Reap what you sow books and stories free download online pdf in Gujarati

વાવુ તેવું લણો

"સુમિત તારું ધ્યાન ક્યાં રહે છે." હજુ તો સુમિત પોતાની ઓફિસ થી થાકેલો આવ્યો જ હોય ત્યાં જ સુમિત ના મમ્મી ગંગાબેન સુમિત ને બોલવા લાગ્યા. સુમિત ચૂપચાપ ત્યાં જ ઊભો રહી ગયો ને ગંગાબેન સામે લાચારીથી જોવા લાગ્યો. "અરે આમ મારા સામે સુ જોયા કરે છે. હું તને કઈક કહી રહી છું. ને તું કંઈ બોલતો પણ નથી. ગંગાબેન સુમિત પર ગુસ્સો કરતા બોલવા લાગ્યા હતા.

"મમ્મી તું કેવી માં છે.? તારો દીકરો આખો દિવસ કામ કરીને થાકેલો આવ્યો હોય ને એને પાણી પણ પીવા નથી દેતી ને તારા સવાલો ચાલુ કરી દીધા.હજુ હું ઘરે આવ્યો જ છું હાથમાં હજુ પણ મારું ટિફિન છે. પહેલા મને ટિફિન મૂકવા દે. મને પાણી તો પીવા દે. પછી તારા બધા સવાલો ના જવાબો આપીશ. પણ મને થોડી નિરાતે બેસવા દે." સુમિત ગંગાબેન પર થોડો ગુસ્સો કરતા બોલી ગયો..

"હે..ભગવાન મારી તો કોઈને જરા પણ કોઈ જાતની કદર જ નથી. સારું હોત કે સુમિત તારા પાપા ની જગ્યાએ હું મરી ગઈ હોત. મારે આવા દિવસો તો ના જોવા પડત." આમ કહીને ગંગાબેન જોર- જોરથી રડવા લાગ્યા. સુમિત પણ પોતાના હાથમાં રહેલું ટિફિન એકબાજુ મૂકીને ગંગાબેન ની બાજુ માં આવીને એમના ખંભે હાથ રાખીને ગંગાબેન ને પૂછવા લાગ્યો . "મમ્મી તું આમ રડવાનું બંધ કર અને આજે ઘરમાં સુ થયું એ વાત કર. આ તારી અને સેજલ વચ્ચે કાયમ કોઈને કોઈ વાત ને લઈને ઝગડા થાય છે. હું તમારા આ ઝગડાથી ત્રાસી ગયો છું. તમારે બેય ને ઝગડા કર્યા સિવાય ઘરમાં કોઈ કામ નથી કે કાયમ ઝગડા કર્યા કરો છો."

એક હાથમાં પાણીનો ગ્લાસ અને એક હાથમાં ચા નો કપ લઈને સેજલ બહાર આવતા જ બોલી."હા બસ તમારો દીકરો હવે ઘરે આવી ગયો ને તો કરો એને મારી ફરિયાદ કે હું તમને કેટલો ત્રાસ આપુ છું. કેવા માં છો તમે ? તમારા દિકરાનું ઘર ભાંગવા ઊભા થયા છો. અરે એક માં થઈને તમને તમારા દીકરાની કોઈ ફિકર નથી. એ પણ નથી જોતા કે મારો દીકરો આખો દિવસ કામ કરીને થાક્યો પાક્યો ઘરે આવે છે. તો બે મિનિટ એને શાંતિ થી બેસવા દવ. પણ નહી સુમિત હજુ ઘરમાં આવ્યા નથી ને. ઝગડા ચાલુ કર્યા નથી."

"આમ જો દીકરા આમ જો તું અત્યારે ઘરે છો છતાં પણ તારી આ પત્ની મારા વિશે કેવું કેવું બોલી રહી છે. ને તું ચૂપચાપ એની વાતો સાંભળ્યા કરે છે. તને તારી માં પર જરા પર પ્રેમ નથી ઉભરાતો.? કે પછી તને તારી માં કરતા હવે તારી પત્ની વધારે વ્હાલી લાગવા લાગી છે. શુ આ દિવસો જોવા માટે માં - બાપ ભગવાન પાસે દીકરા માગતા હોય છે.? તારા જેવા દીકરા કરતા તો માર પેટમાં પથ્થર પાક્યો હોત તો સારું હતું. પથ્થર પણ કોઈને મારવા તો કામ આવત." ગંગાબેન સુમિત પર પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા હતા.

સુમિત પણ હવે પોતાના મન પરનો કાબૂ ગુમાવતા ગંગાબેન ને કહેવા લાગ્યો. "મમ્મી તું ભાગ્યશાળી છો કે તને સેજલ જેવી વહુ મળી છે. બાકી તારા સ્વભાવ ને જોતા આ ઘરમાં કોઈ રહેવા તૈયાર ના થાય. આતો સેજલ છે જે તારા આ ઝગડાલું સ્વભાવ ને પણ નજરઅંદાજ કરીને આ ઘરમાં રહે છે. બાકી સેજલની જગ્યાએ જો કોઈ બીજી સ્ત્રી હોત ને તો આ ઘરમાં એકલી જ રહેતી હોત. ને તું આ સેજલની જે વાત કરે છે ને તો એક વાત તમે પણ સાંભળી લો મમ્મી. આ તારા ખરાબ સ્વભાવ ને લીધે સેજલને કેટલુંય સહન કરવું પડે છે. તોય તમારા સામે કંઈ બોલતી નથી. ને તમારી સેવા ચાકરી કર્યા કરે છે. પણ જ્યારે વાત વધી જાય ત્યારે સેજલ થી સહન નથી થતું ને તમારા સામે સેજલ ઝગડો કરવા લાગે છે."

"જવા દો ને હવે મમ્મી હવે ઉમર લાયક છે. ને ઉમર થાય એટલે આવું તો થયા કરે. એમાં આટલું તમારે મમ્મી સામે બોલવાની કોઈ જરૂર નથી. ને આમ પણ મમ્મી મારા કરતા મોટા છે. જેમ એ તમારા મમ્મી છે એમજ એ મારા પણ મમ્મી છે. હોય હવે વડીલ છે અને બે કે ચાર કડવા શબ્દ બોલી જાય તો આપણે એમનું ખોટું ના લગાડવું જોઈએ. હું તો મમ્મી ની કોઈ વાતનું દુઃખ લગાડતી જ નથી. ભગવાને બે કાન આપ્યા છે ને .એક કાને સાંભળી ને બીજા કાને કાઢી નાખવાનું."સેજલ સુમિત ને પ્રેમથી સમજાવા લાગી.

"જોયું મમ્મી તમે જે સેજલને વાત વાતમાં ગાળો આપતા હોવ છો. એ તમારા વિશે કેટલું વિચારે છે. મમ્મી હજુ કહું છું કે કે તમે તમારો આ ખરાબ વર્તન કરવાનું બંધ કરી નાખો. બાકી એક દિવસ એવો આવશે કે આ ઘરમાં તમે અને તમારો આ સ્વભાવ બસ બેજ હશો. હું, સેજલ કે મારો દીકરો અમે ત્રણ માંથી કોઈ નહિ હોય તમારી પાસે. ને સેજલ તમારી ગાળો સહન નથી થતી ત્યારે તમારી સામે બોલે છે. પણ તોય તમારું પૂરેપૂરું ધ્યાન તો રાખે છે ને. જ્યારે મારા દાદી ને તો મે ઘરે - ઘરે જઈને ખાવાનું માંગતા પણ જોયા છે. અરે તમે તો એમની વુદ્ધ અવસ્થા માં પણ એમની પાસે ઘરનું બધું કામ કરાવતા હતા.મમ્મી મારા દાદી પર જે વીત્યું છે એની સામે તો તમારે તો ખૂબ જ સારું છે." સુમિત આવેશ માં આવીને ગંગાબેન ને બોલી ગયો.

"મમ્મી - પાપા અને દાદી.. અમારી સ્કૂલમાં જ કાલે અમારા સર આજે કહેતા હતા કે જીવન માં તમે જેવું વાવશો ને એવું જ લણશો. સુમીતનો દીકરો મયંક માસુમયત સાથે બોલ્યો. આ સાંભળીને ગંગાબેન, સુમિત અને સેજલ બધા મયંક સામે જોઈ રહ્યા હતા....

વ્હાલા વાંચકમિત્રો ....આ વાર્તામાંથી એક જ શીખ આપણને મળે છે કે. જો આપણે આપણા માતા- પિતા નું બરાબર ધ્યાન રાખીશું તો આપણા બાળકો આપણું પણ ધ્યાન રાખશે. કારણ કે બાળકો જ્યારે નાના હોય કે મોટા પણ આપણે જેવું વર્તન આપણા માતા- પિતા સાથે કરીશું એવું જ વર્તન આપણા બાળકો આપણી સાથે ભવિષ્ય માં કરશે. આપણા બાળકો આપણા પાસેથી શીખવાના છે. આપણે આપણા માતા - પિતા ને સારી રીતે અને પ્રેમથી સાચવતા રહીશું તો આપણા બાળકો પણ આપણને જોઈને એજ એમના જીવનમાં ઉતારવાના છે.


બીજા રસપ્રદ વિકલ્પો