રોકેટ બોયસ Bhavik Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રોકેટ બોયસ

આ સિરિઝનુ ટ્રેલર જયારે આવ્યું ત્યારે જ મેં આ સિરિઝ જોવાનું નક્કી કર્યુ હતું. આ સિરિઝ જોવાનું કારણ એક જ કે આ એવા લોકોના જીવન પર બનાવવામાં આવી છે જે લોકોને રાજનીતિથી ઉપર રહીને માત્ર દેશસેવામા જ રસ હતો. દેશસેવા માટે તેમણે દિવસરાત જોયા વગર તેમની પાસે જે પણ સાધનો અને બુદ્ધિશકિત હતા. તેમા મહેનત કરીને નવા આઝાદ થયેલ દેશને પાટા પર લાવવાનું કામ કર્યું. તેઓ કેટલા દુરંદેશી હતા તે માટે આ સિરિઝ જોવી જરૂરી હતી. સોની લીવ ઉપર આ સિરિઝની પહેલી સીઝન પ્રસારણ કરવામા આવેલી છે. જેના ૮ ભાગ છે. તેના એક એપિસોડ નો સમય અંદાજે ૩૦થી ૩૫ મિનિટ છે.

૧૯૬૨મા ચીને ભારત ઉપર હુમલો કરી દીધો છે. જેમા ભારતના સૈનિકો શહીદ થયા છે. જેથી દેશમા બધીજ સુરક્ષા એજન્સીઓને સટેનડબાય રહેવા માટે આદેશ હોય છે. એટલે સાયન્ટિફિક કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની સભા મુંબઈમા હોય છે. જેમાં દેશના વેજ્ઞાનિક ભેગા થયા હોય છે. જેમા બે મિત્રો વચ્ચે વિવાદ થાય છે. તે બે મિત્રો એટલે ડો. હોમી જે. ભાભા અને ડો વિક્રમ સારાભાઈ.

એ પછી આ બંનેની જીવનકથા શરૂ થાય છે. તેમા આઝાદી પહેલાં ૧૯૪૦મા વિક્રમ જે લંડનની કેમબરીજ યુનિવર્સિટીમા અભ્યાસ કરતા હોય છે. જે યુદ્ધ થયું હોય છે માટે તે ભારત પાછા આવી જાય છે. તેમના મનમાં ભારત આવવાનો પસ્તાવો હોય છે કેમકે તેમને અહીં ઓછી તકો દેખાય છે પરંતુ એ ખોટા હોય છે જે તેમને પાછળથી ખબર પડે છે. એજ સમયે કલકતાની એક કોલેજમાં એક પ્રોફેસર વિધાથીૅઅોને ભણાવતા હોય છે. જે એટલું રસપ્રદ રીતે ભણાવે છે કે કંટાળો ન આવે. જે ડો. હોમી જે. ભાભા હોય છે. જેઓ થીઅરી કરતા પ્રેકટીકલ જ્ઞાનમાં વધુ વિશ્વાસ ધરાવે છે.

ડો. હોમી જે. ભાભાને બેંગલોરની ઈન્ડિયન ઈનસટીયુટ ઓફ સાયન્સમાં ડો સી. વી. રામન દ્વારા ડો. વિક્રમ સારાભાઈની ઓળખાણ કરાવવામા આવે છે. તે લોકો તયા જ રહીને સંશોધન કરે છે. તયાથી જ તેઓ ગાંધીજીની ભારત છોડો ચળવળ મા ભાગ લે છે અને અંગ્રેજોને પાઠ ભણાવે છે. તે જોવું રસપ્રદ છે. તે પછી તેમની કોલેજનું ફંડીંગ બંધ થાય છે.આટલી બધી હાડમારીઓ છતા ભારતીય વૈજ્ઞાનિકો હિંમત હારતા નથી.

એ પછી તેમના પ્રેમ જીવનની વાત બતાવવામા આવે છે. તેમની શોધોનુ કામ ચાલુ રહે છે તેમા જ બંને વૈજ્ઞાનિકો પોતપોતાના શોધો માટે અલગ થાય છે. વિક્રમ તે માટે પૈતુક ઘરે અમદાવાદ જાય છે અને હોમી તે માટે તેના પૈતુક ઘરે મુંબઈ જાય છે. તેવા માજ મધરાતે ભારત દેશ આઝાદ થાય છે. તે જોતા જ તમને ગર્વ થાય તેવા તે દરશયો છે. બંનેના દેશસેવાના વિચારો જાણવા જેવા છે. તેઓનો આત્મવિશ્વાસ ગજબનો છે. તે પછી સારાભાઈ અને ભાભા પોતાના સંસોધન કેન્દ્ર ખોલે છે. તેઓ જીવનમા ઉતાર ચઢાવ સાથે કામ કરતા તેમના જીવનની ગાડી ચાલતી રહે છે.

તેવામા જ સારાભાઈને દક્ષિણ ભારતથી મળવા એક છોકરો આવે છે. તે છોકરો ઘણી જગ્યાએથી રિજેકટ થઈને સારાભાઈને મળવા આવે છે પણ તે જાણે છે કે સારાભાઈએ તેમના મુખ્ય ધ્યેય સ્પેસ સંસોધન પર કામ કરવાનું બંધ કર્યુ છે. તેથી તે જતો હોય છે તયા જ સારાભાઈ તેને રોકીને તેને સ્પેસ પ્રોજેક્ટ શરૂ કરવા બાહેંધરી આપે છે તે છોકરો એટલે ડો. એપીજે અબદુલ કલામ.

તે પછી પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુ પાછા પ્રધાનમંત્રી તરીકે ચુંટાઈ છે. તેમનો મુખ્ય ધ્યેય આખા ભારતને વિધુતથી પ્રજવલિત કરવાનું હોય છે. તેની માટે તે ભાભાને કામ સોંપે છે. તેમા થોડીવાર લાગે છે. તે પછી ભાભા એશિયાનુ પ્રથમ ન્યુક્લિયર રીએક્ટર મુંબઈ સ્થિત ટરોમબેમા બનાવે છે. તે પછી સારાભાઈ અને કલામ પણ પહેલી વખત થુમ્બા(દક્ષિણનુ એક ગામ)ના દરિયાકિનારે થી રોકેટ મોકલે છે.

કેવી ગર્વ લેવા જેવી વાત કહેવાય કે દેશ આઝાદ થયાની થોડાજ વર્ષમાં ભારત પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે. તેથી અમેરિકાની ખાનગી સંસ્થા સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી પણ ભાભાની પાછળ પડે છે. તો પણ તે હિંમત હારતા નથી.

આપણો ઈતિહાસ કેટલો ભવ્ય છે. ડો. હોમી જે. ભાભા, ડો. વિક્રમ સારાભાઈ, ડો એપીજે અબદુલ કલામ અને પંડિત જવાહરલાલ નેહરુ આ લોકો કેટલા દુરંદેશી હતા. તે આ સિરિઝ જોતા જાણવા મળે છે. ભારત આઝાદી પછીનુ પ્રથમ યુધ્ધ હારી જાય છે. તેથી જવાહરલાલ અને ભાભા બંને ન્યુક્લિયર બોમ્બ બનાવવાનુ નકકી કરે છે. આ ધ્યેય પ્રથમ ભાભાનુ જ હોય છે. સારાભાઈ અને જવાહરલાલ આ બનાવવામાં સંમત થતા નથી પણ પાછળથી આ બંને સંમત થાય છે અને તેના ઉપર કામ કરવાનું ચાલું કરે છે.

પહેલા લોકોના એકબીજા જોડે વિવાદ થતા હતા પણ તેઓ એકબીજાની વાત સાંભળતા હતા અને નિર્ણય લેતા હતા. તેઓ વિરોધઓને પણ હકારાત્મક રીતે જોતા હતા. તેઓ વિરોધીઓને ચુપ નહોતા કરતા પણ તેઓ મહેનત વધુ કરતા જેથી પરિણામ સુધરે. તેઓ અવિરત રીતે પોતાની જાતને સુધારવામાં મહેનત કરતા હતા.

આ સિરિઝ નિખિલ આડવણી અને સિધ્ધાર્થ રોય કપુર દ્વારા નિર્માણ કરવામાં આવી છે જેને અભય પનનુ એ દિગ્દર્શિત કરેલી છે.નાની ઉંમરના મોટા ગજાના દિગદર્શક કહી શકાય આમને. જેમા નવા કલાકારોએ સુંદર કામ કર્યું છે. ડો. ભાભાનો રોલ જીમ સારભે કરેલો છે. જેમણે પદમાવત અને નિરજામા કામ કરેલુ છે. ડો. સારાભાઈનો રોલ ઈશવાક સિઘે કરેલો છે તેઓ પણ ઘણી ફિલ્મોમા આવી ગયા છે. સૌથી સારુ કામ કહી શકાય તો તે રજીત કપુરે કરેલુ છે જેઓ પંડિત જવાહરલાલ નહેરુની ભુમિકામાં છે. આ સાથે જ તેઓ ગાંધીજી, નરેન્દ્ર મોદી અને જવાહરલાલ નહેરુ ત્રણેય કલાકારોની ભુમિકા અલગ અલગ ફિલ્મો કરીને એવા પહેલા એકટર બન્યા છે જેમણે આટલી મહાન વ્યકિતઓની ભુમિકા પડદે ભજવી છે.તેઓને ૯૦ના દાયકા મા ડિટેક્ટિવ બ્યોમકેશ બકશીના રોલમાં પણ દમદાર હતા અને આજે પણ દમદાર છે. અર્જુન રાધાકૃષ્ણ નામના એકટરે ડો. એપીજે અબદુલ કલામની ભુમિકા ભજવી છે.

આ સિરીઝ ના અમુક દરશયોને તમે જીવનમા કયારેય નહિ ભુલી શકો. આપણા ઈતિહાસની એક શાનદાર અને ભવ્ય સમયરેખાને આ સિરિઝમા કંડારવામાં આવેલી છે. એક ટાકણી પણ બહારથી લાવતો દેશ મહેનત અને લગન દ્વારા ન્યુક્લિયર બોમ્બ બનાવવામાં સફળ રહે છે. તે દેશને બહારના લોકોની પ્રેરણા લેવાની જરૂર જ ન પડે. કેટલી મહેનત અને પરસેવા દ્વારા આપણા વૈજ્ઞાનિકોએ શોધખોળ થી આપણને આજે નવી ટેકનોલોજીની દેન આપી છે. જેમના આપણે આખી જિંદગી રુણી રહીએ તો પણ ઓછુ છે.

દરેક મોટા-નાના બધાય લોકોએ આ સિરિઝ જોવાલાયક છે.શિક્ષકો, કોલેજીયન અને બાળકોએ આ સિરિઝ ચોકકસથી જોવા જેવી છે.