એક પૂનમની રાત - પ્રકરણ-102 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક પૂનમની રાત - પ્રકરણ-102

એક પૂનમની રાત

પ્રકરણ-102

 

       ઝંખના રૂબી ઉપર તૂટી પડી હતી એને એક એક અંગ ખરાબ કરી વિવશ કરી રહી હતી. રૂબીએ હવે હાર માની લીધેલી એણે એનાં શબ્દોમાં કબૂલાત કરવા માંડી...

       રૂબીએ કહ્યું ભંવરની સાથે ઓફીસમાં કામ કરતાં કરતાં હું એનાં પ્રેમમાં પડી ગઇ હતી અને એને ચાહવા લાગી હતી. ઝંખનાએ કહ્યું તારી ચાહત હતી કે લાલચ ? સાચું બક તું...

       રૂબીએ કહ્યું શરૂઆતમાં એની સફળતા અને પૈસો મને આકર્ષી ગયેલાં. એ મુંબઇમાં એકલો રહતો હતો એનું ફેમીલી વડોદરા રહેતું હતું અહીં એનાં ફેમીલીને મળવા એ રેગ્યુલર શનિ રવિ આવતો. ધીમે ધીમે હું સાચેજ એનાં લગાવમાં આવી ગઇ હતી એ વડોદરા આવતો મને ગમતું નહીં અને ભંવર પણ એની ફેમીલી કરતાં મનેજ ચાહવા લાગેલો. અમે દીવાળીમાં એનાં ઘરે અહીં વડોદરા આવેલાં ત્યારે અમારુ અપમાન કરી કાઢી મૂકેલાં એની દાઝ મને ખૂબ હતી.

       ઝંખનાએ કહ્યું એ બધી વાત પછી મીલીંદને તેં કેમ શિકાર બનાવ્યો ? પહેલાં એ બધું કહે પાછળનું પછી કહેજે.

       રૂબીએ કહ્યું ભંવરને એં દીકરા મીલીંદ માટે ખૂબ લગાવ હતો. અને સાથે બેઠાં હોય એ વાતો કરતાં હોઇએ પ્રેમ કરતાં હોઇ એ તો પણ એ મીલીંદની વાતો કાઢતો. મીલીંદ હવે ગ્રેજ્યુએટ થઇ ગયો છે એને અમેરીકા ભણવા મોકલવો છે એ તૈયાર થાય ત્યાં સુધીમાં હું રીટાયર્ડ પણ થઇ જઇશ પછી હું.. એ એનાં ફેમીલી અને ખાસ મીલીંદની વાતો કરતો. મને મારાં અંગે વિચાર આવવા માંડેલાં સ્વાર્થી થઇ ગઇ હતી કે ભંવર મને છોડી દેશે ? એને મારી સાથે લગાવ છે સાચો છે ? એ મારાં સપોર્ટથીજ પ્રમોશન લઇ રહેલો એને પ્રમોશન અપાવવા મેં બીજાઓની પથારી પણ ગરમ કરી હતી એતો મારો દેહ રોજ ચૂંથતોજ હતો આનંદ લેતો હતો પછીનાં દિવસોમાં મને છોડી દેશે તો મારું શું થશે ? મને મારી ચિંતા સતાવી રહેલી મેં મારું સ્થાન અકબંધ રાખવા માટે એક તાંત્રિકને સંપર્ક કરેલો ભંવર વધુને વધુ મનેજ સાચવે મારી આંખે દુનિયા જુએ એવું કરી દેવું હતું એ તાંત્રિક પાસે ગઇ હું જે મુંબઇમાં છે વિક્રોલી વિસ્તારમાં એમની એક રૂમ છે . ત્યાં રૂબરૂ મળવા જતી એમને મોં માંગ્યા પૈસા આપતી એ તાંત્રિકે પણ મારી મજબૂરીનો લાભ લીધેલો છે એણે મને બધી રીતે લૂંટી છે ભંવરને પામવા હું બધી રીતે પાયમાલ થઇ રહી હતી અને એક દિવસ ભંવરે કહ્યું મીલીંદ પાસ થયો છે એની પાર્ટી રાખી છે મારે વડોદરા જવાનું છે હું થોડા દિવસ ફેમીલી સાથે રહીશ તું એટલાં દિવસ તું મેનેજ કરી લેજે મને કહે થોડાં પૈસા રાખ પછી હું આવીજ જવાનો છું ને. મારાથી સહેવાયું નહીં હું પેલાં તાંત્રિક પાસે ગઇ અને બોલી તમારે મારું જે જોઇએ એ લઇ લો પણ મારા પથ પર જે કાંટો છે એને દૂર કરી આપો. તમે કહેશો એ કરીશ એમ કહી એનાં પગમાં પડી ગઇ.

       તાંત્રિકે મારી સામે જોઇને કહ્યું તું બધી રીતે તૈયાર છે એમાં પેલો છોકરો જીવથી જશે મારી કોઇ જવાબદારી નહીં હું તને છેલ્લી કક્ષાનો ટુચકો બતાવું છું અને એમાં લાખ રૂપિયાનો ખર્ચ થશે હું મેલી શક્તિ ત્યાં મોકલીશ અને તારો કાંટો દૂર થઇ જશે મેં બધીજ માંગણી સ્વીકારી લીધી અને કહ્યું મને રીઝલ્ટ મળવું જોઇએ નહીતર હું સહી કે જીવી નહી શકું મેં ભંવરને કહ્યું મારે લાખ બે લાખની જરૂર છે તું મને વ્યવસ્થા કરી આપ મારી માં નું ઓપરેશન છે ભલે સંબંધ નથી પણ મારી ફરજ છે ભાઇ અને ભાભી જવાબદારી નથી લઇ રહ્યાં મારેજ કરવું પડશે.

       ભંવરે મને 1.5 લાખની વ્યવસ્થા કરી આપી અને એનાંજ પૈસા તાંત્રિકને ચૂકવ્યાં. આ બાજુ ભંવર વડોદરા ગયો અને પાછળ પેલી મેલી શક્તિ એની સાથેજ ગઇ ભંવરની પણ માનસિકતા બદલી નાંખી હતી. મને ખબર હતી કે ભંવરને પીવાની આદત છે અને પાર્ટીમાં દારૂ પીશેજ.

       ભંવર પર પણ ટુચકો કરેલો અને એ મેલી શક્તિ એ પ્રેત એની સાથેજ વડોદરા એનાં ઘરે પહોચીં ગયેલું પાર્ટીમાં ભંવરે પીધુ હતું મીલીંદને પીવરાવ્યું હતું મીલીંદ ને એ પ્રેત દેખાયેલું એ કંઇ કહે જણાવે પહેલાંજ પ્રેતે એનું પ્રોત પ્રકાશ્યું અને મીલીંદને ગળેથી દબોચી દીધેલો પછી ટેરેસ પરથી નીચે ફેંકી દીધેલો.

       આ બધું સાંભળી ભંવર ચિલ્લાઇ ઉઠ્યો એ ઉભો થઇને રૂબીને મારવા લાગ્યો સાલી રાંડ તારાં લીધેજ મારો મીલીંદ મર્યો અને હું એનો હાથો બની ગયો ?

       ભંવર નાનાં છોકરાની જેમ રડવા લાગ્યો છાતી પીટવા લાગ્યો અને બોલ્યો તારા ફંદામાં ફસાઇને મેં મારો દિકરો ગુમાવ્યો હું તારી પાછળ અંધ થઇ ગયો હતો મેં મારા હાથેજ મારા છોકરાને મારી નાંખ્યો મારું કુટુંબ બરબાદ કરી દીધું. એને રડતો રાખીનેજ ઝંખનાએ કહ્યું હવે રડવા થી શું ફાયદો ? અત્યાર સુધી તારી બુધ્ધી બહેર મારી ગઇ હતી ? તારી આંખે તું બરબાદી નહોતો જોઇ રહ્યો ? હજી તારી દીકરીને પણ આ ડાકણ મારી નાંખત...

       ઝંખનાએ રૂબીને કહ્યું આગળ બોલ.. રૂબીએ કહ્યું મિલીંદનાં મૃત્યું પછી ભંવર તૂટી ગયેલો અને મેં મારાં પ્રેમ વાસનાથી પાછો મારો કરી દીધો એમાંય દિવાળીમાં અપમાન પછી એ મારુંજ કહ્યું સાંભળતો કરતો. મેં એ તાંત્રિકનાં સંપર્કથી અંહી વડોદરામાં એક મૌલવીનો જે તંત્રમંત્ર કરે છે એનો સંપર્ક કરેલો જે અહીં કબ્રસ્તાન પાસે પડ્યો રહે છે એની પાસે બે છોકરાઓ નિયમિત આવતાં એમનું કોઇ કામ કઢાવવા. પેલાં મૌલવી એ એ છોકરાઓને મારાં કામે લગાવી દીધાં હું એમને પૈસા ચૂકવતી અને વંદનાને પરેશાન કરવા માંડેલાં. એના પર મૂઢ મરાવી એવી વિધી કરાવી એનો એક્સિડન્ટ કરાવી મરાવી નાંખવા ષડયંત્ર ગોઠવ્યું હતું.

       એકવાર વંદના મીલીંદના મિત્ર દેવાંશને મળવા ગઇ હતી અને એ મીલીંદનો મિત્ર દેવાંશ પણ કોઇ પ્રેતથી પીડાઇ રહેલો મને તાંત્રિકે કહ્યું આને આમાં સંડોવી દે તારું કામ સરળ થઇ જશે.

       કમીશ્નર દેવાંશનું નામ સાંભળીને ચમક્યા અને એમનો ગુસ્સો ફાટયો એમણે રીવોલ્વર કાઢી અને રૂબી સામે તાંકી દીધી અને બરાડયા સાલી રાંડ તું મારાં છોકરાને મારવા પણ તૈયાર હતી હું અબીહાલ તારું મોઢું છેદી નાંખુ છું. ઝંખના અને સિધ્ધાર્થે એમને રોક્યા સમજાવ્યાં. હવે બધું કબૂલી લેવા દો પછી એને આપણે એવીજ કારમી સજા આપીશું સર હમણાં ગુસ્સો કાબુમાં રાખો. કમીશ્નર માંડ શાંત થયા અને ઝંખનાએ કહ્યું આગળ બોલ...

       રૂબીએ ડરતાં ડરતાં કહ્યું હું મારી લાલચમાં અંધ થઇ હતી કોઇપણ પ્રકારે ભંવરને કાબૂમાં કરી એની ફેમીલીને એ બંગલામાંથી બહાર કાઢવી હતી. એમનાં નોકરને પેલાં છોકરાંની મદદથી પુરાણીવાવ પાસે બોલાવેલો કે મીલીંદનું ખૂન કરનાર ત્યાં આવે છે અને એને પકડવા તને પુરાવો આપીશું. એમ કહી કાર્તિક અને ભેરોસિંહે એને લાલચ આપી વાવ પાસે બોલાવેલો. સાચીવાત એ છે કે એ રામુ કોઇ એં ઓળખીતા તાંત્રિક પાસે ગયેલો અને વંદના અને મીલીંદ સાથે શું થઇ રહ્યું છે એ જાણી ગયેલો એણે દેવાંશને મળીને બધુ કહેલું હતું. પુરાવા આપવા હતાં એટલે તાંત્રિક મૌલવીએ એ બે છોકરાની મદદથી એનો ઘડો લાડવો કરી નાંખ્યો અને અને લાશને બાળી નાંખીને ત્યાંથી નીકળી ગયાં હતાં.

       એ વાવ પાસે આમેય બધાં અજુગતા બનાવો બનતાં હતાં એટલે રામુનું ખૂન કોઇ પિશાચે કે પ્રેતે કર્યું હશે એવી વાત વહેતી મૂકી હતી.

       વિક્રમસિહે સિધ્ધાર્થને કહ્યું આ બધાં બનાવો પાછળ આ પીશાચી રૂબી અને પેલો તાંત્રિકજ છે આ લોકને તરત જેલમાં નાંખો અને મુંબઇથી પેલાં તાંત્રિકને પકડી લાવો.

       ઝંખનાએ કહ્યું સર ધીરજ રાખો અને તાંત્રિકને આ રૂબીજ બોલાવશે. કબ્રસ્તાનવાળો મૌલવીતો સવારે તમારી કેદમાં હશે અને દેવાંશ સાથેનાં બે છોકરાઓ એમની બઢતી ની લાલચ અને ઇર્ષ્યામાં ફસાઇ ચૂક્યા છે બધાં તમે કાલે પકડી શકશો.

       ભંવરે રૂબીને કહ્યું તારાં પર આટલો વિશ્વાસ રાખ્યો પ્રેમ કર્યો પાણીની જેમ પૈસા વેર્યા એનુ તેં આવું ફળ આપ્યું સાલી પીશાચીની હું તને નહીં છોડું.

       સિધ્ધાર્થે કહ્યું હવે બધું ભાન આવ્યું આમાં પણ તમે કોઇને કોઇ રીતે સંડોવાયેલાં છો ભલે ષંડયંત્રનાં શિકાર થયાં પણ કાયદો તમારો પણ ન્યાય કરશે.

       સિધ્ધાર્થે કહ્યું ઝંખના મેં બધુ રેકર્ડ પર લઇ લીધું છે વીડીયોગ્રાફી પણ કરી છે હમણાતો આ બંન્નેને એરેસ્ટ કરીએ છીએ પછી આગળની કાર્યવાહી કરીશું.

 

 

 

વધુ આવતા અંકે - પ્રકરણ - 103