The Author Dr. Damyanti H. Bhatt અનુસરો Current Read નારી શક્તિ - પ્રકરણ-19, (અદિતિ ભાગ-2 ) By Dr. Damyanti H. Bhatt ગુજરાતી મહિલા વિશેષ Share Facebook Twitter Whatsapp Featured Books ફરે તે ફરફરે - 40 નાનનો એક છેડો તું પકડ ઘરવાળાને કહ્યુ. કેમ? &ldq... પ્રેમ સમાધિ - પ્રકરણ-124 પ્રેમ સમાધિ પ્રકરણ-124 વિજય એનાં વિશાળ બેડરૂમમાં એનાં બેડ પર... ભાગવત રહસ્ય - 116 ભાગવત રહસ્ય-૧૧૬ દક્ષપ્રજાપતિ નિંદામાં બોલ્યા છે-શિવ સ્મશાનમા... ખજાનો - 83 અચાનક ગાડી ઊભી રહી જવાને કારણે એક પછી એક બધા યુવાનો જાગી ગયા... જીવન એ કોઈ પરીકથા નથી - 5 "જીવન એ કોઈ પરીકથા નથી"( ભાગ-૫)સમીરના ફોન પર અજાણ્યો કોલ આવે... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા નવલકથા Dr. Damyanti H. Bhatt દ્વારા ગુજરાતી મહિલા વિશેષ કુલ એપિસોડ્સ : 31 શેયર કરો નારી શક્તિ - પ્રકરણ-19, (અદિતિ ભાગ-2 ) (1) 1.3k 2.9k નારી શક્તિ- પ્રકરણ 19,( "અદિતિ" ભાગ -2)[ હેલ્લો વાચકમિત્રો! નમસ્કાર ,નારી શક્તિ- પ્રકરણ 19," અદિતિ" ભાગ-૨ માં આપ સર્વે નું હાર્દિક સ્વાગત કરતાં હર્ષ અનુભવું છું.આપણે નારીશક્તિ પ્રકરણ-૧૮ માં અદિતિ ભાગ-૧ માં ઇન્દ્ર જન્મની કથા એ વિશેની વાર્તા જાણી. હવે ઇન્દ્ર નો જન્મ અદિતિ દ્વારા કુદરતી રીતે જ થયો. વિશેષતા એ હતી કે ઇન્દ્ર સાધારણ બાળક કરતાં વધુ સમય માતાના ગર્ભમાં રહ્યો હતો. પરિણામે વધારે શક્તિશાળી હતો. તેથી તેના પરાક્રમની પ્રશંસા કરતા અદિતિ ભાગ-૨ માં જે વર્ણવવામાં આવ્યું છે તેની કથા લઈને હું આપની સમક્ષ ઉપસ્થિત થઈ છું. આપના સાથ અને સહકારથી જ મારી આ યાત્રા લાંબી ચાલી છે. તે માટે આપનો હૃદય પૂર્વક આભાર માનું છું! માતૃભારતી નો પણ હૃદયપૂર્વક આભાર માનું છું! ધન્યવાદ.](અદિતિ-ભાગ-1,અધૂરેથી,,,,,,)આગળના મંત્રમાં અદિતિ પોતાના પુત્ર ના સર્વ શ્રેષ્ઠ પરાક્રમના વખાણ કરતાં કહે છે કે તેણે વૃતનો વધ કર્યો અને નદીઓના પ્રવાહ નો ઉલ્લેખ કરતા અદિતિ કહે છે કે,આચળ વધતી નદીઓ અ-લ-લા-ધ્વનિ પુકારે છે માનો કે ઇન્દ્ર નું મહત્વ પ્રકટ કરવા માટે ધ્વનિ કરતી આગળ વધી રહી છે. હે ઋષિ! આ નદીઓને પૂછો કે તે શું કહે છે?અદિતિ પોતાના પુત્ર ની પ્રશંસા કરતાં કહે છે કે મારા પુત્ર એ જ મેઘને વિદીર્ણ કરીને આ જળને પ્રવાહિત કર્યું છે. (મંત્ર 6)હકીકતમાં નદીઓનો આ અનવરત નાદ પોતાના સૃષ્ટિકર્તા ની સ્તુતિ કરે છે. જળ પ્રવાહ નો ધ્વનિ જે અ-લ-લા-ધ્વનિ કહેવામાં આવ્યો છે તે સંભવતઃ આ જ પ્રવર્તમાન યુગમાં નદીઓની કલકલ ધ્વનિની જે કલ્પના વિકસિત થઈ છે તે આ જ છે. નદીઓની ભાષા ને એક સ્ત્રી જ જેનું સંવેદનશીલ હૃદય હોય તે સમજી શકે છે.સાતમા મંત્રમાં ફરીથી ઇન્દ્રના આ પરાક્રમની કલ્પના નું નિરૂપણ કરતા અદિતિ કહે છે કે, આ ઇન્દ્ર માટે શું કહે છે તે સાંભળો, જળ ફીણના રૂપમાં ઇન્દ્રના અવધ પાપને ધારણ કરે છે, મારા પુત્ર ઇન્દ્રએ પોતાના મહાન શસ્ત્ર વજ્રથી વૃત્ર નો વધ કર્યો છે અને આ નદીઓને પ્રવાહિત કરી છે. (મંત્ર 7)અદિતિ અનુસાર ઈન્દ્રની સ્તુતિમાં કહેવામાં આવેલું સૂક્તતો ઇન્દ્રના પરાક્રમની પ્રશંસા કરે જ છે પરંતુ નિવિદ્ પણ ઇન્દ્રના કાર્યોની પ્રશંસા કરે છે નિવિદ્ એ મંત્રને કહેવામાં આવે છે જેમાં કોઈ એક પદ્ય /મંત્રના ચતુર્થાંશ ભાગ માં કોઈ દેવતાની એના કર્મ ની સ્તુતિ કરવામાં આવે છે વસ્તુતઃ નિવિદ્ અતિસંક્ષિપ્ત સ્તુતિ છે. આ પ્રકારની અભિવ્યક્તિની નવીનતા લઈને દેવમાતા અદિતિએ તે કેટલાક મંત્રો દ્વારા ઇન્દ્રના પરાક્રમની/ ઈન્દ્રની પ્રશંસા દેવોમાં અપ્રતિમ સિદ્ધ કરે છે .પોતાના સંતાનના ગુણપર વાત્સલ્યપૂર્ણ માતૃહૃદય ની સહજ નિશ્ચલ અભિવ્યક્તિ આ મંત્રમાં કરવામાં આવી છે.અદિતિ-ભાગ_2, continue......ઋગ્વેદના દશમાં મંડળમાં સંકલિત 72માં સૂક્તની ઋષિ પણ દક્ષ પુત્રી અર્થાત અદિતિ દાક્ષાયણી છે .આ સૂકત અનુષ્ટુપ છંદમાં નિબધ્ધ અને નવ મંત્રોથી યુક્ત છે .આ સૂક્ત માં દેવ જન્મની કથા પણ સ્વયં દેવમાતાના મુખથી કહેવામાં આવી છે. સૃષ્ટિ પ્રક્રિયાની અંતર્ગત દેવ સૃષ્ટિનું વર્ણન સૂચનો મુખ્ય વિષય છે.દક્ષ પુત્રી અદિતિ દેવજન્મનું વૃતાંત આ પ્રમાણે પ્રસ્તુત કરે છે.અદિતિ કહે છે કે હું દેવ જન્મને સ્પષ્ટ શબ્દોમાં કહું છું. વેદ મંત્રો માં નિહિત આ જ્ઞાનને આવનાર યુગમાં એટલે કે ઉત્તર યુગમાં કોઇ પણ વ્યક્તિ સાક્ષાત જોઈ શકશે. (મંત્ર -1)અદિતિ તેનો અભિપ્રાય એ છે કે પૂર્વ યુગમાં નિબંધ આ જ્ઞાન ઉત્તર યુગમાં પ્રયોગ વિજ્ઞાન દ્વારા સાક્ષાત જોઈ શકાશે. વળી આગળ કહે છે કે બૃહસ્પતિએ લુહાર ની જેમ આ દેવતાઓને પ્રજલિત કર્યા એટલે કે જન્મ આપ્યો.જેવી રીતે લુહાર લાકડા થી અગ્નિ પ્રજ્વલિત કરે છે તે રીતે દેવોને પૂર્વ યુગમાં એટલે કે આદિ સૃષ્ટિ સમયે સૃષ્ટિના આરંભ સમયે અસત્માથી સત્ ઉત્પન્ન કરવામાં આવ્યું. (મંત્ર 2 )અસત્યનો અહીં અભિપ્રાય છે નામરૂપ ઉપાદાન કારણ રૂપ બ્રહ્મ છે, આ અવ્યક્ત બ્રહ્મથી અર્થાત નામરૂપ વિશિષ્ટ વ્યક્તથી દેવાદિ ઉત્પન્ન થયા. દેવોનાં આ પ્રથમ યુગમાં અસત્થી સત્ ઉત્પન થયું.(એટલે કે અવ્યક્ત માંથી વ્યક્ત ઉત્પન્ન થયું અવ્યક્ત તત્વ માંથી દેવો વગેરે ની ઉત્પત્તિ થઇ એમ કહેવાનું તાત્પર્ય છે)અહીં ઇન્દ્રના જન્મ પછી દેવોની જન્મની કથા અને સૃષ્ટિનાં જન્મ ની એટલે કે સૃષ્ટિની ઉત્પત્તિની કથા વર્ણવવામાં આવી છે. આગળ અદિતિ વર્ણવે છે કે, ત્યારબાદ દિશાઓ ઉત્પન્ન થઈ ત્યાર પછી ઉપરની બાજુ વિસ્તાર પ્રાપ્ત કરવા વાળી વનસ્પતિઓ ઉત્પન્ન થઈ.( મંત્ર 3)અહી સૃષ્ટિ અને બ્રહ્માંડની ઉત્પત્તિ ની એક સત્ય કથા અદિતીના શબ્દોમાં વર્ણવવામાં આવી છે. ચોથા મંત્રમાં અદિતી કહે છે કે વનસ્પતિઓ થી ભૂમિ ઉત્પન્ન થઈ ભૂમિથી દિશાઓ અદિતિ થી દક્ષ ઉત્પન્ન થયા અને દક્ષથી અદિતિ ઉત્પન્ન થઈ. (મંત્ર 4)ઉપરોક્ત કથનમાં વિરોધાભાસ જણાય છે પરંતુ પરસ્પર એકબીજાના ઉત્પન્ન થવાના કારણ ને કારણે વિરોધ સમાપ્ત થઈ જાય છે. જેમકે કહી શકાય કે વૃક્ષ માંથી બીજ ઉત્પન્ન થયું અને બીજમાંથી વૃક્ષ ઉત્પન્ન થયું.મેઘમાથી થી સમુદ્ર ઉત્પન્ન થયો અને સમુદ્રથી મેઘ. વસ્તુતઃ આ કથન સૃષ્ટિ ચક્રની નિરંતર ગતિ અને એકબીજા પ્રત્યેના કાર્યકારણ સંબંધ ભાવને સૂચિત કરે છે. આજ વાત નરસિંહ મહેતા પોતાના એક પદમાં આ રીતે કહે છે,પવન તું ,પાણી તું ,ભૂમિ તું ,ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે,બીજમાં વૃક્ષ તું, વૃક્ષમાં બીજ તું, જોઉં પટંતરે એ જ પાસે,અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ ,જૂજવે રૂપે અનંત ભાસે.આ વાતને વિશેષ રીતે સમજાવતા અદિતિ કહે છે કે,જે આજે પુત્ર છે ,તે કાલે પિતા બનીને પુત્ર ને જન્મ આપે છે ,દક્ષ અદિતિને જન્મ આપે છે તો અદિતિ માતા બનીને એવા શિશુને જન્મ આપે છે જે દક્ષના સમાન કન્યાના પિતા બને છે.આગળના મંત્રમાં અદિતી કહે છે,હે દક્ષ! તમારી જે પુત્રી હતી -અદિતિ, તેણે દેવોને જન્મ આપ્યો તે દેવો સ્તુતિ યોગ્ય છે અને કલ્યાણ માટે છે અને અમૃત બંધુઓ છે તે લોકોનું કલ્યાણ કરવા વાળા છે. ( મંત્ર 5)હે દેવો!જે સમયે તમે આ જળમાં ઉત્તમ રીતિથી સ્થિત થાઓ છો અર્થાત પ્રવેશ કરો છો ત્યારે તમે નૃત્ય કરતા તમારા ઉત્સાહને ફીણની જેમ વધારો છો. (મંત્ર 6)મેઘ સમાન દેવો એ પોતાના તેજથી ભુવનને પ્રકાશિત કર્યું, પરિપૂર્ણ કર્યું અને સમુદ્રમાં ડૂબેલા સૂર્યને પ્રાતઃકાળ માટે ઉદિત થવા માટે આવાહન્ કર્યું. (મંત્ર 7)અહીં અદિતિએ ઉત્પન્ન કરેલા દેવોના જન્મની કથા વર્ણવવામાં આવી છે અને એ અદિતિ ના તેના પોતાના મુખેથી જ વર્ણન કરવામાં આવેલ છે.અદિતિએ જે8 પુત્રોને જન્મ આપ્યો. એમાં ના સાત પુત્રોને તે પોતાની સાથે દેવલોકમાં લઈ ગઈ અને આઠમો પુત્ર માર્તંડ એટલે કે સૂર્ય ને આકાશમાં છોડી દીધો.( મંત્ર -8)પૂર્વયુગમા અદિતિ ,તે પોતાની સાથે સાત પુત્રોને લઈ અને ચાલી ગઈ.પ્રાણીઓના જન્મ અને મૃત્યુ માટે માર્તંડ ને આકાશમાં સ્થાપિત કરવામાં આવ્યો. (મંત્ર-9)અહીં દેવોના જન્મનો વૃતાંત નુ વર્ણન કરવા વાળી ઋષિ અદિતિ જગતની સૃષ્ટિની મિમાઙ્સા કરવાવાળી વિશ્વની પ્રથમ મહિલા ,દાર્શનિક હોવાની સાથે, કવયિત્રી હોવાની સાથે, પ્રથમ મહિલા વૈજ્ઞાનિક પણ છે. જેણે સૃષ્ટિની ઉત્પત્તિની પ્રક્રિયાને ક્રમબદ્ધ રૂપમાં પ્રસ્તુત કરી છે .આવી મહાન ઋષિ, મહર્ષિ ,દાર્શનિક ,કવિયત્રી- વૈજ્ઞાનિક અદિતિ ને વંદન. [ © & By Dr.Bhatt Damyanti ] ‹ પાછળનું પ્રકરણનારી શક્તિ - પ્રકરણ-18,( દેવમાતા અદિતિ-ભાગ-1) › આગળનું પ્રકરણ નારી શક્તિ - પ્રકરણ-20,( વસુક્ર-પત્ની, ઇન્દ્ર ની પુત્રવધૂ ) Download Our App