મુંબઈ ક્રાઈમ 100 - 3 Vijay R Vaghani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મુંબઈ ક્રાઈમ 100 - 3

ગણપત રાવે આડોશી – પડોશીઓથી માંડીને પરિવારના અનેક લોકોની પુછપરછ કરી હતી. પ્રાથમિક તપાસમાં કંઈ ખબર નહોતી પડતી કે કોણે ખૂન કર્યુ હશે અને શા માટે? કારણ કે નહોતી કોઈ ચોરી થઈ, નહોતો જમીન કે સંપતિનો ઝઘડો, નહોતી કોઈ મોટી દુશ્મની કે નહોતુ દેખાતું કોઈ અન્ય કારણ. તો પછી કોણે અને શા માટે આ હસતા ખેલતા પરિવારને ઉઝાડી નાંખ્યો હશે? એ જ પરિકરને સમજાતું નહોતુ.

પૂછપરછને અંતે જે પરિકર ને જે કોઈ પ્રાથમિક માહિતી મળી એ કંઈક આવી હતી.

વલ્લભદાસભાઈ દેશમુખ ને એક ભાઈ અને એક બહેન હતી.બહેન સાસરે હતી. ભાઈ વિમલ પણ વેલ સેટ હતા. બાજુની જ સોસાયટીમાં એમનું મકાન.

વલ્લભદાસભાઈ એક સીમેન્ટ કંપનીમાં સુપરવાઈઝરની નોકરી કરતા હતા. પૈસે ટકે અને સમાજમાં એમની અલગ છબી હતી. બધી વાતે સુખી પણ લગ્નના વીસ વીસ વર્ષે પણ એમને ત્યાં સંતાન નહોતુ થયુ .એટલે નિઃસંતાનપણું ના લીધે તેમની જિંદગી નરક સમાન થઇ હતી.


વર્ષો પહેલા એક દિવસ વલ્લભદાસભાઈ અને એમની પત્ની રાધિકા કારમાં મુસાફરી કરવાં જુહૂ બીચ જઇ રહ્યા હતા , ત્યાં બીચ પાસે એક પત્થર વચ્ચે એક ૨ થી 3 માસ નું લાવારિસ બાળક પડ્યું હતું . બાળક જોર જોર થી ભૂખના લીધે રડતું હતું . રાધિકા બેને હાથમાં લઈને તેને શાંત કરવાની કોશિશ કરી રહ્યા હતા. પણ બાળક હજી રડીજ રહ્યું જ હતું , આથી વલ્લભદાસ ભાઈ બાજુના સ્ટોરમાંથી ફીડિંગ બોટલ અને દૂધ લઇ આવ્યા . ત્યારબાદ રાધિકા બેને બાળકને ખોળામાં રાખીને દૂધ પીવડાવ્યું . પછી બાળક શાંત થયું.

વલ્લભદાસ ભાઈ અને રાધિકાજી એ ત્યાર બાદ બાળકના માતાપિતા ની શોધખોળ કરી પણ કોઇ મળ્યું નહીં એમને લાગ્યુ કે એમની બાળક વગરની રણ જેવી જિંદગી પર તરસ ખાઈને ભગવાને જ આ ઘાટ ઘડ્યો લાગે છે. એમણે એ બાળકને દત્તક લેવાનો નિર્ણય કરી લીધો. થોડા જ દિવસમાં બધી કાનુની પ્રક્રિયાઓ પુરી થઈ ગઈ અને વલ્લભદાસ અને રાધિકાની જિંદગી બાળકની કિલકારીથી ભરાઈ ગઈ. બાળકનુ નામ રાખ્યુ રાજીવ.

બંને પતિ-પત્ની રાજીવને તમામ રીતે હસતો રમતો જોવા માંગતા હતા એટલે તેની દરેક ઈચ્છા એમની ઈચ્છા સમજી પૂરી કરતાં. બંને જણા રાજીવને પોતાનાથી વધારે પ્રેમ કરતા. જિંદગીમાં એટલી બધી ખુશી હતી કે સમય ક્યાં પસાર થઈ ગયો એ ખબર જ ના પડી.

રાજીવને એટલા લાડ કોડથી ઉછેરેલો કે એ બહુ જિદ્દી થઈ ગયેલો. HSC તો એણે માંડ માંડ પાસ કર્યું. એ પછી પિતાજીની ઓળખાણના કારણે બેંકમાં કેશિયરની જોબ મળી ગઈ.

રાજીવની બાજુની ચેમ્બર માં સુજાતા અગ્નિહોત્રી બેસતી હતી . શરૂઆતમાં કામકાજ સિવાય વધારે વાતચીત ન થતી.પણ રાજીવના બોલકણા સ્વભાવના લીધે ધીમે ધીમે તેમનો પરિચય મિત્રતામાં પરિવર્તિત થતો ગયો.

ત્યારબાદ બંને લંચ બ્રેક માં સાથે જમવા લાગ્યાં. સુજાતા અને રાજીવ એક બીજાં સાથે ટિફિન સેર કરવા લાગ્યા. બન્ને ની મિત્રતા ગાઢ થતી ગઈ. સુજાતા પોતાનું દિલ રાજીવને આપી ચૂકી હતી.પણ તેના પિતાના સ્વભાવના કારણે રાજીવને કેવાની કે પ્રેમનો એકરાર કરવાની તેનામાં હિંમત ન હતી. પરંતુ વેલન્ટાઈન ડે ના દિવસે રાજીવે સુજાતાને પ્રપોઝ કરીને ચોંકાવી દીધી. રાજીવ એ તેના માતાપિતાને સુજાતા વિષે બધી વાત કરી હતી.

.આ બાજુ સુજાતાએ પણ ઘરે વાતચિત કરી હતી કે તેની સાથે કામ કરતો રાજીવ તેને પસંદ છે અને તે તેની સાથે લગ્ન કરવા તૈયાર છે. સુજાતાના પિતાને આ વાત પસંદ ન હતી કારણકે સુજાતાના કારણે જ તેમનું દારૂ અને ઘર ખર્ચ ચાલતો હતો. આથી તે લગ્નની વિરૂદ્ધ હતા. સુજતાએ રાજીવ ને તેના પિતાના સ્વભાવના કારણે આપણા લગ્ન સંભવ નથી, એવું સ્પષ્ટપણે જણાવ્યું .

રાજીવ અને સુજાતાનું પ્રેમ પ્રકરણ અને આ ત્રણ મર્ડર કેસનો આવતાં ભાગમાં ખુલશે રહસ્ય.....

ક્રમશઃ