એક પૂનમની રાત - પ્રકરણ-100 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક પૂનમની રાત - પ્રકરણ-100

એક પૂનમની રાત

પ્રકરણ : ૧૦૦

 

વિક્રમસિંહ અને સિદ્ધાર્થ ભંવરસિંહનાં ઘરે પહોંચે છે અને એમનાં વિષે પૂછતાછ કરે છે ત્યારે અભિષેક જણાવે છે કે પાપા તો વંદનાને ઘરે મૂકીને કોઈ અગત્યનું કામ છે કહીને ગયાં છે કદાચ રાત્રે આવશે. સિદ્ધાર્થે વિક્રમસિંહજી સામે જોયું પછી અભિષેકને કહ્યું તમને કંઈ ખબર પડે છે ? કમીશ્નર સાહેબ જે કેસ  પાછળ પોતે જહેમત લઇ રહ્યાં છે એની શું અગત્યતાં છે ? આ કેસ પાછળ ઘણાં સંડોવાયેલા છે. અમે કોઈને છોડવાનાં નથી એટલું ચોક્કસ યાદ રાખજો.        

કમિશ્નર વિક્રમસિંહજીએ યશોદાબેન સામે જોઈને કહ્યું તમારો દીકરો મિલીંદ મારાં દીકરા સમાન હતો મારાં દીકરાં દેવાંશનો ખાસ મિત્ર હતો એટલેજ હું કાળજીથી આ કેસ જોઈ રહ્યો છું . હજી તમારાં ઘર કુટુંબ સામેથી ભય કે ખતરો દૂર નથી થયો અમે એની પાછળ છીએ મિલીંદનો કાતિલ અને આ ષડયંત્ર પાછળ કોણ છે એમને પકડીને રહીશું તંત્ર ૨૪ કલાક એની પાછળ છે ટૂંક સમયમાં ગુનેગાર પકડાઈ જશે એની ખાત્રી આપું છું.

અહીં આ લોકો ચર્ચા અને પૂછપરછ કરી રહ્યાં છે ત્યાં વંદનાનાં રૂમમાંથી વંદનાની ચીસ સંભળાઈ બધાંજ વંદનાનાં રૂમ તરફ દોડી ગયાં. વંદના રૂમમાં જઈને જોયું તો વંદનાની આંખો વિસ્ફારીત થઈ ગઈ હતી એનાં વાળ છુટા લહેરાતાં હતાં એની આંખમાંથી અને મોઢામાંથી લોહી વહી રહેલું. એ ચીસો પડી ઉપર તરફ જોઈ રહી હતી. એ બોલી ચાલી જા અહીંથી...તારી સાથે કોણ છે ? મને કેમ ડરાવો છો? મેં તમારું શું બગાડ્યું છે ?

યશોદાબેનતો વંદનાને જોઈને રડવા લાગ્યાં અરે મારી દીકરીને આ શું બધું થઇ ગયું ? કોણ છે એને ડરાવે છે ? એને આમ મોઢામાંથી લોહી વહે છે કોઈ ડોકરને બોલાવો મારાં કુટુંબની આ શું દશા થઇ છે ?

સિદ્ધાર્થે અને વિક્રમસિંહજી પણ અવાક થઇ ગયાં.ફાટી આંખે આ દ્રશ્ય જોઈ રહેલાં. સિદ્ધાર્થે આંખો  બંધ કરીને કંઇક ગણગણ્યો. ત્યાંજ વંદના શાંત થઇ ગઈ એની આંખ અને મોઢામાંથી નીકળવાનું લોહી બંધ થઇ ગયું એ બેભાન થઈને બેડ પર પડી. પંખો બંધ થઇ બધાં માટે આષ્ચર્ય હતું.      

સિદ્ધાર્થે બધાને શાંત થવા કહ્યું અને બોલ્યો આ કોઈક તાંત્રિક પ્રયોગ છે અમે એનાં મૂળ સુધી જઈશું. અભિષેકને કહ્યું તું ડોક્ટર બોલાવ અમે આ અંગે આગળ કાર્યવાહી કરીએ છીએ ઘરમાંથી કોઈ બહાર નાં નીકળશો હું સંપર્કમાં રહું છું પછી વિક્રમસિંહજીને કહ્યું "સર તમે ચાલો અહીંથી મને ખબર છે આ કોણે કર્યું છે કોઈ કાળી શક્તિમાં પરચા છે વંદનાને મૂઠ મારવાનો પ્રયાસ થયો છે. મને ઝંખનાએ આજ કહેલું હતું.                                                 

વિક્રમસિંહજી આષ્ચર્ય પામ્યા. બંન્ને જણાં મિલીંદનાં ઘરની બહાર નીકળ્યાં. વિક્રમસિંહજીએ જીપમાં બેસતાં કહ્યું સિદ્ધાર્થ આ બધું શું ચાલી રહ્યું છે ? મને સમજ નથી પડતી ગુનેગાર સામે હોય તો એને પકડી શકાય પણ આવી શક્તિઓ સામે કેવી રીતે કામ લેવું ?             

  સિદ્ધાર્થે કહ્યું સર હું તમને બધી વાત સમજાવું છું આપણે પહેલાં પોલીસ સ્ટેશન જઈએ કાળુભાને મિલીંદનાં ઘર પર અહીંની અવરજવર પર નજર રાખવા મૂકી દઈએ પછી બધું સમજાશે. પછી એકદમજ એણે કમિશ્નર સર સામે જોયું અને બોલ્યો સર પોલીસ સ્ટેશન નહીં પણ રેસકોર્ષ પાસેની હોટલ પર જઈએ ત્યાંજ બધી વાતોનો ખુલાસો થઇ જશે.      

વિક્રમસિંહને કંઈ સમજાતું નહોતું એમણે કહ્યું તું હોટલ પર લઈલે હું કાળુભાને અહીં ડ્યુટી પર મૂકી દઉં તેઓ અહીં નજર રાખશે એમ કહી કાળુભાને ફોન કર્યો અને મીલીંદનાં ઘર પર સતત નજર રાખવા હુકમ કર્યો અને તાત્કાલિક એ અહીં આવી જાય અને સતત રીપોર્ટીંગ કરે એવી સૂચના આપી દીધી.

વિક્રમસિંહજીએ કહ્યું એક સાથે કેટલાં બનાવો ઉપર નજર રાખવાની છે અને મને નાનાજીએ કહેલું પૂનમનાં દિવસે બધાં પ્રોબ્લેમ એક સાથે સોલ્વ થશે પણ અહીં રોજ રોજ નવા ફણગા ફૂટે છે મને થાય છે આ ભંવરસિંહનાં કુટુંબ પર કોની પાપી નજર છે કે આ લોકો આટલાં હેરાન થાય છે ? કોણ છે એની પાછળ?                   

સિદ્ધાર્થે કહ્યું સર એજ માટે હોટલ લઇ જઈ રહ્યો છું અને ઝંખના મદદ કરશે એણે મને બધીજ વાત કીધી હતી ત્યારે મેં મહત્વ નહોતું આપ્યું અને ફક્ત વાતો નાં આધારે કોઈ પ્રક્રિયા પણ આપણે નાં કરી શકીયે એટલે સબૂત સાથે પકડવા જરૂરી છે.

વિક્રમસિંહે કહ્યું સિદ્ધાર્થ કોણ ઝંખના ? કોની વાત કરી રહ્યો છું ? સિદ્ધાર્થે કહ્યું મેં અગાઉ એકવાર આપણે કહેલું પણ એની આખી વાત પછી સમજાવીશ એ મારી મદદમાં છે એ અઘોરી પ્રેત છે સ્ત્રી છે અને મારી સાથે જોડાયેલી છે હમણાં એની મદદથી આ કેસની વગતો બહાર કાઢીને સોલ્વ કરીએ પછી તમને સવિસ્તાર બધી વાત જણાવીશ.

વિક્રમસિંહજીએ કહ્યું ઓહ ઓકે...આ એક નવી વાત છે જેનો નાનાજીએ ઉલ્લેખ કરેલો. મને તો આ ઉંમરે નવું નવું જાણવા અને શીખવા મળે છે. આવી શક્તિઓ પણ હોય છે કામ કરે છે મિત્રતા બાંધે છે પ્રેમ કરે છે અજાયબ છે આ અગમ્ય દુનિયા....          

  બંન્ને જણાં વાતો કરતાં કરતાં હોટલ પર પહોંચી ગયાં સિદ્ધાર્થે કહ્યું સર આપણે રીસેપશન પર તાકીદ કરી દઈએ કે હોટલવાળાં રૂમમાં જાણ ના કરે કે આપણે તપાસ માટે આવ્યાં છે...એમ કહી હોટલમાં પ્રવેશ કર્યો.

 

બંન્ને જણાં હોટલમાં પ્રવેશ કરે છે ત્યાં ઝંખના સિદ્ધાર્થ પાસે આવી અને બોલી સિદ્ધાર્થ એલોકો ઉપર છે મને જાણ થઇ ગઈ છે બંન્ને જણાં ઉપર છે અને પેલી ભંવરની રખાત રુબીએ ટુચકો કર્યો છે એમાં એ સફળ થઇ છે એની મદદમાં કોઈ મુસ્લિમ તાંત્રીક છે મને બધી જાણ થઇ ગઈ છે ઉપર જઈને હું એવું બળ અજમાવીશ કે પેલી....

 સિદ્ધાર્થે કહ્યું ઓકે વિક્રમસિંહ ઝંખનાની સામેજ જોઈ રહ્યાં. એ ઓળખી ગયાં પણ હમણાં કંઈ બોલ્યાં નહીં. સિદ્ધાર્થને જોઈ રીસેપશન પરનાં માણસે કહ્યું સર તમારી શું સેવા કરી શકું ?

સિદ્ધાર્થે કહ્યું ભંવરસિંહ કરીને ગેસ્ટ છે તમારે ત્યાં એમનો રૂમ નંબર આપો અને અમે તપાસમાં આવ્યાં છીએ એમને જાણ કરવાની નથી.

ઝંખનાએ કહ્યું મને રૂમ નંબરથી માંડી બધીજ ખબર છે સમય નાં વેડફો ચાલો મારી સાથે ત્રીજા માળે છે એ લોકો. પેલો રીસેપસનીસ્ટ અવાક થઇ સાંભળી રહ્યો એની બોલતી બંધ થઇ ગઈ હતી. ઝંખના, સિદ્ધાર્થ અને વિક્રમસિંહ ત્રીજે માળે ગયાં.

  ત્રીજે માળે પહોંચીને ઝંખના એક રૂમ બહાર ઉભી રહી એણે ટકોરા માર્યા. ક્યાંય સુધી રૂમ ખુલ્યો નહીં એટલે ઝંખનાએ રૂમનો લેચ ખોલી નાંખ્યો અને દરવાજો ખોલી નાંખ્યો.

  રૂમનો દરવાજો ખોલીને દ્રશ્ય જોઈ સિદ્ધાર્થ અને વિક્રમસિંહ અવાક રહી ગયાં. રૂમમાં રુબી છૂટાવાળ રાખી આંખો બંધ કરીને ટુચકા કરવામાં વ્યસ્ત હતી એની આગળ હાડકાના ટુકડા, દોરી, લવીંગ, અને ફાંસો નાખવામાં દોરડા જેવું પડેલું હતું એનાં પગ પાસે ભવસિંહ હાથ જોડીને બેઠો હતો બંન્નેની આંખ બંધ હતી.

  ઝંખનાએ અંદર જઈને ત્રાડ નાખી અને રૂમના દરવાજો આપો આપ બંધ થઇ લોક થઇ ગયો. સિદ્ધાર્થ અને વિક્રમસિંહ કંઈ સમજે પહેલાં ઝંખનાએ રુબીનાં વાળ પકડીને ખેંચી અને ફ્લોર પર ફેંકી અને એની આગળ મુકેલી વસ્તુઓને લાત મારી દીધી. બાજુનાં પાત્રમાં જે પાણી હતું એ બધુજ રુબી પર ધોળી દીધું અને મંત્ર ગણગણવા લાગી.

રુબી ચીસો પાડવા માંડી. ભંવરસિંહ હાથ જોડતો ધ્રૂજતો ઉભો રહેલો. એતો સિદ્ધાર્થ અને વિક્રમસિંહને જોઈને ખુબ ગભરાઈ ગયેલો.         

ઝંખનાએ રુબીને વાળ ખેંચીને ઉભી કરી અને એનાં ગાલ પર તમાચા ઠોકી દીધાં. રુબી વધારે વિકરાળ થઇ ગઈ એણે કહ્યું તું પિશાચીની મારુ શું બગાડવાની ? મારી શક્તિઓ હજી તું જાણતી નથી હું તને ભસ્મ કરી દેવાની તાકાત ધરાવું છું અહીં શા માટે આવી છે ? મારી ક્રિયાઓમાં ભંગ કરે છે ? હું તને નહીં છોડું...

  ઝંખનાએ કહ્યું તારી ક્રિયાઓમાં તું જ ભસ્મ થઈશ સાલી ડાકણ હર્યા ભર્યા ઘરને તેં ફેંદી નાખ્યું પેલાં મીલીંદ નો જીવ લીધો હવે વંદનાની પાછળ પડી છું ? તારી શક્તિઓ કોનાથી છે એ પણ મને ખબર છે બધાં તાંત્રીકો અને કાલી શક્તિઓને વશ કરીને હું ભોંયમાં દાંટી દઈશ....સાલી રાંડ તું શું કરવા બેઠી છે ? તારી લાલચ, વાસના અને વેશ્યાવૃત્તિથી તું કોઈને શાંતિથી જીવવા નથી દેતી ? અને આ રાંડવો તારી વાસનામાં પરોવાઈ એનાંજ કુટુંબનું નખ્ખોદ વાળવા બેઠો છે તું...

 

વધુ આવતા અંકે : પ્રકરણ  101