For the first time in life - PART 25 Nidhi Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

For the first time in life - PART 25

મને ખબર છે તું આદિથી ગુસ્સે થઇ જઇશ અને તું એના જોડે વાત પણ નહિ જ કરતી હોય જ્યાં સુધી તને આ ડાયરી નહિ મળી હોયને ત્યાં સુધી. પણ તું એના જોડે આમ ના કરતી એ તને બહુ પ્રેમ કરે છે. આટલું વાંચતા હું રડવા લાગી જેમ જેમ વાંચવાનું આગળ કરતી હતી ને એમ એમ એ બધું કહેતો હતો કે મે આદિને બહુ બધી જવાબદારીઓ આપી છે તારી. મહેરબાની કરીને એણે સમજવાનો પ્રયત્ન કર જે ધ્યાની તું એની જગ્યા પર રહીને વિચાર જે તને ખબર પડશે કઈ..એના જોડે તું બોલવાનું ચાલુ કરી દે જે. હવે રડવાનું બંધ કરી દે આંખો અને નાક લાલ ટામેટા જેવું થઈ ગયું હશે આટલું સાંભળી મને હસવાનું આવી ગયું.
હવે મે છેલ્લું પાનું ફેરવું ત્યાં એણે પહેલા જ લખ્યું હતું કે તને મારી કસમ છે તું બીજા જોડે લગ્ન કરી ને આપના બંને ના સપના પુરા કરીશ..બસ મને આટલે ગુસ્સો આવી ગયો આ શું મજાક છે.? અને એના પર કોઈ તારીખ ન હતી કે ના કોઈ ફોટો હતો બસ એક ખૂણામાં લાલ રંગનું ફૂલ દોરેલું હતું.
ધ્યાની જ્યારે આ ડાયરી તું વાંચતી હોઈશ ને એ સમયે હું આ દુનિયામાં નહિ હોય બસ આટલું વાંચતા જ મારા હોંશ ઉડી ગયા .. હું બાથરૂમ ને બાથરૂમ માં બેહોશ થઇ ગઇ.
જ્યારે હોંશ માં આવીને ત્યારે હું દવાખાનામાં હતી અને પહેલા જ હું આદિને શોધવા લાગી અને આદિના પગમાં બેસી ગઈ અને આદિને કહેવા લાગી કે મારા અભીનવને શું થયું છે ...? એણે કેમ ડાયરીમાં આમ લખ્યું છે..? એણે સાચું લખ્યું છે..? આ બધું સાંભળતા મારી મમ્મી અને આદિ બંનેના આંખમાંથી પાણી એક ધાર્યું વહી રહ્યું હતું અને આ જ મારો જવાબ હતો અને હું બસ એ બંને ને શક ની નજર થી જોઈ રહી હતી.

આદિ એ મને ઊભી કરીને પલંગ પર બેસાડી અને બધું જ કહેવા લાગી જે અભિનવ ને થયું હતું . એણે કોઈ બીમારી થઇ ગઇ હતી જેનું કોઈ ઈલાજ શક્ય જ ન હતું અને અભિનવ હંમેશા માટે જતો રહ્યો આટલું સાંભળતા હું પાગલ જ બની ગઈ મમ્મી આ આદિ શું બોલે છે કઈ સમજાય ને આને..? મારો અભિનવ એક દમ તંદુરસ્ત હતો અને એણે આમ કેમ થાય..? મમ્મી એ બહારનું બહુ ખાતો જ ન હતો..? મમ્મી તું આદિને સમજાય એ બોલ આવું ના બોલે.. મારી મમ્મી અને આદિ બંને મારા જોડે મને શાંત પડતા હતા અને ત્યાં ડોક્ટર આવી ગયો અને કહેવા લાગ્યા તમે આને થોડી વાર એકલા મૂકીને જતા રહો..અને આમને તેમ ...હું ડોક્ટર ને પણ કહેવા લાગી આમને કહોને મારા અભિનવ વિશે આમના બોલે ..અને ડોક્ટર પણ મને કહેતા હતા તું આ બધામાં ધ્યાન ન દઈશ સુઈ જા...અને આટલું કહ્યા પછી એ જતા રહ્યા...

આદિએ અભિનવ નો એક છેલ્લો ફોટો એના ફોનમાં લીધો હતો આદિ એ મને એ બતાવ્યો ...હું એ જોઇને તુટી ગઈ મારું બધું છીનવાઈ ગયું મારો અભિનવ જતો રહ્યો આદિ .. ભગવાને કેમ આમ કર્યું મારા અભી જોડે..? મારે એના જોડે લગ્ન કરવાના હતા.મારો અવાજ પણ બહાર આવતો ન હતો .કઈ ખબર જ ન હતી પડતી કે અભિનવ ને એવું તો શું થઈ કે એની જિંદગી જ પૂરી થઈ...મે આદિને કીધું મને એના છેલ્લા સમયની જગ્યા એ લઈ જા ને ...? આદિ એ મારા મમ્મી પપ્પા જોડે પણ વાત કરી પણ મારા પપ્પા તૈયાર ન હતા ત્યાં જવા તો મારી મમ્મી એ કઈ કીધુ એમને અને એ તૈયાર થઈ ગયા.

અમારે ત્યાં જતાં એક દિવસ લાગી ગયો હતો ત્યાં જતાં જ અભીનાવના ઘર વાળા લોકો તરફથી એક બહુ મોટો એના નામનું પંખીઘર બનાવ્યું હતું અને ત્યાં મારા અભીનવનું નામ લખ્યું હતું . મારા અભીનાવની છેલ્લી જગ્યાએ જઈને હું બહુ જ રડી અને એના નામની માટી હાથમા લઇને માંગમાં સિંદૂર પૂરી લીધું..બસ એ મારો છે અને હું એની છું.આમ કરીને દિલને શાંતિ તો મળી પણ મારો અભી ના મળ્યો. મારા આવ્યાના સમચાર અભિનવ ના ઘરે મળ્યા તો એ બધા ત્યાં આવી પોહચ્યા. એની મમ્મી ની હાલત મારા થી જોવાતી ન હતી બસ હું એક બેબસ ભિરખારન બનીને એમની સામે હાથ ફેલાઈને બેસી હતી અને કહેતી હતી મારો અભી મને છોડીને કેમ જતો રહ્યો...મને પણ એના જોડે જવું છે .....

બસ આ વાતની જ્યાર થી જાણ થઈ હતીને એના પછી મારા મગજની હાલત ખરાબ થઇ ગઇ હતી તો હું એક મગજ ના દર્દીઓ જોડે એમ આશ્રમ માં સારવાર લેતી હતી અને આજે એનો છેલ્લો દિવસ હતો ...