ચોથો પડાવ - 2 MANIYAR ANKIT HARESHBHAI દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચોથો પડાવ - 2

ગયા અંકનું એ સિવાયના બાકી ના બધા વૃદ્ધો ની નજર દરવાજા પર હતી . ગાડી માથી એક થેલા સાથે કોઈ વૃદ્ધા એમાં થી ઉતાર્યા . ગાડી સડસડાટ ત્યાં થી પસાર થઈ ગઈ . વૃદ્ધા એ ગાડી ને જતાં જોઈ રહ્યા . પવન વૃદ્ધા ની સાડી નો પાલવ ઉડાવી રહ્યો હતો , વૃદ્ધા ના મોઢા પર થાક દ્કેહાય રહ્યો હતો . મોઢા પર તેજ હતું પણ એ તેજ માં થાક દેખાય રહ્યો હતો . વૃદ્ધા ધીમે ધીમે આગળ વધી રહ્યા હતા , બધા વૃદ્ધો નું ધ્યાન એ તરફ હતું અને પોતાના પહેલા દિવસ ને યાદ કરી રહ્યા હતા . પ્રકાશભાઈ પોતાની પૂજા કરી ને મંદિર ના પરિષર થી વૃદ્ધાશ્રમ બાજુ આવી રહ્યા હતા . પ્રકાશભાઈ નું ધ્યાન અચાનક વૃદ્ધાશ્રમ ના દરવાજા બાજુ જાય છે . પ્રકાશભાઈ નું હસતું મોઢું ધીમે ધીમે બંધ થઈ ગયું , એના માટે દુનિયા ઊભી રહી ગઈ . સામે ઊડતી ધૂળ એ કેટલા વર્ષ ની ધૂળ ખંખેરી નાખી . શું આ એજ ચહેરો હતો , પ્રકાશભાઈ જાણે કોઈ સપનું જોઈ રહ્યા હોય . એના માટે આગલા કેટલા વર્ષો ની ધૂળ ખંખેરી નાખી . એ જ દિવસ યાદ આવી ગયો , કોલેજ નો પહેલો દિવસ હતો , અને દરવાજા પર ત્રણ સહેલીઓ સાથે વાત કરી ને આવતી એક યુવતી ને જોઈ ને પ્રકાશ આમ જ ઊભો રહ્યો હતો . આજે આટલા વર્ષ પછી એ જ ઘટના નું જાણે પુનરાવર્તન થઈ રહ્યું હતું કે શું . મુખ પર એ જ તેજ હતું , વર્ષો માં કામયેલા અનુભવો નો થાક હતો . એ જ બે આંખો હતી , આંખો માં એ જ ગહેરાઈ હતી . પરિતા નું ધ્યાન એ જ સમયે સામે ઉભેલા પ્રકાશ પર ગઈ . એ સ્તબધ થઈ ગયા , બને ની આંખો સામે મળી , વર્ષો ની ધૂળ સાફ થઈ ગઈ . ગતાંક થી ચાલુ , પ્રકાશભાઈ નો ભૂતકાળ જાણે સામો આવી ગયો હોય . સામે વૃદ્ધા પણ એકદમ સ્તબ્ધ બની ને ઊભા હતા અને પ્રકાશભાઈ સામું જોતાં હતા . અન્ય વૃદ્ધો ધીમે ધીમે પ્રકાશભાઈ ની પાછળ આવી ને ઊભા રહી ગયા . વૃદ્ધા ધીમે ધીમે આગળ વધી ને વૃદ્ધાશ્રમ બાજુ આવી રહ્યા હતા . વૃદ્ધાશ્રમ ના એક-બે બહેનો આગળ આવી ને એમની પાસે થી સામાન નો ભાર ઓછો કરવા માં લાગી ગયા . અને વાતો કરવા લાગ્યા . ‘ શું નામ છે બહેન તમારું ‘ . પાછળ થી પ્રકાશભાઈ નો અવાજ આવ્યો ‘ સરલા વિનોદકુમાર રામાણી , રોલ નંબર ૨૩ ‘ . ‘ તમે અબન્ને એક બીજા ને ઓળખો છો ‘ જમકું ડોશી એ દાંત ના ચોખટા પાછળ થી અવાજ કાઢ્યો . ‘ હા અમે બંને શાળા વખત થી સાથે હતા , અને બહુ સારી રીતે ઓળખીએ છીએ ‘ વૃદ્ધા ના કંઠ નો ઘોઘરો અવાજ આવ્યો . ‘ હા તારું મોઢા નું તેજ હજુ એવું જ છે ‘ પ્રકાશભાઈ એ નીચું જોઈ ને કહ્યું . ‘ હા પણ અવાજ માં હજુ ફેર નથી પડ્યો એવો જ છે ઘોઘરો ‘ સરલાબેન બોલ્યા . ‘ ના ના તારા અવાજ માં કઈ વાંધો નથી , એકદમ મસ્ત છે ‘ પ્રકાશભાઈ બોલ્યા . અને બંને જણા હસી પડ્યા અને ૪૦ વર્ષ પહેલા નું દ્રશ્ય સામે આવી ગયું . આખું વૃદ્ધાશ્રમ બંને ને નિહાળી રહ્યું હતું . ‘ સરલાબેન ને એમનો ઓરડો બતાવી દો ‘ . બધા બહેનો એને લઈ ને ચાલવા માંડ્યા . પ્રકાશભાઈ પોતાના નિત્યક્ર્મ માં પરોવાઈ ગયા . બધો સામાન લઈ ને ચાલવા માંડ્યા . ઓરડા સુધી પહોચ્યા પછી બધો સામાન મૂકી ને બધા સરલાબેન ના ઓરડા માં બેઠા છે . ‘ સરલાબેન તમારે અહી કઈ રીતે આવનું થયું ‘ . કોઈ માજી એ પૂછ્યું . ‘ અરે બેન બધા ની સરખી જ કહાની છે , છોકરાઓ રાખવા તૈયાર નથી ‘ કોઈ બીજા એ ટાપસી પૂરી . ‘ હા બહેન મારા વર મારા દીકરા ના જનમ પછી તરત જ ગુજરી ગયા અને હું અને મારો દીકરો રહ્યા . દીકરા ને પાટા બાંધી ને ભણાવ્યો , દીકરો મોટો દાક્તર થઈ ગયો અને હવે મને રાખવા તૈયાર નથી ‘ . સરલાબેન એ પોતાની ભીની આંખે વ્યથા ઠાલવી . ‘ પણ તમે આ પ્રકાશભાઈ ને કઈ રીતે ઓળખો ‘ જમકું ડોશી એ પોતાના સ્વભાવ પ્રમાણે પંચાત કરવાની ચાલુ કરી . સરલાબેન મંદ હસ્યાં . સરલાબેન ભૂતકાળ માં સરિ પડ્યા , ‘ મારા પિતાજી ની બદલી થઈ હતી , એકદમ નવું નવું શહેર હતું , ત્યાં ના પડોસી નવા , શાળા નવી , મિત્રો નવા . શાળા ના પ્રથમ દિવસે મારૂ દફ્તર , અને શાળાનો ગણવેશ પહેરી ને હું નીકળી ગઈ , ચાલી ને શાળા એ પહોચી . અવાજ આજ જેવો જ થોડો ઘોઘરો . શાળા નો પ્રથમ દિવસ . ક્લાસ માં અંદર ગઈ હું . બધા જ મજાક મસ્તી કરતાં હતા . પ્રકાશ બધા નો નેતા બની ને વચ્ચે બેઠો હતો બધા ને હસાવે ને પોતે પણ હશે , બધા પ્રકાશ જોડે વાત કરવા જાણે આતુર હતા . એટલા માં શિક્ષક આવી ગયા બધા બેઠા હતા . હું નવી હતી તો શિક્ષક એ મને પોતાનો પરિચય આપવા કહ્યું . મે મારા ઘોઘરા અવાજ માં મારો પરિચય આપ્યો . આખી શાળા મારી મસ્તી કરવા લાગી . દશમાં ધોરણ ની આ વાત હતી . મને ઘણું દુખ થયું . શાળા નો એ ક્લાસ પૂરો થયો અને મને હજુ એ જ વાત મગજ માં હતી . પ્રકાશ આ વાત સમજી ગયો હતો અને મારી પાસે આવી કહ્યું કે તમે આ લોકો ની વાત ને મગજ માં ન લેશો તમારી મોઢા માં ઘણું તેજ છે . ‘ પણ મારો અવાજ થોડો ઘોઘરો છે ‘ . ‘ ના ના બરાબર જ છે , આજ થી તું અમારી ટુકડી માં ‘ અને બધા એના મિત્રો જોડે મારી ઓળખાણ કરાવી . આખા ક્લાસ ની જાણ હતો પ્રકાશ , એકદમ હોશિયાર , એકદમ ચબરાક , એક દિવસ શાળા એ ન આવે તો બધા ને એક દિવસ કાઢવો અઘરો થઈ જતો . હસતો અને હસાવતો , અને બધા ના પ્રોબ્લેમ ને એક સેકંડ માં પૂરો કરી નાખતો ‘ . સરલાબેન ભૂતકાળ માથી બહાર આવ્યા . ‘ અરે પ્રકાશભાઈ તો અહી પણ એવા જ છે , એકદમ જ મસ્તીખોર કોઈ ને ક્યારેય ઓચ્છુ ન આવા ડે , એના વગર અમારે અહી દિવસ કાઢવો અઘરો થઈ જાય ‘ . ‘ હાલો હવે સરલાબેન ને આરામ કરવા દો થોડી વાર ‘. અને બધા એ ધીમે-ધીમે વિદાય લીધી . સરલાબેન રૂમ ની બારી પાસે આવી ને ઊભા રહ્યા , બારી ની બહાર નજર કરી તો પ્રકાશ બાંકડે બેઠો હતો . અને કઈક લખી રહ્યો હતો . સવિતાબેન ધીમે ધીમે બહાર નીકળી ને પ્રકાશ ના બાંકડા પાસે ગયા . પ્રકાશભાઈ નું ધ્યાન ગયું ને એને કિયાબ બંધ કરી ને બોલ્યા ‘ આવ સરલા આવ , શું કે આશા નહતી કે તું અહી મળી જઈશ ‘ . ‘ હા મને પણ આશા નહતી , પણ હજુ તારો વટ તો એવો ને એવો જ છે હો ‘ . ‘ કેમ વટ ‘ . ‘શાળા માં જેમ બધી છોકરિયો તારા સ્વભાવ ની દિવાની હતી એમ અહી પણ એવું જ છે , બધા બહુ વખાણ કરતાં હતા તારા ‘ . અને બંને હસી પડ્યા , થોડી વાર નો સન્નાટો રહ્યો . ‘ તું અહી કઈ રીતે આવ્યો , તારા દીકરા પણ નથી રાખતા ‘ . ‘ ના સરલા મે લગન જ નહીં કરેલા , આ આશ્રમ જ મારો છે ‘ . સરલા આશ્ચર્ય થી પ્રકાશ સામું જોઈ રહી . ‘ કેમ તે લગન નહીં કરેલા ક્યાક .. ‘ અને ત્યાં જ પ્રકાશે વાત કાપી નાખી ‘ ચાલો હું જાઉં મારે થોડું કામ છે પછી મળીએ હમણાં અહી બધ ભેગા થશુ અને ગપાટાં મરીશું ‘ . ત્યાં વૃદ્ધાશ્રમ ના ટ્રસ્ટી એ બાજુ આવ્યા , ‘ સરલાબેન ચાલો ને આપણે ફોર્મ ને એ બધુ ભરી લઈએ ‘ . ‘ હા ‘ . ‘ અરે તમારા અવાજ ને શું થયું , બરાબર તો છે ને ‘ ટ્રસ્ટી બોલ્યા . ‘ હા બરાબર જ છે એ પહેલે થી જ જરાક ઘોઘરો છે ‘ . ‘ કઈ ઘોઘરો નથી બરાબર જ છે ‘ પ્રકાશભાઈ બોલ્યા . અને પ્રકાશભાઈ અને સરલાબેન એક બીજા ને જોઈ રહ્યા , સુરજ ડૂબી રહ્યો હતો અને પંખીઓ પોતના માળા માં જઇ રહ્યા હતા . ટ્રસ્ટી ને કઈ સમજાણુ નહીં અને એ બંને ને આ સામિ સાંજ માં ઊભા રહી ને જોઈ રહ્યા હતા . વધુ આવતા અંકે.........