Mumbai crime 100 - 1 books and stories free download online pdf in Gujarati

મુંબઈ ક્રાઈમ 100 - 1

દિવાળીનો તહેવાર હોવાથી મુંબઈના રસ્તાઓ રંગબેરંગી રોશનીથી ઝળહળી રહ્યા હતા.રાતના દોઢ વાગી રહ્યા હતાં છતાં મુંબઈના રસ્તાઓ હજુ શાંત થવાનું નામ નહોતા લેતા. રંગીન રાતને ઔર રંગીન કરવા નીકળેલા જુવાનીયાઓથી માંડીને કોઈ કાળી મજુરી કરીને નીકળેલા નોકરિયાતો પોતપોતાના સરનામે આગળ વધી રહ્યાં હતા.

રાજીવ દેશમુખ એ ઝગમગ ઝમકતી લાઇટ અને ખચોખચ ટ્રાફિક વચ્ચે બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો. ચારે બાજુ ટ્રાફિક જામ હોવાથી એની બાઈક કાચબા માફક ચાલતી હતી. આગળ ચાર રસ્તા પાસે અચાનક સામે એક કાર આવીને રાજીવની મોટર સાઈકલ સાથે ધડાકાભેર અથડાઈ અને રાજીવ ઘસડાતો ઘસડાતો છેક રોડ પર રહેલા ડીવાઇડર પર જઈને પડ્યો. લોકો હજી તેનો પીછો કરે ત્યાં સુધી માતો કાર માં બેઠેલો વ્યક્તિ બહાર એકત્રત થયેલી ભીડ જોઈને તેને કારને ભગાડી મૂકી.

રાજીવની આસપાસ લોકોનુ ટોળુ એકઠુ થઈ ગયુ. રસ્તા પર ચકાજામ થઈ ગયો . ચોમેર હોર્નના અવાજથી વાતવરણ ઘોંઘાટમય બન્યું હતું. આસપાસ રહેલા લોકો એ એને ઉભો કરીને પાણી પાયુ. એનો શોલ્ડર જાણે બરફ ઉપર રંધો ફેરવ્યો હોય એમ છોલાઈ ગયો હતો. ડાબા પગનો ઘૂંટણ ડીવાઈડર સાથે અથડાવાથી અશહ્ય પીડાથી આંખમાંથી અશ્રુ વહી રહ્યા હતા.ભીડમાં રહેલાં લોકોએ એને હોસ્પીટલ પહોચાડવા માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી આપી. સાથે બે વ્યક્તિ તેની સાથે જઈ માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું.

રાતના બે વાગ્યા હતા અને મુંબઈની સીટી હોસ્પિટલ પર રાત્રિ દરમિયાન ફરજ પરના તબીબને તાત્કાલિક સારવાર કરવા અથર્વએ જણાવ્યું. અને રાજીવના ઘર વારાને ફોન કરીને જાણ કરવા લાગ્યો.મોબાઈલ કાઢીને ઘરનો લેન્ડ લાઈન નંબર જાેડ્યો. લગભગ દસેક વાર કોલ કર્યો પણ કોઈ ઉપાડતું નહોતું. આખરે થાકીને એણે રાજીવ ના પપ્પાનો મોબાઈલ ટ્રાય કર્યો. એમણે પણ મોબાઈલ ના ઉપાડ્યો. એ પછી એણે એની પત્ની સુજાતાના મોબાઈલ પર પણ કોલ કરી જોયો. કોઈ રીપ્લાય ના મળ્યો.

આ બાજુ રાજીવની મલમપટી અને પગમાં ક્રેપ બેંડેઝ બાંધી અને ટેબ્લેટ લખી આપી.dr.કહ્યું કે ગભરાવાની જરૂર નથી માયનોર ક્રેક છે . આ ટેબ્લેટ ખાશો તો સોજો અને દુખાવામાં રાહત મળશે. હવે તમે ઘરે જઇ શકો છો.

અથર્વએ રાજીવને કોઈ ફોન ન ઉપાડતું હોવાથી ફરીથી કોલ કરી લેવાં જણાવ્યું. અથર્વએ રાજીવ માટે કેબ બુક કરાવી દીધી.

રાજીવને ટેકસીમા બેસાડી અથર્વ અને સુદીપ ત્યાંથી નીકળી ગયાં. રાજીવે ફરી ઘરે ફોન લગાડવાનો પ્રયત્ન કર્યો પણ કોઈ પ્રત્યુત્તર ન મળ્યો. એને થોડીક ફાળ પડી. રાતના ત્રણ વાગ્યા હોવા છતાં ન તો સામેથી કોઈ ફોન ન આવ્યો હતો. એ વાત સાચી પણ ત્રણમાંથી એકે નંબર રીસીવ ના થાય એ તો નવાઈ કહેવાય. આજ સુધી આવુ અનેકવાર બન્યુ હતુ. અનેક વાર રાતે બે ત્રણ વાગે ફોન કરતો પણ એની પત્ની વધુમાં વધું બીજી રીંગે તો ફોન ઉપાડી જ લેતી.

રાજીવને અવનવા વિચારો આવવા લાગ્યા. ઘરે કંઈ થયું તો નઈ હોય ને ? ટેકસીમાં એસી ચાલું હોવાથી પણ માથા પરથી પરસેવો વળી રહ્યો હતો. ચહેરા પર ચિંતાનો ભાવ ઉપસી રહયો હતો. રાજીવનું મગજ સૂન થઈ ગયું હતું, કશું સૂજતું ન હતું. રાજીવને આમ પરેશાન જોઈને ડ્રાઇવરથી રહેવાયું નહિ અને પૂછી લીધું,સાહેબ! કોઈ ચિંતામાં છો? એસી ચાલુ છે છતાં પણ આપને પરસેવો વળી રહ્યો છે .

રાજીવએ કહ્યું ના એવું કઈ નથી આતો નાનકડો અકસ્માત થયો હતો એટલે થોડા ટેન્શનના લીધે વળે છે . આબાજુ રાજીવના મગજમાં ચમકારો થયો એણે તાત્કાલીક બાજુની જ સોસાયટીમાં રહેતા એના કાકા વિમલભાઈને કોલ કર્યો,‘

અંકલ અહીં રિંગ રોડ પાસે મારુ નાનકડું એક્સીડેન્ટ થઈ ગયું છે. બહુ વાગ્યુ નથી પણ બાઈકને ખાસુ નુકશાન થયુ છે. હું ઘરે ક્યારનો ફોન કરુ છું પણ કોઈ ફોન ઉપાડતું નથી. સુજાતા પણ એનો મોબાઈલ નથી ઉપાડતી. મને ખુબ ટેન્શન થઈ રહ્યું છે. આવુ ક્યારેય થતું નથી. પ્લીઝ જઈને તપાસ કરોને.’

શું રાજીવના ઘરે કોઈ અજુગતી ઘટના બની હશે? વધુ આવતાં ભાગમાં ખુલશે રહસ્ય .

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED