કર્મોનો હિસાબ ( ભાગ :- ૧૧ )
આખરે ઘણા વર્ષોના મનોયુદ્ધને અંતે ક્રિશ્વી એ નિર્ણય કર્યો કે હા હું ઈચ્છીશ આ વ્યકિત સાથે એનું ગમતું કંઇપણ કરવું. મેસેજ કરી મનને કહી દીધું કે હા હું તારી સાથે ફિઝિકલ રિલેશન માટે તૈયાર છું. તું કહીશ ત્યાં અને તને મન હોય એવો.
"સાચેજ? ક્રિશ્વી, મને વિશ્વાસ નથી થઈ રહ્યો."
"હા, સાચેજ. હવે તું નક્કી કર ત્યાં મળશું. તું ઈચ્છીશ એવુંજ કરશું. મારે બહુંજ પ્રેમ કરવો છે તને મન."
"હોટેલ માં રાખીએ તો? મજા આવી જાય એકદમ સેક્સ માણવાની." મન રોમાંચીત થતાં બોલી ઊઠ્યો.
" મજા આવવી જ જોઈએ. તો નક્કી કર. ત્યારે હું આવી જઈશ." ક્રિશ્વી બોલી ઉઠી.
આખરે મન ખુશ હતો કે તેનું ધાર્યું આટલા વર્ષો પછી થઈ રહ્યું હતું. જે એનો પહેલેથી પ્લાન હતો એ આજે સફળ થઈ રહ્યો હતો. મન માટે પ્રેમ તો એક પ્લાન હતો શરીર સાથે મુલાકાત કરવાનો. હજુ તો મનના મનમાં ઘણુબધું ચાલી રહ્યું હતું બહું બધા ક્ષડયંત્રો. પણ હાલ મનનું ફોકસ ક્રિશ્વી ને માણી લેવા પર હતું.
આ તરફ શાલીની મનથી દુરી બનાવી રહી હતી. એ પોતાના કામમાં વ્યસ્ત છે એવું કહી ને. મનને લાગ્યું કે હા બની શકે એ વ્યસ્ત હોઈ શકે. શાલીની કદાચ પોતાના કામને, જોબને મહત્વ આપી રહી હતી. સમય સાથે મન શાલીની ની પણ નજીક પહોંચી ગયો હતો. કદાચ શાલીની ને આ વાતની ભનક આવી ગઈ હતી.
આખરે આખી રાત એકબીજાને મળે એવું સેટિંગ કરી મને હોટેલમાં રૂમ બુક કર્યો. સાંજે ૫ વાગે બંને રુમમાં પહોંચી ગયા. રૂમમાં પહોંચતાની સાથેજ મન ક્રિશ્વી પર તુટી પડયો.
"એય, મન આ શું કરે છે?"
"એ જ જે કરવા આવ્યો છું તારી સાથે, બહુ બધું સેક્સ કરવું છે. તને બહુ બધી માણવી છે."
"હા, તો કોણ રોકે છે. પણ જરાક શ્વાસ તો લેવા દે. હું, આખી રાત બધું જ તો તારું છે."
"હા, પણ બહુ સમયથી રાહ જોઈ છે આ પળની." મનમાં ચાલી રહ્યું હતું માંડ હાથમા આવી છે. આવું વિચારતા ની સાથે જ મન ક્રિશ્વી ઉપર હાવી થઈ બેઠો. શ્વાસ રૂંધાઇ જાય એવું હોઠ પર તસમસતું ચુંબન કરી કરી લીધું.
"એય, મન... મારી નાખીશ કે શું?" આટલો બધો જંગલી કેમ બને છે." ક્રિશ્વી ને આ રીત ગમી હતી તોય ખોટો ગુસ્સો કરતા બોલી.
આમને આમ બહુ બધો રોમાન્સ કરી બંને થાકીને લોથપોથ થઈ ગયા. રાતના ૮ વાગી ચૂક્યા હતા.
ક્રિશ્વી એ કહ્યું... "મને ભૂખ લાગી છે હવે કંઈ ખાવા પણ મળશે કે નહીં."
"હા, કેમ નહીં! ખાવા પણ મળશે ને પીવા પણ." મન આંખ મારતા બોલ્યો.
"ઓએ, આ શું બોલી રહ્યો છે! મેં માત્ર ખાવાની વાત કરી ઓકે મન." સહેજ કચવાતા અવાજે ક્રિશ્વી બોલી.
"ફરી ના જઈશ હો. તે કહ્યું હતું તું કહે એમ કરશું. તો હવે સાથ તો આપવો જ પડશે." મન લુચ્ચા હાસ્ય સાથે બોલી ઉઠ્યો.
"હા, પણ, મેં થોડું આવું વિચાર્યું હતું. તું તો સાવ કેવું કરે છે યાર." ક્રિશ્વી ચિંતિત થતાં બોલી.
"હું સારું જ કરું છું. તને પણ મજા જ આવશે બસ સાથ આપ. તેં કહ્યું હતું ને?" મન બોલી ઉઠ્યો.
"હા, સાથ આપીશ. પણ જમવું તો પડશે ને." ક્રિશ્વીએ કહ્યું.
મન અને ક્રિશ્વી સામસામે બેડ માં ગોઠવાયા. મન વોડકાની બોટલ લઈને આવ્યો અને ટેબલ પર મૂકી. ક્રિશ્વી માત્ર જોતી જ રહી કે આ બધું શું છે! મને આ બધો પ્લાન ક્યારે કર્યો? આજે કોણ જાણે કેમ આટઆટલું થઈ રહ્યું હતું છતાં ક્રિશ્વીને આ બધુંજ કરવું ગમતું હતું. ક્યારેય ના વિચારેલા પળ હતા અને એ પણ પોતાના પ્રેમ સાથે કે જે વ્યક્તિએ એને એની જિંદગીમાં મહત્વ આપ્યું હતું.
ક્રિશ્વી વિચારોમાં ખોવાયેલી હતી. મને તંદ્રા તોડતા કહ્યું "મેડમ તૈયાર છે આપણા પેગ. મને ખબર છે તે ક્યારેય આવું પીધું નથી પણ મજા આવશે પીવાની. તારો નશો આ વોડકાનો નશો બસ બીજું શું જોઈએ જીંદગીમાં.!"
*****
શું ક્રિશ્વી વોડકા પીશે?
શાલીની નું આકર્ષણ મન ને કેમ થયું?
પ્રેમ અને શારીરિક સંબંધ શું જીતશે?
આ જાણવા વાંચતા રહો કર્મોનો હિસાબ.
*****
તમને કેવી લાગી વાર્તા, કેવો રહ્યો અનુભવ એ માટે તમે પ્રતિભાવ, સૂચન આપી શકો છો. Email :- feelingsacademy@gmail.com અને https://www.instagram.com/feelings.academy/ આવી જ વાર્તાઓ વાંચવા જોડાયેલા રહો. મારી બીજી પ્રકાશિત વાર્તાઓ પણ વાંચી પ્રતિભાવ આપી શકો છો.
જય ભોળાનાથ...
Feelings Academy...