આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-107 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-107

આઈ હેટ યુ - કહી નહીં શકું

પ્રકરણ ૧૦૭

 

આજે કેટલાયે સમય પછી રાજે ફોટા માંગેલા. નંદીનીએ વિચાર્યું પુરી સ્વસ્થ થઈને હું ફોટા લઈશ અને મોકલીશ. રાજ અને સર્વે બધાં  સાથે વાત થયાં પછી નંદીની ખુબ ખુશ હતી. મનોમન માઁમહાદેવનો આભાર માની રહેલી. કેટલીયે પળો વિરહમાં દુઃખ સંઘર્ષમાં વીતી પછી સુખનો સૂરજ ઉગ્યો. એનો રાજ એને પાછો મળી ગયેલો. નંદીનીએ ફોન ઠેકાણે મુક્યો. પાછી બેડ પર આડી પડી અને વીડીયોકોલ પર જે વાતો થઇ હતી બધાં સાથે અને ખાસ રાજ સાથે એનાથી આનંદમાં હતી. એ પાછી ભૂતકાળમાં ખોવાઈ...રાજ સાથે વિતાવેલી પળો યાદ આવી ગઈ અને હવે પછી ભવિષ્યમાં રાજને કેવો પ્રેમ કરશે એની આનંદની સુંવાળી યાદોમાં ખોવાઈ....

નંદીની પાછી ઉઠી અને રૂમની બહાર નીકળી એણે જોયું માસા અને માસી બંન્ને દેવસેવામાંજ બેઠાં છે એ વાત સમજી ગઈ. એ માસી પાસે આવીને બોલી “માસી...માં.. આજે પાછો એ દિવસ જોવાનો આવ્યો ખુબ આનંદ લાવ્યો છે માસી માં રાજ અને એનાં પેરેન્ટ્સ મારો સ્વીકાર કરી લીધો છે મેં બધીજ પરિસ્થિતિ સ્પષ્ટ અને સાચી કહી છે બધાએ સ્વીકારી છે માં આજે હું ખુબ ખુશ છું.”                     

માસી બોલીજ ના શક્યાં આંખોમાંથી હર્ષનાં આંસુ સરી પડ્યાં માસાએ કહ્યું “દીકરી તારો ભવ સુધરી ગયો મહાદેવે પ્રાર્થના સાંભળી હું અને માસી ક્યારનાં પ્રાર્થના કરી રહેલાં કે તું બધાં સાથે વાત કરી રહી હતી અમને અંદેશો આવી ગયેલો કે બધું સારાવાટે થઇ રહ્યું છે બસ હવે તારાં લગ્ન અમે માણીશું. વિરાટ સાથે વાત કરીને બધું નક્કી કરીશું. “      

માસીએ ખુશી વ્યક્ત કરતાં કહ્યું “એક માંડવે હું મારી દીકરી અને દીકરો બંન્ને પરણાવીશ. આજે સ્વર્ગમાં મારી બેન બનેવી પણ તને આશીર્વાદ આપતાં હશે આપતાં રહેશે કેટલાય સમય પછી એમની દીકરી બધો સંઘર્ષ વેઠીને આજે એનાં પ્રેમને પાછો મેળવી શકી છે. અમને ખુબ આનંદ થયો છે બસ આ ઘડીની આ શુબ ઘડીની હું રાહ જોઈ રહી હતી .”

આજે માસી અને દીકરી વળગીને હર્ષનાં આંસુ પાડી રહ્યાં છે. શકુંતલાને એનો દુષ્યંત મળી ગયો છે બધાંજ જીંદગીના અંતરાય દૂર થયાં છે અને પગલે પગલે પ્રભુતા અને સુખ દેખાઈ રહ્યાં છે. માસનો હાથ દીકરી નંદીનીનાં માથે ફરી રહ્યો છે ફરીથી ઘરમાં આનંદ વ્યાપી રહ્યો છે.           

******

અમેરિકામાં ગૌરાંગભાઈનાં ઘરમાં બધાની ખુશી મરજીથી બધો પ્લાન નક્કી થઇ ગયો છે કે પંદર દિવસ પછી શુભ મુહૂર્ત કાઢીને વિરાટ તાન્યા અને રાજ નંદીનીનાં લગ્ન અહીં US માં ધામધૂમથી કરી લેવાં. વિરાટનાં માતા પિતાને નંદીનીને અહીં તેડાવી લેવાં. એનાં અંગેનાં જે કંઈ કાગળીયાં, પેપરવર્ક કરવાનું હોય એ ગૌરાંગભાઈએ શરૂ કરી દીધું હતું. નંદીની સાથે વાત થઇ ગઈ ને આજે અઠવાડીયું વીતી ગયું હતું.

મિશાબહેને એમનાં USમાં સ્થાયી થયેલાં પંડિત પાસે મુહૂર્ત કઢાવી લીધાં અને વિરાટનાં માતા પિતાને જણાવી દીધું આજે એમની સાથે વાત થઇ ચુકી હતી એલોકો પણ તૈયારીઓમાં પડેલાં. માસી અને માસા સાથે નંદીની સુરતનાં ખ્યાતનામ સ્ટોર્સમાંથી કપડાં દાગીના ખરીદવામાં વ્યસ્ત હતાં. ઘણી બધી ખરીદી કરીને આવ્યાં પછી માસીએ કહ્યું “નંદીની તું મારી દીકરીજ છે અમારાં તરફથી દીકરીને જે ધરાવું પહેરવાનું હોય એ અમેજ કરીશું તારાં માંબાપની જગ્યાએ અમેજ છીએ.’ નંદીનીએ સહર્ષ સ્વીકારી લીધેલું પછી નંદીનીએ માસીને કહ્યું “માસી મેં ઘણી બચત કરી છે ત્યાં માં -પાપાનાં પણ ઘણાં પૈસા જે ક્લેઇમમાં વીમાનાં આવેલાં એ પણ મારી પાસે છે. એમાંથી હું વિરાટ અને તાન્યા માટે તથા રાજ માટે ખરીદી કરીશ તમે ના નાં પાડશો માસી.”                                    

નંદીનીના ભાવ અને ઈચ્છા જાણી માસીએ કહેલું કે ભલે તારી ઈચ્છા હોય એમ કરજે પણ તારો બધોજ ખર્ચ ચઢાવો -જણસ અમે લઈશું નંદીનીએ કહ્યું માં તમે આટલું તો કરો છો કર્યું છે હું તમારી જીવનભરની ઋણી થઇ ગઈ છું.

આમ લાગણી અને પ્રેમ સાથે કોઈ ગણિત કે ગણતરી વિના બધાં કામ થઇ રહેલાં. ખરીદી થઇ રહેલી નંદીની વારે વારે રાજ -વિરાટ -તાન્યા સાથે વાત કરતી રહેલી અને ખરીદી અને તૈયારીઓની વાત કરી આનંદ લેતી.     

માસાએ નંદીનીને કહ્યું “દીકરાં તું રજાઓ લીધાં કરે છે તારી ઓફીસે જઈને આજે રીઝાઈન કરી દે ત્યાં હિસાબ કરી બધાં કામ પૂરાં કરી લે. રૂબરૂ જઈ આવી આજે એ બધું ફાઇનલ કરી આવ પછી તું સંપૂર્ણ મુક્ત. ગૌરાંગભાઈએ પેપર્સ મોકલી દીધાં છે મેં વીઝા માટે એપ્લિકેશન કરી દીધી છે”.            

******

નંદીની બીજેજ દિવસે ઓફિસ ગઈ અને એનાં બોસ ભાટીયાનાં હાથમાં રાજીનામું આપતાં કહ્યું " સર મને આ કંપનીમાં કામ કરી ઘણો અનુભવ બધાનો સાથ મળ્યો છે એનાં માટે બધાની આભારી છું હવે હું કંપની છોડું છું કારણકે US જઈ રહી છું ત્યાં મારા લગ્ન છે અને અહીં મારા અંકલ આંટી છે બધાં સાથે જઈ રહ્યાં છીએ.”

ભાટીયા નંદીનીની સામેજ જોઈ રહ્યો. એણે આષ્ચર્યથી પૂછ્યું "આટલું જલ્દી નક્કી થઇ ગયું એની વે...તારાં કામથી કંપની ખુશ છે અને તને બધાં વતી કોંગ્રેટયુલેશન કહું છું સાંજ સુધીમાં તારો એકાઉન્ટ તૈયાર થઇ જશે અને નીકળતાં પૈસા તારાં એકાઉન્ટમાં જમા થઇ જશે. અહીં ઓફિસમાં કોઈ અગવડ પડી હોય તો માફ કરજે. તું સ્ટાફમાં બધાને મળી શકે છે. તારાં એકાઉન્ટનાં પેપર્સ તને મળી જશે.”

નંદીનીએ કહ્યું “થેન્કયુ સર.” એમ કહી એમની ચેમ્બરમાંથી બહાર નીકળી લીના અને પારુલને મળવા ખાસ ગઈ અને લીનાએ કહ્યું “સરપ્રાઈઝ ...નંદીની તું તો રજા પર હતી અને અચાનકજ ઘટસ્ફોટ કર્યો તું ઊંડી નીકળી ...બાય ધ વે કોંગ્રેટયુલેશન.” પારુલે પણ કહ્યું “તારી યાદ આવશે નંદીની હવે ભાટીયાને અમેજ ઝૅલીશું” એમ કહેતાં ત્રણે એક સાથે હસી પડ્યાં. નંદીનીએ કહ્યું “હું કંપની છોડીને જઉં છું પણ ફોનથી સંપર્કમાં જરૂર રહીશ.”                                 

લીનાએ કહ્યું “તને તારો પ્રેમ મળી ગયો એની અમને ખુશી છે તે બધી વાત દબાઈ રાખેલી પણ બધું જાણ્યાં પછી લાગે છે તું આ ખુશીની હકદાર છે એટલે તને મળ્યું છે. તારાં પેપર્સ એકાઉન્ટ બધું હું જ કરાવી લઉં છું અને તું US જાય પહેલાં તને તારાં ઘરે મળવાં આવીશું તેં કીધું એમ ફોન પર તો વાત કરતાં રહીશું ગોસીપ પણ કરીશું આપણું ઓફિસનું ગ્રુપ છે એમાં.” અને ત્રણે પાછા હસી પડ્યાં. નંદીનીએ કહ્યું “લીના -પારુલ જેટલો સમય સાથે કામ કર્યું રહ્યાં ખુબ યાદગીરી રહેશે તમે મને ખુબ સાથ આપ્યો છે થેન્ક્સ ડીયર.”

લીના પારુલ અને નંદીની ત્રણે લાગણીસભર થયાં આંખો ભીની થઇ અને નંદીનીએ ઓફિસ અને બધાની વિદાય લીધી ઘરે આવવા નીકળી.

નંદીની એક્ટીવા પર ઘરે પાછી જઈ રહી હતી અને મનમાં સુરત આવી ત્યારથી આજ દિવસ સુધીની બધી યાદો તાજી થઇ ગઈ એણે વિચાર્યું ઘરે જઈને પહેલાં જયશ્રી મનીષ સાથે વાત કરીશ. જયશ્રીને દિવસ રહેલાં હું મારી વ્યસ્તતામાં વાત નથી કરી શકી એને પણ ખુબ આનંદ થશે.               

નંદીની ઘરે આવી અને માસીને કહ્યું “માં મેં આજે કંપનીમાં રાજીનામું આપી દીધું છે હિસાબ મળી જશે અને હવે હું સાવ મુક્ત થઇ છું મારી સહેલી જયશ્રી સાથે વાત કરી લઉં એણે મને મારાં સંઘર્ષનાં દિવસોમાં ખુબ સાથ આપ્યો છે મદદ કરી છે. હું એણે ખુશીનાં સમાચાર આપી દઉં.”

માસીએ કહ્યું “નબળા સમયમાં જેમણે બળ આપ્યું હોય સાથ આપ્યો હોય એણે કદી નાં ભૂલવા એ આપણાં સંસ્કાર છે અને તું એ નિભાવીશ મને ખબર છે.”

નંદીની સાંભળી રહેલી એણે કહ્યું “માં સૌથી પહેલો તમારો આશરો અને બાકી બધી મિત્ર જે હતી જેવી હતી એણે સાથ આપ્યો છે હું કેવી રીતે ભૂલી શકું ? જયશ્રી સાથે વાત કરી લઉં” એમ કહી મોબાઈલ લઇ રૂમમાં ગઈ.

“હેલો જયશ્રી...સોરી ઘણાં સમયે ફોન કરી રહી છું તારી તબીયત કેમ છે ? ક્યારે વધાઈનાં સમાચાર મળવાનાં છે ? જયશ્રીએ કયું એય નંદીની તું ખુબ ખુશ જણાય છે આજનો તારો અવાજ કંઇક જુદોજ છે. મારી તબીયત સારી છે છઠો મહીનો જઈ રહ્યો છે. ૧૫ દિવસ પછી રજા પરજ ઉતરી જવાની છું મનિષ ખુબ કાળજી લઇ રહ્યો છે. મારાંથી પણ ફોન નહોતો થયો પણ તું તારું જણાવ કેમ ચાલે છે જીંદગી?”

નંદીનીએ કહ્યું “તારો અંદાજ સાચો છે હું ખુબજ ખુશ છું US રાજ અને એની ફેમીલીએ મારો સ્વીકાર કરી લીધો છે હું અમેરીકા જઈ રહીં છું લગ્ન કરવાની છું ત્યાં મારો ભાઈ વિરાટ છે એનાં પણ સાથેજ લગ્ન છે. બીજું મેં કંપનીમાં આજેજ રીઝાઈન કરી દીધું છે એકજ અફસોસ છે કે તારાં બાળકનું મોં જોવા ક્યારે જલ્દી આવું...તારી સાથે હું નાં રહીં શકી આ સમયમાં ....”

જયશ્રીએ કહ્યું “તારી અને મારી ખુશી બંન્ને ભળી ગઈ ખુબ આનંદ થયો છે તારાં સમાચાર જાણીને પણ ....વરુણનાં...”

 

વધુ આવતા અંકે -પ્રકરણ ૧૦૮