એક સમય એક બુધ્ધ ભિક્ષુક જંગલમાં એક વૃક્ષ નીચે ધ્યાન માં બેઠા હતા.ત્યારે એક કઠિયારો લાકડા કાપવા ત્યાં જંગલ માં આવે છે. કઠિયારો લાકડા કાપીને પોતાનું ગુજરાન ચલાવતો હતો.તે લાકડા કાપીને બજાર માં વેચે અને જે પૈસા આવે તેમાં પોતાના પરિવાર નું ભરણ પોષણ કરતો.
કઠિયારો દરરોજ લાકડા કાપવા જંગલમાં આવતો જ્યાં આ બૌધ ભિક્ષુક બેઠા હતા.એક દિવસ ,બીજો દિવસ ,ત્રીજો દિવસ આમ સમય પસાર થતો ગયો.એક દિવસ બૌધ્ધ ભિક્ષુક કે કઠિયારા ને લાકડા કાપતા. જોઈએ તેની પાસે આવે છે.અને કહે છે "અરે ભાઈ તું આ લાકડa કાપીને તો ઘણા પૈસા કમાયો હશે.' બૌધ્ધ ભિક્ષુક ની વાત સાંભળી કઠિયારો ઊભો રહી ગયો અને બોલ્યો "નારે ના આ લાકડa કાપીને હું કઈ વધારે પૈસા નથી કમાતો .આ વ્યવસાય. માં મારા પરિવાર નું મદ પૂરું થાય છે .મને મારું જીવન બોજ લાગે છે.હું સતત વિચાર્યા કરું છું કે શું કરું તો મારા પરિવાર સુખી કરું . મારી પાસે લાકડa કાપવા સિવાય બીજું કોઈ કામ નથી.કઠિયારા ની વાત સાંભળી બૌધ્ધ ભિક્ષુક બોલ્યા "હું તને સુખી થવાનો માર્ગ બતાવીશ તું અહીંયા લાકડા કા પે છે એના કરતાં આગળ જા ત્યાં ચંદનના વૃક્ષો છે. ચંદન ના વૃક્ષો ના લાક ડા કપને વેચી શ તો વધારે પૈસા મળશે અને તારા પરિવાર ને સુખી કરીશ.' બૌધ્ધ ભિક્ષુક ની વાત સાંભળી કઠિયારા ને નવાઇ લાગી .તે વિચારવા લાગ્યો કે આ બૌધ્ધ ભિક્ષુક ખોટું તો ના કહેતા હોય ને! આવું વિચારીને તે લાકડા લઈને જતો રહ્યો .
બીજા દિવસે ફરી તે લાકડા કાપવા આવ્યો
અને મનમા વિચારવા લાગ્યો કે ઓલ્યા બૌધ્ધ ભિક્ષુક ની વાત સાચી તો ના હોય ને! ' આવું વિચારીને તે જંગલમાં આગળ ગયો .ત્યાં જોયું તો ખરે ખર ચંદન ના વૃક્ષો હતા .તે ખૂબ જ ખુશ થયો અને ચંદનના લાકડા કાપીને વેચીને ઘણા પૈસા મેળવ્યા આમ તે હવે રોજ લાકડા કાપવા નહોતો આવતો .તે પંદર દિવસે એકવાર આવતી અને લાકડા કાપી વેચી ને પૈસા મેળવી ને આનંદ કરતો.
હવે તે કઠિયારા ની ઉંમર થઈ ગઈ હતી .તે અશક્ત થઈ ગયો હતો .ફરીથી તે બૌધ્ધ ભિક્ષુક પાસે આવે છે .બૌધ્ધ ભિક્ષુક કઠિયારા ને કહે છે "અરે હજી તું ચંદન ના વૃક્ષો સુથીજ અટક્યો છે.હજુ આગળ જા અને વધારે પૈસા મેળ વ.તું આગળ જા આગળ ચાંદી ની ખાણ છે .ચાંદી મેળવીને તું વધુ પૈસા કમાઈ શકે છે.બૌધ્ધ ભિક્ષુક ની વાત સાંભળી કઠિયારો આગળ જાય છે.તો ત્યાં ખરેખર ચાંદી ની ખાણ હોય છે .તે ચાંદી મેળવીને ખૂબ જ ખુશ થાય છે. હવે તો જંગલ માં લાકડા કાપવા આવતો નહોતો. હવે તે ચાંદી વેચી ને મહિના સુધી બેસી રહેતો.
સમય પસાર થતો જાય છે.હવે કહિય રો વૃદ્ધ થઈ ગયો હતો .
એક દિવસ ફરી તે જંગલ માં આવે છે અને પેલા બૌધ્ધ ભિક્ષુક ને પાસે જાય છે.કઠિયારા ને બૌધ્ધ ભિક્ષુક કહે છે".
અરે હજુ તું ચાંદી ની ખાણ સુધી જ અટક્યો છે,હજુ આગળ જા આગળ સોનાની ખાણ છે .સોનું મેળવી ને ઘણા પૈસા કમાઈ ને આરામ કર.હવે તો કઠિયારા ને બૌધ્ધ ભિક્ષુક ની વાત પર વિશ્વાસ થઈ ગયો હતો.તે આગળ જાય છે તો ત્યાં ખરેખર સોનાની ખાણ હોય છે .તે સોનું મેળવીને ઘણા પૈસા કમાય છે. તે હવે લાકડા કાપવાનું ભૂલી ગયો હોય છે.હવે તે આરામ થી પોતાનું અને ઘરના સભ્યો નું ભરણ પોષણ કરી શકતો.હવે તે સોનું લઈ જતી અને મહિનાઓ સુધી જંગલ માં આવતો નહિ .મહિનાઓ સુધી તે આરામ કરતો.
એક દિવસ તે ફરી જંગલ માં પસાર થાય છે. ત્યારે પેલા બૌધ્ધ ભિક્ષુક ને મળે છે. કઠિયારા ને જોઇને બૌધ્ધ ભિક્ષુક કહે છે " અરે હજુ તું સોનાની ખાણ સુધી જ પહોંચ્યો છે .આગળ જા હજુ આગળ હીરા ની ખાણ છે. " કઠિયારો આગળ જાય છે અને હીરા મેળવે છે.અને વર્ષો સુધી જંગલ માં આવતો નથી .તે હવે વૃદ્ધ અને અશક્ત થઈ ગઈ હતી.
કઠિયારા નું જીવન હવે પૂર્ણ થવામાં આવ્યું હતું .એક દિવસ તે લાકડી ના ટેકે ટેકે ચાલતી પેલા બૌધ ભિક્ષક પાસે જાય છે.અને પગમાં પડી જાય છે.બૌધ ભિક્ષુક કહે છે " અરે તું હજુ હીરાની ખાણ સુધી જ પહોંચ્યો છે .આગળ જા હજુ હીરા કરતાં પણ કિંમતી વસ્તુ આગળ છે .કઠિયારો આગળ જાય છે.અને પાછો બૌધ ભિક્ષુક પાસે આવીને કહે છે મહાત્મા આગળ મને કઈ ના દેખાયું .ત્યારે તે બૌધ્ધ ભિક્ષુક (મહાત્મા ) કહે છે ."તે મને ત્યાં ના જોયો " આગળ હું છું.
કઠિયારા અને બૌધ ભિક્ષુક ની વાર્તા પરથી આપણને એ બોધ મળે કે આપણે જીવનભર પૈસા પાછળ જ ભાગીએ છીએ .પરંતુ સાચી શાંતિ ધ્યાન માં જ છે. બૌધ્ધ ભિક્ષુક જાણતા હતા કે આગળ ચંદન ના વૃક્ષો ,ચાંદી ની ખાણ ,સોનાની ખાણ ,તથા હીરા ની ખાણ છે .છતાં પણ તે પૂર્ણ શાંતિ માટે વૃક્ષ નીચે ધ્યાન માં બેઠા હતા .