"પપ્પા , હું આજે સ્કૂલ માં નહિ જાવ .. એ કહ્યું.
" શા માટે નહિ જાય બેટા, શું થયું ?"
" મને સ્કૂલ માં પાછળ ની સીટ (બેન્ચ ) પર બેસાડે છે."
"સારું આજે જા, હું કાલે તારા સર સાથે વાત કરી લઈશ "
બેટા ને તો સમજાવ્યો ,પણ પોતાનું મન ૩૦ વર્ષ પાછળ જતું રહ્યું. ચોથા ધોરણ થી આ પાછલી સીટ ની પળોજણ ચાલે છે.તે પણ આજ રીતે ઘરે ફરિયાદ કરતો.નિશિથ ને બરાબર યાદ છે કે તેને પાછલી સીટ જીવન માં કેટલી નડી છે. સાયકલ ના આવડે એટલે તેને પાછલી સીટ પર બેસવું પડતું .શાળા માં મિત્રો ,ઘરમાં વડીલો તેને ટોકતા."તને હજુ સાયકલ નથી આવડતી ?" સાયકલ આવડી , જૂનું બજાજ પણ આવડ્યું એક હોસિયારી ના આવડી તેથી રોજ મોટાભાઈ ની પાછળ બેસી ને જવું પડતું.બંને ભાઈ ના લગ્ન સાથે થયા પણ બધા માં બીજો નંબર લાગ્યો .જાણે મોટાભાઈ લગન અને મને પાછલી સીટ પર બેસાડી રાખ્યો હોય એમ .મન માં બહુ લાગતું પણ સુ કરું ..બે રૂમ ના મકાન માં પપ્પા એ પાછલો રૂમ આપ્યો .રસોડા વાળો ..એટલે એમાં પણ પાછળ ની સીટ. તેના મિત્ર સાથે અમદાવાદ જયારે નોકરી માટે ગયો તો ..તેમાં પણ આ પાછલી સીટ.. પહેલા તેને જોબ મળી .મને બે વીક પછી ..તેના થી ઓછો પગાર ,અને પોસ્ટ .. બોસ દરેકમિટિંગ માં ,ઇવેન્ટ માં તેને આગળ અને મને પાછળ રાખે, મિત્રો અને કુટુંબ માં સૌને ખબર પડી ગઈ કે આ પાછલી સીટ મારા જીવન માં શું ભાગ ભજવે છે..ક્યારે મને આગળ બેસવા નું ગૌરવ ના મળ્યું .હું નિષ્ફળ નથી ..બસ આગળ નથી . સૌ મિત્રો અને સંબંધી થોડા વર્ષો માં શહેર માં કૂચ કરી ગયા , હું પાછલી સીટ નો ડ્રાયવર ,છેલ્લા ૩ વર્ષ થી અમદાવાદ સેટ થયો . એટલા માં અંદર થી રિયા નો અવાજ આવ્યો ,
"નિશિથ , આ વેકેશન માં આપણે માથેરાન જઇયે ? મારી ઓફિસે ની બધી જ ફ્રેન્ડ જે આવી છે."
"રિયા ,આ વખતે આપણે ..." તેને વચ્ચે જ અટકાવી ને ..રિયા બોલી " આ વખતે કોઈ બહાનું ના કાઢીશ , પ્લીઝ , અને હા ટિકિટ બુક કરાવે તો આગળ ની કરાવ જે. તે હસવા લાગી. નિશિથ ..ને કેમ જાણે આ મજાક ગમી નહિ .તે માત્ર ઓ કે કહી ને બહાર નીકળી ગયો .
તેને કાલે કોઈ પણ સમયે ધ્રુવ ની સ્કૂલ માં જઇ ને તેની બેઠક વ્યવસ્થા બદલાવી છે .હું ફરી થી પુનરાવર્તન નહિ થવા દઉં .
ધ્રુવ ના મન પર કેવી અસર થાય એ માત્ર મને જ ખબર ..
સ્કૂલે થી ધ્રુવ આવ્યો ..ફરી એજ ફરિયાદ પાછલી સીટ ની...તેને આજે એક અજંપો ઘેરી વળ્યો .તેના ઘર નજીક એક ખુલ્લું મેદાન ,અને રોડ ની પેલી બાજુ નાનકડો બાગ છે . પોતાનું મન હલકું કરવા તે ક્યારેક ત્યાં જતો .તે બાગ તરફ ચાલવા માંળ્યો. એક રીક્સા આવી ને ઉભી રહી ,તેમાં રિયા અને ધ્રુવ બેઠા હતા પાછલી સીટે ..નિશિથ , શાક માં શું લાવું , હું માર્કેટ જાવ છું , ધ્રુવ ને કલર પેટી , કંપાસ અને એક નોટ લાવી છે એટલે એ પણ સાથે છે .અમે થોડી વાર માં આવીયે છે. " તને જે ગમે તે લાવજે ,મારે ચાલશે , કહી ને નિશિથ ચાલતો ચાલતો રોડ ક્રોસ કરી ને બાગ માં એક જગા એ બેસી ગયો .
તેનું મગજ ફરી પાછલી સીટ પર સક્રિય થયું.
તેને જે સહન કર્યું ,જે છોડ્યું છે ,અને ક્યાં એનું સ્વમાન ઘવાયું છે ..તે માત્ર નિશિથ જ જાણે છે ..એને કાયમ પાછલી સીટ થી નુકસાન થયું છે ..તેને ભગવાન ને પણ ઘણી વાર કીધું હશે કે મારી સાથે જ કેમ આ બધું .?પાછલી સીટ થી તેને એક અણગમો થઇ ગયો .
એટલા માં એક પરિચિત કાકા દોડતા - આવ્યા અને બોલ્યા "અલા,ભાઈ બહાર રોડ પર રીક્સા અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત થયો ..
અને નિશિથ નું મન શંકા કુશંકા થી ઘેરાવુ લાગ્યું ,,તેને પાછલી સીટ અને નુકસાન બને યાદ આવ્યું. તેને ચક્કર જેવું લાગ્યું. તે બેસી ગયો
બે ક્ષણ પછી ઉભો થયો અને ડોટ મૂકી સીધી રોડ પર. "
તમાશા ને તેડું ના હોય ..લોકો ને અકસ્માત જોવા માં રસ હોય .મદદ માં નહિ .તે જેમ તેમ ભીડ ને ચીરી ગયો તો કોઈ રોડ પર સૂતું દેખ્યું,તેનું હૃદય ધબકારો ચુકી ગયું
તેને ચોર નજર પાછલી સીટ પર કરી તો લોહી નો લાલ રંગ દેખાયો ..ત્યાંજ તેને પપ્પા , પપ્પા નો ધ્રુવ નો અવાજ સાંભળયો..તેને જોયું કે રિયા અને ધ્રુવ હેમખેમ હતા ..તેઓ ને મૂકી ને રીક્સા પરત ફરી ત્યારે અકસ્માત થયો ..ડ્રાયવર ને માથા ના ભાગ માં વાગ્યું હતું.૧૦૮ આવ્યા પછી સૌ છુટા પડ્યા .
ઘરે આવ્યા ..એટલે ધ્રુવ નો પહેલો જ સવાલ હતો .."પપ્પા , તમે કાલે સ્કૂલે આવશો ને ?
નિશિથ બોલ્યો :" ના" .. તેને પ્યાર થી ધ્રુવ ને પોતાની તરફ ખેંચ્યો ,તેને માથે હાથ ફેરવી ને બોલ્યો .. જો બેટા આ પાછળ ની બેન્ચ કે પાછળ ની સીટ જેવું કઈ ના હોય. આગળ વાળા ત્યાંજ સુધી હોશિયાર છે જ્યાં સુધી પાછળ વાળા રેસ માં નથી ..તું પાછળ બેસી ને વધુ મેહનત કર તો આગળ વાળા કરતા પણ વધુ આગળ નીકળીશ ."
તેને ચોર નજર પાછલી સીટ પર કરી તો લોહી નો લાલ રંગ દેખાયો ..ત્યાંજ તેને પપ્પા , પપ્પા નો ધ્રુવ નો અવાજ સાંભળયો..તેને જોયું કે રિયા અને ધ્રુવ હેમખેમ હતા ..તેઓ ને મૂકી ને રીક્સા પરત ફરી ત્યારે અકસ્માત થયો ..ડ્રાયવર ને માથા ના ભાગ માં વાગ્યું હતું.૧૦૮ આવ્યા પછી સૌ છુટા પડ્યા .
ઘરે આવ્યા ..એટલે ધ્રુવ નો પહેલો જ સવાલ હતો .."પપ્પા , તમે કાલે સ્કૂલે આવશો ને ?
નિશિથ બોલ્યો :" ના" .. તેને પ્યાર થી ધ્રુવ ને પોતાની તરફ ખેંચ્યો ,તેને માથે હાથ ફેરવી ને બોલ્યો .. જો બેટા આ પાછળ ની બેન્ચ કે પાછળ ની સીટ જેવું કઈ ના હોય. આગળ વાળા ત્યાંજ સુધી હોશિયાર છે જ્યાં સુધી પાછળ વાળા રેસ માં નથી ..તું પાછળ બેસી ને વધુ મેહનત કર તો આગળ વાળા કરતા પણ વધુ આગળ નીકળીશ ."
તેને પોતાની જાત ને કહ્યું " આટલું મને સમજતા કેટલા વર્ષ લાગ્યા ,,હું પૂર્વ ગ્રહ અને લઘુતાગ્રંથી થી પીડાતો હતો અને કિસ્મત ને પાછલી સીટ ને દોષ દેતો તો ..
તેને જોર થી રિયા ને કહ્યું " એપ્રિલ ની ૧૫ મી એ તૈયાર થઇ જજે ..માથેરાન રાહ જુવે છે ..
રિયા આજે કોઈ જુદો જ નિશિથ દેખાયો ..
..