Shri Pithad I - Sandhbeda Ness books and stories free download online pdf in Gujarati

શ્રી પીઠડ આઈ - સાંઢબેડા નેસ

ગીર તો અજરાઅમર છે.આ લેખ માં આપણે ગીર ના 200 વર્ષ જુના નેસ ની માહિતી, મસવાડી ના ઉદ્દભવ ની માહિતી જોઈએ
આજે ગીર ના સાંઢબેડા નેસ ની માહિતી રજૂ કરું છું.
આ નેસ માં પીઠળ આઈ ની ડેરી છે.ભૂતકાળ માં માતાજી ના થળા ઉપર મોટું મહાકાય બેડા નું ઝાડ હતું.ત્યારે એક ચારણ ની અરજ પર થી રાતોરાત મૂળિયા સહિત આ બેડા ના ઝાડ ને ઉખાડી ફેંકેલ હતું.વર્ષો પહેલા સુધી જે જગ્યા પર ઝાડ પડેલ એ ખાડા માં ,માંદણા માં ભેંસો આરામ કરતી હતી.

ચારણ કવિ એ સાંઢ બેડા નેસ માં જઈને માતાજી ના થળા ઉપર મોટા ઝાડ અને જેનું નામ સાંઢ બેડો હતું તે જોઈને દુહો કહેલ કે

'વડ પર તો વટ વહે,આગળ જલકુંભ ભરીયલ જોય,
પણ બુઢી બાઈ થાનક બેહણું,તખત પર સાંઢ તે'

ત્યારબાદ થોડા દિવસ બાદ એક ચારણે આ ઉપર નો દુહો સાંભળી ને માતાજી ને અરજ કરી કે,

'સાંઢ થઈ ને સોયા ની ,રીયે જો બેડો એક રાત,
તો તો સીંદર લાજે સોરઠી, અમારી પાંચ પાહળા ની પીઠબાઈ'

આ દુહો બોલીને ચારણ તો ચાલ્યો ગયો પરંતુ મધરાતે ફૂલ પવન દ્વારા માતાજી એ આ વિધા એક ના બેડા ના ઝાડ ને ઉખાડી ને ફેંકી દીધું.
આ બેડા ના ઝાડ ને ઉખાડી ફેંક્યા બાદ લખાયેલ દુહા જોઈએ તો

'બેડો તે ભાંગી ને ભૂકો કર્યો,વિસામે વીંડા જે,
થાપે થમને થાડીયો, તેદી જબરી પીઠળ જે'

'મધરાતે બેડો ધરણ માથે,ધખણી જોતે ઢાળ્યો,
મધરાત થતા હુદળ મચી,ગાંડી ગીર ગાળ્યું'

આ બનાવ સમયે ગીર માં સાંઢબેડા નજીક ના નેસો નું ખાડું ભડકી ગયું હતુ.

ગીર માં ત્રણ મહાકાય ઝાડ ની નોંધ સરકાર ના ચોપડે નોંધાયેલ હતી જેમાં
1. સાંઢબેડા નેસ નું બેડા નું ઝાડ,
2.કરમદી નેસ નું ટીમરું નું ઝાડ
3.પાળ ના નેસ ની આંબલી

સાસણ માં સિંહ દર્શન ની શરૂઆત ઇ.સ.1956 માં સાંઢબેડા નેસ થી થઈ હતી અને વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરુ એ પ્રથમ સિંહદર્શન કરીને શરૂઆત કરેલ હતી.

આ નેસ માંથી આશરે 200 વર્ષ પહેલાં રબારી ,ભરવાડ ,ચારણ માલધારીઓ પાસેથી મસવાડી ઉઘરાવ્યાં નો ઉલ્લેખ મળી આવે છે.

આ નેસ માં આજ થી 85 વર્ષ પહેલા 75 થી 100 કુટુંબો ધરાવતો નેસ હતો.સને 1940 ના દુષ્કાળ સમયે આ નેસ ના મોટાભાગના પરિવારો એ સ્થળાંતર કરેલ હતું.

આ નેસ જુદા જુદા ઝૂમખાઓ માં વસેલ હતો.નેસ થી થોડે દૂર આઝાદી બાદ સરકાર દ્વારા બંધાયેલ કૂવો છે.નેસ થી એકાદ માઈલ દૂર વાયા (પાણી નો વેકરો) ની પાસે બીજો કૂવો છે.જ્યારે પાણી ની તંગી પડતી ત્યારે આ કુવા ની પાસે માલધારીઓ આવતા અને કાચા ઝુંપડા બનાવી ને વસતા હતા.
આ નેસ ની ઉગમણી દિશા એ શીતળા માતા અને હનુમાનજી નું સ્થાનક આવેલ છે.અહીં થી આગળ જતાં એક વાયુ આવે છે અને તેની સામેની બાજુ એ ચારણ ની ખાંભી અને સમાધિ આવેલ છે. અને ચારણ દેવી માં પીઠળ આઈ નું સ્થાનક આવેલ છે.ચારણો અહીં નૈવેધ ધરાવવા આવતા નથી.પણ આ આખો નેસ અષાઢ કે શ્રાવણ.મહિના માં પીઠડ આઈ માં ની કઢાઈ કરે છે.અને આ જગ્યાએ પીઠળ આઈ ની માનતા પણ કરે છે અને માતાજી એ ઘણા પરચા પુરેલ છે.

આ સ્થાનક ની પાસે થોડે અંતરે એક.મોટો રાફડો બાઝી ગયેલ છે અને આ રાફડા ની નીચે કોઈ ચારણ ની સમાધિ હોવાનું જાણવા મળેલ છે.

આ નેસ ની પૂર્વે મોટા મોટા વિવિધ પ્રકાર ના ઝાડ હતા અને નેસ ના માલધારીઓ ના પરિવારો ના ઢોર ત્યાં બેસતા હતા અને એક સાથે આટલી પશુ સંપત્તિ ને જોઈ ને માલધારીઓ ના હૈયે ટાઢક થતી હતી.

સાંઢબેડા નેસ થી દોઢ માઇલ દૂર સાંઢબેડા ની ધાર છે અને ઓછા લોકો ને ખ્યાલ હશે કે આ સાંઢબેડા ધાર ઉપર પણ રબારી,ભરવાડ અને ચારણ માલધારીઓ નો નેસ હતો જે સાંઢબેડા ધાર નેસ તરીકે ઓળખાતો હતો અને ત્યાં આશરે 60 જેટલા માલધારી કુટુંબો વસવાટ કરતા હતા.

સાંઢબેડા ખાતે ફોરેસ્ટ નું થાણું પણ આવેલ હતું અને ત્યાંથી ચીલા વેરો લેવામાં આવતો હતો.

એક સમયે જાહોજલાલી હતી તે સાંઢબેડા નેસ અત્યારે સુનકાર થઈ ને પોતાના ભવ્ય ભૂતકાળ ને વાગોળતો હશે!!!!

જય માં પીઠળ આઈ
વયોવૃદ્ધ માલધારીઓ પાસેથી સાંભળેલ વાતોમાંથી સાભાર

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED