Anjali's grief books and stories free download online pdf in Gujarati

અંજલિની વ્યથા

અંજલિની વ્યથા

જિંદગીમાં માનવ જ્યારે એવા વળાંક પર આવીને ઊભો હોય છે કે નથી તે આગળ જઈ શકતો કે ,નથી પાછળ જઈ શકતો ત્યારે તેના મનમાં હજારો સવાલ ઉઠે છે કે, મારી જિંદગીમાં આટલું બધું દુઃખ કુદરતે મને કેમ આપ્યું હશે?
અંજલિના જીવનમાં એવું બન્યું કે અંજલિ એવા મોડ પર આવી ને ઉભી હતી કે, એના જીવનમાં જાણે કે આભ તૂટી પડયું હતું. અંજલી બાળપણથી અનાથ હતી, પરંતુ એના મામા- મામી એને ખૂબ જ પ્રેમથી ઉછેરી હતી .અંજલી પોતાની જાતને ભાગ્યશાળી માનતી હતી કે મારા મામી મને ખૂબ જ મમતાથી મને મોટી કરી છે. શિક્ષણ તો વધારે આપી ન શક્યા કારણકે અંજલિને નાની ઉંમરમાં લગ્ન નક્કી થઈ ચૂક્યા હતા એના મમ્મી- પપ્પા એ નક્કી કરેલી જગ્યાએ જ અંજલિના લગ્ન એના મામાને કરાવી દીધા. અંજલી નિર્દોષ હતી એને એટલી બધી દુનિયાદારી નું ભાન પણ ન હતું,પરંતુ પ્રતીક બધી રીતે સાથ આપતો. પ્રતીક જાણતો હતો કે અંજલી ખૂબ જ હોશિયાર છે પરંતુ વધુ શિક્ષિત નથી પરંતુ એની અંદરની ભાવના અને લાગણી એકદમ નિર્દોષ છે.
અંજલીના લગ્ન થયા એટલે એના મામા- મામી એ એને સાસરે વળાવી દીધી .અંજલી સાસરે આવીને સ્થાયી થઈ ગઈ અંજલિના જીવનમાં હવે કોઈ દુઃખ નહોતું કારણ કે બધાને એના પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો. અંજલિને પણ થતું હતું કે મારા જીવનમાં હવે કોઈ દુઃખ નથી ભલે મારા મમ્મી-પપ્પા બાળપણમાં રહ્યા નથી ,પરંતુ કુદરતે મને મારા સાસરિયામાં સાસુ-સસરા આપ્યા એ મારા પિતા અને માતા તુલ્ય છે અને પ્રતીક પણ મને ખૂબ ચાહે છે. અંજલી નું જીવન ખૂબ જ સરસ રીતે પસાર થઈ રહ્યું હતું અંજલી ને પણ ખબર નહોતી કે અણધારી આફત આવશે એક દિવસ અંજલીનો પતિ પ્રત્યે જોબ થી ઘરે આવતો હતો અને અચાનક ગોજારો અકસ્માત થયો .અંજલિને જ્યારે ફોન આવ્યો અને ફોન પર વાત થઇ એ પહેલાં જ અંજલિ બેભાન થઇ ગઈ. બેભાન માં કંઈ પણ બોલી શકી નહીં એના સાસુ સસરા એ પણ એને પૂછ્યું પરંતુ અંજલી બેભાન હતી એટલે તરત જ ફોન પર એના સસરાએ વાત કરી સંભાળ્યું એના સસરા મન કઠણ મજબૂત કરીને બંનેને સંભાળ્યા . જવાની ઉંમર એમની હતી ત્યાં એમનો છોકરો આજે દુનિયામાં રહયો નહીં એનું ખૂબ જ દુઃખ હતું.
અંજલી કરે પણ શું !કારણ કે એ એક એવા ઉંબરે આવીને એ ઊભી હતી કે એ કંઈ ન વિચારી શકે. તેના સાસુ-સસરાએ ખૂબ જ હિંમત આપી ,પરંતુ અંજલી પ્રતીકને ભુલી શકતી નહોતી એને શું કરવું એ સમજાતું નહોતું જોત જોતામાં એક મહિનો થઈ ગયો એના સસરા અને જોઈને ખૂબ જ દુઃખ અનુભવતા હતા .
એક દિવસ એમને અંજલીને કહ્યું:" બેટા" તું અહીં મારી પાસે બેસ .
અંજલીએ કહ્યું: પિતાજી તમારે કંઈ કામ છે ?તમારે જોઈએ એ કહો લાવી આપું. અંજલીના ચહેરા ની મુસ્કુરાહટ છુપાઈ ગઈ હતી એ પોતે જ ક્યાં ખોવાઈ રહી હતી.
તેના સાસુ-સસરા અને બાજુમાં બેસાડીને કહ્યું :"બેટા "તારી પાસે જે છે અમે પાછું માગીએ છીએ.
અંજલી કહ્યું બેટા પિતાજી તમે જે ઘરેણા છે એ હું તમને બધા પાછા આપવા તૈયાર છું.
સાસુ-સસરા કહે :"બેટા" અમારા માટે તું મહત્વની છે સોનુ મહત્વનું નથી.
અંજલીએ કહ્યું: પિતાજી તો તમારે શું જોઈએ છે?
તેના સસરાએ કહ્યું: "બેટા' તારા ચહેરા પર જે હાસ્ય ખોવાઈ ગયું છે એને શોધવા માગું છું .તારો પ્રજવલિત ચહેરો ક્યાં છુપાઈ ગયો છે. તારો રડતો ચહેરો એમને ખૂબ દુઃખી કરે છે. તું અમારી દીકરી છે મારો દીકરો તો હયાત નથી પણ પાછળ મારા દીકરાના દીકરી અને દીકરો છે એને તારે સાચવવાના છે અમે તો ખરતું પાન છે પરંતુ જો આવી રીતે ઉદાસ થઈ જઈશ તો તારું જીવન કેમ જશે!
અંજલી ખૂબ રડવા લાગી પિતાજી હું વધારે શિક્ષિત નથી એટલે નોકરી તો કરી શકું એમ નથી પરંતુ મને પ્રતીક વિના ફાવતું નથી પણ મારી યાદોમાં વસેલા છે એમને મને કોઈ રીતે હેરાન કરી નથી એમનો પ્રેમ જ એટલો બધો હતો કે અત્યારે એને યાદ કરતાં મારી આંખોમાંથી અશ્રુધારા વહી જાય છે .
અંજલિના સસરાએ કહ્યું :"બેટા" તો તું તારા પતિના પ્રેમનું અપમાન કરી રહી છે.
અંજલીએ કહ્યું: કેવી રીતે પિતાજી?
ત્યારે અંજલિના સસરાએ કહ્યું; કે મારો પુત્ર તો તને હસતો મૂકીને ગયો હતો અને એના ગયા પછી તારું હાસ્ય છુપાઈ ગયું છે એ તને ત્યાંથી કેટલું દર્દ અનુભવતો હશે .એની તને ખબર છે ?
અંજલી કહ્યું; પિતાજી પ્રતિક હયાત નથી એમનું જીવન પૂરું થયું પછી એ કેવી રીતે જોઈ શકે ?
એમના સસરાએ કહ્યું:" બેટા' માણસ ક્યારે મરતો જ નથી એનું ખોળિયું મૃત્યુ પામે છે. એનો જીવ તો અહીં છે અને આત્મા તો ક્યારેય કોઇનો પણ મરતો નથી. આપણી આજુબાજુ આપણી પાસે હોય છે, કારણ કે એને ખૂબ જ લગાવ હતો આપણા માટે. એટલા માટે જ કહું છું કે ' તેના આત્મા ને દુઃખી કરીને તને શું મળવાનું છ
અંજલી કહે: પિતાજી હું કેવી રીતે સુખ નો અનુભવ કરી શકુ? મારી પાસે એવું કંઈક નથી કે હું ખુશ થઈ શકું ,કારણકે મારો દિવસ તો તમારા પુત્ર થી શરૂ થતો હતો અને પૂરો થતો હતો. મારા ઘરની રોનક ચાલી ગઈ મારા ઘરનો દીવો ચાલી ગયો હવે મને અંધારું જ લાગે છે. મારા આ જીવનનું અંધારું તો ક્યારે પૂરું થશે એ હું જાણતી નથી.
અંજલિના સાસુએ કહ્યું :"બેટા" જ્યારે આપણે દીવાની જ્યોત પ્રગટાવીએ છીએ ત્યારે એનું પણ અસ્તિત્વ ટૂંક સમય માટે જ હોય છે. જ્યોતમાં જ્યાં સુધી ઘીની વાટ હોય છે ત્યાં સુધી જ પ્રગટી શકે છે પછી ત્યાં પણ એનું અસ્તિત્વ પૂરું થાય છે એવી રીતે મનુષ્યને પણ શરીરમાં આત્મા હોય ત્યાં સુધી જ આપણી પાસે હોય છે આપણે શરીરને પ્રેમ કર્યો છે પરંતુ એના આત્માને પ્રેમ કર્યો હોત તો તું આટલી દુઃખી ન હોત કારણ કે આત્મા તો ક્યારે મરતો જ નથી. તું તારા દિલ પર હાથ મૂકી અને પૂછ, તારા હૃદયમાં એનો આત્મા છે એને અંદરથી જાગૃત કર એની સાથે વાત કર તું તારા હૃદયમાં તમારા બંને આત્માનું મિલન કરાવી દે ,પછી તને ક્યારેય નહી લાગે કે પ્રતીક તારી પાસે નથી.
અંજલી કહે: પરંતુ એ કેવી રીતે બને?
તેના સસરાએ કહ્યું:' બેટા' આત્મા એ જ પરમાત્મા છે અને આપણે તેને વધારે પ્રેમ કરતા હોઈએ છે એનો આત્મા આપણા હૃદયમાં સમાઈ જાય પછી એ આપણા હદયમાં યાદ રૂપે જીવીને પ્રોત્સાહન આપે છે. હાલ તારા હૃદયમાં એનો આત્મા છુપાયેલો છે એટલે તું આટલી નિરાશ છે પરંતુ એના આત્માને ખુશ રાખવા માટે તારે ખુશ રહેવું જ પડશે .પાછળ તો તારે લીલી વાડી છે એને લીલીવાડી રાખવી હોય તો તારી અંદરથી તારા પતિના પ્રેમને શક્તિ રૂપી બહાર કાઢી લાવ,તો તું તારા પરિવારને તેજ પ્રકાશિત કરી આપીશ ર.
અંજલિ કહે: વાતો કરવી સહેલી છે પરંતુ તેને પચાવી ખૂબ મુશ્કેલ છે.
અંજલિના સાસુ કહે:" બેટા" આ જીવનધારામાં મનુષ્યનું આયખું કેટલું હોય તે કુદરતે નક્કી કરીને મોકલ્યું હોય છે. પતિ પત્નીના સંબંધો પણ પહેલેથી નક્કી જ હોય છે તમારો જ્યારે ઋણાનું બંધંન પૂરું થઈ જાય એટલે આપોઆપ તમારી સાથેનો શરીર સાથેનો સબંધ પૂરો થાય છે.પણ આત્માનો સંબંધ ક્યારેય મરતો નથી. તારી વાતમાં, યાદમાં, ખુશીમાં , આનંદમાં,દુઃખમાં તારી સાથે હોય છે, તે ક્યારેય દૂર થતો નથી. તમારા પતિ તમારી અંદર સમાયેલા છે . તમે શા માટે દુઃખી કરો છો.

અંજલિ કહે; કેવી રીતે માનું એ હયાત નથી ને મારી સામે જીવિત કેવી રીતે માનવા.
તેના સસરાએ કહ્યું:" બેટા" મારા પ્રતીકના સપનાને તું યાદ કર અને દરેક સપનાં તુ પ્રતીકના સપના સમજીને પૂરો કરવાનો પ્રયત્ન કર .સમય જશે એટલે તું આપોઆપ સમજીશ.તું તારા માટે નહીં પરંતુ પ્રતીકના આત્માને શાંતિ માટે જ ખુશ રહેવાનો પ્રયત્ન કર.પ્રતીક હંમેશા તને કહેતો હતો કે મારા ગયા પછી તું હસતી રહેજે.! ખબર નહી! એને ખબર પડી ગઈ હશે કે શું ?
અંજલી કહે: હું તો મજાક સમજતી. મને શું ખબર કે આવી અધવચ્ચેની જિંદગી આપીને મને મૂકીને જતા રહેશે.

અંજલિના સાસુ કહે: સાચું કહું "બેટા" સુખ અને દુઃખ સિક્કાની બે બાજુ છે એવી રીતે પતિ- પત્ની નો સંબંધ પણ સિક્કાની બે બાજુ જેવા છે ક્યારે એકસાથે સિક્કાની બંને છાપ પડી શકે છે એવી રીતે પતિ-પત્નીમાં બંને ક્યારે સાથે સ્વર્ગે સિધાવ્યા છે ક્યારે નહીં?? તો પછી વહેલા કે મોડા કુદરતના ચોપડે આપણે લખાયેલું છે કે આપણી જિંદગીના હસ્તાક્ષર કુદરત પાસે છે. આપણે કેવી રીતે જિંદગી પૂરી કરી શકીએ એ આપણા હાથમાં છે, આપણી યાદોમાં જીવિત કરીને, એના પ્રેમમાં મગ્ન બની એક મીરા બનીને કરી શકીએ છીએ. તો તું પ્રતીકના સપનાઓને તારા આત્મામાં સમાવી લે અને તું પ્રતીક માટે જીવ. તું એવું વિચાર કે પ્રતીક તારી સામે જ છે તારી સામે હાસ્યને લઈ આવ્યો છે. તું જેવી રીતે જીવતી હતી તે રીતે જીવ. તારી બાજુમાં પ્રતીક છે અને એ તારી સાથે વાત કરે છે. એવું વિચાર આપોઆપ મુશ્કેલી ઘટી જાય છે. પછી તને ક્યારેય તારા મોઢા પર નિરાશા ની કરચલી બિલકુલ નહિ આવે. અંજલી એના સાસુ -સસરા ની વાત માની અને બીજા દિવસે પોતાના અંદર આત્મા સાથે વાત કરી શું મારી અંદર પ્રતીક સમાયેલા છે! આત્માના અવાજ માંથી એક અવાજ આવ્યો હું તારા દિલમાં સમાયેલો છું. હું તારા દિલમાં રાહ જોઉં છું કે તું ક્યારેય મને પ્રેમથી બોલાવે.ખુશ રહે. અંજલી હું તારો પ્રતીક છું અને તને ખુશ જોવા માગું છું પાછળ મારા મમ્મી- પપ્પા અને મારા બાળકોને તારે કાળજી લેવાની છે માટે તું મને વચન આપ કે ખુશી -ખુશીથી જીવનની આ ક્ષણો પાર કરીશ અને હું તારી સાથે છું તને જ્યારે એવું લાગે કે તું થાકી ગઈ છે મને ખાલી દિલથી યાદ કર. હું તારા આત્માના અવાજ માં શક્તિ બનીને તારી બાજુમાં ઉભો રહીશ.અંજલિને તેનો અનુભવ થયો ખરેખર મારા સાસુ- સસરા ની વાત સાચી છે. માણસ ક્યારેય મરતો નથી પણ માણસનું શરીર મરી જાય છે. માણસનો આત્મા તો હંમેશા આપણા હૃદયમાં જીવંત રહે છે.
અંજલીએ પોતાની જિંદગીની શરૂઆત નવેસરથી કરી અને બીજે દિવસે સવારે એના સાસુ- સસરા પાસે ગઈ અને મ કહ્યું: પિતાજી આજ પછી તમારી આ દીકરીના ચહેરા પર ક્યારે પણ નિરાશાની રેખા જોવા નહીં મળે એના સાસુ- સસરા ખુશ થઈ ગયા અને કહ્યું; "બેટા "બસ અમારી આટલી ઈચ્છા હતી તે પૂરી કરી. હવે તું અમારી દીકરી બનીને રહે .
અંજલીએ કહ્યું : કુદરત મને એટલી બધી હિંમત આપજે કે, હું મારા પરિવારની સંભાળ રાખી શકું અને તે પોતાના હૃદયમાં આત્મા સાથે પ્રતીકને વાતો કરતી પોતાના ઘરમાં જઈને પ્રતીકને યાદ કરતી સુઈ ગઈ
પ્રજાપતિ ભાનુબેન બી "સરિતા"

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED