ક્યારેય વિચાર્યું ન હતું કે,તે આવી રીતે મને છોડી ને ચાલ્યો જશે, અને એના વિરહ માં હું જીવન જીવવાનું જ ભૂલી જઈશ .....
થોડો સમય પસાર થયા પછી એક આશા જાગી પછી ને વિચાર્યું કે આ વિરહ સાનો છે આમે મારા અભી ને ન હતું ગમતું કે હું દુઃખી રહ્યુ ? અભી પણ આજે મને ભગવાન ના ઘરે જોઇને દુઃખી થતો હશે મારી આવી હાલત જોઈને . મને થોડા સમય માટે એનાથી નફરત થઈ ગઈ હતી કારણ કે એણે એની બીમારીની વાત મારાથી છુપાઈ હતી પણ આજે પ્રેમનો લાલ રંગ નફરત ના રંગે રંગાઈ કાળો થઈ ગયો છે અને આજે એમ લાગે છે કે જાણે આકાશનો રંગ પણ વિરહ માં કાળુ પડી ગયું છે.
આંખો માંથી અણધાર્યા વિરહના આશું વહી રહ્યાં હતાં .
એવી જ રીતે આકાશ પણ કોઈક ના વિરહ માં રડી રહ્યું હોય.ખબર નહીં આજે આંખોનું પાણી પણ જાણે વરસાદ સાથે સ્પર્ધા કરી રહ્યું હોય. અમે જાણે બંને એકબીજામાં સમાવી ને એકબીજાની સાક્ષી માં પોતાનું દુઃખ વેચતા હોય.
ખબર આજે પણ નથી કે વિરહ માં પ્રેમ દૂર થઈ ગયો કે પછી પ્રેમ જ પૂરો થઈ ગયો.
હવે તો બસ હું અને કુદરત.( હું કુદરતમાં મારા અભીને શોધું છું ..ક્યાંક પક્ષીઓમાં, તારાઓમાં , વાદળો માં , વરસાદમાં , સૂરજની રોશનીમાં ) બંને ને એકબીજાથી પ્રેમ થઈ ગયો ને એવું લાગે છે .હદય ના હાવભાવ અને લાગણીઓ બદલાવા ની સાથે જાણે વાતાવરણ માં પણ બદલાવ આવી છે.
વર્ષો થઈ ગયા......
એણે ગયાના પણ મે આજ દિવસ સુધી પાછળ વળી ને નથી જોયું કે ના તો લગ્ન કર્યા .ખબર નહીં પણ હવે તો તેની નારાજગી થી પ્રેમ થઈ ગયો છે. ફરીયાદ નથી એકબીજા થી
પણ હા હવે પ્રેમ થી પણ નફરત થઈ ગઈ છે .
હવે જિંદગી એ એક મોકો આપ્યો છે તો ચાલો એનો કોઈ ફાયદો લઈએ .આમે મારા અભિનવ ને નાના બાળકો બહુ ગમતા હતા તો ચાલો એ લોકો માટે જ કઈ કરીએ અને આજે હું એના નામથી એક શાળા ચાલવું છું જેમાં રસ્તા પર અને સિગ્નલ પર જે બાળકો ફુગ્ગા, પેન અને ભીખ માંગતા હોય છે એમને ભણાવું છું .
જ્યારે પણ અભી ની યાદ આવે છે ત્યારે એકલા માં રડી લવ છું. હવે અરિજિત સિંહ ના ગીતો પણ નથી સાંભળતી બસ હવે હું ખુદ ના ગીતો સમજુ છું . આદિના પણ હવે લગ્ન થઈ ગયા હતા અને એ ન્યૂયોર્ક માં રહેતી હતી અને એણે એક નાની છોકરી પણ છે એનું નામ ધામી છે અને આજ રીતે અમારી જિંદગી ચાલતી રહી . સમય બધું જ શીખવાડી દે છે . ભલે તમે એના જોડે ચાલો કે ના ચાલો, તમારી મરજી નથી ચાલતી . ઉપર જે હજારો હાથ વાળો છે એના જ હાથમાં બધું છે .અને બધાને કઈ ને કઈ વસ્તુ ની ખોટ આપે છે ...જેમ કે મારા માં અભિનવ ની હતી બસ જિંદગીમાંથી થોડીક વસ્તુઓ આગી પાછી કરી દો ...જીવવું થોડું આસન થઈ જશે. દિલનો થોડો ભાર કોઈના જોડે વ્યક્ત કરો જેમ કે તમારા પાલતુ પ્રાણી સાથે કે તમારા મિત્ર સાથે પણ કરો....બધી જ વસ્તુઓ સરખી થઈ શકે છે પણ જરૂરત હોય છે તો સારી સમજણ .આજે જે સમયમાં છીએ એ સમયમાં આપને ખરેખર સાચા સાથની જરૂર છે .
ધ્યાની ના જોડે એની ફેમિલી અને એના મિત્રો ના મદદ થી એ ડિપ્રેશન માંથી બહાર આવી ગઈ પણ બીજા બધા જોડે કોઈ હોતું નથી .
દરેક વાંચનાર વ્યક્તિને દિલથી આભાર માનું છું...🙏🏻