intelligence Finesse books and stories free download online pdf in Gujarati

બુધ્ધિ વન ચાતુર્ય

નદીકિનારે એક ખખડધજ વટ વૃક્ષ ઉપર કાગડો અને કાગડો રહેતા હતા અનેથડ ની બખોલમાં એક કાળો નાગ વસતો હતો. કાગડી તેના ઈંડા સવિને બચ્ચા ઉછેરે કે કાળો નાગ આવીને તે ખાઈ જાય.કાગડો અને કાગડી કાળો કકળાટ કરી મૂકે.એકવાર આ સંકટ માંથી છૂટવા કાગડાએ પ્રસ્તાવ મૂક્યો,' આપણે આ ઝાડ અને જૂની માળો મૂકીને ,બીજે રહેવા જઈએ.' કાગડી વધુ ચતુર હતી . તેણે કહ્યું,' ભય થી ભાગવાથી તો ભય પાછળ પડે છે. ભય માંથી મુક્ત થવાનો ઉપાય વિચારવો જોઈએ.'
કાગડો કહે' પણ આપણે શું કરી શકીએ? આપણે તો માત્ર રંગથી જ કૃષ્ણ (કાળા) છીએ આપણી પાસે બળ નથી.આ કાળા નાગ ને કેમ નાંથી શકીએ? કાગડી એ કહ્યું,' જરા ધીરજ ધરો .આપણી પાસે બળ નથી પણ પક્ષી જગતમાં આપણી ચતુરાઈ જાણીતી છે હું ઉપાય શોધી કાઢીશ .'
આ વાત ચાલતી હતી ત્યાં એક રાજકુમાર ,રક્ષકો સાથે નદીમાં નહાવા આવ્યો. કિનારા ઉપર પોતાનો પોષક અને સોનાના અલંકારો રાખ્યા.તે વખતે કાગડી એ ઝડપ મારી,સોનાનો હાર ઉઠાવી લીધો અને ઉડતી ઉડતી જે બખોલમાં કાળો નાગ રહેતો હતો તેમાં મૂકી દીધો.
ચોકીદારો આ જોતાં હતાં.તેઓ દોડ્યા .ઝાડ ની બખોલમાં જોયું તો નાગ બેઠો હતો.તેને મારી નાખ્યો.અને સોનાનો હાર લઈ લીધો .કૂટનીતિ થી કાગડીએ કરોતરાનું કાસળ કાઢી નાખ્યું! અને પછી આ કાગ દંપતી નિર્ભય બનીને એ વૃક્ષ પર રહેવા લાગ્યા.ઉપાય નહિ જાણવાને લીધે આ સંસાર વૃક્ષ ઉપર કેટલ
માનવ પંખીઓ દુઃખી થતા હશે?
આમ કા ગડી એ બુધ્ધિ નો ઉપાય કરીને નાગ ને દંડ દીધો.આપણે પણ આસંસાર માં કરોતરા થી બચવા બુધ્ધિ વાપરીને તેનો ઉપાય કરવો જોઈએ.આપણે આપણા રહેવા ની જગ્યા એ આવા ઘણા કરોતરા ને જાણીને તેને દૂર કરવા માટે ધીરજ રાખવી અને બુધ્ધિ નો ઉપાય કરીને તેનો નાશ અથવ
તેનાથી બચાવ કરવાનો છે.સમય નો ઉપાય કરીને યોગ્ય સમય મળે આપણે આવા અસામાજિક તત્વો જે આપણને નુકશાન પહોંચાડે છે .તેમનો આ સ્વભાવ જ ખરાબ હોય છે.


જીવનમ આવતી પરિસ્થિતિઓ નો સામનો બળ થી કરવાથી બંને પક્ષે નુકશાન થાય છે.પણ આપણે જીવનમાં આવી પડતી મુશ્કેલીઓ નો સામનો બુધ્ધિ થી સમજી વિચારીને કરવો જોઈએ.આપણે ઉતાવળે નિર્ણય ના લેવો જોઈએ આપણે શાંત મગજ રાખીને વિચારીને આગળ વધવું જોઈએ.
કાગડા કાગડી ની વાત આપણને જીવનમાં હંમેશા ઉતાવળે નિર્ણય ના લેતા ધીરજ રાખવાની જરૂર છે.તે શીખવે છે.આપણા સમાજમાં આવા સારા માણસોને દુર્જન માણસોનો રંજાડ હોય છે .તેમાં આપણે તેના જેવા ના બનતા સમય અને સંજોગ સાધીને યોગ્ય રસ્તો કાઢવાનો છે ચતુરાઈ કરીને આવવા પ્રશ્નો હલ કરવાનો ઉપાય કરવો .
આપણે પણ આપણી આસપાસ આવા વિધ્ન સંતોષી લોકો થી બચવા આપણી આવડત મુજબ વિવેક બુદ્ધિ નો ઉપયોગ કરીને ટેવલોકો થી છુટકારો મેળવી શકીએ
સમાજ માં આવા સારા અને ખરાબ માણસો પણ હોય છે.
આપણે સારા માણસો સાથે સારો વ્યવહાર કરવો અને ખરાબ માણસો ને આપણી બુધ્ધિ દવ્યારા સારા બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ .ખરાબ માણસો ને આપણી બુધ્ધિ દ્વ્યારા યોગ્ય બોધ આપીને સાચો રસ્તો બતાવવો જોઈએ.


.ઉપરના ઉદાહરણ દ્વારાસરળતાથી આપણે ખરાબ વાક્તી ને સાચા રસ્તે લાવશું.સમાજ માં સારા અને ખરાબ વ્યક્તી ઓ ને અોળખી આપણે તેને સાચો રસ્તો બતાવવાની જરૂર છે .તો સમાજ વ્યવસ્થિત ચાલશે.દરેક મનુષ્ય નો સ્વભાવ અલગઅલગ હોય છે. તેના ગુણો પણ જુદાજુદા હોય છે .તેથી આપણે જીવન માં આવા મનુષ્યો ને યોગ્ય પાઠ ભણાવવો પડશે.તો જ સમાજ નવા રંગ રૂપ માં વિકાસ પામશે દરેક મનુષ્ય સ્વતંત્રતા થી પોતાનું જીવન નિર્વાહ કરી શકશે.

V.M.PATEL


બીજા રસપ્રદ વિકલ્પો