Chotho Padaav- 1 books and stories free download online pdf in Gujarati

ચોથો પડાવ - 1

શહેર ની બહાર , બધા શોરથી દૂર, બધી ચિંતાઓ થી મુક્ત આભમંડળ માં સૂર્ય સંપૂર્ણ લાલીમા થી અસ્ત થઈ રહ્યો હતો . વાદળો એની આસપાસ જાણે એકવીસ તોપો ની સલામી આપી રહ્યા છે . કરોડો લોકો ની જિંદગી ને રોશન કરી ને પોતે અંધકાર માં જઇ રહ્યા હતા . ખેડૂતો પોતાના કામ-કાજ થી પરવારી ને સુખ તો થાક લઈ ને , કામ ની સંતુષ્ટિ સાથે પોતાના ઘર બાજુ જઈ રહ્યા હતા . દિવસ તો હમેશા એક જ હોય છે , કોઈક માટે એ જ દિવસ યાદગાર બની જતો હોય છે . કોઈ ને એ જ દિવસે પોતાનું હમસફર મળી જાય છે , કોઈક એ જ દિવસે પોતાના સ્વજન ને ગુમાવી દે છે , કોઈક એ જ દિવસે પોતાનો જનમ-દિવસ ઉજવે છે , તો કોઈક માટે એ જ દિવસ મરણ-દિવસ હોય છે . આવા જ એક ગામ ની વાત છે , ગામ ની ભાગોળ પર એક અલગ દુનિયા જ વસેલી હતી . *************************************************
આપના લોકો ના જીવન માં અનેક પડાવો હોય છે . બાળપણ , યુવાની , પ્રોઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા . આ રીતે વૃદ્ધાવસ્થા ને આપણે ચોથો પડાવ કહી શકીએ . આ ચોથા પડાવ માં જીવતા લોકો ની એક અલગ દુનિયા હતી . ‘ ક્યાં છે પ્રકાશ આજે ‘ કોઈ એક વૃદ્ધ બહાર બોલતા બોલતા આવ્યા . ‘ એં પ્રાંકાશ કયાઁ વાયોન ગયોન , મારું ચોખૂટ્ન પડીન ગયું ‘ એક વૃદ્ધા બહાર ગોતતા ગોતતા નાક માં થી બોલતા આવ્યા . ‘ અરે બા પ્રકાશભાઈ તો એની રોજ ની જગ્યા પર છે બેઠા છે વાતો કરે છે અને બધા ને હસાવ્યા કરે છે ‘ ચાલી સાફ કરતાં કરતાં વિપુલ બોલ્યો . વૃદ્ધાશ્રમ ના બાકડા પર એક જ્ગ્યા એ જોરજોર થી હસવાનો અવાજ આવી રહ્યો હતો . ‘ અરે શું પ્રકાશ તું ભી , મારો છોકરો મને બે વર્ષ માં એક વાર પણ બોલવવા નથી આવ્યો કે નથી મળવા આવ્યો ‘ આ વાતો ચાલતી હતી ત્યાં પોતપોતાના રૂમ માં રહેલા વૃદ્ધો પણ બહાર આવી ગયા હતા . અને આ વાત સાંભળી ને લગભગ બધા ને પોતાના લોકો ની યાદ આવી ગઈ . અને વાતાવરણ ગમગીન થઈ ગયું . ત્યાં પ્રકાશભાઈ બોલ્યા ‘ અરે શું હિરલા તું ભી , તારો છોકરો છે કઈ ગર્લફ્રેંડ થોડી છે તો તને વારે વારે યાદ કરે ‘ . અને ગમગીની ભરેલું વાતાવરણ ફરી પાછો હાસ્ય ના મોજા માં ફરી વળ્યું . પ્રકાશભાઈ એ રાહત નો શ્વાસ લીધો . સફાઈ કામદાર વિપુલ અને ઘનશ્યામ આ બધુ જોઈ રહ્યા હતા . ‘ વિપુલભાઈ , આ પ્રકાશભાઈ એ જે રીતે અહીનો માહોલ બનાવ્યો છે કોઈ આવું કરી ન શકે ‘ . ‘ હા ઘનશ્યામ હું ભી એ જ જોઈ રહ્યો છું પોતાની ઉમર ને જાને પી ગયા છે , કોઈ ને ઉદાસ નથી થવા દેતા ‘ . ‘ ખરેખર એક તાંતણે બધા ને બાંધી રાખ્યા છે ‘ . વૃદ્ધાશ્રમ ના ટ્રસ્ટી ત્યાં આવતા દેખાયા . ‘ એ આપની હોસ્ટેલ ના વર્ડેન આવી રહ્યા છે ‘ ફરી પાછા બધા હસવા માંડ્યા . ‘ પ્રકાશભાઈ શું મસ્તી કરી મારી ‘ ટ્રસ્ટી એ પાસે આવી ને કહ્યું . ‘ ના ના મે અ લોકો ને કહ્યું આપના હોસ્ટેલ ના વર્ડેન આવી રહ્યા છે એમ ‘ ટ્રસ્ટી પણ હસવા માંડ્યા . ‘ મારે તમને લોકો ને એમ કહેવાનું હતું કે આપની વૃદ્ધાશ્રમ માં એક નવા બહેન આવી રહ્યા છે ‘. ‘ મતલબ હોસ્ટેલ માં એક નવું એડમિશન ‘ અને બધા પાછા હસી પડ્યા , ધીમે ધીમે બધા પોતાના કામ પર વળગ્યા . પ્રકાશભાઈ બધા ને હસાવયા કરતાં હતા . બીજે દિવસે બધા ઉઠી ને પોતાના કામ માં પડ્યા હતા ત્યાં જ વૃદ્ધાશ્ર્મ માં બહાર એક ગાડી આવી ને ઊભી રહી . પ્રકાશભાઈ મંદિર માં પુજા કરી રહ્યા હતા . એ સિવાયના બાકી ના બધા વૃદ્ધો ની નજર દરવાજા પર હતી . ગાડી માથી એક થેલા સાથે કોઈ વૃદ્ધા એમાં થી ઉતાર્યા . ગાડી સડસડાટ ત્યાં થી પસાર થઈ ગઈ . વૃદ્ધા એ ગાડી ને જતાં જોઈ રહ્યા . પવન વૃદ્ધા ની સાડી નો પાલવ ઉડાવી રહ્યો હતો , વૃદ્ધા ના મોઢા પર થાક દ્કેહાય રહ્યો હતો . મોઢા પર તેજ હતું પણ એ તેજ માં થાક દેખાય રહ્યો હતો . વૃદ્ધા ધીમે ધીમે આગળ વધી રહ્યા હતા , બધા વૃદ્ધો નું ધ્યાન એ તરફ હતું અને પોતાના પહેલા દિવસ ને યાદ કરી રહ્યા હતા . પ્રકાશભાઈ પોતાની પૂજા કરી ને મંદિર ના પરિષર થી વૃદ્ધાશ્રમ બાજુ આવી રહ્યા હતા . પ્રકાશભાઈ નું ધ્યાન અચાનક વૃદ્ધાશ્રમ ના દરવાજા બાજુ જાય છે . પ્રકાશભાઈ નું હસતું મોઢું ધીમે ધીમે બંધ થઈ ગયું , એના માટે દુનિયા ઊભી રહી ગઈ . સામે ઊડતી ધૂળ એ કેટલા વર્ષ ની ધૂળ ખંખેરી નાખી . શું આ એજ ચહેરો હતો , પ્રકાશભાઈ જાણે કોઈ સપનું જોઈ રહ્યા હોય . એના માટે આગલા કેટલા વર્ષો ની ધૂળ ખંખેરી નાખી . એ જ દિવસ યાદ આવી ગયો , કોલેજ નો પહેલો દિવસ હતો , અને દરવાજા પર ત્રણ સહેલીઓ સાથે વાત કરી ને આવતી એક યુવતી ને જોઈ ને પ્રકાશ આમ જ ઊભો રહ્યો હતો . આજે આટલા વર્ષ પછી એ જ ઘટના નું જાણે પુનરાવર્તન થઈ રહ્યું હતું કે શું . મુખ પર એ જ તેજ હતું , વર્ષો માં કામયેલા અનુભવો નો થાક હતો . એ જ બે આંખો હતી , આંખો માં એ જ ગહેરાઈ હતી . પરિતા નું ધ્યાન એ જ સમયે સામે ઉભેલા પ્રકાશ પર ગઈ . એ સ્તબધ થઈ ગયા , બને ની આંખો સામે મળી , વર્ષો ની ધૂળ સાફ થઈ ગઈ . *****વધુ આવતા અંકે*****

બીજા રસપ્રદ વિકલ્પો