હોટલમાં વાંદરાઓ Krishnakumarsinhji Gohil દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હોટલમાં વાંદરાઓ

સત્ય ઘટના...
તળાજા નજીક એક ગામ આવેલું ગામનું નામ નવીકામરોળ...આ ગામમાં એક વિરભદ્રસિંહ સરવૈયા નામનાં પ્રેમાણ,દયાવાન,અને લોકોની મદદ કરે તેવા વ્યવહારુ અને લાગણીશીલ વ્યક્તિ રહેતા હતા...
પિતાના વારસામાં મળેલી જમીન માર્ફતે ખેતી કરી પોતાની આજીવિકા અને ગુજરાન ચલાવતાં,નાની ઉપરમાં વિરભદ્રસિંહ કામ અને પોતાનાં કાંડાના બળે મેહનત કરી ધિરે ધિરે આગળ વધતાં હતા,નાના એવા ગામમા થી આગળ વધી કાંઈક કરી બતાવાનુ સપનું જાણે નાની ઉંમરથી જ જોય લિધુ હોય. તળાજા મહેનત કરી શેત્રુંજી પુલ પાસે નાની એવી હોટલ બનાવી,ધીરે ધીરે આ હોટેલ સારી એવી ચાલવા લાગી અન્ય  બિહાર,પંજાબ,મહારાષ્ટ્ર અને યુપી જેવા રાજ્યો માથી ભાવનગર થી મહુવા ઉધયોગ માટે ટ્રક તળાજા થયને પસાર થતા વચ્ચે વિરભદ્રસિહ સરવૈયાની નાની એવી હોટેલ રસ્તા મા આવે અને લોકો ચા-કોફી પીતા,ધીરે ધીરે આ હોટેલ ચાલવા લાગી અને હોટલે મોટી બનીગ્ય..
એક રાત બિહારથી આવેલા એક ટ્રકવાળા ભાઈએ રાતના સમયે ચા પીવા ટ્રક ઉભો રાખ્યો અને સાથે બે પાલતું વાદરા માટે પણ ચા ખરીદી..આ કિસ્સો જોઈને વિરભદ્રસિહ ને નવાય લાગે છે અને મોઢા ઉપર સ્મિથ આવી જાય ખુશ થાય છે થોડીવાર પછી ટ્રક વાળા ભાઈ પોતાના પાલતુ વાદરાને ટ્રકમા બેસાડી હોટેલમાં જમવા બેસે છે અને જમતા જમતા મહુવાનો રસ્તો પુછે અને કહે છે.,"ओ भैया यहा से महुवा कितना किलो मिटर हैं, महुवा कितना दूर है? मुजे टाइम पर अपनी गाड़ी को पोहचाना है"
વિરભદ્રસિંહ જવાબમા કહે છે., હવે ખુબ દુર નથી નિરાંતે બેસી જમી લ્યો સવારે વહેલાં ચાલ્યા જાજો અમથા પણ આજે રાતે તો તમારી ગાડી નહી ઠલવે.
પરંતું ટ્રકવાળા ભાઈ તેમની વાત માનતા નથી જમીને તરત ચાલ્યા જાય છે..
સવાર પડે છે વિરભદ્રસિહને હોટેલની આજુબાજુના વડવાયુ વાળા વડ ઉપર અવાજો આવે છે વિરભદ્રસિહ અને બિજા હોટેલના કારીગરો સહિત બધા હોટેલ બહાર દોડીને વડ પાસે જાય ત્યાતો ટ્રક વાળાના બંને વાદરા વડ ઉપર ચડીને રાડૂ પાડતાં વડના ટેટા મારતાં અને એક વડવાયેથી બિજી વડવાયો ઉપર છલાગો મારતાં દેખાય છે જાણે પોતાનો માલીક ખોવાય ગ્યો હોય તેવા સદમા મા હોય.
આ જોઈ વિરભદ્રસિહ તરત તે ટ્રકના યુવાન ને શોધવાની ત્યારી કરી દે છે,હોટેલની આજુબાજુ જેટલા પણ ટ્રક મહુવા જાય છે તે દરેકનો સંપર્ક અને જાણ કરે છે,જોત જોતામાં ૨દિવસ પસાર થયજાય છે વળી બિજુ બાજુ વાદરા વડની નિચે નથી આવતા અને ભુખ્યા વલોખા માર્યા કરે છે તેની વિરભદ્રસિહને ચિતા થવા લાગે છે,વિરભદ્રસિહ હોટલના કાઉન્ટર ઉપર બેસીને એવી અપેક્ષાઓ સેવે છે પોતાની હોટેલના લોકૉને કહે છે., "જરુર આ વાદરાના માલીક તેને લેવા આવશે તેને પણ ચિતા થાતી હશે"
પરંતુ ૩દિવસ વિતી જાય છે કોઈ પણ આવતુ નથી ત્યાર બાદ ખુદ વિરભદ્રસિહ મહુવા વાદરાના માલિકને શોધવા નિકળે છે પરંતુ મળતા નથી જોત જોતામાં એક મહિનો થયજાય છે,હવે તો હોટેલમા વાદરાઓ તોડફોડ કરાવાનુ ચાલુ કરી દિધુ હોટેલના સ્ટાફને થપાટુ મારીને વડ ઉપર ચડી જાય છે.
રાતના સમયે વિરભદ્રસિહ આ ઘટનાઓથી પરેશાન થય મનમાને મનમાં મુંઝાય છેે સવાર પડતાં વિરભદ્રસિહ એકલા વડ પાસે પહોંચીને એક વેફર વડના વડવાયે બાંધી ને ચાલ્યા જાય છે..તરત વાદરા આ વેફર લયને ઉપર ચાલ્યો જાય છે ત્યારે વિરભદ્રસિહ ને થાય છે વાદરા ભુખ્યા લાગે છે ધીરે ધીરે સવાર સાજ વાદરાઓ માટે વેફરો,કેરીઓ,ખલેલા અને દ્રાક્ષની લુમો લટકાવે છે અને વાદરા જટ નિચે આવી વેફરો વગેરે વડવાયુ ઉપર બાંધેલા પડીકાં ખેચીને લયને ઉપર ચાલ્યા જાય છે..સમય જાતા વાદરાના તોફાન ઓછા થવા લાગ્યા વિરભદ્રસિહ પણ જાણે આ કિસ્સોથી ટેવાય ગ્યો હોય અને દરરોજ વડની વડવાયુ ઉપર અલગ અલગ પડીકાં બાંધતા જણાય છે..
સવાર થતા વિરભદ્રસિહ વડ પાસે પડીકું બાંધવા જાય છે આ ઘટના હોટેલમા જમવા આવેલુ એક કુટુંબ જોઈ જાય છે અને ખુબ ખુશ થાય છે અને તે પણ વડવાયે વેફર બાંધે છે જોત જોતામાં લોકો વાદરાને જોવા આવે છે અને વેફરો,ફળો વડવાયે બાધીને ચાલ્યા થાય છે ટ્રકવાળાની તો જાણે દરરોજની નોકરી હોત તમે પડીકાં બાધે છેે હોટેલમાં જેટલા પણ જમવા આવે છે તે આ વાદરાઓને જોવા આવે છે તેના માટે પડીકા બાંધે છે..
હવે વાદરાઓએ પણ જાણે વિરભદ્રસિહ સાથે સુમેળ સાધી લિધો હોય તેમ ધીરે ધીરે વડ ઉપરથી વાદરા નિચે આવીને બેસે છે વિરભદ્રસિહની બાજુમા કાઉન્ટર ઉપર બેસે છે તો ક્યારેક વાસણ સાફ કરતાં હોટેલના લોકોને જોઈને વાસણો પણ સાફ કરે છે..જોત જોતામાં વિરભદ્રસિહના વફાદાર વાદરા કાઉન્ટર ઉપર બેસી ધ્યાન રાખે છે વિરભદ્રસિહ નજીક કોઈ આવી શકે નહી સવારનું છાપુ પણ છાપાવાળા પાસેથી વાદરા લાવી કાઉન્ટરે મુકી દે ભુલચુકમા પણ ભુલ થથજાર તો તમાચો મારી દે  જોતજોતામાં હોટેલોનુ ધ્યાન રાખવા લાગે છે..
એક રાત ટ્રક વાળો ભાઈ હોટેલમાં જમવા આવે છે આ વાદરાઓને જોયને તેની નિયત બગડે છે આ વાદરાના પચાવી પાડવાની રણનીતી બનાવે છે રાતના સમયે વિરભદ્રસિહ અને હોટેલના લોકો સુય જાય છે ટ્રેકવાળો ભાઈ વાદરાને ત્યાથી લયને ફરાર થય જાય છે સવાર પડતા વડની ઉપર વિરભદ્રસિહને વાદરા દેખાતા નથી વિરભદ્રસિહને આઘાત લાગે છે ઘણા શોધવાના પ્રયત્નો કરે છે પરંતું પોતાના વાદરા મળતા નથી અને ઉદાસ થયજાય છે,જોતજોતામાં દિવસોના દિવસો ચાલ્યા જાય છે હવે તો ઉદાસ વિરભદ્રસિહે આઘાતમા આશા છોડી દીધી છે..
થોડા સમય બાદ વિરભદ્રસિહ પોતાના મિત્રના લગ્નમાં જાય છે ત્યાં એક રસ્તામાં અરાવરી જગ્યાએ ગળેલા શરિરે એક વાદરાને ખાલી વાસણો ધોતા જોય જાય છે તરત પોતાના મિત્ર અને આજુબાજુના લોકોને કહે છે.."આ વાંદરો કોનો છે? લોકો કહે છે., "ખબર નહી ક્યાથી આવ્યો છે? ઘણા સમયથી અહીયા છે"...વિરભદ્રસિહ સમજી જાય છે જેવા તે વાદરા સામે જાય છે વાદરો તરત વિરભદ્રસિહને જોઈને રાડો નાખે છે અને ખભા ઉપર બેસી જાય છે..વિરભદ્રસિહ બિજા વાદરાની શોધ કરે છે પરંતું તે મળતો નથી વિરભદ્રસિહ અનુમાન લગાવે છે કે આ વાદરો ભાગી ગ્યો હશે એટલે બચી ગ્યો હશે પરંતુ બિજો વાંદરો મળતો નથી તેનો શોક વિરભદ્રસિહના મોઢા ઉપર સાફ સાફ દેખાયઆવે છે..
વિરભદ્રસિહ પોતાના આ વાદરાને પોતાની હોટેલની જગ્યાએ પોતાના ગામના ઘરે અને ખેતરે લયજાય છે અને ત્યાં રાખ્યે છે..

-•વિરભદ્રસિહએ આ વાદરાને વુધ્ધ થયો ત્યાંથી મૃત્યુ સુધી સાથે રાખ્યો હતો.
•ભાવનગરથી કયારેય તળાજા કે મહુવા જવાનુ થાય તો મુખ્ય ક્ષેત્રુજી પુલ પાસે હોટેલ "કામનાથ" છે ત્યા આ ઘટના બની હતી તેના સાક્ષીઓ અનેક લોકો છે.
•કયારેય જવાનુ થાય તો વાદરાતો નહી હોય પરંતુ તેની અનુભૂતિ કરાવતા એ વડ,વડની વડવાયો હજુ ત્યાંજ છે.
•વિરભદ્રસિહ સરવૈયા તળાજામા કામનાથ તરિકે ઓળખાય છે..
-કુષ્ણકુમારસિહજી ગોહિલ મોતીશ્રી.