The Author Dr. Damyanti H. Bhatt અનુસરો Current Read નારી શક્તિ - પ્રકરણ-20,( વસુક્ર-પત્ની, ઇન્દ્ર ની પુત્રવધૂ ) By Dr. Damyanti H. Bhatt ગુજરાતી મહિલા વિશેષ Share Facebook Twitter Whatsapp Featured Books ફરે તે ફરફરે - 40 નાનનો એક છેડો તું પકડ ઘરવાળાને કહ્યુ. કેમ? &ldq... પ્રેમ સમાધિ - પ્રકરણ-124 પ્રેમ સમાધિ પ્રકરણ-124 વિજય એનાં વિશાળ બેડરૂમમાં એનાં બેડ પર... ભાગવત રહસ્ય - 116 ભાગવત રહસ્ય-૧૧૬ દક્ષપ્રજાપતિ નિંદામાં બોલ્યા છે-શિવ સ્મશાનમા... ખજાનો - 83 અચાનક ગાડી ઊભી રહી જવાને કારણે એક પછી એક બધા યુવાનો જાગી ગયા... જીવન એ કોઈ પરીકથા નથી - 5 "જીવન એ કોઈ પરીકથા નથી"( ભાગ-૫)સમીરના ફોન પર અજાણ્યો કોલ આવે... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા નવલકથા Dr. Damyanti H. Bhatt દ્વારા ગુજરાતી મહિલા વિશેષ કુલ એપિસોડ્સ : 31 શેયર કરો નારી શક્તિ - પ્રકરણ-20,( વસુક્ર-પત્ની, ઇન્દ્ર ની પુત્રવધૂ ) 1.5k 3.5k નારી શક્તિ, પ્રકરણ-20, "વસુક્રપત્ની"( ઇન્દ્રની પુત્ર વધૂ -ઇન્દ્રસ્નુષા ).............................................................[હેલ્લો વાચકમિત્રો! નમસ્કાર ,નારી શક્તિ- પ્રકરણ 20 " વસુક્ર પત્ની" માં આપ સર્વે નું હાર્દિક સ્વાગત કરતાં હર્ષ અનુભવું છું.આપણે નારીશક્તિ પ્રકરણ-૧૯ માં અદિતિ ભાગ-૨ માં ઇન્દ્ર ની પરાક્રમની કથા એ વિશેની વાર્તા જાણી. હવે વસુક્ર ઇન્દ્ર નો પુત્ર છે અને તેમની પત્ની એટલે ઇન્દ્ર ની પુત્રવધૂ "વસુક્રપત્ની" ની કથા જેમાં વર્ણવવામાં આવી છે તેની કથા લઈને હું આપની સમક્ષ ઉપસ્થિત થઈ છું. આપના સાથ અને સહકારથી જ મારી આ સફર લાંબી ચાલી છે. તે માટે આપનો હૃદય પૂર્વક આભાર માનું છું! માતૃભારતી નો પણ હૃદયપૂર્વક આભાર માનું છું! ધન્યવાદ, વાચક મિત્રો નો ખૂબ ખૂબ આભાર અને માતૃભારતી નો પણ ખૂબ ખૂબ આભાર.]વૈદિક પરિવાર વ્યવસ્થાની એક અંતરંગ ઝલક પ્રસ્તુત કરવા વાળી "વસુક્ર-પત્ની" ઋગ્વેદના દસમા મંડળમાં સંકલિત અઠ્ઠાવીસમાં સૂક્ત ની પ્રથમ મંત્રની ઋષિ છે. મોટાભાગે એવું જોવા મળે છે કે પુત્રવધૂના મનમાં પોતાની સાસુ ની અપેક્ષા એ શ્વસુર ના પ્રત્યે આત્મીયતા અને સન્માનનો ભાવ વધારે હોય છે. આમ પણ સાસુ વહુના સંબંધ કરતા સસરા અને પુત્રવધૂ નો સંબંધ વધારે ઘનિષ્ઠ હોય છે. વધારે પ્રેમ પૂર્ણ હોય છે. તેવું ભારતીય સંસ્કૃતિમાં ઘણા ઉદાહરણોમાં જોવા મળે છે દાખલા તરીકે અહલ્યાબાઈ હોલકર અને મલ્હારરાવ હોલકર નો સંબંધ સાસુ-વહુના સંબંધ કરતા એટલે કે ગૌતમા અને અહલ્યા ના સંબંધ કરતા અહલ્યા અને મલ્હારરાવ એ બન્ને વચ્ચેનો સંબંધ પુત્રવધૂ- શ્વસુરના સંબંધ કરતા પિતા પુત્રી જેવો વધારે સ્નેહપૂર્ણ વાત્સલ્ય પૂર્ણ તેમના સંબંધમાં જોવા મળે છે.તે એટલે કે વસુક્ર પત્ની ( ઈન્દ્રની પુત્રવધૂ ) હ્રદયમાં ઈચ્છે છે કે તેના દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલ ભોજનનો સંતુષ્ટિ પૂર્વક તૃપ્ત થઈને આસ્વાદ તેના શ્વસુર ગ્રહણ કરે અને તેની પ્રશંસા કરે. પુત્રવધૂ ના હૃદયના આ ચિરંતન ભાવની અભિવ્યક્તિ એટલે કે ઈન્દ્રની પુત્રવધૂ વસુક્ર-પત્નીના મંત્રમાં આ ભાવ દૃષ્ટિગોચર થાય છે. સમાજની દરેક પુત્રવધુ પોતાના શ્વસુરને સ્વાદિષ્ટ ભોજન કરાવીને તેમના મુખે પોતાની પ્રશંસા સાંભળવા માટે તત્પર હોય છે તેનું સદ્રષ્ટાંત ઉદાહરણ અહીં રજૂ કરવામાં આવ્યું છે.તેને ઇન્દ્રસ્નુષા એટલે કે ઈન્દ્ર ની પુત્રવધુ કહીને સંબોધવામાં આવી છે.વસુક્ર ઈન્દ્રનો પુત્ર છે. અહીં મંત્રની ઋષિ તરીકે તેનો નામત: ઉલ્લેખ ન કરતા વસુક્ર-પત્ની અને શ્વસુરના નામના સંબંધથી પરિચય કરાવવામાં આવ્યો છે.આ રીતનું સંબોધન આ પ્રાચીન ભારતીય પરિવારના એ સમયના પરિવેશ નો સંકેત આપે છે કે પ્રાચીન કાળમાં જેમાં પુત્રવધૂને નામથી નહીં ,પરંતુ અમુક પુત્રની વધૂ યા દુલ્હન ના રૂપ માં જાણવામાં અથવા પુકારવામાં આવતી હતી કે બોલાવવામાં આવતી હતી અથવા અમુક પુત્ર ની પત્ની એ રીતે સંબોધવામાં આવતી હતી.અહલ્યાબાઇ હોલ્કર ના સમયમાં આપણને જાણવા મળે છે કે મરાઠા પરિવારમાં પુત્રવધૂને "સોનબાઈ" ના લાડીલા નામ છે સંબોધવામાં આવે છે. જેમકે અહલ્યાને આખા રાજ્યમાં બધા હોલકર પરિવારની "સોનબાઈ" તરીકે ઓળખે છે.આ શબ્દમાં કુલ 12 મંત્ર છે જેમાં પ્રથમ મંત્ર ની ઋષિ "વસુક્રપત્ની" છે. આગળના શેષ મંત્રોના ઋષિ ઇન્દ્ર-પુત્ર વસુક્ર અને ઈન્દ્ર છે.સાયણાચાર્ય ના મત અનુસાર મંત્ર નો સંદર્ભ આ પ્રકારે છે-પ્રાચીન કાળમાં વસુક્ર દ્વારા કરવામાં આવેલા યજ્ઞમાં ઈન્દ્ર ગુપ્ત રૂપે ઉપસ્થિત રહ્યા હતા. સ્વસુર ના આગમન ની આશામાં પ્રતીક્ષામાં રત તેવી વસુક્રપત્ની એ તેમને પ્રત્યક્ષ ન જોયા. ન જોઈ શકવાને કારણે અનાગત એટલે કે આવેલા નહીં હોય એમ સમજીને આ મંત્ર દ્વારા પોતાની હાર્દિક વિકળ તા ને અભિવ્યક્ત કરતા કહે છે કે--અમારા આ યજ્ઞમાં અન્ય બધા જ દેવગણ ઉપસ્થિત થયા છે કેવળ મારા શ્વસુર જ આવ્યા નથી ,જો તેઓ આવ્યા હોત તો "ધાના" એટલે કે શેકેલા જવની ખીર આરોગત અને સોમ રસનું પાન કરત અને ખૂબ જ સારી રીતે તૃપ્ત થઈને મને આશીર્વાદ આપી અને પોતાના નિવાસસ્થાને ચાલ્યા ગયા હોત. આ મંત્ર માં'વસુક્ર્-પત્ની' એટલે કે ઈન્દ્રની પુત્રવધૂનો પોતાના સ્વસુર પ્રત્યેનો સ્નેહભાવ પ્રગટ થાય છે.કહેવામાં આવે છે કે ઈન્દ્ર એ પોતાની પુત્રવધુની પ્રીતિ માટે વસુક્રની સાથે સંવાદ કર્યો જે પરવર્તી મંત્રોમાં નિબદ્ધ છે એટલે કે પછીના મંત્રોમાં આલેખવામાં આવેલ છે. જેમાં ઈન્દ્રએ પોતાની પુત્રવધૂ ની પ્રશંસા પણ કરી છે.સાસુ વહુ ની કથાઓ તો આપણે ખૂબ જ વાંચતા અને સાંભળતા આવ્યા છીએ પરંતુ શ્વસુર અને પુત્રવધૂના આંતરિક મનોભાવોને અભિવ્યક્ત કરવા વાળો આ પ્રથમ મંત્ર છે જે વસુક્ર પત્નીએ રચ્યો છે અને જે ઋગ્વેદની કથા છે જેનો સાયણાચાર્યએ પણ ઉલ્લેખ કર્યો છે , એટલે તે નોંધનીય બાબત છે.ઇન્દ્ર જેવા પરાક્રમી દેવતાઓના પરાક્રમનુ ગાન ઋગ્વેદમાં લગભગ 251 સૂક્તમાં કરવામાં આવ્યું છે પરંતુ ઇન્દ્રના હૃદય નો એક ખૂણો જે પુત્રવધૂના પ્રત્યે પિતા-પુત્રીના વાત્સલ્ય ભાવને રજૂ કરે છે તે પ્રથમવાર વસુક્ર પત્નીના આ મંત્ર પ્રગટ થયો છે.આજના આધુનિક યુગમાં પણ પુત્રવધુ અને સ્વસુર નો આવો પિતા-પુત્રીના પ્રેમનાં વાત્સલ્ય ભાવ નું ઉદાહરણ આપણા સમાજમાં પ્રાપ્ય છે.સામાજિક જીવનમાં પણ આજના પરિવારોમાં સ્વસુર અને પુત્રવધુ ના પ્રેમ નું વાત્સલ્ય ભાવ નું ઉદાહરણ દરેક પરિવારમાં જોવા મળે છે મોટાભાગે સ્વસુર પુત્રવધૂને દરેક પ્રકારનો સપોર્ટ કરતા જોવા મળે છે દુર્ભાગ્ય એ છે કે સાસુ-વહુના સંબંધોમાં માતા-પુત્રી જેવો સ્નેહપૂર્ણ વ્યવહાર આપણા સમાજમાં દરેક પરિવારમાં જોવા મળતો નથી અલબત્ત ઘણા પરિવારોમાં માતા-પુત્રી જેવો વાત્સલ્ય ભાવ આજે સ્વીકાર્ય બન્યો છે તે હર્ષની વાત છે. જો સાસુ-વહુનો સંબંધ માતા-પુત્રીના સ્નેહપૂર્ણ વ્યવહારમાં તબદીલ થાય તો સમાજની અનેક સમસ્યાઓનો અંત આવી જાય. અસ્તુ !![ © & Written by Dr. Bhatt Damyanti H. ] ‹ પાછળનું પ્રકરણનારી શક્તિ - પ્રકરણ-19, (અદિતિ ભાગ-2 ) › આગળનું પ્રકરણ નારી શક્તિ - પ્રકરણ-21,(વીરમતી વિશ્પલા) Download Our App