઓ કચ્છ રાજ્યના કુળગોર તરીકે રહ્યા, ત્યારથી રાજ્યગોર તરીકે ઓળખાયા. તેમના છેલ્લા રાજ્યગોર સ્વ. હીરજી સુંદરજી હતા તેમણે ગોરપદું નહી સ્વીકારતાં તે અન્યને અપાયું.

ચોર્યાસી શાખાઓ (બ્રહ્મચોર્યાસી) અને એની ય પેટા શાખાઓમાં વહેંચાયેલા બ્રાહ્મણો વિશેની માહિતી ‘પૃથ્વીચંદ્ર ચરિત્ર’, ‘મિરાતે એહમદી’, ‘વસ્તુવૃંદ દીપિકા’, ‘બ્રાહ્મણોત્પત્તિ માર્તંડ’ ઉપરાંત પુરાણો ને મહાભારતમાંથી મળે છે. કચ્છમાં વસતી વિવિધ જાતિઓમાં બ્રાહ્મણો સૌથી જૂના છે. જ્ઞાાતિપ્રથાનો ઉદ્ભવ થયા પહેલાં પણ જેમનું અસ્તિત્વ ઉલ્લેખાયેલ છે, એવા બ્રાહ્મણો વર્તમાન કાળે ભલે જોવા ન મળે, પણ સંસ્કાર અને સંસ્કૃતિના રખોપા કરનાર બ્રાહ્મણોનો ઇજારો આજે ભલે ન રહ્યો હોય પણ સમાજમાં ‘મા’રાજ’નું મોભાભર્યું સ્થાન તો હજીય જળવાઈ રહ્યું છે એમ ‘કચ્છ, તારી અસ્મિતા- ૧૯૯૬’માં શ્રી બાલમુકુંદ વ્યાસ નોંધે છે.

જૂના કાળે માઉ અને રેણુ ઋષિના મહેતા, ધાંધિયા અને ગામોટ ત્રણેય ભાઈઓ સૌરાષ્ટ્રના કાઠી- દરબારોના રાજગોર હતા. કેટલાક રાજગોરોને કાઠી દરબારો પાસેથી જમીનો મળી હતી. તેનો ઉપભોગ કરીને તેઓ દરબારી ઠાઠમાઠથી રહેતા. આજ્ઞાાથી અવર પાસે હાથ લાંબો ન કરતા. રાજગોરની સ્ત્રીઓ પણ લાજમર્યાદામાં રહેનારી હતી. રાજગોર બ્રાહ્મણો કાઠીઓના દરબારગઢમાં શ્રાવણ માસમાં શિવપુરાણ અને ચૈત્ર મહિનામાં ઓખાહરણ વાંચે છે. મરનાર વ્યક્તિની પાછળ ગરુડપુરાણ પણ વાંચે છે.

તેજસ્વી કુળના રાજગોર બ્રાહ્મણોની અલગ અલગ અટકો જોવા મળે છે. ‘કાઠી સંસ્કૃતિ’માં શ્રી જીલુભાઈ ખાચરે તેમની ૪૦ જેટલી અટકો આ પ્રમાણે નોંધી છે. ૧. શીલુ, ૨. રવૈયા, ૩. તેરૈયા, ૪. ચાવડા, ૫. દાદલ, ૬. સૂર, ૭. ખાંડેખા, ૮. ખોડિયા, ૯. વર્ણવા, ૧૦. ઓડીસ, ૧૧. ભામટા, ૧૨. બોરીસાગર, ૧૩. ચાંઉ, ૧૪. ભરાડ, ૧૫. મહુરિયા, ૧૬. ગામોટ, ૧૭. ધાધીયા, ૧૮. મહેતા, ૧૯. માલણ, ૨૦. મઢવી, ૨૧. સુમડ, ૨૨. ગરીઆ, ૨૩. અસવાર, ૨૪. પંડયા, ૨૫. ઝાટવાડિયા, ૨૬. સવાણી, ૨૭. સુંદરયા, ૨૮. વોરિયા, ૨૯. વ્યાસ, ૩૦. ઝાખરા, ૩૧. શિહોરા, ૩૨. ધીખાણિયા, ૩૩. બુજડા, ૩૪. શાંખોલ, ૩૫. જોશી, ૩૬. શીમાણી, ૩૭. માવાણી, ૩૮. કેશૂર, ૩૯. મિયાત્રી, ૪૦. મથ્થર ઇત્યાદિ.

રાજગોર એ માન, મર્યાદા અને વિવેકવાળી કોમ છે. તે જેની તેની આગળ માંગે નહિ. જૂના કાળથી ઘોડેસ્વારી, ઊંટસ્વારી, માલઢોર રાખવા, સારી ખેતી કરવી, મળેલ ગરાસને કેળવવો એ બધી આવડત એમનામાં જોવા મળે છે. આગળ તો એમને રાજગોર નહિ પણ રાજ પુરોહિતનું બિરુદ આપવામાં આવ્યું હતું. તેઓ લગ્નવિધિ જેવા માંગલિક પ્રસંગોથી માંડીને ઉત્તરક્રિયા સુધીની વિધિ કરાવતા. પાળિયાદ દરબારો કાશી કે હરદ્વાર ગંગાજીમાં પિતૃઓના ફૂલ પધરાવવા જતા ત્યારે સરવણીની વિધિમાં પોતાના રાજગોરને સાથે રાખતા. આ ઉપરાંત વડવાઓની ખાંભી (પાળિયા) જુવારવા (પૂજવા) જાય ત્યારે ખાંભીને ગોરના હાથે કસૂંબો લેવરાવતા. સારા માઠા પ્રસંગે ડાયરો બેઠો હોય ત્યારે ગોરબાપા વિના અધૂરો લાગે. ગોર દાદાને કસુંબો મીઠો કરાવ્યા પછી જ ડાયરો કસૂંબો લેતો ડાયરામાં ચારણ હોય, બારોટ હોય, રાજગોર હોય પણ ‘દાદા’નું બિરુદ તો રાજગોરને જ અપાતું. ‘ભાણુભા’નું બિરુદ ચારણને અપાતું. ગોરદાદાને કસુંબો પાવાનો હોય ત્યારે તાંબા- પિત્તળના હાંડામાંથી ચોખાનું પાણીને લઈને કસુંબો કાઢવામાં આવતો. કસુંબો પીએ-કારવે ત્યાં ચા-પાણીને ઠુંગો (નાસ્તો) આવતો. દરબારગઢમાંથી ઠુંગો આવે અને કસુંબા ઉપર ગળી દાઢ કરાવતા
🌞જય કાઠીયાવાડ🌞