એક અનોખો બાયોડેટા (સીઝન-૧) ભાગ-૩૨ Priyanka Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

એક અનોખો બાયોડેટા (સીઝન-૧) ભાગ-૩૨

"અમે મતલબ હું અને સલોની"નકુલે કહ્યું.

"તને લાગે છે કે તારે મને પૂછવાની જરૂર છે"જ્યોતિબેન બોલ્યા.

"આઈ નો મમ્મી,પણ મને આદત છે"

"અમુક આદતો સમય સાથે ચેન્જ કરી લેવી જોઈએ"

"સારી આદતોને ક્યારેય ચેન્જ ના કરાય"

"બેટા સમજ વાતને.અમુક વાતોને સ્પષ્ટતાથી નથી સમજાવી શકાતી.એટલું સમજ કે પહેલા તારી ફક્ત મારા અને તારા બિઝનેસ તરફની જવાબદારી હતી હવે સલોની અને એની ખુશી પણ તારી જવાબદારી છે"

"મમ્મી દરેક વખતે કેમ છોકરાઓને જ જવાબદારીઓ સમજાવવામાં આવે છે.સલોની કેમ ના સમજે કે મારી ખુશી શેમાં છે"

"એને પણ સમય આવશે ત્યારે કોઈ સમજાવશે અને કદાચ કોઈ નઈ સમજાવે તો સમય તો જરૂર સમજાવશે"

"આઈ એમ સોરી મમ્મી.સલોની તરફથી હું માફી માગું છું"

"નોટ નિડેડ બચ્ચાં"જ્યોતિબેને નકુલના ગાલ પર વહાલથી હાથ ફેરવતા કહ્યું.

"થેંક્યું"નકુલે એની મમ્મીને હગ કરતા કહ્યું.

"સલોનીને ફોન કરીને જણાવી લેજે કે તમે બંને મનાલી જઈ શકો છો"

"ઓકે"

*

"લે આ,જસ્ટ ચિલ બેબી"શ્રેયાએ સલોનીને સિગારેટ આપતા કહ્યું.

"હા યાર લાવ.બઉ જ જરૂર છે આની"સલોનીએ સિગારેટ હાથમાં લીધી અને ડ્રોવરમાંથી લાઈટર કાઢી સિગારેટ સળગાવી.

"બોલ હવે,શું થયું?"

"યાર આ નકુલ......."

"યાર સલોની તું નકુલ સાથે બ્રેકઅપ કેમ નથી કરી લેતી"

"ઓયય શટ અપ ઓકે"

"તો યાર,તને નકુલની દરેક વસ્તુથી પ્રોબ્લેમ હોય છે"

"અરે વાત તો સાંભળ મારી"

"હા બોલ"

"અમારે મનાલી જવાનું હતું.મેં મારા દીદી અને જીજુંને મારુ અને નકુલનું આવાનું ફિક્સ છે એમ પણ કહી દીધું અને હવે નકુલ કહે છે કે મારે મમ્મીને પૂછવાનું છે"

"કેમ?"

"ખબર નઈ યાર"

"નકુલ તો મમ્માસ બોય નીકળ્યો"

"એ જ ને યાર.મને એના મમ્માસ બોય બનવાથી વાંધો નથી પણ આટલી નાની બાબતમાં એ મમ્મીને પૂછે અને મમ્મી જો ના કહી દેશે તો"

"પણ તું તો કહેતી હતી એ બઉ સારા છે"

"હા સારા છે પણ અમુક બાબતમાં મારા અને એમના વિચારો બહુ જ અલગ છે"

"જેમ કે ઘરના કામ પોતે કરવાનું રાઈટ?"

"હા યાર"

"સલોની.ફરવા જવાની આટલી નાની બાબતમાં નકુલ એની મમ્મીને પૂછે છે તો મેરેજ પછી અલગ રહેવાની વાત નકુલ કેવી રીતે માનશે"

"હા મને પણ એવું લાગે છે,પણ હવે મારે નકુલને નહીં મમ્મીને મનાવવાનો પ્રયત્ન કરવો પડશે"

"તને લાગે છે એ એમના દિકરાથી અલગ રહી શકશે"

"તો હું ક્યાં કહું છું કે અલગ રહે.એ પણ અમારી સાથે આવી શકે છે"

"નકુલ તારા સપનાઓ માટે એની મમ્મી અને બિઝનેસ છોડીને તારી સાથે આવે એવું મને નથી લાગતું અને આમ જોવા જઈએ તો એ ખોટું પણ છે"

"અબે......તું મારી દોસ્ત છે કે એની"

"દોસ્ત તો તારી જ છું પણ જે ખોટું છે એ ખોટું છે"

"ઓકે મારી માં ચૂપ થા.નથી સાંભળવું મારે તારું ભાષણ"

સલોની અને શ્રેયા વાતો કરતા હતા એટલામાં સલોનીના ફોનની રીંગ વાગી.સલોનીએ ફોન હાથમાં લીધો અને જોયું તો ગભરાઈ ગઈ.નકુલનો વિડિઓ કોલ હતો.ભૂલમાંથી એને ફોન ઉપાડી લીધો.ગભરાહટમાં સિગારેટ હાથમાંથી પડીને એના પગ પર પડી.સિગારેટ સળગતી હોવાથી એના પગમાં થોડી બળતરા થઈ.

"શું થયું?"નકુલે સલોનીને પૂછ્યું.

"કંઈ નહીં"સલોનીએ જવાબ આપ્યો.

"તો નીચે કેમ જોવે છે"

"મારી મરજી લે.મારે જ્યાં જોવું હોય ત્યાં જોવું"

"તું છે ક્યાં?"

"શ્રેયાના ઘરે"

"અચ્છા"

"હાઈ નકુલ"શ્રેયાએ સલોનીના હાથમાંથી ફોન લેતા કહ્યું.

"હાઈ"

"નકુલ તું કેમ સલોની હેરાન કરે છે?"

"હું એને નહીં એ મને કરે છે"

"અચ્છા તમારા બંનેનું જે હોય એ જલ્દી પતાવો,લે હું એને ફોન આપું છું"

"આપણે મળી શકીએ?"નકુલે સલોનીને મળવા માટે પૂછ્યું.

"ઓકે"

"હું તને શ્રેયાના ઘરેથી પિકઅપ કરું"

"ના હું આવી જઈશ,એડ્રેસ સેન્ડ કરી દે"

"ઓકે,બાય"

"બાય"

નકુલે સલોનીને એક પાર્કનું અડ્રેસ મોકલ્યું.નકુલના ઘરેથી એ પાર્ક નજીક હોવાથી નકુલ પહેલા પહોંચીને સલોનીની રાહ જોઈ રહ્યો હતો.સલોની પાર્કમાં પહોંચી નકુલને શોધી રહી હતી.નકુલ એક ખૂણામાં બેન્ચ પર લેપટોપ લઈને બેસ્યો હતો.નકુલનું ધ્યાન લેપટોપમાં હોવાથી તેને ખબર ન હતી કે સલોની એને શોધી રહી હતી.સલોનીએ નકુલને ફોન કર્યો.એક રીંગ પુરી થઈ પણ ફોન સાયલન્ટ હોવાથી નકુલને ખબર ના પડી.સલોનીએ બીજી વાર કોલ કર્યો એ જ વખતે નકુલે ટાઈમ જોવા માટે ફોન હાથમાં લીધો ત્યારે ખબર પડી કે સલોનીનો ફોન આવી રહ્યો હતો.

"હેલો,ક્યાં પહોંચી?"નકુલે કોલ રિસીવ કરતા પૂછ્યું.

"હું પાર્કમાં પહોંચી ગઈ છું પણ તું ક્યાં છે?"

"ઓહ! ક્યાં છે મને તો નથી દેખાઈ રહી"

"અહીંયા ચિલ્ડ્રન્સ એરિયામાં"

"ત્યાં શું કરે છે?,અત્યારે તને કોઈ હિંચકા નઈ ઝૂલવા દે"

"જોક સારો હતો પણ હસવા લાયક ન હતો"

"હું રેસ્ટીંગ એરિયામાં છું"

"ઓકે,આઈ વિલ કમ"

"ઓકે"

નકુલના ઘરની નજીક જે પાર્ક હતું એ નાના છોકરાઓ માટે,જોગિંગ માટેનો જિમ એરિયા,ઘરડા લોકો માટે રેસ્ટીંગ એરિયા એવા અલગ અલગ વિભાગોમાં વહેચાયેલું હતું.સલોની નકુલ જ્યાં બેસ્યો હતો ત્યાં આવી અને નકુલના હાથમાં લેપટોપ જોઈને બોલી,"નકુલ સિરિયસલી"

"વોટ"

"તું અહીંયા પણ કામ લઈને આવી ગયો"

"અરે કામ નથી કરતો,મુવી જોવું છું"

"તો બરાબર"

સલોની નકુલની બાજુમાં બેસી.થોડો સમય બંનેમાંથી કોઈ કઈ બોલ્યું નહીં.પછી અચાનક બંને એકસાથે એકબીજાને સોરી બોલ્યા અને એકબીજાની સામે જોઇને હસવા લાગ્યા.

"સોરી"નકુલે કહ્યું.

"યા....યા....યૂ શુડ હેવ બીન"

"યૂ શુડ ઓલ્સો હેવ બીન"નકુલે પણ સામે કહ્યું.

"હે...મારે કેમ?"

"તું કારણ વગરની વાત પર ઝગડો કરે છે"

"તું પણ કારણ વગર મારા પર ગુસ્સો કરે છે"

"મેં ક્યાં ગુસ્સો કર્યો છે?"

"ફોન કટ કરવો એને ગુસ્સો જ કહેવાય"

"દેખ યાર એક સિમ્પલ વાત છે.મારી લાઈફ મમ્મીથી શરૂ થઈને મમ્મી પર જ ખતમ થાય છે.હવે તું પણ મારી લાઈફમાં ઈમ્પોર્ટન્ટ છે પણ નવા સંબંધો સાચવવા જુના સંબંધોને ઓછા ના કરાય"

"સોરી નકુલ,હું થોડી પાગલ છું.મને અમુક વાતમાં કેવી રીતે રીએક્ટ કરવું એ નથી ખબર પડતી"

"બાય ધ વે,મમ્મીએ કહ્યું કે જઈ આવો તમે બંને"

"વાવ! થેંક્યું સો મચ.આઈ લવ યુ"

"લવ યુ ટુ.મેં તને કહ્યું હતું ને કે મમ્મીએ મને આજ સુધી કોઈ વાતમાં મને રોક્યો નથી"

"હા,સોરી"સલોની નકુલને હગ કરતા બોલી.

"ઇટ્સ ઓકે"

"સ્માઈલ તો કર"

"મમ્મીએ તને ઘરે આવવા કહ્યું છે"

"કેમ?"

"એમ જ લે.બાય ધ વે મમ્મીને આ મેટર અને આપણા ઝગડા વિશે ખબર છે"

"એમને તે જ કહ્યું હશે"

"આપણો કોલ ચાલતો હતો ત્યારે મમ્મી મને કોફી આપવા માટે દરવાજામાં જ ઉભી હતી"

"ઓહહ,યાર મને બોલશે એ"

"હોઈ શકે"નકુલ સલોનીને ડરાવવા માટે બોલ્યો.

"મને તો ડર લાગે છે"

"મમ્મી તને ખાઈ નઈ જાય"

"ઓકે,હું કાલ આવીશ"

"એઝ યોર વિશ"

*

રાત્રે જમીને નિત્યા એના ઘર આગળ આંટા-ફેરા મારતી હતી.

"હાઈ બ્યુટીફૂલ"આરવ પણ નિત્યાની સાથે ચાલતા ચાલતા બોલ્યો.

"હાઈ"

"ક્યાં કર રહી હો"

"તુમ્હે ક્યાં દિખ રહા હૈ"

"પર તુમ્હે ટહેલને કી જરૂરત નહી હૈ,ઇટનું સા તો ખાતી હો તુમ"

"મેરી મરજી"

"અચ્છા,બોલો ક્યાં ચલ રહા હૈ?"

"બસ અબ કલ સે કોલેજ જાને વાલી હૂ"

"વાહ,સર કી પરમિશન મિલ ગઈ"

"કોન સર?"

"અરે અપને દેવ જીજું યાર"

"ચૂપ કર વરના માર ખાએગા,ઓર મુજે અબ કિસીકી પરમિશન લેને કી જરૂરત નહી હૈ મેં અબ બિલકુલ ઠીક હૂ"

"અચ્છા"

"હા"

"એક બાત બતાઉ?"

"હા બોલો ના"

"તુમ ઓર દેવ સાથ મેં બહોત અચ્છે લગતે હો,તુમ ઓર કૂચ બનો યા ના બનો પર અચ્છે દોસ્ત જરૂર રહેના"

"ક્યુ તુમ ઐસા ક્યુ બોલ રહે હો,હમ દોનો છોટી છોટી બાત પર લડાઈ કરતે હૈ ઇસ લિયે"

"નહી,મુજે પતા હૈ કઈ તુમ દોનો મેં બહોત અંડરસ્ટેન્ડિંગ હૈ.પર મુજે એ કહેના થા ઇસ લિયે બોલ દિયા"

"થેંક્યું,મેરા ઇતના અચ્છા દોસ્ત બનને કે લિયે"

"વેલકમ બ્યુટીફૂલ"

નિત્યા રાતે સૂતી વખતે આરવે કહેલી વાતો અને સ્મિતાએ કહેલી વાતોને યાદ કરતી હતી.નિત્યાને થયું કે એ દેવને કોલ કરીને જણાવે કે પોતે કાલ કોલેજ આવવાની છે.પણ પછી વિચાર્યું કે એને ખબર જ હશે.પછી વિચારો કરવા લાગી અને ફરી ઉભી થઈને ટેબલ પર પડેલ ફોન હાથમાં લઈને ફરીથી કંઈક વિચારવા લાગી.

નિત્યાને દેવ સાથે શું વાત કરવી હશે?

જ્યોતિબેન સલોનીને ખરીખોટી સંભળાવશે કે પ્રેમથી સમજાવશે?


રેટ કરો અને રિવ્યુ આપો

Indu Talati

Indu Talati 4 અઠવાડિયા પહેલા