24 ફેબ્રઆરીએ રાજીવ નો જન્મ દિવસ હતો. આથી તેણે પાર્ટી નું આયોજન કરેલું . આ પાર્ટીમાં સુજાતાને તેના માતાપિતાને લઈને આવવા જણાવ્યું.
રાધીકા બેન અને વલ્લભદાસ ભાઈએ દીકરાનો 21મો જન્મદિવસ હોવાથી ભવ્ય પાર્ટીનું આયોજન કરેલું હતું. પાર્ટી માં આવનાર દરેક વ્યક્તિ રાજીવને શુભેચ્છા પાઠવી રહ્યું હતું.
પાર્ટી પૂર્ણ થયા બાદ રાજીવ એ સુજાતા ના માતા-પિતાને પણ મનાવી લીધાં હતાં. રાજીવે સુજાતાના પિતાને 2 લાખની ઑફર કરી હતી . દારૂડિયાને કેમ બાટલીમાં ઉતારવો તે રાજીવ સારી રીતે જાણતો હતો.થોડા સમયમાં બંનેના લગ્ન ધામધૂમ કરવામાં આવ્યા અને એક જોરદાર reception રાખવામા આવ્યું.
લગ્ન બાદ સુજાતા એ નોકરી ચાલું રાખી. સુજાતાના બોલકડા સ્વભાવના કારણે સાસુ- સાસરાના દિલ જીતી લીધાં હતાં. રાધીકા બેન પણ તેને દીકરીની જેમ રાખતાં હતાં. તેમનો સંસાર એકદમ સુખમય ચાલતો હતો.
સુજાતા નિયમિત નોકરી કરતી ઘરના તમામ કામ કરતી અને સાસુ- સસરાની સેવા કરતી.
અને હવે તો ખુશી ઓ બે ગણી થઈ ગઈ હતી. સુજાતાનેને સારા દિવસો જતા હતા. આવતા મહિને એનુ સિમંત હતુ. સાસુ સસરાના પગ જમીન પર નહોતા ટકતા. આવનારી ખુશીને વધાવવા એ થનગની રહ્યાં હતાં પણ એ સમય આવ્યો જ નહીં. ઘરમાં એક એવી ઘટના ઘટી ગઈ કે એ આખા પરિવારની જિંદગી હરામ થઈ ગઈ. હસતો ખેલતો પરિવાર અચાનક દુઃખના દરિયામાં ખાબકી પડયો.
પરિકર અને ગણપત રાવ આ હસતા ખેલતા પરિવારના મર્ડર કેસથી હચમચી ગયા હતો. બધી માહિતીઓ મેળવીને એ આ ઘરેથી નીકળ્યા ત્યારે પરિકર એ મનમાં ગાંઠ વાળી લીધી હતી કે ગમે તે થાય એ અસલી ગુનેગારને છોડશે નહીં? આકાશ પાતાળ એક કરીને એને શોધી કાઢશે.
વલ્લભદાસ ભાઇ, રાધીકા બેન અને સુજાતાના મર્ડર ની ઘટના ઘટ્યાને આજે પૂરા પંદર દિવસ થઇ ગયા હતા. તેમની ચિતાઓ ક્યારનીયે ઠંડી પડી ગઈ હતી. પણ ઈન્સપેકટર પરિકરની છાતીની આગ કેમેય કરીને બુઝાતી નહોતી. હજી સુધી પોલીસના હાથે કંઈ પુરાવા લાગ્યાં ન હતાં કે ગુનેગાર સુધી પહોંચી શકે.આજ સુધી આનાથી પણ ભયંકર ખુન એમણે જોયા હતા, આનાથી પણ બિહામણી લાશોના ખડકલા વચ્ચેથી એ પસાર થયા હતા પણ ક્યારેય એમનુ રુંવાડુયે નહોતું ફરક્યું.
પણ સુજાતાની લાશ એ કેમેય કરીને નહોતા ભૂલી શકતા. એ કારમુ દૃશ્ય વારંવાર એમની આંખ સામે આવીને ખડું થઈ જતું હતું. એ નરાધમે સુજાતાના પેટમાં રહેલા એક જીવનુ પણ કતલ કર્યુ હતુ. એક એવા જીવનુ કતલ જેણે આ આ જિંદગી જોઈ પણ નહોતી. એમણે મનોમન ગાંઠ વાળી લીધી હતી કે ગમે તે થાય ખૂનીને છોડવો નથી. એને કડકમાં કડક સજા કરાવે પછી જ એમના હૃદયની આગ ઠંડી પડવાની હતી .
તપાસ ચાલુ જ હતી. વલ્લભદાસભાઈના ભાઈ અને બહેન અર્પિતા અને રાજીવ ની રૂટીન પુછપરછ પણ થઈ ગઈ હતી. શકની કોઈ ગુંજાઈશ જ નહોતી .
વિમલ ભાઈ અને બહેન અર્પિતા એમના ઘરેજ હોવાનો પુરાવો મળી ગયો હતો. અને રાજીવ નો કાર સાથે અકસ્માત થવાથી તે બહાર હતો એવી સાબિતી મળી ગઈ હતી .
સાહેબ, નથી ચોરીનો મામલો, નથી જૂની અદાવત કે નથી કૌટુંબિક ઝઘડા. તો પછી આ ખૂન પાછળનો ઉદેશ શું હોઈ શકે ? પરિકર ફાઈલ જોઈને કેસની ગૂથી ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા હતા , અચાનક ગણપત રાવે કહ્યું.
પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર આ મર્ડર ઘરનાં જ કોઈ સભ્ય દ્વારા કરવામાં આવેલ હતું.
આ ચાલક ખૂની કોણ હસે જેને આ ખૂન કરવાથી લાભ થતો હોય તેની ક્રોસ તપાસ પરિકર કરી રહ્યા હતા.
કોણ હસે આ ખૂનનો માસ્ટર માઇન્ડ ખુલશે રહસ્ય આવતાં ભાગમાં .....
ક્રમશઃ