જન્મ કુંડળી Bhanuben Prajapati દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

  • ભાગવત રહસ્ય - 118

    ભાગવત રહસ્ય-૧૧૮   શિવજી સમાધિમાંથી જાગ્યા-પૂછે છે-દેવી,આજે બ...

શ્રેણી
શેયર કરો

જન્મ કુંડળી

જન્માક્ષર
___________
સ્મિત ઘણા સમય પછી પૂનાથી આજે પોતાને ગામડે આવી રહ્યો હતો એટલે તેના દાદી આજે ખૂબ ખુશ હતા.સ્મિત નાનો હતો ત્યારે ખૂબ એના ગામડે રહેતો એને આજુબાજુમાં ઘણા તોફાન મસ્તી કરતો.એના મમ્મી પપ્પા નાનપણમાં ગુમવ્યાં હતા દાદીએ ઉછેર કરી હોસ્ટેલમાં ભણાવ્યો હતો.વેકેશનમાં ગામડે આવતો.એ બધું યાદ આવતું હતું.
પૂનાથી નીકળ્યો અને એના મગજમાં ઘણા બધા સવાલો અને ભૂતકાળ યાદ આવવા લાગ્યો.મેથીલીની યાદ આજે આવી ગઈ.એ દસમા ધોરણમાં હતો અને મેથલીની સાથે દાદીના ઘરે એટલે કે,પોતાના ઘરે મળવાનું થયું હતું . મેથલી શ્યામ રંગની હતી પણ રૂપાળી અને નમણી હતી.એટલેએ તેના પ્રત્યે આકર્ષિત થયો હતો. મેથલી તેના ગામની નહોતી એ સ્મિતના બાજુમાં રહેતા મેનાકાકીના ભાઈની દીકરી હતી.એટલે વેકેશનમાં આવતી.
પૂનાથી એ નીકળ્યો ત્યારે તેની પત્નીએ થોડોક નાસ્તો આપ્યો હતો એ એને રસ્તામાં કર્યો.ત્યાં તેની પત્ની ઋત્વાનો ફોન આવ્યો.
સ્મિતએ કહ્યું; ઋત્વા તું ચિંતા ના કરતી હું એક વીક માં આવી જઈશ તું બાજુમાં કાકીને બોલાવજે એટલે રાત્રે તને ડર ના લાગે..
ઋત્વાએ કહ્યું; સ્મિત જાવ છો તો કુળદેવીને પ્રાર્થના કરજો આપણને એક સંતાન આપે.

સ્મિતએ કહ્યું; ઋત્વા આપણા લગ્ન કરે આજે દસ વર્ષ થયા. માતાજીની કૃપા હોત તો આપણા ઘરે સંતાન ચોક્કસ હોત.
ઋત્વા એ કહ્યું ; તમે દાદી આવે તો સાથે લેતા અવાજો કારણકે આપણા સિવાય તેમનું કોઈ નથી .એમનો સગો દીકરો અને વહુ આપણે છીએ કારણકે એમને પોતાના દીકરાને ,વહુને ગુમવ્યા પછી તમને ખૂબ મહેનત કરી ઉછેર કર્યો છે.
સ્મિતએ કહ્યું ;તારી વાત સાચી છે હું નાનો હતો ને મારા મમ્મી-પપ્પાને ગુમાવ્યા હતા, પરંતુ મારા દાદીએ મને કોઈ પણ વાતની ખોટ આવવા દીધી નથી કારણકે મને હોસ્ટેલમાં ભણવા મૂકી દીધો અને આજે હું જે પણ કંઈ છું તે દાદી ના કારણે જ છું હું તારી આવે તો ચોક્કસ સાથે લઈને આવીશ.

સ્મિતે ફોન મુક્યો અને ઋત્વાને કહ્યું કે તુ ધ્યાન રાખજે,
રૂત્વા એ કહ્યું કે; તમે હવે કોઈ પણ ચિંતા કરશો નહીં અને શાંતિથી ગામડે જાઓ.
સ્મિત સફર પુરી કરીને પુના થી ગામડે આવી ગયો જોયું તો દાદીમા અડીખમ, તંદુરસ્ત અને એવા ને એવા દેખાઈ રહ્યા હતા. આજે છ મહિના પછી દાદી ને મળવાનું થયું હતું એટલે ખૂબ જ ખુશી હતી. દાદા આરતીની થાળી લઈને આવ્યા અને સ્મિતને કહ્યું ;"બેટા" ક્યારની રાહ જોતી હતી મારી આંખો રાહ જોઈ ફાટી ગઈ.
સ્મિતે કહ્યું; દાદી પુના અહીં થોડું છે ખેતર જેટલું તો હું આવી જાઉં મને આવતા ઘણી બધી વાર લાગે. સફર ખૂબ લાંબી હોય એટલે જલ્દી ન આવી શકુ.
દાદીમાને કહ્યું; મને ખબર છે "બેટા" હવે તું મોટો મેનેજર બની ગયો છે .અને એક મોટા શહેરમાં નોકરી કરે છે પરંતુ તારી યાદ મારા દિલમાં હંમેશા રહે છે .તારા વિના મને કંઈ પણ ગમતું નથી. છ મહિના પછી તો મારી આંખો તારી રાહ જોતી થઈ જાય છે.
સ્મિતે કહ્યું ;" દાદી" હવે તમારે મારી રાહ જોવી નહિ પડે, કારણકે હું તમને મારી સાથે લઈ જવા માટે આવ્યો છું. દાદીએ જાણે વાત બદલતા હોય એમ એમને હાથ-પગ ધોઈ લેવા માટે કહ્યું .
દાદીમાએ સ્મિત સામે જોયું તો સ્મિતના મુખ પર થોડીક વેદનાની કરચલીઓ દેખાતી હતી.તેમને કહ્યું:" બેટા" આપણા કુળદેવી જઈને દર્શન કર્યા પછી ભોજન પીરસી દઉ, કારણ કે ગમે તેટલા દૂર રહીએ, પરંતુ આપણા કુળદેવી આપણી રક્ષા કરતા હોય છે આવતા પહેલા તેમના દર્શન કરવા જોઈએ. સ્મિત તરત કુળદેવીના દર્શન માટે નીકળી ગયો અને અહીં દાદીમાએ ભોજન માટેની તૈયારી શરૂ કરી દીધી.
સ્મિતે ઘરે આવીને ત જોયું તો અચાનક જ કોઈ છોકરી માથે લાજ કાઢીને ભોજન પીરસી ગઈ તેને નવાઈ લાગી કે આપ કોણ હશે? પરંતુ એને લાગ્યું કે કદાચ દાદીમાને ઓળખાણમાં હશે.
જમ્યા પછી સ્મિત, દાદી સાથે વાતો કરવા લાગ્યો અને થોડીક વાર પછી જોયું તો બે ગ્લાસમાં દૂધ લઈને એ છોકરી ફરીથી ઘૂમટો ઓઢીને આપી ગઈ.
દાદીમાએ કહ્યું કે ;"બેટા" હવે તો તારા રૂમ માં જઈને તું સૂઈ જા .
સ્મિતે કહ્યું; દાદી આપણા ઘરે કોઈ નથી તો આ સ્ત્રી કેમ માથે લાજ કાઢી છે, એને કેટલી તકલીફ થતી હશે ,
દાદી કહે;' બેટા "આ ગામડું છે. મર્યાદામાં રહેવું વધારે સારું.
સ્મિતને લાગ્યું કે, દાદીમા જે કહે તે સાચું .બંને જણા સુઈ ગયા .સવાર પડે ત્યારે ફરીથી એ જ સ્ત્રી ચા ,નાસ્તો બધું તૈયાર કરીને આપી ગઈ. નાસ્તો સરસ હતો એને કહ્યું ખૂબ સરસ નાસ્તો બનાવ્યો છે પણ તેને કોઈ જવાબ આપ્યો નહિ.
સ્મિત જોતો રહ્યો કે, દાદીમા ની સેવા તે સ્ત્રી કરતી રહેતી. બધું જોયા કરતો હતો પરંતુ તેને ક્યારે પણ પ્રશ્ન કર્યો નહીં.

એકદિવસ અચાનક જ તે સ્ત્રીનો પગ સહેજ લપસ્યો કે તરત સ્મિતે તેને પકડી લીધી. તેનો ઘુમટો ખુલી ગયો અને જોયું તો મેથલી હતી.સ્મિત તો ડઘાઈ જ ગયો.તું ... અહીં કેવી રીતે !
મેથલી દોડતી પોતાના રૂમમાં ચાલી ગઈ .
સ્મિતથી રહેવાયું નહિ તેને પૂછ્યું આપણા ઘરે કેવી રીતે ?
દાદીમાએ કર્યું એ બધું તારે જાણીને શું કામ છે?
સ્મિત કહે ; દાદી આ એજ મેથલી છે જેના સાથે લગ્ન કરવા માગતો હતો પણ એને મારો વિશ્વાસઘાત કર્યો હતો.
દાદીમાએ કહ્યું; અત્યારે હું કોઈ પણ વાત કરવા માગતી નથી .અત્યારે તું ગામમાં જઈને તમામ મિત્રોને મળી આવે ત્યાં સુધી બપોરનું ભોજન તૈયાર કરીને રાખું છું.
સ્મિત ગામમાં ગયો પરંતુ એના મગજમાંથી મેથલીની યાદ નીકળતી નહોતી, ભૂતકાળમાં પસાર કરેલ દિવસો વધુ ને વધુ યાદ આવવા લાગ્યા, કારણ કે એ બંને જણા એકબીજાને દિલથી ચાહતા હતા અને મેથલી અને સ્મિત લગ્ન કરવા માગતા હતા પરંતુ જે દિવસે સ્મિતે લગ્ન માટે વાત કરી તે દિવસે મેથલીએ ઇન્કાર કરી દીધો હતો.પણ કેમ? આજ સુધી એ જાણી શક્યો નહતો.
સ્મિત ગામમાંથી ઘરે આવ્યો, ત્યારે ગામમાંથી ઘણા બધા મિત્રોએ કહ્યું કે ;તારી પહેલાની પ્રેમિકા તારા જ ઘરે રહે છે .તારા દાદી ખુબ જ સરસ રીતે રાખે છે, તને એના પર ગુસ્સો નથી આવતો ? મેથલીએ તારી સાથે જે કર્યું એને તું કેવી રીતે ભૂલી શકે છે! સ્મિતને આ બધા વાક્યો સાંભળીને ખરેખર ખૂબ ગુસ્સો પણ આવી રહ્યો હતો. એની આંખ ભીની થયી હતી, કારણ કે પ્રથમ પ્રેમ ક્યારે પણ ભુલાતો નથી. અને સ્મિતતો મેથલીને દિલથી ખૂબ જ ચાહતો હતો, પરંતુ ખબર નહીં એને મારી સાથે આવું કેમ કર્યું, એતરત જ ઘરે આવ્યો અને દાદીને કહ્યું; દાદી, મેથલીએ મારી સાથે આવું કેમ કર્યું એનો જવાબ જોઈએ છે? મેં લગ્ન કર્યા છે ,હું મારી પત્ની સાથે ખુશ છું પરંતુ છતાં પણ હું મારી જિંદગીની એક ખરાબ ક્ષણને જાણવા માગું છું,કારણ કે હું ક્યારેય પણ મેથલીએ કરેલા વિશ્વાસઘાત ને ભૂલી નહી શકુ.
દાદીએ કહ્યું:" બેટા "ઘણી વખતે સાંભળેલું અને જોયેલું પણ ખોટું હોય છે. મેથલી બાજુમાં જ હતી, એની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી હતી ,પણ એક શબ્દ બોલવા માગતી ન હતી .
દાદીએ કહ્યું ;"બેટા" સમય આવે એટલે બધું જણાવીશ, ત્યારે સમિતિએ કહ્યું દાદી આજે જણાવો ને ...
દાદીમાએ કહ્યું ; તમે બંને ખુબ જ ચાહતા હતા તમે એકબીજા પર ભરોસો પણ કરતા હતા, પરંતુ મેથલીની જન્મ કુંડળીમાં તારી સાથે લગ્ન થયા પછી પતિનું સુખ હતું નહીં, કારણ કે એક જ્યોતિષીએ કહ્યું હતું કે; તમારા લગ્ન પછી તમારા પતિનું મૃત્યુ થશે એટલા માટે જ મથલીએ આજીવન લગ્ન કર્યા નથી,
મેથલીના લગ્ન નહિ કરવાના નિર્ણયથી એના ઘરમાંથી એના મમ્મી, પપ્પા ,ભાઈ એ બધાએ બહાર કાઢી મૂકી, એટલા માટે એના ફોઈના ઘરે આવી હતી ત્યારે તેના ફોઈએ પણ એને કાઢી મૂકી હતી, ત્યારે મેં એને આપણા ઘરે લાવી અને રહેવા માટે આશરો આપ્યો એટલે મેથલી અહીં રહે છે." બેટા" એનો કોઈ ગુન્હો નથી કે નથી તને દગો કર્યો પરંતુ એને તો પ્રેમ કર્યો છે. પ્રેમ કરીને તો એને પોતાના અસ્તિત્વને ભુલાવી દીધું છે. એને ત્યાગ અને બલિદાન આપ્યું છે એના જીવનનું બલિદાન આપ્યું છે. એ વિશ્વાસઘાત કેવી રીતે કહી શકાય." બેટા" એ તો હજુ પણ તારા પ્રેમની પૂજા કરે છે .એના રૂમમાં તારા જ ફોટા છે અને તારા જ લખેલા પત્રો પણ છે. એના સહારે એ જીવન ગુજારી રહી છે .દસ વર્ષથી એ તારી પત્ની બનીને રહી છે હવે તુજ કહે ; એને કેવી રીતે વિશ્વાસઘાત કર્યો હોય!
સ્મિતની આંખો ભરાઈ આવી અને કહ્યું કે; મારા કારણે મથલીએ આટલો બધો ત્યાગ અને બલિદાન આપ્યું છે.
મેથલીએ કહ્યું ; સ્મિત અત્યારે તમે કોઇના પતિ છો ,એટલે હું તમને મારા બનાવવા માગતી નથી ,કારણકે મે તમને સાચો પ્રેમ કર્યો છે અને સાચા પ્રેમી ક્યારેય પણ કોઈ અપેક્ષા રાખતા નથી. મને ખબર છે કે તમે મને પૂછીને લગ્ન કર્યા છે.મે લગ્નની ના કહી પછી તમે ઋત્વા સાથે લગ્ન કર્યા છે એટલે તમારો કોઈ ગુન્હો નથી .ગુન્હો મે કર્યો છે .લગ્નની ના કહીને,પણ હું શું કરું જ્યોતિષ ને મારી જન્મ કુંડળીમાં મારા લગ્નજીવનનું સુખ નથી .અને લગ્ન પછી તમારા પતિનું મૃત્યુ થશે એટલા માટે જ મેં લગ્ન કર્યા નથી.
સ્મિતે કહ્યું; તારે મને પહેલા કહેવું જોઇએ..ને... ,કારણ કે કુંડળીમાં હું માનતો નથી અને કદાચ કોઈ દોષ હોય તો નિવારણ હોય છે તારે મને કહેવું હતું ને..
દાદીમા કહે ;" બેટા" હું તને કહેવાની હતી પરંતુ મને મેથલીએ તારા સોગંદ આપ્યા હતા એટલે હું તને કેવી રીતે કહી શકું. અને અચાનક જ તે લગ્ન માટે હા કહી અને મેં તારા ઋત્વા સાથે લગ્ન કરી લીધા. અને ઋત્વા સાથે તું ખુશ હતો એટલે મે ક્યારે પણ તને કહેવાનો પ્રયત્ન કર્યો નહિ. અને મેથલીએ પણ કહ્યું હતું કે; સ્મિત ખુશ તો હું ખુશ છું
સ્મિત કહે; એક જન્માક્ષરમાં તારા સપનાઓ રોળાઈ ગયા જોડે મે પણ તને ગુમાવી દીધી, અને ખરેખર એ વાતનું ખૂબ જ દુઃખ છે. ખરેખર મેં તને પ્રેમ કર્યો હું સ્વાર્થી નીકળ્યો ક્યારેય તારી વેદના જાણી ના શક્યો.મેથલી તે પ્રેમ કરીને પરમેશ્વરને પામ્યા છે. તારો પ્રેમ એકદમ નિર્મળ અને પવિત્ર છે. તારા જેવી પ્રેમિકા કૃષ્ણ અને રાધા મળ્યા બરાબર છે. તે એક રાધા જેવો પ્રેમ કરીને કુંવારી રહી છે મને ખરેખર એનો વસવસો છે ,પરંતુ હવે મને કોઈની પરવા નથી. મારી પત્ની ઋત્વા છે એને બધું જણાવીશ, મને ખાતરી છે કે મારી પત્ની પણ તને અપનાવી લેશે.
મેથલીએ કહ્યું ; હું તમારી સાથે ક્યારે પણ આવીશ નહીં .
સ્મિત કહે;હવે કોઈપણ વાત તારી સાંભળીશ નહીં ,આજે ને આજે આપણે પુના જવાનું છે. અને તમારે પણ સાથે આવવાનું છે.
દાદીમાએ કહ્યું; "બેટા" સારું તારી સાથે આવવા તૈયાર છીએ પણ મેથલીને કોઈ દિલથી તારે અને ઋત્વાને સ્વીકાર કરવો પડશે .
સ્મિત સંમત થયો.
બધા સાથે પુના પહોંચી ગયા, ઘરે ગયા તો જોયું તો આરતીની થાળી લઈને ઋત્વા ઊભી હતી તે ખુશ હતી.કારણકે,આ બધું ઋત્વા જાણતી હતી ,કારણ કે એ સમયે રૂત્વાએ ફોન કર્યો ત્યારે સ્મિતનો ફોન ચાલુ રહી ગયો તો એની આ બધી જ વાત સાંભળી હતી એટલે એને કોઈ નવાઈ લાગી નહિ. એને કંઈ પણ પ્રશ્ન કે સવાલ કર્યો નહીં.
સ્મિતે કહ્યું; ઋત્વા હું તને કંઇક કહેવા માગું છું
રુત્વાએ કહ્યું કે ;તમારી ખુશીમાં મારી ખુશી છે.હું બધું જાણું છું મને કોઈ ફરિયાદ નથી. પહેલો અધિકાર મેથલી નો છે .હું મારી મોટીબેન તરીકે અપનાવવા માટે તૈયાર છું અને ભગવાનની દયાથી આપણા ઘરે બધું છે અમે બંને બહેનો ખુશીથી તમારી ખુશીમાં સામેલ થઈને રહીશું.
સ્મિત કહ્યું ઋત્વા હું ખુશ નસીબ માણસ છું મને સમજુ પત્ની મલી છે
ઋત્વાએ મેથલી ને કહ્યું; તારા ત્યાગ અને બલિદાનને હું કેવી રીતે ભરપાઈ કરું, પરંતુ હા તું મારા પતિ સાથે ફરીથી લગ્ન કરી શકે છે અને કોઈ પણ વાંધો નથી, હા તને વાંધો હોય તો હું તમારા બંને વચ્ચે થી નીકળવા માટે પણ તૈયાર છું.
મેથલીએ કહ્યું; બહેન તમે આવું કેમ બોલો છો. તમારો હક પહેલા છે. અને હા તમને વાંધો ન હોય તો જ હું લગ્ન કરવા માટે તૈયાર છું.
દાદીમાએ કહ્યું; પરંતુ"બેટા" જન્મકુંડળીમાં લખ્યું છે એનું શું!
સ્મિતે કહ્યું ; જન્મકુંડળીમાં બધું સાચું હોય એવું માનવું ન જોઈએ, કારણકે કુંડળીને આધારે તો મનુષ્ય જીવનના પથ પર ચાલતા હોય તો દરેક જગ્યાએ કુંડળી એમની ઇચ્છા મુજબ બનાવતા હોત. છતાં મનને શાંત કરવા માટે જન્મ કુંડળીમાં કોઇ દોષ હોય તેનું નિવારણ કરી શકાય છે.હું મેથલી સાથે લગ્ન કરીશ.
દાદીમાંની હાજરીમાં બન્ને જણાએ લગ્ન કરી લીધા .સમય જતાં એક સરસ દીકરાનો જન્મ આપ્યો. બધાની ખુશીનો પાર ન રહ્યો .
ઋત્વા એ કહ્યું સ્મિત તમે સંતાન આપી આપણા વંશને આગળ વધાર્યો છે.એની ખુશી મને ,દાદીને અને મેથલીને પણ અપાર છે.
સ્મિતે કહ્યું; દાદીમા અને મેથલી જન્મકુંડળી માં કોઈ દોષ નહોતો.જે તે પહેલાં કીધું હોત તો તારી જીંદગીમાં ક્યારેય પાનખર ના આવત.
ઋત્વાએ કહ્યું; પ્રેમ કરનાર સાચા પ્રેમીને જન્માક્ષર કરતા ભગવાન ઉપર ભરોસો રાખવો જોઈએ કારણ કે સાચો પ્રેમ કરનાર અને ઈશ્વરની કૃપા સતત રહેતી હોય છે.
બધાએ કહ્યું ;સાચી વાત.
"જાગ્યા ત્યારથી સવાર "