Gulal of life books and stories free download online pdf in Gujarati

જિંદગીનો ગુલાલ

જિંદગીનો ગુલાલ

જીવનમાં ઘણા બધા જુદા રંગો ફેલાયેલા છે,
દરેક ગુલાલની પોતાની રંગછટા હોય છે,
નીરસ અને તેજસ્વી રંગોનું મિશ્રણ,
સુખ અને દુઃખથી ભરેલું છે આ જીવન.

અગર લાલ છે પ્રેમનો રંગ,
તો છે લોહી અને ક્રોધનો પણ.
ક્યાં હેતુથી લાલ ગુલાલ રાખશું મનની અંદર,
એ તો રહેશે આપણા પર નિર્ભર.

લીલો રંગ છે સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે,
આસપાસ હરિયાળીની મજા લ્યો, દોડાદોડી શા માટે?
નીલુ અને વાદળી રંગનું છે આકાશ,
અને આ જ દર્શાવે છે સફળતા અને વિશ્વાસ.

ખુશખુશાલ રહો પીળા રંગની સાથે,
આત્મવિશ્વાસ જગળો પોતાના હાથે.
મોહક અને સૌમ્ય છે ગુલાબી રંગ,
આ ભાવ લાવશે જીવનમાં સત્સંગ.

શુદ્ધતા, પ્રામાણિકતા અને સુખ માટે છે સફેદ,
હૃદય સાફ રાખો, ન રાખો કોઈ મનભેદ.
દરેક રંગ આપણને કંઈક નવું શીખવાડે છે,
જિંદગીનો હર ગુલાલ એક નવી શક્તિ આપે છે.

તડકા છાયાના આ જીવનમાં રંગ છે ઘણા બધા,
હર રંગની કિંમત છે, હર રંગની છે જુદી મજા.
દરેક દિવસના હોળી ને રાતના દિવાળી મનાવીએ,
જીવનને સુંદર રંગો અને રોશનીથી ભરી નાખીએ.
_____________________________________


"હોલી હૈ ભાઈ હોલી હૈ! બુરા ન માનો હોલી હૈ!"

હોળી: વર્ષનો સૌથી રાહ જોવાતો ઉત્સવ. તેને 'રંગોનો તહેવાર', 'વસંતનો તહેવાર' અને 'પ્રેમનો ઉત્સવ' પણ કહેવામાં આવે છે. ચાલો જોઈએ, હોળીને આપવામાં આવેલા આ ઉપનામો પાછળનાં કારણો.

'રંગોનો તહેવાર': આ સ્પષ્ટ છે કારણ કે, તેજસ્વી અને ચકચકિત રંગો આ તહેવારનો મુખ્ય ભાગ છે. લોકો એકબીજાને મુઠ્ઠીભર વિવિધ રંગોથી રંગી નાખે અને પોતે પણ ખુશી ખુશી ભીંજાય જાય.

'વસંતનો તહેવાર ': હોળી વસંત ઋતુની શરૂઆત અને શિયાળાના અંતનો સંકેત આપે છે. અને સારી લણણી માટે ભગવાનનો આભાર માનવા માટે હોળીની ઉજવણી કરવામાં આવે છે.

'પ્રેમનો તહેવાર': હોળી રાધા અને કૃષ્ણના દૈવી અને શાશ્વત પ્રેમની યાદ અપાવે છે.
આ સમય, નરશીમા, પ્રહલાદ અને હિરણ્યકશ્યપની કથા યાદ અપાવે છે. હોળીના, હોલિકા દહનને ઉજવવામાં આવે છે કારણ કે ભગવાન વિષ્ણુના ભક્ત પ્રહલાદ બચી ગયા હતા, જ્યારે કે હોલિકા બળી ગઈ હતી અને તે રીતે આ તહેવારનું નામ હોળી પડ્યું. આની સાથે આપણને જાણવા મળ્યું કે સત્ય અને માનવતા બ્રહ્માંડમાં અદમ્ય શક્તિઓ છે.

હોળી શબ્દ "હોલા" પરથી આવ્યો છે જેનો અર્થ થાય છે કે સારા પાક માટે દેવતાઓને પ્રાર્થના કરવી. તે બે દિવસ ઉજવવામાં આવે છે અને ફળદ્રુપતા, રંગ, પ્રેમ અને અનિષ્ટ ઉપર સારાની જીતની ઉજવણી છે. આ આખો તહેવાર બે ઘટનાઓમાં વહેંચાયેલો છે: પહેલો ‘હોલિકા દહન’ અને બીજો રંગવાળી હોળી.

હોળી ખરેખર પ્રાચીન સમયમાં ભારતમાં ઉદ્ભવી હતી અને મુખ્યત્વે આપણા દેશમાં ઉજવવામાં આવતી હતી. પરંતુ તેની લોકપ્રિયતા એ બીજાને આકર્ષિત કર્યા અને હવે તે વૈશ્વિક તહેવાર બની ગયો છે. ફળીગુણાના ચંદ્ર મહિનાના અંતિમ પૂર્ણ ચંદ્ર દિવસે હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે, જે સામાન્ય રીતે માર્ચ મહિનાની અંતની આસપાસ હોય છે. હોળીની તારીખ દર વર્ષે બદલાતી રહે છે.

હોળી ચોક્કસપણે મનોરંજક, હાસ્ય અને આનંદી બનાવવાનો ત્યોહાર છે. કોઈ પણ જાતિ અને સંપ્રદાયના હોય, મોટા કે નાના, લોકો તેમના મતભેદો ભૂલીને, એકતા સાથે આ રંગીન ઉત્સવનો આનંદ માણવા માટે ભેગા થાય છે. તદુપરાંત, આ શક્ય છે ત્યારે જ, જ્યારે લોકો તેમના વિવાદોને માફ કરે અને ભૂલી જાય, અને તેમના તૂટેલા સંબંધોને સુધારવા માટે તૈયાર હોય. હોળી ખરેખર લોકોને એકસાથે લાવે છે અને એક મોટી રંગબેરંગી જૂથમાં એકતા અનુભવતા, તેમના નિષેધને બાજુ પર રાખવાનું આમંત્રણ આપે છે.

હું મારા બધા વાચકોને શુભેચ્છાઓ આપતા આ લેખનો અંત લાવવા માંગું છું.
"પ્રેમ માટે લાલ, સમૃદ્ધિ માટે લીલો, સફળતા માટે નારંગી અને ખુશીઓ માટે ગુલાબી. ભગવાન તમને અને તમારા પરિવારને આ બધા રંગો વડે આશીર્વાદ આપે, હોળીની ખૂબ ખૂબ શુભકામનાઓ!"

શમીમ મર્ચન્ટ, મુંબઈ
________________________________

Shades Of Simplicity

This is my page on Facebook. I request you to please share it with your friends and family. Thank you so much

https://www.facebook.com/Shades-of-Simplicity-104816031686438/

Follow Me On My Blog

https://shamimscorner.wordpress.com/


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED