Ek Poonamni Raat - 98 books and stories free download online pdf in Gujarati

એક પૂનમની રાત - પ્રકરણ-98

એક પૂનમની રાત

પ્રકરણ - ૯૮

 

રુબી ભંવરને એનાં કુટુંબ વિષે સવિસ્તર રીતે જણાવી રહી હતી. એણે કહ્યું “મારાં કુટુંબમાં હું, નેન્સી અને મારાં માતા પિતા સિવાય બધાંજ વ્યભિચારમાં વ્યસ્ત હતાં મને ખુબ ખરાબ લાગી રહ્યું હતું. મને થતું હું આ ઘરજ છોડી દઉં આવા વાતાવરણમાં માણસ જીવીજ કેવી રીતે શકે ?”

“ભંવર, એક દિવસ હું ઓફિસથી વહેલી આવી હતી મારી તબિયત ઠીક નહોતી. હું ઘરમાં આવી માં અને પાપા ક્યાંક બહાર ગયાં હશે નેન્સી પણ એમની સાથે ગઈ હતી મને ખબર નહોતી એલોકો ઘરે નથી હું મારી ચાવીથી ઘર ખોલીને અંદર ગઈ તો ઘરતો સુમસામ હતું પણ નેન્સીનાં રૂમમાંથી અવાજ આવી રહેલો હસવાનો મને કુતુહલ થયું હું સીધી એનાં રૂમમાં દરવાજો ખોલીને ગઈ ત્યાં મેં શું જોયું ? મારુ હ્ર્દય ધબકતું બંધ થઇ ગયું જશે એવું દ્રશ્ય જોયું પ્રેમીલા અને નેલ્સન સાવ નગ્ન હાલતમાં એકબીજાની બાહોમાં હતાં....”

મને સામે જોઈ બંન્ને જણાં સંકોચાયા અને પ્રેમીલા બોલી “તું ?” અને બંન્ને જણાંએ કંઈ હાથમાં ના આવતાં ચાદર ખેંચી ઓઢી લીધી.                       

મારાં ગુસ્સાનો પાર નહોતો મેં કીધું “..પ્રેમીલા ચુડેલ મારી બહેન અને ભાઈ બંન્નેનો સંસાર સળગાવ્યો? સાલી તું બાર ડાન્સર પબમાં જે ધંધા કરે છે એ હવે ઘરમાં જ શરૂ કર્યાં ? તને બીજું ઘર નહોતું મળ્યું ? આજે તારો ફેંસલોઃ બધાં સામે કરીશ...નેલ્સન યુ ઇડિયટ મારી ભોળી નેન્સીને દગો કર્યો ? આ બજારુ રાંડ માટે ? નીકળ મારાં ઘરમાંથી...” હજી હું આટલું બોલું ત્યાં પ્રેમીલા મારાં ઉપર ધસી આવી મને કહે “તું કેટલાં પાણીમાં છું મને ખબર છે..તું એક અક્ષર કોઈ સામે બોલી છે તો તું આજની રાત કે કાલનો દિવસ નહીં જુએ આ મારી સીધી વોર્નિંગ છે તારું જીવન પણ બરબાદ કરી નાખીશ તું હજી મને ઓળખતી નથી....મને ખબર છે તારી પણ બધી...ચંદ્રકાન્ત ભાઉ સાથે કેટલી વાર સુઈ ગઈ છું ? પેલો મેકવાન હાં હાં હાં...તને એમનેમ નોકરી પર રાખી છે ? તારાંમાં છે શું ? પગ પહોળા કર્યા વિના અત્યારે મળે છે શું ? તારું ભલું ઇચ્છતી હોય તો મોં બંધ રાખજે. જીભડી સીવી લેજે નહીંતર જોવા જેવી થશે મારુ તો જે થવાનું થશે પણ તારું આખું ઘર બરબાદ થઇ જશે.”    

“ભંવર મારાં પર એ ચરિત્રહીને મને દબાવવા ગમે તેવા આક્ષેપો કર્યાં. મેં વિચાર્યું મારાં કહેવાથી બધાંજ બરબાદ થઇ જશે અને મારુ કહેલું પણ સાચું નહીં માને મને વ્હેમ છે એમ કહી મનેજ અપમાનીત કરશે. બીજે દિવસે સવારેજ મેં ઘર છોડી દીધું ઘરે કહ્યું મને ઓફિસ તરફથી ઘર મળવાનું છે એમ કહી વાત ત્યાં આટોપી લીધી એ પછી એ ઘરમાં હું કદી ગઈ નથી. આજ છે મારો સારો ખરાબ ભૂતકાળ. આમાં મને શું કહેવું ગમે એવું છે ? છતાં તારાં આગ્રહ હતો મેં કીધો. “

ભંવર બધું સાંભળી રહેલો..એનું મન ખિન્ન થઇ ગયેલું એણે કહ્યું “કંઈ નહીં પેગ બનાવ કાલે આપણે મુંબઈ જવા નીકળી જઈશું સાલું મન ખુબજ ડીસ્ટર્બ છે પ્લીઝ.” રુબી બધી વાત સમજી ગઈ એણે સમજીનેજ બધો  ભૂતકાળ ભંવર પાસે ઉજાગર કરી દીધેલો...                   

*******

દેવાંશના ઘરે નાનાજીએ વિધીની બધી વાત કરી અને જણાવ્યું કે “આ વિધી વડોદરાનાં મહારાજનાં એક મહેલમાંજ થશે ત્યાં સિદ્ધાર્થ, અને બધાંજ પાત્રો હાજર રહેશે અને હાજર રહેવાનું કહેવામાં આવશે અને એ પછી બધીજ શાંતિ થઇ જશે કોઈ ચિંતાનું કારણ નથી હવે યોગ્ય સમય આવી ગયો છે એક સાથે બધાનું નિવારણ થશે. અને નિવારણ સાથે અમુક જીવનું નિર્વાણ પણ થશે. “

બધાં નાનજીને સાંભળી રહેલાં. એમનાં જ્ઞાન અને સિધ્ધીઓ અંગે કોઈને શંકા નહોતી બધાં શાંતિથી સાંભળી રહેલાં. તરુબહેનનાં હાથ જોડાઈ ગયાં અને બોલ્યાં “બસ આપની કૃપાથી બધું શાંત થાય અને આપણાં છોકરાં સુખી થાય. આવાં હળાહળ કળીયુગમાં પણ તમારાં જેવાં સિદ્ધ પુરુષ હાજર છે અમારા માટે એજ મોટું સદભાગ્ય છે.”

 

નાનાજીએ કહ્યું “હવે બધાં આનંદનાં પ્રસંગે ખુબ રાજીપો રાખો બધાંને મારાં આશીર્વાદ છે.”                         

******

નવરાત્રીનાં નવમાં દિવસે દેવાંશ, વ્યોમા, અંકિત અનિકેત ગરબા કરવા ક્યાંય જવાને બદલે વ્યોમાનાં ઘરનાં આંગણમાંજ માતાજીની પૂજા કરી ગરબા કરવાનો નિષ્ચય કર્યો. એમાં ચારેય ઘરનાં બધાને હાજર રહેવાં આમંત્રણ આપ્યું દેવાંશ, અંકીતા, અને અનિકેત ચારેય બધાં કુટુંબીજનોએ નાનાજી અને મામાની હાજરીમાં માં ની પૂજા કરી ગરબા કર્યાં.

વ્યોમા, દેવાંશ, અંકીતા, અનિકેતને ગરબા કરતાં જોવા લ્હાવો હતો. બધાં આનંદથી એમને ઝૂમતાં જોઈ રહેલાં બધાંનાં મનમાં ખુશી હતી અને તેઓ મનોમન ખુશ થઇ આશીર્વાદ આપી રહેલાં.

ગરબા પુરા થયાં પછી વ્યોમાનાં પાપાએ વિનોદભાઈ અને મીરાં બહેને બધાં માટે ચા - નાસ્તો અને જમવાની વ્યવસ્થા કરી હતી. માંની આરતી પુરી કરી પ્રસાદ વહેંચ્યો અને બધાં એમનાં બગીચામાંજ સાથે બેઠાં હતાં. અંકિતાનાં પાપાએ કહ્યું “આજે હું ખુબ ખુશ છું અનિકેત જેવો દીકરો અને સંસ્કારી કુટુંબ મળ્યું છે. મારી દીકરી જીવન ભર સુખી રહેશે.” અનિકેતનાં પાપા ગુણવંતરાવે કહ્યું “અમારી માટે પણ આ આનંદનાં દિવસ છે કે અંકિતા અમારાં ઘરની વહુ બનશે. ઈશ્વરે બધાંને ખુબ આશીર્વાદ આપ્યાં છ”                            

આજે ચારેય કુટુંબ એકબીજાને મળીને વાતો કરી સરખો પરીચય મેળવી સંતુષ્ટ હતાં. નાનાજીએ બધાંને આશિષ આપતાં કહ્યું “સારા ને કોઈ રોકી ના શકે અને ખરાબ તત્વ પ્રવેશી ના શકે એવો માહોલ છે. માં અંબાનાં આશીર્વાદથી પૂનમની વિધી પછી કોઈ કનડગત કે અવરોધ નહીં રહે એ સમયે બધીજ હસ્તીઓની હાજરી હશે આ જન્મ કે ગત જન્મની બધી સ્થિતિઓ સ્પષ્ટ થશે ઋણ ચૂકવાશે અને છોકરાઓ આનંદથી બાકીનું જીવન આનંદ સુખથી પસાર કરી શકશે. એનાં માટેની તૈયારીઓ ચાલુ કરી છે.”

દેવાંશનાં પાપા સાથે મહારાજનાં એ મહેલમાં જરૂરી સાફસૂફી અને સુરક્ષા અંગે ચર્ચા કરી લીધી.જયારે નાનાજીએ મહેલનો ઉલ્લેખ કર્યો ત્યારે વિક્રમસિંહજી આષ્ચર્ય પામી ગયાં એમણે પૂછ્યું “વડીલ એ જંગલમાં રહેલાં રાજમહેલમાં વિધી કરવાની છે ?”

નાનાજીએ ગર્ભિત રીતે હસતાં કહ્યું “હાં ત્યાંજ,  ત્યાંજ બધી વ્યવસ્થા, સુરક્ષા અને આ વિધી કરાવવાની છે ત્યાં કાર્યાથીજ બધું ફળ મળશે કારણ કે ત્યાંની ભૂમિ અને એ ખંડેર રાજમહેલ સાથેજ બધી વાતો જોડાયેલી છે તમને એની બધી વાત પછી સ્પષ્ટ સમજાઈ જશે.”

બધાં માટે આષ્ચર્ય હતું કે નાનાજી આ શું કહી રહ્યાં છે ? નાનાજીએ કહ્યું “બધાએ આષ્ચર્ય પામવાની જરૂર નથી હું કહું છું એટલું કરો પછી બધીજ વાતો હું કહીશ સમજાવીશ.”

અનિકેત-વ્યોમા - અંકિતા - દેવાંશ પણ અવાક થઈને સાંભળી રહેલાં. પછી નાનાજીએ કહ્યું “ત્યાં સિદ્ધાર્થ અને એની શક્તિ ઝંખના પણ ત્યાં હાજર રહેશે. અમુક શક્તિઓને તો અત્યારથીજ જાણ થઇ ગઈ હશે.”

નાનાજીએ આગળ આષ્ચર્ય વધારતાં કહ્યું “ત્યાં તમારાં બધાં કેસનો પણ ઉકેલ આવી જશે ફરીથી એજ ગર્ભિત હાસ્ય સાથે કહ્યું દેવાંશનો ખાસ મિત્ર મિલીંદ અને એનાં કુટુંબનાં પ્રશ્નો પણ હલ થઇ જશે જેને સજા મળવાની હશે સજા મળશે અને જીવનારા બધાં ન્યાલ થઇ જશે એમાં એક પાત્ર વગર કારણે શહીદ થયું છે એ રામુ એનો આત્મા સદગતિ પામશે. “

બધાનાં ચહેરાં અવાક થઈને જાણે કોઈ અકળ વાણી સાંભળી રહ્યાં હોય એમ સાંભળી રહેલાં.

વિક્રમસિંહે કહ્યું “પ્રભુ આપને આટલી બધી જાણકારી કેવી રીતે મળી ? તમે તો એક વિધીમાંજ બધું...”

નાનાજીએ કહ્યું “એક કાંકરે અનેક પક્ષી મરશે અને બીજા મુક્ત થશે. સનાતન ધર્મનાં શાસ્ત્રોનોજ આ એક ચમત્કાર છે જે તમે એ દિવસે નજરે જોશો. ..”

દેવાંશ અને વ્યોમા સાંભળી રહેલાં અને ત્યાં સિદ્ધાર્થ અચાનક આવી પહોંચ્યો અને બધાંને નમષ્કાર કરી વિક્રમસિંહને બાજુમાં બોલાવી કાનમાં કંઇક ખબર આપી અને...

 

વધુ આવતાં અંકે - પ્રકરણ ૯૯

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED