હેલ્લો હું કેશવ..
હું બહુ જ વિચારું વ્યક્તિ છું સતત કોઈને કોઈ વિચાર માં રહું જ છું, કોઈક સમય પોઝિટિવ કોઈક સમય નેગેટિવ વિચારો. કોઈ વખત પોતાને જજ કરું કોઈ સમય કોઈક સાથે ના સંબંધો ને. મને લાગે છે કે હું બહુ જ ગૂંચવાયેલ વ્યક્તિ છું.
જોવો ને તમને 2022 ના વર્ષ ની જ વાત કરું આ વર્ષ શરૂઆત નોર્મલ જ હતી પણ પછી મને મારી એકલતા ખૂંચવા લાગી.
એક દોસ્ત ની ફ્રેન્ડ છે જે તેની સાથે કામ કરે છે, એક દિવસ એ છોકરીના ના ફોટો મે મારા એ દોસ્ત (કેવલ) ના વોટ્સેપ સ્ટેટસ માં જોયા તો મે પૂછ્યું કે કોણ છે આ છોકરી તો કેવલે કહ્યું કે મારી કલીગ છે. મને એ છોકરી પસંદ ન હોવા છતાં ગમવા લાગી,મે એક રોજ કેવલ ને એમ - નેમ જ પૂછ્યું કે એને કોઈ bf છે? તો કેવલે કહ્યું સિંગલ છે.
અને પછી કેવલ અને એની gf એ છોકરી (સુરભી) ને મારા વિશે સારી સારી વાતો કહી એના મન માં મારા વિશે વિચારો ભરવા લાગ્યા. (ખરાબ વાતો એમને કહી નહિ કેમ કે એ લોકો પણ મારી ખરાબ વાતો થીક થી જાણતા નહોતા ) . આમ કરતાં મહિનો વીતી ગયો. એક દિવસ કેવલે મને એની ઓફિસે કોઈ કામ થી બોલાવ્યો અને હું ગયો અને ત્યારે મારી અને સુરભી ની પ્રથમ મુલાકાત થઈ. અમે "Hi" "hello" થી વધુ કંઈ વાત કરી શક્યા નહિ. એક દિવસ હું અને કેવલ એક દિવસ ની સફરે એના ગામડે ગયા હતા. અને ત્યાં એના ફોન માં નેટવર્ક ના હોવાથી તેને મારા ફોન થી સુરભી ને કોલ કર્યો. પહેલા તો સુરભી એ ફોન રિસિવ ના કર્યો પણ પછી ટેક્ષ્ટ મેસેજ મોકલ્યો કે આ કેશવ નો નંબર છે અને હું કેવલ કોલ કરું છું એટલે પછી સુરભી એ કોલ રીસિવ કર્યો. જે વાત હતી તે પતતાં કેવલે સુરભી ને કહ્યું કે આ નંબર add કરી લેજે તારા ફોન માં કેમ કે આજે મારો નંબર લાગશે નહિ અને તને પ્રોજેક્ટ માં કંઈ હેલ્પ જોઈતી હોય તો કોલ કરજે.
કેવલે કોલ કટ કરી સુરભી નો નંબર પણ મારા ફોન માં add કરી દિધો. મે પૂછ્યું કે મારા ફોન માં એનો ફોન નંબર શું કામ save કર્યો? કેવલે કહ્યું કે ભાઈ મારે કામ પડ્યું તો શું એનો નંબર ફોન માં ગોતવા જાઉં..? એટલે તકલીફ ના પડે એ માટે add કર્યો જો તું ના કહે તો delete કરી દઉં , મે કયું એવું નથી રેવાદે.
પછી થોડા સમય બાદ અમે બહાર ફરવા ગયા અને થોડા ફોટો ને વોટ્સેપ સ્ટેટસ માં મૂક્યા. સુરભી એ તે જોઈ reply આપ્યો કે guys તમે તો બહુ જ enjoy કરી રહ્યા છો અને હું અહી પ્રોજેક્ટ નું કામ કરું છું, કાશ હું ત્યાં હોત.તો કેવલે reply આપ્યો કે આવો કોણે રોક્યા છે તમને..? સુરભી એ reply આપ્યો કે હા હવે બહુ વાયળો ના થા. કામ કર તારું અને offline થઈ ગઈ.
મને Nature ની ફોટોગ્રાફી નો બહુ સોખ અને મેં થોડા artistic nature ના ફોટો પાડી વોટ્સેપ પર મુક્યા અને એનો reply આવ્યો કે awesome યાર કેશવ તમે તો સારા ફોટોગ્રાફર લાગો છો. અને મેં reply આપ્યો.
અને વાતો ની સિલસિલો હવે સુરું થઈ ગયો. અહીં સાચું કહું તો સુરભી એ મારી જે સારી તારીફ સાંભળી હતી એટલે પોતે safe છે એમ સમજી ને જ મેસેજ કર્યો હતો. બાકી હું જે વાતો એના વિશે જાણતો હતો તે પ્રમાણે એ ના પસંદ હોવા છતાં પણ મને પસંદ હતી.
આમ વાતો કરતા કરતા 15 દિવસ વીતી ગયાં. હું પણ એને ગમવા લાગ્યો અમે એકબીજા ને કોઈને કોઈ બહાને મળવા લાગ્યા. અને મારા મન માં એના માટે પ્રેમ ની લાગણીઓ બંધાવા લાગી. હું હવે એને પ્રપોઝ કરવા સારો અવસર તલાસી રહ્યો હતો.
માર્ચ ending નો સમય હોવાથી હું ઓફિસ ના કામ માં બહુ વ્યસ્ત હતો. અને સુરભી મને કોલ પર કોલ કરી રહી હતી અને મેં વ્યસ્તતા ના કારણે એનો કોલ recieve કર્યો નહીં. અને આ વાતનું સુરભી ને માઠું લાગ્યું અને એણે એનો ફોન switch off કરી દિધો. બે દિવસ સુધી હું એનો કોઈ સંપર્ક સાધી શક્યો નહિ .મારી ઓફિસ ના work load ના કારણે હું એને એની ઓફિસ પર જઈ મળી શકતો નહોતો. મે કેવલ અને એની gf દ્વારા સુરભી નો સંપર્ક કરવા બહું પ્રયત્નો કર્યા પણ એ એમના સંપર્ક માં પણ નહોતી. બે દિવસ બાદ એનો મને મેસેજ આવ્યો કે..... Sorry કેશવ મને લાગે છે કે આપણે સાથે રહી શકીએ એ શક્ય નથી લાગતું. કહ્યું હું અને તું બંને અલગ cast થી આવીએ છીએ અને આટલા દિવસ માં આપણે આટલા બધા કલોઝ થઈ એ બધું બહુ જલદી બની ગયું મને વિચારવા સમય જ મળ્યો નહિ, મે બે દિવસ બહુ જ વિચાર્યું અને મને અનુભવ થયું કે હું તને પ્રેમ નથી કરતી અને હું કોઈ લફડા બાજી માં પાડવા નથી માંગતી.
અને કહ્યું કે વધારા માં કહ્યું કે તું as a human being સારો છે પણ તારામાં એ સિવાય કશું પસંદ પડે એવું છે નહિ.
આ બધી વાતો છતાં મે એને મનાવવા ના ઘણા પ્રયાસ કર્યા પણ કરી થઈ શક્યું નહિ.
આમ છતાંય અમે "hi" "hello" જેટલી વાતો કરતાં. આમ કરતાં 1 મહિનો વીતી ગયો. મને પણ હવે સમજમાં આવવા લાગ્યું કે એનું મારા તરફ નું આકર્ષણ એ માત્ર મારી તારીફ ના લીધે જ હતું.
પણ સાચું કહું તો હું હવે ઘણો મૂંઝવણ માં છું.એની વાતો મારા મન માં ઘર કરી ગઈ છે કે મારા માં કંઈ પસંદ પડે એવું નથી સારા વ્યક્તિ હોવા સિવાય . પણ હું હવે સતત વિચારું છું કે હવે સારો વ્યક્તિ પણ ના રહું. આમાંય આ સારાપણું મને ક્યાં કોઈ દિવસ રાશ આવ્યું છે. પણ હું આમ નથી કરી શકતો આજ પણ જે હોય તે એની ચિંતા રહે છે મને. કોઈક વાર એને કોલ કે મેસેજ કરી એના હાલચાલ પૂછી લઉં છું.અને એ પણ મને કોઈ દિવસ ફોન મેસેજ કરી લે છે.
અમુક સમય વિચારું છું કે આટલી ચિંતા હું એની શું કામ કરું.? પણ મને એની care કરવાથી સારું feel થાય છે. અને એ પણ મારી care કરે છે. એનાં તરફ થી બધું બદલાઈ ગયું હસે પણ અહીં તો બધું હજી અકબંધ છે.