One unique biodata - 40 books and stories free download online pdf in Gujarati

એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૪૦



નિત્યાને પાણી લઈને આવતી જોઈને જશોદાબેન બોલ્યા,"નિત્યા તું અહીંયા આવ મારી પાસે બેસ તારું જ કામ છે મને"

"મારું કામ???,મતલબ?"

"મોટી બેન તમે પહેલા એ કહો કે તમે ચા પીશો કે ઠંડુ"કામિનીબેને પૂછ્યું.

"હમણાં જ જમીને આવ્યા છીએ હવે કઈ જ નહીં"

"કંઈક તો લેવું પડે,ચા રાત્રે સારો નઈ હું આઈસ્ક્રીમ લઈને આવું"જીતુભાઇ આઈસ્ક્રીમ કેવા ઉભા થતા બોલ્યા.

"પપ્પા આઈસ્ક્રીમ તો છે જ ફ્રીઝમાં"

"હા,તમે કન્ટીન્યુ કરો હું લઈ આવું"નિત્યાએ કહ્યું.

નિત્યા બધા માટે કાચના બાઉલમાં આઈસ્ક્રીમ લઈને આવી.

"તારા માટે એક જ બાઉલ કેમ લાવી?"

નિત્યા ચિડાઈને દેવ સામે જોઈ રહી હતી.

"અરે તને બહુ ભાવે છે તો બે-ત્રણ બાઉલ ભરીને કેમ ના લાવી એમ કહું છું"

"નાઇસ જોક,પણ કોઈને મજા ના આવી"

"પણ મને તો આવી"

"તું ચૂપ થઈશ હવે.હું જે વાત કરવા આવી છું એ નિત્યા જોડે કરી લઉં હવે?"જશોદાબેન દેવને ચૂપ કરાવતા બોલ્યા.

"હા,પ્લીઝ કન્ટીન્યુ"દેવ પોતાના મોઢા પર આંગળી મૂકીને બોલ્યો.

"નિત્યા તું પણ આ લોકો સાથે મનાલી કેમ નથી જતી?"

"અને તમને આવું કહેવાનું આ વાંદરાએ કહ્યું ને?"

"ના બેટા,હું કહું છું"

"મનાલી,કોણ જાય છે અને ક્યારે?,અમને તો આ વિશે કઈ ખબર જ નથી.નિત્યા તે કેમ ના કહ્યું?"

"મમ્મી મારે જવાની ઈચ્છા જ નથી તો હું કેમ કહું તમને"

"દેવ તું જવાનો છે?"કામિનીબેને પૂછ્યું.

"હા આંટી,એટલે તો કહું છું કે નિત્યા પણ સાથે આવે તો મજા આવે"

"કેટલા દિવસ માટે જવાનું છે?"જીતુભાઈએ પૂછ્યું.

"દસ દિવસ પપ્પા"

"ટ્રેકિંગ કેમ્પમાં જવાનું છે તો એટલા દિવસ થશે"દેવે કહ્યું.

"ટ્રેકિંગમાં તો નિત્યા ના કરી શકે બેટા"

"કરી શકે અંકલ.અને કઈ પણ પ્રોબ્લેમ થાય તો હું તો છું જ ને સાથે"

"હા એ બરાબર છે પણ નિત્યા ઠંડીના કારણે બીમાર પડે તો તમારો ફરવાનો મૂડ પણ ના રહે"

"તમે એ વાતની બિલકુલ ચિંતા ના કરશો અંકલ.બસ તમે એને કહો કે એ તૈયાર થઈ જાય બાકી બધું જ હું સંભાળી લઈશ"

"એ તો એની મરજી હવે"

"મમ્મી તું તો બોલ કંઈક"દેવે જશોદાબેનને કહ્યું.

"જીતુભાઇની વાત સાચી છે દેવ.આપણે નિત્યાની તબિયત સાથે કોઈ ચેડા ના લેવા જોઈએ.અને એ બહારનું કશું ખાતી પણ નથી તો બીમાર પડી જાય"

"મમ્મી તું એને મનાવવા આવી હતી અને પોતે જ માની ગઈ"

"દેવ નિત્યાનું રિઝન મને વ્યાજબી લાગ્યું"

"હશે ભાઈ હશે"

"હશે નઈ છે જ"

"ઓકે તો જઈએ મમ્મી,ઊંઘ આવે છે મને"દેવ ચિડાઈને બોલ્યો.

"આટલું જલ્દી?,હજી આવ્યે અડધો કલાક પણ નથી થયો"કામિનીબેન બોલ્યા.

"જે કામે આવ્યા હતા એ તો થયું નહીં"

"દેવ,થોડી વાર પછી જઈએ"જશોદાબેન દેવને રોકતા બોલ્યા.

"ઓકે મમ્મી,તું બેસ.હું જરા બહાર ચક્કર લગાવીને આવું.તારે જ્યારે જવું હોય ત્યારે કહેજે હું લેવા આવી જઈશ"

જશોદાબેને દેવને રોક્યો નહીં.જો એ દેવ રોકાય તો આ જ વાત રિપીટ થતી.દેવ ટેબલ પર પડેલ ચાવી લઈ નિત્યા સામે મોઢું મચકોડતા ત્યાંથી નીકળી ગયો.નિત્યાને થયું કે એ પાછળ એને સમજાવવા જાય પણ આરગ્યુમેન્ટ થવાના ડરથી એ રોકાઈ ગઈ.ત્યારબાદ જશોદાબેન ત્યાં થોડી વાર બેસ્યા અને પછી દેવને લેવા આવવા માટે કહ્યું.દેવ એના મમ્મીને લેવા માટે નિત્યાના ઘરની બહાર પહોંચ્યો.દેવે બહારથી જ હોર્ન મારીને એની મમ્મીને બહાર બોલાવ્યા.નિત્યાએ દેવને સોરી કહેવા પ્રયત્ન કર્યો પણ દેવ કોઈની સામે જોયા વગર જ ત્યાંથી નીકળી ગયો.નિત્યાએ સૂતી વખતે દેવને સોરીનો મેસેજ કર્યો પણ દેવે કોઈ રીપ્લાય ના આપ્યો.સવારે દેવ કોલેજ જવા નિત્યાને લેવા માટે પહોંચ્યો.નિત્યા તૈયાર થઈને જ બેસી હતી.બંને કોલેજ જવા માટે નીકળ્યા.બંનેમાંથી કોઈ કઈ બોલી રહ્યું ન હતું.અચાનક એક સાથે બંનેના ફોનમાં મેસેજ ટોન સંભળાઈ.બંનેએ ચેક કર્યું તો સલોનીનો મેસેજ હતો.સાંજે પાંચને ત્રીસે કોફીશોપમાં બધા મળીને ટ્રીપ માટેની ટિકિટ બુક કરવાની હતી.મેસેજ જોઈને દેવે કઈ રીપ્લાય ન આપ્યો અને ફોન સાઈડ પર મૂકી ગાડી ચલાવવા લાગ્યો.નિત્યા થોડી થોડી વારે દેવની સામે જોતી હતી.

છેવટે નિત્યાથી રહેવાયું નહીં અને બોલી,"સોરી"

"મારે એ વિશે હવે કોઈ જ વાત નથી કરવી.તું નથી આવતી એ મેં સ્વીકારી લીધું છે"

"અને તું?"

"હું તો જઈશ જ ને.આફટર ઓલ મારા ફ્રેન્ડ્સ છે તો મારે તો જવું જ જોઈએ રાઈટ?"

"હા"

આ સાંભળી નિત્યાને થોડું દુઃખ થયું પણ એને કઈ રીએક્ટ ના કર્યું.બંને કોલેજ પહોંચી ગયા.ગાડીમાંથી ઉતરીને નિત્યા બોલી,"તું છૂટીને કોફીશોપ માટે નીકળી જજે હું ઓટોમાં ઘરે જતી રહીશ"

"કોઈ જરૂર નથી.હું ઘરે જઈને પછી જઈશ"

"તારે જવામાં લેટ થઈ જશે"

"કંઈ વાંધો નઈ"

"તું મારી વાત ક્યારેય નહીં માનતો"નિત્યાએ થોડા ઊંચા અવાજમાં કહ્યું.

"સેમ ટુ યુ"

બંને પોતપોતાના કેબિનમાં ગયા.નિત્યાને આજે લાસ્ટ લેક્ચર ન હતો તેથી એ ઘરે જવા નીકળી ગઈ અને મોહનકાકા પાસે દેવને મેસેજ મોકલાવ્યો કે વહેલા કામ પતી ગયું હોવાથી પોતે આજે ઘરે જવા નીકળી ગઈ.દેવ આ સાંભળી ઘણો ગુસ્સે થયો.દેવ કોલેજ પતાવીને કોફીશોપમાં પહોંચ્યો.ત્યાં નકુલ અને માનુજ પહેલેથી જ બેસેલા હતા.

"આવો પ્રોફેસર સાહેબ"

"તમે બંને તો વહેલા જ આવી ગયા"

"હા,અમે નવરા ખરા ને"

"બાય ધ વે,નિત્યા ક્યાં છે?"માનુજે પૂછ્યું.

નિત્યાનું નામ સાંભળતા જ દેવના ચહેરા પર ઉદાસી આવી ગઈ અને વિચારવા લાગ્યો કે,"નિત્યા સેફલી ઘરે પહોંચી ગઈ હશે ને?,ફોન કરીને પૂછી લઉં"
ફોન હાથમાં લીધો પછી કઈક વિચારીને પાછો મૂકી દીધો.

"આટલું શું વિચારે છે?"

"કંઈ નઈ"

"નિત્યા ક્યાં છે?"

"એ ઘરે"

"કેમ એને નથી આવવાનું?"નકુલે પૂછ્યું.

"ના"દેવે જવાબ આપ્યો.

દેવનો ઉદાસીવાળો ચહેરો જોઈ માનુજે પૂછ્યું,"ઓલ ઓકે?"

"યસ,ઓલ ઓકે"

એટલામાં દિપાલી અને સલોની પણ ત્યાં પહોંચ્યા.સલોનીએ આવતાની સાથે જ દેવને હગ કર્યું અને બોલી,"ફાઇનલી તું માની ગયો"

"હમમ"દેવે બસ આટલો જ જવાબ આપ્યો.

"નિત્યા ક્યાં છે એને નથી આવવાનું"

"એ નઈ આવે.મેં એને ફોન કર્યો હતો કે તું પણ ચાલ સાથે મજા આવશે પણ એને મને ચિડાઈને સીધું જ ના કહી દીધું"સલોની બોલી.

"હા એ નઈ જ આવે"દેવે પણ સલોનીની હા માં હા મિલાવતા કહ્યું.પણ દેવને એ જાણીને ખુશી થઈ કે સલોનીએ નિત્યાને પર્સનલી ફોન કરીને આવવા માટે કહ્યું અને સામે એ જાણીને જવાઇ પામ્યો કે નિત્યાએ મને તો આવું કશું કહ્યું જ નથી.એણે તો ફક્ત એમ જ કહ્યું હતું કે સલોની તારા ન જવા માટે મને દોષી મને છે.નિત્યાએ કેમ આવું કર્યું હશે.સલોનીના વર્તાવ પરથી તો મને એ સારી જણાઈ તો નિત્યા કેમ એવું કહેતી હતી કે સલોનીએ એના પર ગુસ્સો કર્યો.
માનુજે બધાની ટિકિટ બુક કરાવી લીધી.બધા જ આ ટૂરમાં જવા માટે ખૂબ જ એક્સાઇટેડ હતા.દેવ ખુશ તો હતો પણ થોડો ઉદાસ પણ હતો.

દેવને આમ જોઈ માનુજે પૂછ્યું,"વોટ હેપ્પન દેવ?"

"નથિંગ"

"લાગતું નથી.કંઈક વાતથી ટેનશનમાં હોય એમ લાગે છે.તું એક્સાઇટેડ નથી લાગતો"

"એક્સાઇટેડ તો છું પણ કંઈક અજુગતું લાગે છે"

"કેમ?"

"ખબર નથી યાર"

"તારો અને નિત્યા વચ્ચે કઈ પ્રોબ્લેમ થઈ છે?"માનુજે અચાનક જ આવો પ્રશ્ન પૂછી લીધો અને જલ્દી જલ્દીમાં દેવે જવાબમાં "હા" કહ્યું.હા કહ્યા પછી દેવને પણ અહેસાસ થયો કે શું ખરેખર નિત્યા સાથે આરગ્યુમેન્ટ કરી એના લીધે પોતે ઉદાસ છે કે પછી બીજી કોઈ વાત છે.

"તમે બંને ખૂબ સમજદાર છો.ફ્રેન્ડ્સમાં આવું થતું રહે.જે પણ બાબતને લઈને કહાસુની થઈ હોય એને મળીને સોલ્વ કરી લે"માનુજે દેવને સમજાવતા કહ્યું.

"હમમ"

*

નિત્યા ડિનર કરીને બહાર હિંચકામાં બેસીને વિચારી રહી હતી કે,"કોફીશોપમાં બધા શું કરી રહ્યા હશે?,...બધાની ટિકિટ બુક થઈ હશે,...દેવ ત્યાં બધાની સાથે ખુશ હશે?,...એને એક પણ વાર મારી યાદ આવી હશે?,...શું હું દેવને ફોન કરું?,...પછી પોતે જ પોતાની જાતને મનમાં જવાબ આપતા બોલી,"ના,હું એને ફોન ન કરી શકું.બાજુમાં સલોની હશે તો એને ફરી એમ થશે કે હું એ બંનેની ફ્રેન્ડશીપમાં વચ્ચે આવું છું.હું કેમ આ બધું વિચારી રહી છું.મને તો એમની સાથે જવું જ નથી તો આ બધું વિચારવાનો શું મતલબ.હું મારા વિચારોને કાબુમાં કેમ નથી કરી શકતી?,...અને સ્પેશિયલી દેવ વિશે વિચારો કેમ કરતી રહું છું જ્યારે મને ખબર છે કે દેવ તો સલોનીને...........શું હું પણ દેવને?.............આટલું કહીને નિત્યા અટકાઈ ગઈ અને ફરી બધા જ વિચારો રોકતા પોતાની જાતને કહ્યું,"નિત્યા,શાંત રહે.આ બધું વિચારવાનો ના કોઈ મતલબ છે,ના જરૂરત છે કે ના હક"

એટલામાં નિત્યાની આંખો ગાડીની ફ્લેશ લાઈટ પડી.નિત્યાની આંખો અંજાઈ ગઈ હોવાથી એ એની આંખોને મસળવા લાગી અને પછી આંખો ખોલીને જોયું અને સરપ્રાઇસિંગલી બોલી,"તમે લોકો અત્યારે અહીંયા?"

નિત્યાના ઘરે કોણ આવ્યું હશે?


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED