એક પૂનમની રાત - પ્રકરણ-90 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક પૂનમની રાત - પ્રકરણ-90

ક પૂનમની રાત

પ્રકરણ-90

વડોદરાની પ્રખ્યાત થ્રીસ્ટાર હોટલનો શ્યુટ એમાં ભંવરસિંહ અને રૂબી પલંગ પર બેઠાં હતાં. ભંવરસિહ રૂબીની સામે જોઇ રહેલાં. એમનાં ચહેરાં પર અકળામણ અને ભય છવાયેલો હતો. રૂબી વ્હીસ્કીનો પેગ પકડી ધીમે ધીમે સીપ લઇ રહેલી. રૂબીનાં કપાળ પર મોટો કાળો ચાંદલો હતો. એનાં રૂપ પાછળ લટ્ટુ થયેલો ભંવરસિહ એને કંઇ કહેવા માંગતો હતો પણ રૂબીનાં મૂડ જોઇને ચૂપ બેઠેલો.

રૂબીની લાંબી કાળી આંખોમાં કામણ હતું એનાં છૂટ્ટા કાળાવાળ એનાં ચહેરાંને વધુ ભયાનક બનાવી રહેલાં આંખોમાં કાળી મેંશ આંજેલી હતી એણે નશામાં મદમસ્ત આંખો ભંવરસિહ તરફ કેન્દ્રીત કરીને કહ્યું ભંવર કેમ આટલો અકળામણમાં છે ? શું ભય છે ? તારે કોઇ ભય રાખવાની જરૂર નથી મેં બધીજ તૈયારી પૂરી કરી છે હવે છેલ્લો ઘા બાકી છે એ પુરો થાય એટલે આપણુંજ રાજ મારું રાજ.. બધું આપણાં હાથમાં...

ભંવરસિંહે કહ્યું રૂબી તું શું બોલે છે ? હજી કેટલાં ગુના કરવા છે ? મેં બધું તને તો આપી દીધુ છે. હું તને સમર્પિત થઇ ગયો છું. હવે શું બાકી છે ? આપણે પક્ડાયા તો સમાજમાં કે કુટુંબમાં મોં બતાવવા નહીં રહીએ મેં તારાં પ્રેમ અને લગાવમાં કુટુંબ છોડ્યું મુંબઇમાં તને સાથે રાખીને રહ્યો. હવે બંધ કર આ બધું બહુ થઇ ગયું હવે મને ડર લાગે છે મારે હવે કશું નથી કરવું તારી ભૂખ સંતોષવામાં હું બરબાદ થઇ ગયો છું.

રૂબીએ ભંવરસિહ તરફ તીખી નજર કરતાં કહ્યું કેમ તું હવે છટકવા માંગે છે ? તને યાદ નથી તારી બઢતી કરાવવામાં તને છેક ઊંચી પોસ્ટ પર પહોચડાવા પાછળ મારો હાથ છે. આજ કાળા કામોને કારણે તું આટલે ઊંચે પહોચ્યો છે ભૂલી ગયો ?

ભંવરસિહે કહ્યું બધુ જાણું છું પણ હવે બસ કર. હવે વધારે પડતું થઇ રહ્યું છે મેં મારો છોકરો ગુમાવ્યો. મારી દીકરી ઘવાઇને હોસ્પીટલમાં છે મારું આખુ કુટુંબ રફેદફે થઇ ગયું હજી શું બાકી રહ્યું છે ?

રૂબીએ ભંવરસિહમાં ગળામાં હાથ ભેરવીને એને પોતાનાં તરફ ખેંચ્યો અને પેગ એનાં હોઠ સુધી લઇ ગઇ અને એને ડ્રીંક પીવરાવ્યું ભંવરસિહે એની આંખોમાં જોયું રૂબી ખડખડાટ હસવા લાગી એણે ભંવરસિહને કહ્યું દારૂ બહુ પીધો હવે ભૂખ લાગી છે તનની ખૂબ આવીજા મને સંતોષ આપ. ભંવરસિહે કંટાળા સાથે કહ્યું તને આખો વખત ભૂખજ લાગે છે આટલો તને પ્રેમ કર્યો સંતોષ નથી ?

રૂબીએ કહ્યું હું તારી જરૂરીયાત પુરી કરુ છું તું મારી કર આજ તો આપણાં બે વચ્ચેનો સંબંધ છે. તને ખબર છે તું ઇન્સપેક્ટર તરીકે કસ્ટમમાં જોડાયો ત્યારે તારી કોઇ હેસીયત નહોતી. એ સમયનાં કસ્ટમ ચીફ મેકવાનની હું સેક્રેટરી હતી મેકવાનમાં મને રસ નહોતો તેં જેવી જોબ જોઇન્ટ કરી હું તારાથી આકર્ષાઇ હતી એક ભડ મર્દનો એહસાસ થયેલો તારી આંખો અને તારું વર્તન મને તારાં તરફ ખેંચી રહેલું. મેકવાનને મેં છટકુ ગોઠવી લાંચમાં ફસાવી રતરફ કરાવેલો.

તારી કુશાગ્રતા મહેનતતો હતીજ પણ હું તારાં માટે આગળનો રસ્તો તૈયાર કરી રહી હતી તને બધી લીડ આપીને તને આગળ વધારતી ગઇ. તારી સાથે પ્રથમવાર સંબંધ થયો ક્યારે યાદ છે ?

એકવાર તું તારી આખી ફેમીલીને લઇને ઓફીસમાં આવેલો તને પ્રમોશન મળેલું. બધાં વધુ ખુશ હતાં તેં ફેમીલી સાથે રહેવાં મુંબઇમાં ફલેટ રાખેલો તારાં છોકરાં અને વાઇફ તારાં વડોદરાનાં બંગલેથી અવર જવર કરતાં ત્યાં એમનું ભણવાનું ચાલુ હતું તારી મધર તારાં પર કાયમ આશીર્વાદ વરસાવતી અને ટોકતી કે ભંવર વડોદરા આવીજા અહીં બધાને રહેવાનું ફાવતું નથી ત્યાં છોકરાઓનું ભણતર ચાલે છે. તારી પત્ની યશોદા છોકરાઓને કારણે વડોદરા વધુ રહેતાં. અને મને મોકો મળ્યો 31મી ડીસેમ્બરનાં દિવસે મેં તને કહ્યું આજનો દિવસ સાથે ઉજવીએ ભંવર સર ? તું મારું આમંત્રણ સમજ્યો નહોતો. તારો મુંબઇનો ફલેટમાં તું એકલો હતો. તારાં ચીફ થયાં પછી તારી સેક્રેટરી તરીકે હું એપોઇન્ટ થઇ હતી મારી સુંદરતા અને મારાં બોલ્ડ વર્તનથી બધાજ ઘાયલ હતાં બધાં મારી સેવામાં તૈયાર રહેતાં મને ખુશ કરવા પ્રયત્નમાં રહેતાં પણ મારી નજર ફક્ત તારાં ઉપર હતી. એ દિવસે સાંજે મેં તને કહેલું સર આજે 31st છે હું એકલીજ છું આજે સાથે ઉજવીએ ? ક્રીસમસની રજા અને મૂડ હતો. ખબર નહીં તેં પણ સંમતિ આપી.

સાંજે ઓફીસ પુરી થઇ અને આપણે સાથે ઘરે જવા નીકળ્યાં. ત્યારે તને અચાનક મને ગીફ્ટ આપવું સ્ફ્ર્યુ તેં મને સરસ ડ્રેસ, અને નાઇટવેર આપાવ્યાં મને ખબર પડી ગઇ હતી કે શિકાર ઝડપાયો છે. એ રાત મને હજી યાદ છે ભંવર...

ભંવરસિંહને પણ બધુ યાદ આવ્યું. શહેરમાં શોપીંગ કરી એનાં પારલાજૂહૂનાં ફલેટ પર બંન્ને આવ્યાં. રૂબી ખૂબ એક્સાઇટેડ હતી એણે કહ્યું વાઉ ભંવર થેંક્યુ વેરી મચ ફોર યોર ગીફ્ટ એન્ડ સ્વીટ નાઇટ ઓફ થર્ટી ફર્સ્ટ સેલીબ્રેશન. ભંવરે કહ્યું તું બેસ હું ફ્રેશ થઇને આવું એમ કહી બાથરૂમમાં ધૂસ્યો રૂબી એનાં ફલેટમાં ફરીને બધુ જોઇ રહી હતી ત્યાં ડ્રોઇગરૂમમાં ભંવરસિહની ફેમીલીનો યુગ્મ ફોટો હતો એમાં એનો એની વાઇફ અને છોકરાઓ સાથેનો ફોટો જોયો અને અને એની આંખો તીખી થઇ ગઇ એણે ઉશ્કેરાટમાં વિચાર્યા વિનાજ એ ફોટો બારીની બહાર ફંગોળી દીધો.

ભંવરસિહ બહાર આવ્યો અને કહ્યું જા તું પણ ફ્રેશ થઇ આવ આજે લીધો છે એજ ડ્રેસ પહેરજે હું જોઊં કેવો લાગે છે ? રૂબીએ હસતાં હસતાં કહ્યું ડ્રેસ કેવો શોભે છે કે હું કેવી લાગું છું એ જોવું છે ? ભંવરસિહ હસતો હસતો બોલ્યો બંન્ને. રૂબી બાથરૂમમાં ગઇ ત્યાં સુધી ભંવરસિહ કીચનમાં જઇને બે ડીશમાં નાસ્તો અને ડ્રાય ફૂટ લઇ આવ્યો. પછી ફ્રીઝ ખોલી.. ત્યાં રૂબી નાઇટ વેર પહેરીને આવી ડ્રેસનાં પહેર્યો. ફ્રીઝનું ડોર ભંવરનાં હાથમાંજ રહ્યું અને રૂબીને જોવામાંજ રહ્યો. એનાંથી બોલાઇ ગયું વાઉ યુ આર સો બ્યુટીફુલ....

રૂબીએ થેંક્સ કહીને ભંવરસિહને વળગી ગઇ અને એને કીસ કરતાં કહ્યું ભંવર આઇ લવ યુ ભંવરસિહ પણ ધીમે ધીમે એનાં રૂપનાં નશામાં ઘેરાઇ રહેલો. રૂબીએ કહ્યું તારે બધું કરવાની શું જરૂર ? હું બધું લાવું છું તું બહાર બાલ્કનીમાં બેસ. એમ કહી એણે બ્લેકલેબલ વ્હીસ્કી બે ગ્લાસ બધું લાવી અને પછી આઇસક્યુબ પ્લેટ અને સોડા લઇ આવી.

એણે ભંવરસિહને લપેટાઇને કહ્યું યુ આર માય લવ અગેઇન થેંક્સ ફોર ડ્રીંક એમ કહી ગ્લાસમાં ડ્રીંક કાઢ્યું આઇસ ક્યુબ અને સોડા મેળવી એક ગ્લાસ ભંવરને આપ્યો બીજો પોતે લીધો. ચીયર્સ કરી એણે પોતાનો ગ્લાસ ભંવરનાં હોઠ પર મૂક્યો અને ભંવરે એનો પેગ રૂબીને પીવરાવ્યો. રૂબી એ કહ્યું સીપ લીધી હવે મારી સીપનો સ્વાદ લે એમ કહી ભંવરનાં હોઠ પર હોઠ મૂક્યો અને ચૂસ્ત ચુંબન લીધું પછી કહ્યું મારી મધુશાલા આજ છે આ વ્હીસ્કી કરતાં વધુ નશીલી...

ભંવરસિહે હસતાં હસ્તાં કહ્યું વાહ મને તો દીવાની બનાવી દીધો. તારું આ રૂપ પીતાં પીતાં કદી ધરાઇશ નથી. રૂબી એનાં ખોળામાંજ બેસી ગઇ અને બંન્ને જણાંએ પ્રેમ કરતાં કરતાં પેગ પૂરો કર્યો.

રાત્રીનાં 12 વાગી ગયાં હતાં ફલેટની બારીમાંથી અને બાલ્કની માંથી બધે રોશની દેખાઇ રહી હતી. અવનવા ફટાકડાં આકાશમાં રોશની ફેલાવી રહેલાં મદમસ્ત રાત્રી જામી હતી અને ભંવર અને રૂબી દારૂ અને દેહનાં નશામાં કામવાસનાંથી ઉત્તેજીત થયેલાં એકબીજાનાં તનમાં પરોવાઇ ગયાં.

ક્યાંય સુધી પ્રેમ કરતાં રહ્યાં. રૂબીએ એનાં નાઇટવેર કાઢી નાખેલો ભંવરસિહ લોલુપ નજરે એનું દેહલાલીત્ય જોઇ રહેલો પછી એનામાં જાણે શેતાન ભરાયો હોય, એમ રૂબીને ચૂંથવા લાગ્યો બંન્ને જણાં એકબીજાને કેટલાંય ભૂખ્યાં હોય એમ વાસના સંતોષવા તૂટી પડ્યાં અને પરાકાષ્ઠાની પૂર્તિ કરીને વળગીને સૂઇ રહ્યાં. ત્યાં ભંવરસિહનાં મોબાઇલ રણક્યો....

વધુ આવતા અંકે - પ્રકરણ - 91