Featured Books
શ્રેણી
શેયર કરો

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - અંતિમ પ્રકરણ-112

આઇ હેટ યુ

પ્રકરણ-112

       નંદીનીનાં આવ્યાં પછી જાણે ગૌરાંગભાઇનું ઘર ભર્યું ભર્યું થઇ ગયું નયનાબેન અને પ્રબોધભાઇ નંદીનીને બોલાવીને ખૂબ ખુશ હતાં. નયનાબેન નંદીનીને છોડતાં નહોતાં. એમણે વિરાટનાં પાપા મંમીને પણ કહું અમારી નંદિનીને તમે સાચવી લીધી તમારો ખૂબ ખૂબ ઉપકાર છે. અમારી ભૂલ અમને સમજાઇ છે સોના જોવી વહુને અને.. પછી આગળ નાં બોલી શક્યાં આગળ આંખોએ પુરુ કર્યું.

       પ્રબોધભાઇ એમણે કહુ નંદની દીકરા તને આજે અમારી આંખ સામે અને રાજની સાથે જોઇને આંખો સંતોષ પામે છે. અહીં બધીજ લગ્નની તૈયારી થઇ ગઇ છે બસ 3 દિવસ પછી બધી વિધી કરીને તમને શાસ્ત્રોક્ત રીતે પણ એક કરી દઇશું.

*********

            ઘરમાં લગ્નનાં માહોલ હતો બધાં ખૂબ ખુશ હતાં. નંદીની અને રાજ આખો વખત સાથેને સાથે અને વાતોમાં મશગૂલ રહેતાં હતાં અને અચાનક ડોરબેલ વાગે છે બધાંના આષ્ચર્ય વચ્ચે અમીત અને નીશા આવે છે. વિરાટે કહ્યું ભાઇ આટલો વખત ક્યાં હતો ? ના તું ફોન કરે ના ઉપાડે કઇ દુનિયામાં હતો ? અહીં અમારાં લગ્ન નક્કી થઇ ગયાં તને કેટલાં મેસેજ કર્યા ? નંદીની દીદી અને મારાં મંમી પાપા ઇન્ડીયાથી આવી ગયાં પણ તું ક્યાં ગૂમ હતો ?

       અમીતે કહ્યું યાર હું ચક્રવ્યૂમાં ફસાયો હતો. પણ નીશા સાથેને સાથે હતી અમારે પણ બધાં પ્રશ્નો સોલ્વ થઇ ગયાં છે નીશાનો ભાઇ અહીં US આવેલો છે મને મળીને અમારો સંબંધ પણ નક્કી કર્યો છે એ ખાસ આનંદનાં સમાચાર છે… બધુ બહુ થઇ ગયું એ સ્ટોરી સાંતિથી કહીશ બસ હવે તમારાં આનંદમાં અમારો આનંદ સમાઇ ગયો છે. ચક્રવ્યૂહમાંથી નીકળી અમે એક થઇ ગયાં છીએ.

       બધાની હાજરીમાં અમીતે આનંદનાં સમાચાર આપ્યાં બધાએ એક સાથે તાળી વગાડીને સમાચાર વધાવી લીધાં. મીશાબહેને કહ્યું સારું થવાનું હોય તો બધુંજ સારું થાય છે. અમે નવીનભાઇ અને સરલાબેનને મળીને ખૂબ ખુશ થયાં છીએ કેવાં સંસ્કારી કુટુંબનાં મારી તાન્યા જઇ રહી છે એનો આનંદ છે.

***********

       ત્રણે મિત્રોનાં જીવનમાં સુખ આનંદ છવાઇ ગયેલો અને આજે તો વિરાટ અને રાજના લગ્ન લેવાયાં છે. ગૌરાંગભાઇ એ હોટલમાં બે બેન્કવેટ બુક કરાવ્યાં હતાં ત્યાં રાજ નંદીની અને વિરાટ તાન્યાનાં ભવ્ય લગ્ન લેવામાં હતાં. બધાં તૈયાર થઇ રહેલાં અને હોલ પર જવાની તૈયારી ચાલી રહેલી. રાજ અને નંદીની રાજકુંવર અને રાજકુવરી જેવાં તૈયાર થયેલાં. તાન્યા અને નંદીનીને મીશાબહેન અને નયનાબેને તૈયાર કરેલાં. ટ્રેડીશનલ ડ્રેસમાં બધાં ચારે જણાં શોભતાં હતાં. ન્યૂયોર્કની પ્રસિધ્ધ બ્યુટીશીયન બોલાવેલી એણે ચાર ચાંદ લગાવી દીધાં હતાં.

       બેન્કવેટમાં બે ચોરી સાથેજ તૈયાર કરી હતી એક બેન્કવેટમાં લગ્ન અને બીજામાં ડીનર પાર્ટી રાખી હતી રાજ અને નંદીની એકબીજાને જોઇને આજનાં શુભ દિવસની રાહ જોઇ રહેલાં એ દિવસ આવી ગયો હતો.

       લગ્નની વિધીમાં પુરી થયાં પછી કન્યાદાનમાં નંદીનીનું કન્યાદાન નવીનમાસાએ અને તાન્યાનું એનાં પાપા ગોરાંગભાઇએ કર્યું બંન્નેને અમૂલ્ય ભેટ સોગાદ આપી હતી અને રંગેચંગે લગ્ન પુરા થયાં હતાં.

       આજે રાજ નંદીની ધામધૂમથી પરણી ગયાં એક થઇ ગયાં. તાન્યા અને વિરાટ પણ ખૂબ ખુશ હતાં. ચારે જણે એકબીજાને અભિનંદન આપ્યા અને જે USમાં મિત્રો હતાં બધાને ભવ્ય ડીનર પાર્ટી આપી હતી એજ ફાઇવસ્ટાર હોટલમાં રાજ અને વિરાટ માટે ભવ્ય શ્યુટ બુક કરાવેલો. બધી વિધી પુરી થયાં પછી નંદીની માસામાસી રાજનાં પાપા મંમી અને તાન્યાનાં પાપા મંમીને પગે લાગ્યાં તાન્યા પણ બધાને પગે લાગી વિરાટ પણ બધાને પગે લાગ્યાં પછી બોલ્યો.

       આજે સોનેરી દિવસ અને શુભરાત્રી છે મારી દીદીને રાજ અને મને તાન્યા મળી ગઇ અમને તમે એવાં આશીર્વાદ આપો કે કાયમ અમારાં જીવનમાં મંગળ ઘડીઓજ બની રહે.

       માસીની આંખો ભીંજાઇ ગઇ એમણે નંદીનીને કહ્યું તારા પગલે આજે મારાં ઘરમાં પણ બધુ શુભ થયું તાન્યા જેવી દીકરી વહુ થઇને આવી છે આજે મારી બેન હોત તો કેટલી ખુશ થાત.. ખૂબ સુખી રહો. લગ્ન પત્યાં પછી પાર્ટીમાં મીશાબહેનનાં પંડિતે નંદીની અને રાજ તથા તાન્યા અને વિરાટનાં નામ પરોવીને ખૂબ સુંદર મંગલાષ્ટકનું વાંચન કર્યું ખૂબ સરસ રાગમાં રજૂ કર્યું બધાને આનંદ આનંદ થઇ ગયો.

**************

            બધી વિધી અને કામ પતાવી વડીલો બંગલે પાછા ફર્યા અને રાજ નંદીની અને વિરાટ તાન્યા એમનાં શ્યુટમાં લગ્નની પ્રણય રાત્રી માણવાં ગયાં.

       રાજ અને નંદીની શ્યુટમાં આવ્યાં અને દરવાજો લોક કર્યો. રાજે નંદીનીને વળગીને કહ્યું કેટલાં વર્ષો પછી તને શાંતિથી અને ધરાઇને આખી જોઇશ કેટલો વિરહ હતો હવે બસ પળ પળ તારાં સાથમાંજ વિતાવીશ.

       નંદીનીએ કહ્યું હાં રાજ હવે ગઇ ગૂજરી ભૂલીને પળ પળ સાથે માણીશું. એકમેકને અમાપ પ્રેમ કરીશું..પણ એક વાત કહું?  આઈ હેટ યુ…પણ કહી નહીં  ખૂબ વિરહ આપીને પણ મને પ્રેમથી તરબોળ કરી. આઈ લવ યુ મારાં રાજ…          

 

      પછી રાજે એને ચુંબન કરી નંદીનીને રાજ બેડ તરફ લઇ ગયો. નંદીનીએ કહ્યું રાજ આ ભારેખમ સાડી આ ઘરેણાં..

       રાજે નંદીનીનાં હોઠ ચૂમતાં કહ્યું હવે ધીરજ ના બતાવીશ આ તારી સાડી ઘરેણાં બધું હું ઉતારીશ તને નાઇટ શુટ પણ હું પહેરાવીશ આજે ક્યાંય મને અટકાવતી નહીં ઘણી રાતો એકલી કાઢી છે ત્યારે આજે આ મધુર મધુરની ભોગવવાની આવી છે.

       નંદીનીએ રાજને ચૂમતાં હસતાં કહ્યું નહીં અટકાવું અને હું ખુદ નહીં અટકું. રાજ એને વળગીજ પડ્યાં અને બોલ્યો લુચ્ચી લવ યું.

       રાજે નંદીનીને બેડ પર સૂવાડી અને એનાં શણગારના ઘરેણાં આભૂષણ એક પછી એક ઉતારવા માંડ્યા અને સાથે સાથે ચૂમતો રહ્યો. એક પછી એક વસ્ત્ર એનાં ઉતારતો ગયો અને વ્હાલ કરતો ગયો.. નંદીનીએ કહ્યું આ લાઇટ ઓફ .. મને શરમ આવે છે.

       રાજે કહ્યું ના આજે તો તારાં સંગેમરમર શરીરને જોવું માણવું છે ચૂમવું છે તને આજે ખૂબ પ્રેમ કરવો છે.

       નંદીની શરમાઇ ગઇ એણે ચહેરાં ઉપર એની નાજુક હથેળી મૂકી દીધી આંખો બંધ કરી દીધી. રાજે પોતાનાં આભૂષણ વસ્ત્રો ઉતારી નાંખ્યાં. લાઇટની રોશનીમાં બંન્નેનાં તન એકબીજાને વળગી ગયાં બંન્ને જણાં વિરહથી પીડાયેલાં તરસ્યાં તન એકમેકને ખૂબ પ્રેમ કરવા લાગ્યાં. ક્યાંય સુધી પ્રેમ કરતાં રહ્યાં. અને પરાકાષ્ઠા પાર કરીને એકમેકને વળગીને સૂઇ રહ્યાં.

       રાજે કહ્યું તને યાદ છે અમદાવાદની એ હોટલ અને તે મને.. નંદીનીએ કહ્યું જા સાવ લુચ્ચોજ છે પણ તને ખબર છે તારાં વિરહમાં એ મીઠી યાદો અને વાતો એજ મને જીવતી રાખી છે આઇ લવ યુ રાજ તને પામીને હું બધુંજ પામી ગઇ છું તુંજ મારું સર્વસ્વ છે તારાંથીજ જીવું છું.

       રાજે કહું તું મારું સ્વર્ગ છે તારાં પ્રેમ અને તનનો આ ભોગવટાને ઇન્દ્ર પણ ઈર્ષા કરે એવી અપ્સરા મારી પાસે છે એમ કહીને નંદીનીને વળગી ગયો. રાત્રીનાં મધ્ય પ્રહરે નંદીની અને રાજ વાતો કરી રહેલાં ત્યાં રૂમનો બેલ વાગ્યો.

       નંદીની ગભરાઇ અને કપડાં પહેરવાં લાગી રાજે કહ્યું Do not disturb નું બોર્ડ હતું તો પણ કોણ ડીસ્ટર્બ કરે છે ? એણે કપડાં પહેરી દરવાજો ખોલ્યો જોયું તો ... સામે તાન્યા અને વિરાટ શેમ્પેઇન લઇને આવેલાં રાજે કહ્યું સાલા બદમાશ આજે તો પ્રાઇવેસી આપ.

       વિરાટે કહ્યું મે અને તાન્યાએ વિચાર્યુ ચલો હવે બધો કાર્યક્રમ આપણી જેમ પતી ગયો હશે સાથે બેસીને શેમ્પેઇન પીને ચીયર અપ કરીએ એટલે આવી ગયાં.

       નંદીનીને શરમ આવી છતાં હસી પડી એણે તાન્યાને પોતાની પાસે બેસાડી. તાન્યાએ કહ્યું ભાભી કેવું રહ્યું ? નંદીની પણ બરાબર મૂડમાં હતી એણે કહ્યું તારું રહ્યું એવું મારું રહ્યું અને બધાં ખડખડાટ હસી પડ્યાં.

       રાજ અને વિરાટે ચાર પેગ બનાવ્યાં ચીયર્સ કર્યું અને ચારે જણાંએ સીપ મારી અને એન્જોય કર્યું.

-: સમાપ્ત :-

મારાં પ્રિય વાચકો,

આપને મારી આ નવલકથા કેવી લાગી એનાં પ્રતિભાવ જરૂર આપશો. એક દ્રઢ નિશ્ચયી નારી જે પ્રેમ સમર્પિત અને વફાદાર છે બધાં સંઘર્ષનો એકલે હાથે સામનો કરી પોતાનો પ્રેમ પાછો મેળવે છે. આઈ હેટ યુ..કહી નહીં શકું..  આ નવલકથા આપને ખૂબપસંદ આવી હશે આ નવલકથા 2.6 લાખ ડાઉનલોડ મેળવી ચુકી છે હજી ખૂબ વંચાઈ રહી છે.  આપના અમૂલ્ય પ્રતિભાવની રાહ જોઈશ.

આ પછી મારી ધ સ્કોર્પિયન નવી ખૂબ રસપ્રદ અને રહસ્યમય નવલકથા જેમાં બંગાળ કોલકોતાની  સુંદર પૃષ્ઠભૂમિ પર આધારિત છે  જે માતૃભારતી ઉપર જ આવી રહી છે ખૂબ મનોરંજીત છે.  આશા રાખું એપણ તમને પસંદ આવશે ખૂબ સહકાર મળશે.

દક્ષેશ ઇનામદાર.