Photo in wallet .. books and stories free download online pdf in Gujarati

પાકીટ માં ફોટો..

ચાલુ બસે કંડકટર ની નજર નીચે પડેલા પાકીટ પર પડી. કંડકટરે પાકીટ ઉપાડી લીધું. અને પાકીટ ખોલીને જોયું તો એમાં પાંચસો ની નોટ હતી. અને એક શ્રી કૃષ્ણ નો ફોટો હતો. કંડકટરે પાકીટ પોતાના હાથમાં રાખીને બસ માં બેસેલા લોકોને કહ્યું. "આ પાકીટ કોનું છે?"
પાછળ થી બધા લોકો પોતાના ખિસ્સા ચેક કરવા લાગ્યા ત્યાં એક વુર્દ્ધ દાદા ઊભા થયા અને કંડકટર ને કહ્યુ કે. "ભાઈ એ પાકીટ લગભગ મારું છે. જરા મને બતાવ તો." આમ કહી એ દાદા કંડકટર પાસે આવ્યા.

"હા દાદા, હમણાં બતાવું તમને પાકીટ. પણ સૌથી પહેલા એ કહો કે પાકીટ ની અંદર શુ - શુ છે?"

"અરે, દીકરા પાકીટમાં બસ થોડા ઘણા રૂપિયા અને ભગવાન શ્રી કૃષ્ણ નો એક ફોટો છે. બસ બીજું કઇ નથી."

"પણ ભગવાન કૃષ્ણ નો ફોટો તો કોઈપણ વ્યક્તિના પાકીટ માં હોય શકે ને દાદા, હુ એમ કેમ માની લવ કે આ પાકીટ તમારું છે?" કંડક્ટરે દાદા ને સામે સવાલ કર્યો.

દાદા કંડકટર ની બાજુની સીટ માં બેસ્યા અને કહ્યું. "દીકરા આ પાકીટ મારી પાસે એ સમય નું છે. જ્યારે હું સ્કૂલ માં હતો. આ પાકીટ મને મારા પિતાજી એ આપેલું છે. જ્યારે મારા પિતાજી એ મને આ પાકીટ આપ્યું ત્યારે આ પાકીટમાં કૃષ્ણ નો ફોટો હતો. પણ જેમ - જેમ હુ મોટો થયો તેમ - તેમ મને લાગ્યું કે મારા માટે મારા ભગવાન મારા માતા - પિતા જ છે. એટલે કૃષ્ણ ના ફોટા ઉપર મે મારા માતા - પિતા નો ફોટો રાખ્યો."

કંડકટર દાદાની વાત ધ્યાનથી સાંભળી રહ્યો હતો. દાદાએ પોતાની વાત આગળ વધારતા કહ્યું. "પછી દીકરા હુ જુવાન થયો. અને મને એક છોકરી સાથે પ્રેમ થયો. મને એવું લાગતું હતું કે એ છોકરી જ મારું સર્વસ્વ છે. એટલે મે મારા પાકીટમાંથી મારા માતા - પિતા ના ફોટાની બાજુમાં મારી પ્રેમિકા નો ફોટો રાખી લીધો. ભગવાન ની દયા થી મારા અને એ છોકરી જે મારી પ્રેમિકા હતી. અમારા બંને ના લગ્ન પણ થઇ ગયા."

"થોડા વર્ષો વીત્યાં અને મારા ઘરે એક સુંદર દીકરા એ જન્મ લીધો. હું મારા દીકરા ને ખુબ પ્રેમ કરતો. સાંજે આવીને મારા દીકરા ને હું પ્રેમ થી રમાડતો. મને લાગતું કે મારી દુનિયા મારો આ દીકરો જ છે. એટલે મે મારા પાકીટમાં મારા દીકરા નો ફોટો રાખી દીધો. પણ હવે પાકીટ માં ફોટા રાખવાની જગ્યા ઓછી પડતી હતી. એટલે મે મારા માતા - પિતા અને કૃષ્ણ નો ફોટો એક બોક્સ માં મૂકી દીધો."

કંડકટર દાદાની વાતો માં રસ પડ્યો હોવાથી દાદાની વાત શાંતિથી સાંભળતો હતો. દાદાએ પોતાની વાત આગળ વધારતા કહ્યું. "દીકરા વિધિનું વિધાન તો જો. મે ભગવાન અને મારા માતા - પિતા નો ફોટો બોક્સ માં રાખ્યા બાદ મારા માતા - પિતા નું મૃત્યુ થઈ ગયું. મારી પત્ની પણ લાંબી બીમારી બાદ એનું પણ અવસાન થઈ ગયું." આમ કહી દાદા ની આંખો ભરાઈ આવી હતી.

કંડકટર પોતાની પાસે રહેલ પાણી ની બોટલ દાદા ને આપી પાણી પીવા માટે આપ્યું. દાદાએ પાણી પીને પોતાની વાત આગળ વધારી. "મારો દીકરો મોટો થયો. અને એના લગ્ન પણ થઇ ગયા. પણ નવી આવેલી વહુ ને મારા સાથે રહેવું ગમ્યું નહી. અને મારો દીકરો અને વહુ શહેરમાં અલગ રહેવા માટે ચાલ્યા ગયા. હવે હું એ ઘરમાં સાવ એકલો હતો. જે ઘરમાં મારો પૂરો પરિવાર સાથે રહેતો હતો. એજ ઘરમાં આજે હું એકલો હતો. જ્યારે મને મારો દીકરો મને છોડીને દૂર શહેરમાં રહેવા નીકળી ગયો. એ દિવસે હુ ખુબ રડ્યો હતો. મને આટલી પીડા આની પહેલા ક્યારેય નહોતી થઈ. જેટલી પીડા મારો દીકરો મને છોડીને ગયો ત્યારે થઈ હતી. મારા બધા પોતાના મને ધીમે - ધીમે મને છોડીને ચાલ્યા ગયા હતા. મારા માતા - પિતા મારી પત્ની મારા દીકરા અને વહુ આ બધા મને એક - એક કરીને વારાફરતી મને છોડીને જતા રહ્યા હતા. મારે શું કરવું એ કંઈ ખબર નહોતી પડતી. પણ અચાનક મારી નજર જૂના બોક્સ પર ગઈ. જેમાં મે મારા માતા - પિતા ના અને ભગવાન કૃષ્ણ નો ફોટો મારા પાકીટમાંથી કાઢીને મૂક્યો હતો."

"હું દોડીને એ બોક્સ પાસે ગયો અને એ બોક્સ ખોલી નાખ્યું. અને ભગવાન કૃષ્ણ ના ફોટા ને મારી છાતી સરખો ચાંપી લીધો. દીકરા જ્યારે એ ફોટો મારી છાતી એ લગાવ્યો ને ત્યારે મને થયું કે મારો કૃષ્ણ હજુ પણ મારાથી રિસાયો નથી. છાતીએ લગાવતા જ મને એક પ્રકારની મનમાં શાંતિ નો અનુભવ થયો. અને મારી બાજુમાં કોઈ છે. એવો આભાસ થયો. બસ ત્યારથી હું મારા આ પાકીટ માં કૃષ્ણ નો ફોટો કાયમ માટે રાખું છું. દીકરા મારું ઉતરવાનું સ્ટેશન આવે છે. તું પાકીટ ના આપે તો કંઈ નહિ પાકીટ માં રહેલા પાંચસો રૂપિયા પણ તું રાખી લે. પણ મને મારા કૃષ્ણ નો ફોટો ખાલી આપી દે."

દાદાની વાત પૂરી વાત સાંભળી કંડકટર ની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા. કંડકટર કોઈપણ જાતની દલીલ કર્યા વગર દાદા ને પાકીટ આપી દે છે. અને કંડકટર દાદાને જોયા રાખે છે..

ભગવાન પર વિશ્વાસ હોય તો ભગવાન આપણો વિશ્વાસ ક્યારેય નથી તોડતા. આપણે ભલે ભગવાન થી નારાજ થઈ જઈએ. પણ ભગવાન આપણાથી ક્યારેય નારાજ નથી થતા. ભગવાન ને જોવા માટે મનની આંખો જોઈએ. ભગવાન આપણી મદદ કરવા માટે કોઈના કોઈ રૂપે આવે છે. પણ આપણે એમને ઓળખી નથી શકતા.

આ વાર્તા એક કાલ્પનિક છે. પણ વિશ્વાસ હોય તો ભગવાન ને પણ આવવું પડે છે.. જય શ્રી કૃષ્ણ... જય માતાજી..🙏🙏




બીજા રસપ્રદ વિકલ્પો