ચાની ચૂસકી ચૈતન્ય સાથે Bhavik Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચાની ચૂસકી ચૈતન્ય સાથે

ચૈતન્ય યુટયુબ પર અવનવી સમસ્યા અને જાણકારી લઈને તેના ઉપર તેના શો ચા ની ચૂસકી ચૈતન્ય સાથેમા એક સાક્ષાત્કાર કરે કે વિડીયો બનાવી જાણકારી આપે. જેમા તેણે ગયા અઠવાડિયે સરદાર વલ્લભભાઈ પટેલની જે પ્રતિમા બનાવવામાં આવી છે તેનાથી આસપાસના આદિવાસી લોકોને કેવી સમસ્યા ભોગવવી પડી છે. તેની ઉપર એક ડોકયુમેન્ટરી બનાવી હતી.
આજે તેના શોમાં આવી છે ઈશા જે યુક્રેનમા ડોકટરીનો અભ્યાસ કરતી હતી. યુધધના કરાણે તેણે ભારત આવી જવુ પડયુ.
ચૈતન્ય કેમેરો ચાલુ કરીને સાક્ષાત્કાર શરૂ કરે છે.
"હું છું ચૈતન્ય આજે મારી જોડે ચાની ચૂસકી લેવા માટે આવ્યા છે ઈશા. જે યુકરેઈનમા ડોકટરનો અભ્યાસ કરતા હતા પણ યુદ્ધ ના કારણે તેઓ ભારત પરત આવેલા છે. તો ઈશા સ્વાગત છે તમારું"
"આભાર ચૈતન્યભાઈ તમારો. મને બોલવવા માટે"
ચૈતન્ય ચાના બે કપમાથી એક કપ ઈશાને આપે છે અને સાક્ષાત્કાર ચાલુ કરે છે,"તમે તયા કયા હતા? તમે શું ભણતા હતા?"
"હું કીવમા હતી. તયા હોસ્ટેલમાં રહીને એમબીબીએસનો અભ્યાસ કરતી હતી"
"કીવમા કેવી સિથતી હતી? તમને જયારે ખબર પડી કે યુદ્ધ શરૂ થઈ ગયું છે"
"કીવ યુક્રેનનુ પાટનગર છે. એટલે ખબર તો પડી હતી કે સિથતી ખરાબ થઇ શકે છે, થઈ પણ ખરી. અમે જીવન જરૂરીયાત નો સામાન પણ લાવી રાખેલો. જેવી બધાને જાણ થઈ બધુ જ બંધ થઈ ગયું. એટીએમમા રૂપિયા ઊપડવા ભીડ થવા લાગી. રોડ ઉપર પણ ગાડીઓની લાબી કતારો દેખાય રહી હતી. એ પછી સિથતી વધુ ખરાબ થતી ગઈ"
"ચારેબાજુ બોમબીગ અને મિસાઈલથી હમલા ચાલુ હતા. તમે તેનાથી બચવા શું કર્યું હતુ?"
"હું મારા ઘણા ભારતીય મિત્રો સાથે હોસ્ટેલમાં જ રહેતી હતી પણ અમને કહેવામાં આવ્યું હતું કે સાયરન વાગે એટલે પાર્કીગ જે જમીનથી નીચે હતુ તયા જતું રહેવું. જેથી બોમબીગથી બચી શકાય"
"બરાબર, તયા ભારતીય દુતાવાસ તરફથી કેવી સહાય હતી?"
"દૂતાવાસે ૧૫ ફેબ્રુઆરીએ સલાહકારી બહાર પાડી હતી કે જો રહેવું જરૂરી ન હોય તો તમે યુક્રેનથી જઈ શકો છો પણ આ થોડું અસપષટ હતું કેમ કે અમારી કોલેજમાં અમારે ફરજિયાત ઓફલાઇન કલાસ ભરવા પડે એમ હતા"
"આવી સ્થિતિમાં કલાસ ભરવાનું જોખમ લેવા કરતા તો જીવ બચાવવા ભારત આવી જવું સારું રહેને. તમારુ શું માનવું છે?"
"હું તમારી વાત સાથે સંમત છું. પ્રાથમિકતા જીવ બચાવવાની જ હોવી જોઈએ પણ જો કલાસમાં ન જઈએ તો એડમિશન કેન્સલ થઈ શકે એટલે મેં પહેલા કહ્યુંને સિથતી મુંઝવણવાળી અને અસપષટ હતી"
"તયા તમારી માનસિક સ્થિતિ કેવી હતી?"
"તયા અમને ડર લાગતો હતો કેમ કે સિથતી અજંપાભરી હતી. અમે થોડા દિવસ તો તયા પાર્કીગમા જ કાઢયા. તયા થોડી રહેવામા મુશકેલી પણ પડતી હતી. કયારેક રડું પણ આવી જતુ પણ રડવા કરતા મનોબળ મજબૂત રાખી અમારે તયા બચીને બહાર આવવાનું હતું.એકબીજાને સાથ આપી શાતિથી તયા ટકી રહેવાનું હતું.અમારો દુતાવાસ જોડે સંપકૅ હતો પણ તયા ભારતીય વિધાથી ઘણાં બધા હતા.તયા તેમ છતાં તે લોકો પણ બધાને જવાબ આપતાં હતા"
"અહીં ભારતમા વિપક્ષ દુતાવાસની સલાહકારી ઉપર બહુ જ સવાલ ઉઠાવતા હતા કે બધાં જ દેશોએ તેમના લોકોને વહેલા બોલાવી લીધા તેના વિષે તમારું શું માનવું છે?"
"વિપક્ષનુ તો કામ જ હોય કે વિરોધ કરવો પણ સાચો વિરોધ હોવો જોઈએ.હા દુતાવાસની કામગીરીમા સમય લાગ્યો પણ હું એટલુ જ કહીશ કે તયા ગુચવણવાળી સિથતીમા કદાચ દુતાવાસે જો વહેલા બહાર જવાનુ કહેતા અને યુદ્ધ ન થતુ તો પણ તેમની જ આલોચના થાત. દુતાવાસ જે તેમનાથી બને એ કરવા રાત દિવસ તત્પર હતા"
"બધા જ દેશની દુતાવાસને ખબર પડી ગયી અને ભારતીય દુતાવાસને જ કેમ ન પડી. ખુફિયાતંત્રની નિષ્ફળતા કહી શકાય?"
"મને આ વિષે કોઈ જ જાણ નથી"
બંને પોતાની ચાની ચૂસકી માણતા વાતચીત આગળ કરે છે.
"મેં તો એવું પણ જાણયું કે ફલાઈટના ભાડા અચાનકથી તે જ સમયે વધારવામાં આવયા?"
"હા એ વાત સાચી છે પણ અમને તે પછી ઓપરેશન ગંગા હેઠળ વિના મૂલ્યે ભારત લાવવામાં આવ્યા"
"તમે જેમ કહ્યું કે તમે કીવમા હતા તયા થી તમે કયા ગયા અને ભારત પરત આવ્યા?"
"અમને દુતાવાસની બસ વડે પોલેન્ડની સરહદે લઈ જવામાં આવ્યા પણ તયા ઘણા વિધયારથીઓ હતા તયાથી અમને ભારતની ફલાઈટમાં ભારત લાવવામાં આવ્યા"
"હવે શું લાગે છે કે તમે તમારુ ભણતર કેવી રીતે પુરુ કરશો?"
"જો હું થોડી હકારાત્મક રીતે જોવાની કોષિષ કરીશ કે ભગવાને યુદ્ધમાંથી બચાવ્યા તો ભણતર પણ પુરુ થઈ જ જશે. કેમ કે તયા તો જીવ બચવો એ ઘણી મોટી વાત છે"
"છેલ્લે એક જ સવાલ કે જયારે આ બધું ચાલી રહ્યું હતું. રશિયાએ હુમલો કર્યો અને ભારતીય વિધયારથીઓના તયા ફસાવવાની ખબર પ્રસારિત થઈ રહી હતી. ઘણા લોકો પ્રાથના કરતા અને બનતા પ્રયાસો કરતા હતા કે બધા જ સહી સલામત ભારત પાછા આવે. પણ અહીંના અમુક લોકો તમારા લોકોની બહુ જ ખરાબ આલોચના કરતા હતા જેમકે મે એક સમાચારની ચેનલના યુટયુબના વિડીયો નીચે ટીપપણી વાચી છે. આમ તો ઘણી વાચી છે પણ ઘણુ લાબુ થઈ જાય. તેથી અમુક એ હાઈલાઈટ કરી છે.તે કહુ છું.
૧) ભારતમાં ભણવાનું મુકીને તયા શું કામ ગયા? ફસાયેલા જ રહેવા દો.
૨) લો હવે આ લોકોને લાવવા માટે આપણા કરદાતાના રૂપિયાનો વેડફાટ કરવાનો.
મે ટિપ્પણીઓ વાચી મને પણ દુઃખ થયું કે કોઈ માટે પ્રાર્થના ન કરી શકો તો કંઈ નહીં પણ મનોબળ તો ન તોડો. તો તમે કંઈ રીતે જોવો છો?"
"મેં પણ વાંચી હતી એ ટીપપણીઓ પણ શું કહી શકયે એ લોકોને,ભારત શ્રેષ્ઠ જ છે અને રહેશે પણ કોઈને આર્થિક પરિસ્થિતિ ન સારી હોય એટલે જવું પડે.તો કોઈને ડોકટરી ભણવા માટે,ભવિષ્ય સારું કરવા વિદેશ જવુ પડે. તે જે લોકો આવુ લખતા હશે તેમણે અથવા તો તેમના સગાંઓએ પણ યક્રેનથી ભણેલા ડોકટરો પાસે ઈલાજ કરાવયો જ હશે.જે લોકો કરદાતાના રુપિયાની વાત કરે છે તેમને હું એક જ વાત કહીશ કે અમે તયા કાયમ માટે સ્થાયી થવા નથી ગયા. અમે પણ ભારતીય જ છે. અમારા વાલીઓ પણ ડાયરેકટ કે ઈનડાયરેકટ કર આપતા જ હશે. અમે ભારતીય સરકારથી જ મદદની આશા કરીશું.નહીં કે પાકિસ્તાન કે ચીન. પણ ભારત સરકારે તેમની ફરજ બહુ જ સારી રીતે નિભાવી.થોડી ત્રુટીઓ હતી. તો પણ કામ તો સારું કર્યુ. અમારુ મનોબળ તો દેશ છોડયો ત્યારથી જ મજબૂત થઈ જાય ચૈતન્યભાઈ પણ તમારા પ્લેટફોર્મથી હું મારી વાત લોકો સુધી તો પહોચાડી જ શકીશ એ માટે તમારો પણ આભાર"
"અરે એમાં શું છે આ લોકોએ જ મારી વાત સાંભળીને મને આટલો ઉંચાઈએ પહોચોડયો છે. તમારા જેવા વિધયારથીઓની વાત લોકો સુધી પહોચાડીને સત્ય સામે લાવવાનો નાનકડો પ્રયાસ છે મારો. તમે યુક્રેનથી આવ્યા તયાની સિથતીની જાણ બધાને થવી જ જોઈએ. તમને આગળની જીંદગી માટે શુભકામનાઓ" કહીને બંને પોતાના માઈક કાઢે છે.
ચૈતન્ય કેમેરો બંધ કરે છે. તે પછી બંને ઘણી વાતો કરીને છુટા પડે છે.

(આચૈતન્ય યુટયુબ પર અવનવી સમસ્યા અને જાણકારી લઈને તેના ઉપર તેના શો ચા ની ચૂસકી ચૈતન્ય સાથેમા એક સાક્ષાત્કાર કરે કે વિડીયો બનાવી જાણકારી આપે. જેમા તેણે ગયા અઠવાડિયે સરદાર વલ્લભભાઈ પટેલની જે પ્રતિમા બનાવવામાં આવી છે તેનાથી આસપાસના આદિવાસી લોકોને કેવી સમસ્યા ભોગવવી પડી છે. તેની ઉપર એક ડોકયુમેન્ટરી બનાવી હતી.

(આ વાર્તા બધા ભારતીય જે લોકો વિદેશમાં રહે અથવા ભણે છે. તેમને સારી નજરે જોવામાં આવે એ માટે જ લખી છે. હું યુક્રેનથી પરત ફરેલા બધા જ વિધયારથીઓને સલામ કરુ છું. કર્ણાટકના એક વિધયારથી નવીન એસ.જી. જેનું મૃતયુ થયું તેની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરું છું. યુધધ જલદી રોકાય તે પણ પ્રાર્થના કરું છું.)