Mumbai crime 100 - 2 books and stories free download online pdf in Gujarati

મુંબઈ ક્રાઈમ 100 - 2

‘ચિંતા ના કર બેટા. હું અત્યારે જ તારા ઘરે જઈને તપાસ કરુ છુુ. અને વ્યતિસને તારી પાસે મોકલું છું. ના અંકલ એની જરૂર નથી હું ટેક્ષીમાં આવીજ રહ્યો છું. પંદર- વીશ મિનીટ માં ઘરે પહોંચી જઈશ.

ભલે,તું ઘરે પહોંચ એટલી વારમાં હું ત્યાં પહોંચું છું.’

વિમલભાઈ પોતાના દિકરા વ્યતિસ સાથે મોટાભાઈના ઘર તરફ ચાલી નીકળ્યા. જતા જતા એમણે પણ મોટાભાઈનો મોબાઈલ જાેડી જાેયો પણ નો રિપ્લાય.

* * *

બરાબર સાડા ત્રણ વાગે રાજીવ ઘરે પહોંચ્યો. એના બંગલાની બહાર લોકોની ભીડ જમા થયેલી હતી. કંઈક અજુગતુ બની ગયાનો અણસનાર આવતા જ એ લંગડાતા લંગડાતા ઘરની અંદર પ્રવેશ્યો. અંદરનું દૃશ્ય જાેઈને એના પગ તળેથી જમીન સરકી ગઈ. એનું શરીર સાવ સૂન મારી ગયું હતું. આંખમાંથી આંસુની ધારા વહી રહી હતી. ઘરમાં જુદી જુદી જગ્યાએ ત્રણ વેતરાયેલી લાશો પડી હતી. હોલમાં એના પિતા વલ્લભદાસભાઈ ગળુ વેતરાયેલી હાલતમાં નીર્જીવ પડ્યા હતા. એના બેડરુમના બારણા પાસે એની મમ્મી રાધિકા દેશમુખની ચિરાયેલી લાશ પડી હતી તો બેડ પર એની પ્રિય પત્ની પૂજા સપાટ થઈને પડી હતી, એના આંતરડા બહાર પડ્યા હતા અને પૂરા રૂમમાં લોહીની નદીઓ વહી રહી હતી.રાજીવ એક કારમી ચીસ સાથે બેભાન થઈને ફસડાઈ પડ્યો.

રાતાના ચાર વાગ્યા હતા. બાંદ્રા પોલિસ સ્ટેશન પર મનોજ પરિકર અને ગણપતરાવ આપ્ટે ની નાઈટ ડ્યુટી હતી. બંને પોત પોતાની ખૂરશીમાં બેસીને પરોઢની મીઠીં નિદર માણી રહ્યાં હતા. ત્યાંજ પોલીસ સ્ટેશનનો ટેલીફોન રણકી ઉઠ્યો. ‘ હેલ્લો, બાંદ્રા પોલીસ સ્ટેશન પ્લીઝ!’

‘સાહેબ, મારુ નામ વિમલભાઈ છે.’ એક માણસ ગભરાતા અવાજે બોલી રહ્યો હતો, ‘સર, અહીં ગુલદેવ સાગર એપાર્ટમેન્ટમાં કોઈએ મારા ભાઈ- ભાભી અને એમના પુત્રવધુનુ બેરહેમીથી કતલ કરી નાંખ્યુ છે. જલ્દી આવો સાહેબ!’

સામેનો અવાજ સાંભળી ગણપતરાવની ઉંઘ વગર ચાયે ઉડી ગઈ. એણે તાત્કાલિક સાહેબને ઉઠાડ્યા અને બંને થોડી જ વારમાં ઘટના સ્થળ પર પહોંચી ગયા.

બેરહેમીથી વેતરી નંખાયેલી ત્રણ- ત્રણ લાશો જાેઈને પરિકરનું મન ખિન્ન થઈ ગયુ. એમનું મન અંદરથી ચિત્કારી રહ્યુ હતું, કોણ હશે આ નરાધમ જેણે આટલી ક્રુરતાથી કતલ કર્યા હશે. એમાંય સુજાતા તો પ્રેગનેન્ટ હતી. એનું ચૂથાયેલું પેટ તો ભલભલાના કાળજું ગગડાવી દે તેવું ભયાનક લાગી રહ્યુ હતું.

પરિકરએ ઉપસ્થિતિ રહેલા લોકો પાસે થી પ્રાયોગિક માહિતી મેળવી અને કેસની ગુથી સમજવાનો પ્રયાસ કર્યો.

જરૂરી તપાસ કરીને અને પંચનામુ તૈયાર કરી પરિકરએ ત્રણેય લાશોને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી. અને પોતે પણ ચાલ્યા ગય. એ ઘરે ગયા ત્યારે સવારના સાડા સાત વાગી રહ્યાં હતા.

દસ વાગે પોસ્ટ મોર્ટમ થયેલી લાશ આવી ગઈ. પરિવારજનોએ ભારે હૈયે એમની સ્મશાન યાત્રા કાઢી. એક જ ઘરેથી એક સાથે ત્રણ ત્રણ નનામીઓ ઉઠી એ જાેઈને આસપાસના વિસ્તારોમાં પણ ગમગીની છવાઈ ગઈ હતી. અગિયાર વાગે તો પરિવારજનો અગ્નીસંસ્કારની વિધી પતાવીને આવી પણ ગયા હતા. વિમલ ભાઈને મોટા ભાઈની આ રીતની કરુણ હત્યા જોઈને તેમને વારંવાર ચક્કર આવતાં અને બેભાન થઈ જવાથી તેમને હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા.

રાજીવની આંખોના આંસુ હજુ નહોતા સુકાયા. મા-બાપ અને સગર્ભા પત્નીને આગ દઈને આવેલો રાજીવ ઘરે આવીને ભાંગી પડ્યો. ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. વ્યતીસ તેને સાંત્વના આપી રહ્યો હતો .એ વિચારતો હતો કે કોઈ માણસ આટલો નિર્દયી કઈ રીતે હોઈ સકે . આંખમાં થી આંસુ સરતા હતાં ત્યાંજ ઈન્સપેકટર પરિકર અને ગણપતરાવની એન્ટ્રી થઈ.

વલ્લભદાસ ભાઇ , રાધીકા બેન અને સુજાતાના બેરહેમી પૂર્વક કોણે હત્યા કરી હતી ? તેનું રહસ્ય આવતાં ભાગમાં ખુલશે...

ક્રમશઃ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED