બે કોફી બે કોફી દિવાલ ઉપર
બે ગરીબ ભારતીયો ગામડામાં રહેતા હતા,એકનું નામ ધર્મેન્દ્રસિંહ બીજાનું નામ કેડી.
ખુબજ મહેનતું આ બંને ભારતીયો ગામડામાં મળેલી પિતાના વારસાની જમીન-ખેતી માર્ફતે ખેતી કરતા ઉનાળાના કપરા કાળમાં પોતાનો જીવ ખેતીમા રાખીને તનતડપ મહેનત કરી લેતા પરંતુ મહેનત કર્યાં પછી પૂરતા પ્રમાણમાં આવકની અછત સર્જાતી તો ક્યારેક પાક નિષ્ફળ જતો,ધણીવાર યોગ્ય બદલો પણ ન મળતો બંને પૈસા કમાવા વિદેશ જવાનો વિચાર કર્યો,બંને ભારતીયો ઈટાલીમાં વ્યવસાય કરવાનું મન બનાવી લીધું હતું.ગમે તે પરિસ્થિતિ મા ઈટાલીમાં જાવું છે તે માટે સતત મહેનત કરીને ઈટાલીમા પોહચી શકે એટલા પૈસા ભેગા કરી નાખ્યા.
બંને ભારતીયો ભારતથી એરલાઈન્સ મારફતે ટ્રાવેલ કરી ઈટાલીના એરપોર્ટ ઉપર પોહચી વિચાર કરે છે કે હવે કયા જાવું બંન્ને એરપોર્ટ ની સામે એક કોફી રેસ્ટોરન્ટમાં કોફી પીવા પોહચે છે, આ કોફી રેસ્ટોરન્ટ બંને ભારતીયોને અલગ પ્રકારનું લાગે છે,બંને ભારતીયો વ્યંગ અને વ્યાકુળ થય ઉઠે છે, કોફી રેસ્ટોરન્ટની ચારે બાજુની દિવાલો ઉપર ચિઠ્ઠીઓ ચોટાડેલી હોય છે,કોઈ ચિઠ્ઠીમાં એક તો કોઈ ચિઠ્ઠીમાં બે,ત્રણ એમ અંકો લખેલા દેખાય છે.
બંને ભારતીયો વેટરને બોલાવીને કહે છે., વેટર બે કોફી આપોને.વેટર કોફી લાવીને બે કોફી આપીને તરત બિજા કાઉન્ટર ઉપર ચાલ્યો જાય છે બંને ભારતીયો કોફી પિતા પિતા વિચારે છે કે આ આટલી ચિઠ્ઠઓ અહીયા કેમ ચોંટાડવામાં આવી છે,ત્યારે અચાનાક ત્યા એક ઈટાલીની મહિલા આવીને વેટરને કહે છે.,"વેટર એક કોફી એક કોફી દિવાલ ઉપર "વેટર તરત એક ચિઠ્ઠી કાઢે છે તેમા અંકમા એક લખીને ચિઠ્ઠી દિવાલ ઉપર ચોંટાડી દે છે અને એક કોફી ઈટાલીયન મહીલાને આપે છે, આ કિસ્સો જોઈને બંને ભારતીયો ફરી વિચારમાં પડી જાય છે.
થોડીવાર પછી કોફી રેસ્ટોરન્ટમાં ફરી બે યુવાનો આવે છે અને વેટરને કહે છે.,"વેટર બે કોફી અને બે કોફી દિવાલ ઉપર" ફરી વેટર એક ચિઠ્ઠી મા બે લખીને ચિઠ્ઠી દિવાલ ઉપર ચોંટાડી દે છે બંને યુવાનોને બે કોફી આપીને વેટર ફરી કાઉન્ટર ઉપર ચાલ્યો જાય છે..
બંને ભારતીયોની મુંઝવણ વધતી જાય છે એક બિજા સાથે વાતચીત કરે છે., લોકો કેમ એક કોફી એક કોફી દિવાલ ઉપર કહે છે? બે કોફી બે કોફી દિવાલ ઉપર કહે છે? વેટર કેમ ચિઠ્ઠીમાં એક,બે લખીને ચોટાડે છે?
બંને ભારતીયોથી રહેવાનુ નથી અને વેટરને બોલાવીને કહે છે.,વેટર આ શુ ચાલી રહ્યું છે? લોકો આવીને એમ કેમ કહે છે.,એક કોફી એક કોફી દિવાલ ઉપર, બે કોફી બે કોફી દિવાલ ઉપર અને તમે ચિઠ્ઠીઓમા લખીને ચિઠ્ઠીઓ કેમ ચોંટાડો છો,આ દરેક વાત વેટર સાભળીને બંને ભારતીયોને હળવાશથી કહે છે.,"ધીરજ રાખો તમને હમણાં જ ખબર પડી જાશે",
થોડા સમય પછી કોફી રેસ્ટોરન્ટમાં એક અચાનક ફાટલા કપડામાં ગરીબ વ્યક્તિ આવે છે અને દિવાલ ઉપર ચોટાડેલી એક અંક વાળી ચિઠ્ઠી ખેચીને વેટરને આપે છે વેટર તે ગરીબ વ્યક્તિને કોફી આપે છે...
આ કરુણ કિસ્સો જોઈને બંને ભારતીયો હ્રદયના અવાજથી ગર્વથી કહે છે..
"વેટર બે કોફી અને બે કોફી દિવાલ ઉપર".
-ભારતીયો ગમે તે દેશમાં વસવાટ કરે ભારતીયો ગમે તે દેશમાં વ્યવસાય કરતા હોય જયારે તેને ખબર પડે કે કોઇને મદદની જરુર છે બની શકે એટલી મદદ કરે છે આ બંને ભારતીયોએ ઈટાલીમાં આવાજ પ્રકારનું રેસ્ટોરન્ટ બનાવ્યુ અને લોકોની મદદ કરવાનો નિર્ણય લય લિધો..
જય હિન્દ જય ભારત
-કુષ્ણકુમારસિહજી ગોહિલ મોતીશ્રી