એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૩૫ Priyanka Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૩૫

"દેવ મને........."

"હા...તને શું નિત્યા?"

"મને એન્ઝાઈટી થઈ રહી છે"નિત્યાએ રડતાં રડતાં કહ્યું.

"શેનાથી?"

"મને..........ડરરરર લાગે છે"નિત્યા હીબકાં લેતા લેતા અટકાઈને એની વાર કહી રહી હતી.

"તું શાંત થઈ જા પહેલા"

નિત્યા થોડી શાંત થઈ રહી હતી.દેવ નિત્યાનો હાથ એના હાથમાં લઈને એને શાંત કરવાની કોશિશ કરી રહ્યો હતો.નિત્યા નાના બાળકની જેમ દેવ હાથ પકડી રસ્તે જતા સાધનોને જોઈ રહી હતી.નિત્યા જ્યારે રસ્તા વચ્ચેના ટ્રાફિકને જોતી એટલી વાર એને જૂની યાદ તાજી થઈ જતી હતી અને એના કારણે એ ડરી જતી.નિત્યા હવે શાંત થઈ ગઈ હતી.નિત્યાને ગભરાયેલી જોઈ દેવે એને આગળ કઈ જ ના પૂછ્યું.

"હવે તું ઓકે છે?"દેવે નિત્યાને પૂછ્યું.

"હા"

"તો કોલેજ જઈએ આપણે?"

"હા"

દેવે નિત્યા પાસે એક્ટિવાની ચાવી માંગવા હાથ લાંબો કર્યો.નિત્યાએ કંઈપણ બોલ્યા વગર દેવને ચાવી આપી અને એની પાછળ બેસી ગઈ.દેવ ડ્રાઇવ કરતા કરતા મીરર માંથી નિત્યાને જોઈ રહ્યો હતો.નિત્યા વિચારોમાં ખોવાયેલી જણાઈ રહી હતી.દેવ પણ વિચારવા લાગ્યો કે અચાનક નિત્યાને શું થઈ ગયું હશે.થોડી વાર પહેલા તો નિત્યા ખુશ હતી.બંને વિચારો કરતા કરતા કોલેજ પહોંચે છે.

"આર યુ સ્યોર,યૂ આર ફાઇન?"દેવે ફરીથી નિત્યાને પૂછ્યું.

"હા,હવે ઠીક છું હું"

"ઓકે,બ્રેકમાં મળીએ"

"ઓકે"

નિત્યા એના કેબિનમાં ગઈ.એના ગયા પહેલા જ એના ટેબલ પર રીજોઈનિંગના પેપર્સ હતા એના પર સહી કરી અને પાછળના પેજમાં એના લેકચર્સનો સ્કેડ્યુલ હતો એ જોઈ અને લેકચર્સ માટે એના ક્લાસમાં ગઈ.બે લેકચર્સ પછી બ્રેકમાં એ પોતાના કેબિનમાં જતી હતી પણ વચ્ચે એચ.ઓ.ડી સરની ઓફિસ હતી ત્યાં દેવના ફરવા જવા માટેની રજાઓ મંજુર કરવા માટે સરને વિનંતી કરવા જવાનો વિચાર કર્યો.

"મે આઇ કમ ઇન સર?"દરવાજાની બહાર ઉભી રહીને નિત્યા બોલી.

"યસ યસ નિત્યા,વેલકમ બેક"

"થેંક્યું સર"

"સીટ ડાઉન એન્ડ ટેલ મી કે તારી તબિયત હવે કેવી છે?"

"તમે જોઈ જ શકો છો.એક દમ ફાઇન"

"હા લાગે છે.તને અહીંયા જોઈને ખૂબ જ ખુશી થઈ"

"મને પણ"

"બોલો બીજું શાંતી ને?"

"સર મારે તમને એક વિનંતી કરવી છે?"

"હા બોલ!"

"દેવને ટ્રેકિંગમાં મનાલી જવાનું છે તો તમે એની રજા મંજુર કરી દેજો દસ દિવસ માટે.એના બધા જ લેકચર્સ અને બધું કામ હું સાંભળી લઈશ"

"હા એ તો બરાબર,પણ એને મને લિવ એપ્લિકેશન આપી જ નથી"

"શું??????"

"હા,દેવે મને કોઈ જ પ્રકારની લિવ એપ્લિકેશન આપી જ નથી"

"ઓહહ"

"ડોન્ટ વરી.હું એને લિવ એક્સેપ્ટ કરીશ"

"ઓકે,થેંક્યું સર"

"વેલકમ ડિયર"

નિત્યા ત્યાંથી નીકળીને સીધી દેવને મળવા માટે એના કેબિનમાં જતી હતી ત્યાં એને મોહનકાકા એ રોકી અને કહ્યું"મેડમ દેવ સર હજી ક્લાસમાં જ છે"

"ઓહહ,ઓકે.થેંક્યું મોહનકાકા"

નિત્યા દેવ જે ક્લાસમાં હતો ત્યાં ગઈ.નિત્યાના ફોનમાં રિંગ વાગી.નિત્યાએ ફોન ઉપાડ્યો.સામેથી આવતો અવાજ થોડો વધારે હતો તેથી નિત્યાએ ફોન એના કાનથી થોડો દૂર રાખ્યો અને સામેથી બોલાતી વાત પૂરી સાંભળી અને ફોન મુક્યો.આવેલા ફોન પછી નિત્યાનો મૂડ ઓફ થઈ ગયો હોવાથી એ સીધી એના કેબિનમાં ગઈ.આ બાજુ દેવ એના ક્લાસમાં હતો.ત્યાં એક સ્ટુડન્ટ ક્યારનો પંખા સામે જોઈ રહ્યો હતો.ક્લાસ પત્યા પછી દેવે એ સ્ટુડન્ટને બોલાવ્યો.

"સાંભળ,મને એમ કહે કે મેં આજ શું ચલાવ્યું?"દેવે પૂછ્યું.

"સસરરરરર......"

"શું સર....તને ખબર નથી ને?"

"ના"

"તારું ધ્યાન ક્યાં હતું?"

"ક્યાંય નઈ સર"

"તું પંખા સામે જોઈ રહ્યો હતો"

"હા,એક્ચ્યુઅલી..."

"કેમ?"

"મને પંખાના ફરવાથી ડર લાગે છે"

"હે????,પંખાના ફરવાથી વળી કોને ડર લાગે"

"સર,કાલ હું મારા રૂમમાં સુઈ ગયો હતો.અચાનક મારા રૂમના પંખામાંથી કંઈક અજીબ અવાજ આવવા લાગ્યો.જેવો હું બંધ કરવા ઉભો થયો એવો જ પંખો મારા બેડમાં ધબબ કરતો પડ્યો.બસ એ જ સમયથી મારા મનમાં એ વાતનો દર પેસી ગયો છે.મને પંખાને જોઈને એ સમય જે થયેલું એ ફરીથી યાદ આવી જાય છે.એન્ઝાઈટી જેવું થઈ ગયું છે"

"એન્ઝાઈટી?"

"હા સર"

"ઓકે"

"સર હું જઇ શકું?"

"હા"

દેવ મનમાં પોતાની સાથે વાત કરી રહ્યો હતો કે નિત્યા પણ સવારે આવું જ કંઈક બોલી રહી હતી.પણ એને શેનો ડર હોઈ શકે.દેવે આંખો બંધ કરી અને અઠવાડિયા પહેલા બનેલી ઘટના યાદ કરી.અને આજ કોલેજ આવતી વેળાએ જે પરિસ્થિતિ સર્જાઈ એ બંનેને વિશે વિચારવાનો પ્રયત્ન કર્યો.પછી એને આંખો ખોલી અને ઝડપથી દોડ્યો.રસ્તામાં અમુક સ્ટુડન્ટસ ઉભા હતા એમને અથડાતો-લથડાતો દેવ નિત્યાના કેબીન તરફ જઈ રહ્યો હતો.

વચ્ચે વિવેક સર મળ્યા એમને પૂછ્યું," આમ જલ્દી જલ્દીમાં ક્યાં જાય છે?"

"સર મારે નિત્યાનું કામ છે હું થોડી વારમાં મળું તમને"દેવે કહ્યું.

"પણ નિત્યા લાઈબ્રેરીમાં છે,કેબિનમાં નથી"

"ઓહહ,ઓકે સર"

દેવ લાઈબ્રેરી તરફ ગયો.

નિત્યાને કોનો ફોન આવ્યો હશે?

શું દેવને નિત્યાની એન્ઝાઈટી શેના કારણે છે એ સમજાઈ ગયું હશે?