સ્ટોરી લખું એ પહેલાં હું થોડા શબ્દો કહેવા ચાહીશ. મેં પહેલા કહ્યું તે મુજબ મને લખવામાં શુકુન મળે છે એટલે લખું છું બાકી લેખન સાથે મારી સંબંધ જે તમે વાંચો છો સમજો છો એ થી અધિક નથી જ.
મોટા ભાગે મારી સ્ટોરીઝ નો વિષય પ્રેમ જ હોય છે અને આ સ્ટોરી જે આજે લખવા જઈ રહ્યો છું એનો વિષય પણ પ્રેમ જ છે. અત્યાર સુધી જે કોઈ પણ સ્ટોરી લખી છે એ કાંતો માત્ર મારા વિચારો છે યા મારા જીવન કે અન્ય કોઈ ના જીવન ની ઘટેલી ટચૂકડી ઘટનાઓ હોય છે.
આજ ની સ્ટોરી એ થોડા વિચાર અને થોડી વાસ્તવિકતા સાથે સંબંધ રાખે છે.
આ ઘટના આજ થી થોડા વર્ષ પહેલાની છે, હું એક પ્રાઇવેટ કંપની માં જોબ કરતો હતો અને જોબ પ્રોફાઈલ માં મારે મોસ્ટલી અહીં થી તહીં ટ્રાવેલ કરવાનું જ હતું અને ઓફિસ હું દિવસ માં એકાદ વાર જાઉં તો જાઉં, અને મારું કામ ઓફિસ માં બહુ વખણાતું પણ નકારાત્મક બાબત માં , કેમ કે આપણ ને કામ નીકાડતા આવડે નઈ અને લોકો એમનાં કામ નીકાળી દેતાં. છતાંય એક મલ્ટી ટાસ્કર (મારું કામ થાય એ મારે કરવાનું અને બીજું પરચુરણ કામ કરવાનું) તરીકે મારા બોસ એ મને જોબ પર રાખ્યો.
થોડા મહિના પછી માનવી નામે એક છોકરી નું નવું જોઈનિંગ થયું , અને બોસે મને કહ્યું કે તું આરવ માનવી ની હેલ્પ માં તું રહીશ અને મે હા બોસ એમ કહ્યું. એ છોકરી લુક અને પર્સનાલિટી થી ઇમ્પ્રેસિવ અને હોંશિયાર લાગતી હતી એટલે મને નોતું લાગતું કે હું એને કંઈ પણ કામ માં આવીશ. શરૂઆત માં તો હું એની માટે શોભાના ગાંઠિયા જેવો જ હતો , એને કંટાળો આવે તો વાત કરે બાકી હું ચૂપચાપ એની બાજુમાં નકામી વસ્તુ ની જેમ બેસી રહું.
આ ટાઇમ પાસ પૂરતી વાતો ધીમે ધીમે વધવા લાગી અને વાતો નો મોટિવ ટાઇમ પાસ ના રહેતા મિત્રતાના સંવાદ જેવો થતો ગયો. થોડી હસી મજાક ની વાતો અને થોડીક જિંદગી માં રહેલ સમસ્યાઓ ની ગંભીર વાતો.
હું એની સાથે બધી વાતો શેર કરતો નહિ કેમ કે આપણે સ્વભાવે પુરુષ જે રહ્યાં પણ એની વાતો મને વિચારમાં મૂકી દેતી. કે આવી બધી સમસ્યાઓથી ઘેરાયેલ વ્યક્તિ આટલું તે ખુશ કેવી રીતે? હું એને આ સવાલ અવાર નવાર પૂછતો કે તું આટલું ખુશ કેવી રીતે રે છે તો એ કહે કે " i believe in lord Krishna" . આમ વાતો વાતો માં એક મહિનો વીતી ગયો.
અને મને એની વાતો એની સ્માઇલ અને કોઈક વાર એનું રડવું અને રડ્યા બાદ તરત જ આંસુ લુંછી ને કહેવું કે "તું મને બઉ રડાવે છે જોજે હું તને એક દિવસ રડાવિશ" (કેમ કે મે એને કહ્યું હતું કે હું એટલો કઠોર હૃદય નો છું કે મને રડવાનું આવડતું જ નથી.) આ બધી બાબતો ની આદત પડી ગઈ હતી.
એક દિવસ માનવી એ મને પૂછ્યું કે સાંજે તું ફ્રી હોય તો આપણે બંને ક્યાંક નાસ્તો કરીએ અને મેં પૂછ્યું કે કેમ આજે આ પ્લાન બનાવ્યો ? કંઈ ખાસ છે આજે ? એને અચકાતાં કહ્યું હા અને તે જ ક્ષણે ના કહ્યું . મેં કહ્યું જે હોય તે પણ નાસ્તા ના પૈસા તારે આપવા પડશે હું નહિ આપું . ( માનવી ખર્ચ કરવા માં બહું જ હાથ છૂટી અને હું એના બિલકુલ વિપરીત આપણી પાસે થી પૈસો નીકળે જ નઈ) એને ચાઇનીઝ ફૂડ મંગાવ્યું માનવી એ મને કહ્યું કે હું તને એક ખાસ વાત કહેવા માંગુ છું જે વાત મારા એકદમ નજીક ના લોકો જ જાણે છે. મેં મજાક મજાક માં કહ્યું કે ઓહ એવી તે શું વાત છે જે મને બહુ જ ખાસ બનાવે છે..? માનવી એ કહ્યું " જો આરવ હસી કાઢવા જેવી વાત નથી, તું સાંભળીશ તો ચહેરા પર નો બધો રંગ ઉડી જશે." મેં સિરિયસ થઈ કહ્યું " સોરી બોલ શું વાત છે એ.?"
માનવી એ કહ્યું " જો તે નોટ કર્યું હસે કે હું ઘણી વાર બધું ભૂલી જાઉં છું " મે કહ્યું "હા એ તો છે, પણ તું કહેવા શું માંગે છે ? " માનવી એ થોડું ગંભીર થઈ કહ્યું કે હું અલ્ઝાઇમર અને ઇનસોમનીયા ની પેશન્ટ છું " વાતાવરણ હવે અતિ ગંભીર બની ગયું. હું શું બોલું એ હું બે ઘડી સમજી શક્યો નહિ. એને મે પૂછ્યું " ક્યારથી અલ્ઝાઇમર છે? એને આ ઇનસોમનીયા શું છે? " માનવી એ કહ્યું " ઇનસોમનીયામાં આપણ ને ઊંઘ ના આવે , અને આ બધું મે તને એટલે કહ્યું કે તારો મારા તરફ નો વર્તાવ મિત્રતા થી વધુ થતો લાગે છે એટલે કંઈ પણ વિચારે એ પહેલાં આ વાત તું જાણી લે."
મેં કહ્યું કે સારું કર્યું તે કહ્યું પણ હું માત્ર તને દોસ્ત જ સમજુ છું. પણ તરત માનવી એ કહ્યું કે હું બધું જ સમજુ છું વાત ભૂલવા ની બીમારી છે પણ હું પાગલ નથી ઓકે.
હું કઈ બોલ્યો નહિ પછી અને અમે પછી ત્યાંથી એકબીજા ના ઘરે નીકળી ગયા. આજ હું એને એના બસ સ્ટેન્ડ સુધી મૂકવા ગયો નહિ અને એને પણ આ વાતે કંઈ કહ્યું નહીં, મે એને ફોન કરી ને પૂછ્યું પણ નહિ કે ઘરે પહોંચી કે નઈ. બે દિવસ બાદ હું ઓફિસ ગયો અમે hi hello સિવાય કંઈ બોલ્યા નહિ, મે થોડી વાર પછી એને કહ્યું કે " કે તને કોઈ ટેન્શન છે કે તું અનિંદ્રા (ઇનસોમનીયા) થી પીડાય છે ? હું તારી દરેક સમસ્યાનો અંત લાવી દઈશ." માનવી એ કહ્યું કે "તને મળ્યા બાદ મને એ બધા થી થોડો આરામ છે , પણ હું તને એક વાત કલિયર કહું કે તું એક સારો વ્યક્તિ છે અને આપણે બંને સારા મિત્રો જ છીએ " મે હસતાં હસતાં કહ્યું કે "અરે તે મે ક્યારે કહ્યું હું તને લાઈક કરું છું કે એવું કંઈ "
માનવી એ કહ્યું કે "ઓકે જે હોય તે પણ હવે કોઈ પણ વાતે થોડો વિચાર કરજે " આ વાત ને આજે વર્ષો વીતી ગયા અને વચમાં જે ઘટનાઓ ઘટી એ મારા માટે તદ્દન નવા જેવી જ હતી. મેં માનવી ને એક દિવસ મેરેજ માટે પ્રોપોઝ કર્યું એને હા તો કહ્યું નહિ પણ એની ના પણ નહોતી. પણ થોડા દિવસ બાદ વાત વાત માં એને મારી કોઈ વાત નું બહુ ખોટું લાગ્યું અને પછી એનો જવાબ આવ્યો કે " આરવ આપણે બસ એક સારા મિત્રો જ છીએ " મેં અને મનાવવા ના બનતા પ્રયાસ કર્યા પણ આ ભૂલ ની કોઈ માફી નહોતી. આજે પણ એ વાત નો પસ્તાવો થાય છે કે કાસ મારા મોઢે થી એ શબ્દો ના નીકળ્યા હોત. પણ એ છતાં અમે ફ્રેન્ડ તરીકે વાતો કરતા .
પણ એક દિવસ હું અચાનક એના ઘરે મળવા ગયો મારા પર એને પામી લેવાં નું જુનુન સવાર હતો . મારા આ વર્તન થી બધા સ્તબ્ધ હતા. કોઈએ એવું નહોતું વિચાર્યું કે હું કંઈ આવું પણ કરીશ. થોડા દિવસ બાદ હું પણ અચંબિત થઈ ગયો કે હું આ શું કરી બેઠો. હું ઘણા સમય બાદ હું થોડું રડ્યો જે પ્રમાણે માનવી એ કહ્યું હતું કે હું તને એક દિવસ બહુ રડાવિશ પણ અહી તો રડવાનું કારણ પણ હું જ હતો. માનવી વાસ્તવ માં મને રડાવી શકી નહિ. આજે માનવી શું કરે છે ક્યાં છે હું કંઈ જાણતો નથી ટુંક માં બધું વેર વિખેર થઈ ગયું છે. ના વિશ્વાસ રહ્યો ના મિત્રતા ના હું. જે શરૂઆત મે કરી હતી તેનો અંત પણ હું જ લાવ્યો છું.
માણસ ને ખુશ રહેવું હોય તો તેણે એની લાગણીઓ પર અંકુશ રાખવો જોઈએ અને આ વાત જેટલી કહેવી સરળ છે તેટલી જ અનુસરવી અઘરી છે.
આભાર🙏🙏
જય શ્રી કૃષ્ણ 🙏🙏